સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

    પાયલ સોમ ને પાછળથી બોલાવતી રહી પણ સોમ નીકળી ગયો હતો . પાયલ થોડીવાર સુધી રડતી રહી પણ પછી તેણે પોતાનું મન મજબૂત કર્યું અને એક મંત્ર બોલીને બાબા નું આવ્હાન કર્યું . બાબા એ પૂછ્યું શું થયું માતા ? પાયલે બાબા ને બધી વાત કરી . બાબા એ કહ્યું આ તો ખોટું થયું આમાં કોઈ ગડબડ થઇ રહી છે . હું જોઉં છું એમ કહીને ધ્યાન મુદ્રા માં બેસી ગયા . થોડીવાર પછી આંખો ખોલીને કહ્યું કે મારે બાબાજી ને જાણ કરવી પડશે . સોમે ખબર નહિ પોતાની આસપાસ મારુ સુરક્ષાચક્ર હટાવી દીધું છે અને હવે તે મારી પહોંચ થી દૂર થઇ ગયો છે અને તે બંગલે પણ પહોંચ્યો નથી . બાબા એ કહ્યું માતા આપે પ્રતિવાર કેમ કર્યો ? પાયલે કહ્યું એક તો તેણે કપડાં જુદા પહેર્યા હતા અને તેણે પોતાનું લોકેટ પણ છુપાવી રાખ્યું હતું મને લાગ્યું કે જટાશંકર હશે . લાગે છે જટાશંકર નવો દાવ રમી રહ્યો છે હવે આપણું અહીં રહેવું સુરક્ષિત નથી એક કહીને પાયલ ના માથે હાથ મુક્યો અને તેના હાથ અને પગ નું પ્લાસ્ટર અને કમર પાર બાંધેલો પટ્ટો ટુટી ગયો. બાબા એ કહ્યું હવે આપ આંખો બંદ કરો . પછી અવાજ આવ્યો કે આંખો ખોલો માતા . પાયલે આંખો ખોલી ત્યારે તે એક ગુફામાં હતી . સાધુએ કહ્યું આપ અહીં આરામ કરો હું થોડી વાર માં એવું છું . થોડીવાર માં તે મહાવતાર બાબા સાથે પાછો આવ્યો. પાયલ મહાવતાર બાબાને પગે લાગી . મહાવતાર બાબા એ કહ્યું દેવી સોમ જટાશંકર રચિત મહાજાળ માં ફસાઈ ગયો છે હવે તેમાંથી ફક્ત તેણે જ માર્ગ કાઢવો પડશે . પાયલે હાથ જોડીને કહ્યું કે આ અમારો ત્રીજો જન્મ છે જટાશંકર ના વિનાશ માટે અને આ જન્મ માં તેને હરાવી નહીં શકીયે તો પછી શું થશે . બાબાએ કહ્યું દેવી જો આ જન્મમાં સોમ તેને હરાવી નહિ શકે તો તમારો ફરી જન્મ થશે , અને આપ જન્મ મરણ ના ફેરા નો કેમ આટલો વિચાર કરો છો. મહત્વ લક્ષ્ય નું છે અને તે લક્ષ્ય પ્રાપ્તિ માં આપણી ભૂમિકા ખુબ મહત્વની છે . પાયલે કહ્યું આપ ઈચ્છો તો બધું થઇ શકે . બાબા એ હસીને કહ્યું કે હું ઈચ્છું તો જટાશંકર ને એક ક્ષણ માં મારી શકું પણ તેનાથી સૃષ્ટિના નિયમોનો ભંગ થાય જે આપ પણ નહિ ઈચ્છો કે થાય તેથી આપ સોમ ને તેની શક્તિ આજમાવાવનો મોકો આપો .અને ધીરજ રાખો તે પોતાનું લક્ષ્ય આ જન્મ માં જરૂર પૂર્ણ કરશે. બાબાએ આગળ કહ્યું કે મારુ લક્ષ્ય હતું કે એક ઉમર સુધી તેને રક્ષણ પૂરું પાડવાનું જે મેં પૂરું પડ્યું પણ હવે આગળ સોમે જ લડવું પડશે .