Dream Story One Life One Dream - 5 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 5

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 5

ડ્રીમ સ્ટોરી 
વન લાઇફ વન ડ્રીમ ભાગ 5

પલક ના પપ્પા નારાજ થઇ ને જતા રહે છે.તેની મમ્મી પણ તેમની પાછળ પાછળ જાય છે.પલક રૂમ નું બારણું બંધ કરે છે અને નિવાન નો ફોન ઉપાડે છે.

" હેલો." પલક

" હાય પલક .મારા જ ફોન ની રાહ જોતા હતા ને?" નિવાન

" અમ્મ હા " પલક ખચકાય છે.

" પલક આપણે કાલે એજ કેફે મા મળી શકીયે ?" નિવાન

" હા પણ તમે નક્કી શું કર્યું ? " પલક

" કાલે મળીને જ વાત કરીએ અને હા પેલુ ફોર્મ લેતા આવજો.ઓ.કે  તો મળીએ કાલે ૯ વાગે." નિવાન

" ૯ વાગે બહુ વહેલું થશે.૧૦ વાગે મળી શકીયે ?" 

" ઓ.કે " એમ કહી ને નિવાન ફોન મુકી દે છે.

" ઓહ ગોડ આ શું  સસ્પેન્સ છે.સીધી રીતે કેમના કહી શકે  હા કે ના મળી ને જ કહેવું જરૂરી છે? હવે કાલ સવાર સુધી મારાથી તો વેઇટ નહી થાય

હે ભગવાન હું જે કરી રહી છું  તે ઠીક તો છે ને કઇ ખોટું તો નથી  કરી રહી ને? પ્લીઝ મને ખોટા રસ્તે જતા રોકજે .હું  તો માત્ર મારું સપનુ પુરું કરવા માંગુ છું કોઇ ને દગો આપવો કે ખોટો વાયદો નથી આપવા માંગતી.પ્લીઝ હેલ્પ મી ગોડ" પલક એજ વિચારો મા સુઇ જાય છે.

સવારે પલક વહેલી ઉઠી ને તૈયાર થઇ જાય છે.
" મમ્મી જલ્દી  નાસ્તો આપ મારે જવું  છે." 

" આટલી જલ્દી હજી તો સવા નવ જ થયા છે તારી કોલેજ તો અગીયાર વાગ્યા ની છે." ગૌરીબેન

" મમ્મી તું  સવાલ જવાબ પછી કરજે મારે મોડું થાય છેઅને એક કામ છે એટલે વહેલી જઉ છું હવે પ્લીઝ નાસ્તો  આપીશ." પલક

" હા હા આપું છું ." ગૌરી બેન

" પલક નાસ્તો કરી ને નીકળે છે.અને તેજ કેફે માં  જાય છે.જયાં નિવાન પહેલે થી તેની રાહ જોઇને બેઠેલો હોય છે.

" ઓહ સોરી હું  લેઇટ છું " પલક

" અરે ના તમે તો સમયસર આવ્યા છો .આ તો હું જ વહેલો આવી ગયો હતો." નિવાન

" બોલો શું  નિર્ણય લીધો તમે ?" પલક નિવાન ના જવાબ માટે આતુર હોય છે.

" પહેલા કોફી મંગાવીએ પછી વાત " નિવાન પલક ને પુછી ને કોફી મંગાવે છે.

" હવે તો બોલો તમારો જવાબ" પલક

" હજુ  તમે સમજી ના શક્યા ? ઓ.કે તમારું  તે ફોર્મ  આપો મને " નિવાન

પલક ડરતા ડરતા ફોર્મ  આપે છે .તેને ડર છે કે નિવાન ફોર્મ  ફાડી ના કાઢે .

" આ અહીં જ સાઇન કરવા ની છે ને મારે ?" નિવાન ના સવાલ થી પલક ખુશી થી ઉછળી પડે છે.

" હે હા હા અહીં  જ " પલક ની આંખ મા ખુશી ના આંસુ હોય છે.

નિવાન ફોર્મ  મા પિતા /પતિ ની સહી. ત્યાં  પિતા ના નામ પર ચોકડી મારી પોતાની સહી કરે છે. અને ફોર્મ  પલક ને આપે છે.