એમ કહીને બાબા ત્યાંથી નીકળી ગયા . બાબા ગયા પછી પાયલ સાધુ તરફ ફરી અને કહ્યું કે સોમ ને મારી મદદ ની જરૂર પડશે તો આપ મને સોમ જે બંગલે રહેતો હતો ત્યાં લઇ જાઓ . સાધુએ કહ્યું કે એવું કરવું સુરક્ષિત નથી. પાયલે કહ્યું કે મારો સોમ જંગ લડવા નીકળ્યો હોય અને હું એ બેસી રહું તે યોગ્ય નથી તો આપ મને ત્યાં લઇ જાઓ . સાધુએ કહ્યું ઠીક છે માતા જેવી આપની ઈચ્છા .  થોડીવાર માં તે બંગલામાં હતી, રામેશ્વર પોતાના હાથ બાંધીને હૉલ માં આંટા મારી રહ્યો હતો . દરવાજામાં પાયલ ને જોઈને તે આશ્ચર્યચકિત થઇ ગયો તેણે કહ્યું પાયલ તમે તો એડમિટ હતા અને તમને હાથેપગે ફ્રેક્ચર હતું ને ? પાયલે કહ્યું કે સોમ મારી પાસે આવ્યો હતો પણ નારાજ થઈને ચાલ્યો ગયો . શું તે બંગલે નથી આવ્યો ? રામેશ્વરે કહ્યું કે તે સવારથી વિચિત્ર વર્તન કરી રહ્યો હતો . તેણે કોઈ સપનું જોયું હતું અને મને કહી રહ્યો હતો કે આ બધાની પાછળ પાયલ છે . પાયલે કહ્યું તે હોસ્પિટલમાં આવ્યો હતો અને મારા પર હુમલો કર્યો અને મેં પ્રતિકાર કર્યો એટલે ત્યાંથી નીકળી ગયો મને લાગ્યું કે તે અહીં આવ્યો હશે . રામેશ્વરે કહ્યું કે હું તેનીજ રાહ જોઈ રહ્યો હતો . પાયલે કહ્યું ઠીક છે મને તેનો બેડરૂમ દેખાડો . રામેશ્વર પાયલ ને દોરીને ઉપર લઇ ગયો તેણે રૂમ નું નિરીક્ષણ કર્યું તો કઈ મળ્યું નહિ એટલે તે બધા ખંડોમાં ફરી વળ્યાં . પછી રામેશ્વર તેને જે રૂમ માં પુસ્તકો હતા ત્યાં લઇ ગયો . પાયલ એક એક કરીને પુસ્તકો જોવા લાગી. ત્યાં એક પુસ્તક માં એક પાનું વાળેલું હતું તે તરફ નજર ગઈ તેની આંખોમાં ચમક આવી ગઈ તેમાં અનંતક ની બીજા ચરણ ની વિધિ લખી હતી અને પ્રથમ ચરણ પછી બીજું ચરણ તરત કેવી રીતે પૂરું કરી શકાય તેની વિધિ હતી . થોડી વાર તે વાંચ્યા પછી પાયલે રામેશ્વર તરફ ફરીને પૂછ્યું કે આપ તો હંમેશા સોમ સાથે રહેતા હતા તો આપ કહી શકશો કે કોઈ વિધિ કરવા સોમ ક્યાં ગયો હતો ? રામેશ્વરે પોતાના મગજ પર ભાર આપ્યો અને કહ્યું કે અમદાવાદ પાસે લોથલ નામની જગ્યા છે ત્યાં ગયો હતો . પાયલે પૂછ્યું ત્યાં કેવી રીતે જવાય ? રામેશ્વરે ત્યાં કેવી રીતે જવાય તે કહ્યું એટલે પાયલ બોલી કે હું લોથલ તરફ જાઉં છું અને આપ પ્રદ્યુમનસિંહ ને લઈને ત્યાં આવો આજે સોમ ને મદદ ની જરૂર પડશે એમ કહીને ત્યાંથી નીકળી ગઈ . રામેશ્વરે પ્રદ્યુમનસિંહ ને ફોન જોડીને બધી વાત કહી એટલામાં દરવાજાની બેલ વાગી.

  દરવાજો ખોલ્યો તો સામે પાયલ અને બાબા ઉભા હતા .

***

Rate & Review

Verified icon

Viral 6 months ago

Verified icon

Mayank Sidapara 6 months ago

Verified icon

Khyati Rupapara 6 months ago

Verified icon

Divya Kadodwala 6 months ago

Verified icon

Balkrishna patel 6 months ago