" પલક આ લો ડેબિટ કાર્ડ ફીસ આમાંથી જ ભરી દેજો અને તે અેકાઉંટ મા ઇનફ બેલેન્સ છે.તો તમારી જે રીતે અને જયાં  ઇચ્છા થાય એમ વાપરી શકો છો.આફટર ઓલ તમે મારા થવાવાળા પત્ની છો.જયારે પહેલી વાર તમને જોયા ને ત્યારથી જ નક્કી કર્યું હતું કે  તમે અગર લગ્ન  માટે ના પાડશો તો આજીવન કુંવારો રહીશ."

પલક નિવાન નો હાથ પકડી ને તેને થેંક યુ કહે છે.

" એક વાત ખાલી કહેવા માંગીશ પલક કે એ હંમેશા ધ્યાન  રાખજો કે તમારા સપના ના કારણે તમારી , તમારા કે મારા પરીવાર ની બદનામી ના થાય અને તમે તમારી મર્યાદા  ધ્યાન મા રાખો.અને તમારું  પ્રોમિસ પણ."

" હા પાક્કુ તો હું  જઇ ને ફોર્મ  સબમીટ કરી ને એડમીશન ની પ્રોસેસ પુરી કરી દઉ?  અને  હા સગાઇ આ જ અઠવાડિયા માં થઇ જાય તે માટે હું  મારા પપ્પા ને કહી દઇશ. બાય નિવાન." પલક

પલક ફોર્મ  અને કાર્ડ લઇ ને જતી હોય છે.ત્યાં  નિવાન કહે છે.

" પલક શું  હું  તમારી સાથે આવી શકું ?"

" હા ચલો." પલક નાછુટકે તેને હા પાડે છે.

તે લિફ્ટ મા ડી.જે.સ ની ઓફિસ  માં  પહોંચે છે.ત્યાં  નિવાન ને ફોન આવે છે અને તે પલક ને સોરી કહી ને નિકળી જાય છે.નિવાન ના જતા જ પલક હાશકારો અનુભવે છે.અને પલક પુલકિત ની કેબિન માં જાય છે.

" મે આઇ કમ ઇન પુલકિત?" પલક

" પલક હાય પ્લીઝ કમ ઇન હેવ અ સીટ " પુલકિત

" આ લો ફોર્મ  અને આ ફીસ ના રૂપિયા " પલક પોતાના પર્સ માથી રૂપિયા કાઢે છે જે એણે પોતે બચાવેલા હોય છે.આજ દિવસ માટે પોતાના સ્વપ્ન ને પુર્ણ કરવા માટે.

પુલકિત ફોર્મ  ઉપર ઉપર થી ચેક કરી ને ફીસ ના રૂપિયા  લઇ લે છે.અને તે પલક ના એડમીશન ની પ્રોસેસ પુરી કરે છે.

" વેલકમ ટુ ' ડી.જે .ડાન્સ એકેડેમી ' પલક "પુલકિત પોતાની ચેર પરથી ઉભો થઇને પલક સાથે હાથ મીલાવે છે.

" થેંક યુ પુલકિત."

" પલક આઇ મસ્ટ સે કે તમે ખુબ જ ટેલેન્ટેડ છો.તમારી પ્રતિભા અલગ છે એકદમ .મે આજ સુધી તમારા જેવી સુંદરતા  અને ટેલેન્ટ નું  સંગમ નથી  જોયું .મારી ફ્રેન્ડ્શીપ સ્વીકારશો?" પુલકિત ના અચાનક આવા પ્રસ્તાવ થી પલક ચોંકે છે.પણ તે તેની સાથે હાથ મિલાવી ને કહે છે.

" શ્યોર અને થેંક યુ ફોર કોમ્લપીમેન્ટ પુલકિત " પલક

" ચાલો તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું બધા સાથે.અને વેલકમ પણ.પલક અને પુલકિત બહાર ડાન્સ એરીયા તરફ જાય છે.ફલોર પર પાણી ઢોળાયેલુ હોય છે.જેમા પલક નું ધ્યાન નથી હોતું અને તે લપસે છે.તેનું માથું દિવાલ સાથે અથડાવવા નું હોય છે.પણ પુલકિત દોડી ને પકડી લે છે."

પુલકિત પલક ના ડરેલા ચહેરા ને પલક ઝપકાવ્યા વગર જોયા કરે છે.

" થેંક યુ તમે બીજી વાર મને બચાવી તમે દોસ્ત નહી લાઇફસેવર છો લાઇક બોડીગાર્ડ " પુલકિત હસે  છે.

" હા હા શ્યોર મેડમ ચલો " 

પલક અને પુલકિત ડાન્સ ફલોર પર જાય છે જયાં પુલકિત પલક નું બધા કોચ અને સ્ટુડન્ટ સાથે ઇન્ટ્રો કરાવે છે.

બધા પલક નું  ખુલ્લા દિલ થી સ્વાગત કરે છે.કોચીસ પલક સાથે વાત કરે છે.તેમની રજા લઇ ને પલક ત્યાંથી નિકળી ને કોલેજ જાય છે.જયાં તે સીધી ફોરમ પાસે જાય છે.

" હાય ફોરમ માય બેસ્ટી " એમ કહી ને તે ફોરમ ને ગળે લગાવે છે.પણ ફોરમ તેને કોઇ રીસ્પોન્સ નથી આપતી.

" શું થયું ફોરમ? કેમ આવું વર્તન કરે છે હજુ નારાજ છે કાલ ની વાત થી?" પલક

" હા પલક તે જે નિર્ણય લીધો છે ને તેનાથી હું  સહમત નથી હું તારા જેટલી બહાદુર પણ નથી  તારા પપ્પા આપણા સમાજ અને કુટુંબ ના મોભી છે .તે મારા પપ્પા ને દરેક જગ્યાએ ખુબ મદદ કરે છે.તેમને નારાજ કરી ને હું મારા પરીવાર ને મુશ્કેલી મા મુકવા નથી માંગતી એટલે આના પછી ના તારા સફર માં હું  તારી સાથે નહીં ચાલી શકું .અા રસ્તો તે પસંદ કર્યો છે અને તારે એકલા એજ તેના પર ચાલવા નું છે.


આજ થી તારી અને મારી વચ્ચે માત્ર દુર ની કઝીન સિસ્ટર્સ નો જ સબંધ રહેશે બીજો કોઇ નહી ગુડ બાય પલક " આટલું  કહી ને ફોરમ ત્યાંથી જતી રહે છે.


" ફોરમ  ઉભી તો રહે મારે તારી સાથે કેટલી બધી વાત શેયર કરવી હતી.મને તારા સપોર્ટ ની જરૂર છે.અને તું  અત્યારે જ મને છોડી ને જાય છે." પલક નાં આંખ માં આંસુ હોય છે.

" મારા પરીવાર ને મુશ્કેલી માં મુકી તને સાથ નહીં આપી શકું  સોરી પલક " ફોરમ

" મને માફ કરજે પલક મારી બેસ્ટી ,મારી સ્વીટ સિસ્ટર પણ ઇચ્છા હોવા છતાં પણ તારો સાથ નહીં આપી શકું .હું મજબુર છું  અને ડરપોક પણ તારા જેટલી હિંમત નથી મારા માં " ફોરમ મન માં  જ તેની માફી માંગી લેછે તેની પણ આંખ મા આંસુ હોય છે જે એ પલક ને દેખાવા દેતી નથી  અને ત્યાંથી જતી રહે છે.

પલક ને એક બાજુ 'ડી.જે સ ' માં  એડમીશન મળવાની ,પુલકિત જેવો મીત્ર મળવા ની ખુશી હોય છે ત્યાં બીજી બાજુ ફોરમ ને ગુમાવ્વા નું દુખ, પોતાના માતા પિતા ને પુછ્યા વગર લીધેલા આટલા મોટા કદમ નું દુખ હોય છે.

શું  પલક,નિવાન અને પુલકિત ની વચ્ચે પ્રેમ અને દોસ્તી ની ગુંચવણ ઉભી થશે કે કોઇ નવી જ મુંજવણ ઉભી થશે પલક ના જીવન માં ? 

જાણવા વાંચતા રહેજો....Rate & Review

Neepa

Neepa 8 months ago

MIHIR_Sathwara

MIHIR_Sathwara 2 years ago

Heena Suchak

Heena Suchak 3 years ago

Jina

Jina 3 years ago

Anju Patel

Anju Patel 3 years ago