na bhuto na bhavishyati : part 1 books and stories free download online pdf in Gujarati

ન ભૂતો ન ભવિષ્યતિ : ભાગ ૧

“આવો બેન ! આ છે હોલ ! અને અહીં આ સામસામે બે રૂમ ! અહીં તમને બેડ પણ બન્ને રૂમમાં પ્રોવાઇડ કરવામાં આવશે ને અહીં આવો કિચન બતાવુ, અહીં પણ ગેસ લાઈન ને સ્ટવ આપેલ જ છે ! બરાબર ?”


મકાન દલાલ મિષ્કા અને તેની એક મિત્રને ભાડા માટે રૂમ બતાવવા લઇ આવ્યો હતો ! હોસ્ટેલથી કંટાળીને મિષ્કા અને તેની ચાર મિત્રોએ હોસ્ટેલ છોડી રૂમ રાખવાનું નક્કી કર્યું હતું !


“ભાડું કેટલું થશે ?”


“આખા મકાનનું 8000 થશે, જેમાં તમે 5 જણ રહી શકશે ને લાઈટ અને ગેસ બિલ તમારે આપવાનું રહેશે અને 5000 ડિપોઝિટ, એ વિશે તો તમને પહેલા જ કહેલું !”


પોતાના કોલેજથી અંદાજિત એકાદ કિમિ દૂર આ એરિયામાં તેમને જોઈએ એવુ મકાન અહીં મળ્યું હતું : બે રૂમ, રસોડું ને પહેલા માળે જ , એ પણ પોસાતા ભાડામાં ! એટલે 5000 ડિપોઝિટ આપીને મકાન કંફોર્મ કર્યું !


દિવાળી વેકેશન બસ શરૂ થવાની તૈયારીમાં જ હતું, એટલે આજે જ પોતાનો સામાન મૂકીને ત્યાંથી રવાના થવાના હતા ટ્રેન પકડીને ! એટલે બપોરે જ આખું મકાન સાફ કરાવીને સાંજે જ આખી પલટન શિફ્ટ થઈ ગઈ.બન્ને રૂમમાં ડબલ બેડના એક એક પલંગ હતા.


બીજા દિવસે બપોરે એ 5 માંથી 4 પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગઈ, હવે બચી હતી મિષ્કા ! જેની ટ્રેન રાતે 1 વાગે હતી..!


…….……………………………………………………


બપોરના સાડા ચાર વાગી રહ્યા હતા, અને મિષ્કા પોતાના રૂમમાં સુઈને જસ્ટ ઊઠી જ હતી ! રસોડામાં જઈને તે ચા બનાવવા લાગી, ને અચાનક જ તેનું ધ્યાન સામેની બાજુના માળિયા તરફ ગયું, જ્યા તેને એક પુસ્તક દેખાઈ ! દેખાવમાં કોઈ જાડી એવી લગ્નની કંકોત્રી જેવી લાગતી હતી , જિજ્ઞાસાવશ તે ડબ્બા પર ચઢીને ઉતારવા લાગી, પણ હાથમાં લેતા જ તેના પર એક કોક્રોચ દેખાયો એટલે બુક હાથમાંથી છટકી ગઈ! ધૂળ પણ જામેલી હતી એ સાફ કરી.


પુસ્તક પર સંસ્કૃતમાં શ્લોકો પૃષ્ઠ પેજ પર લખેલા હતા, અને મોટા અક્ષરે લખેલું હતું.


“ન ભૂતો ન ભવિષ્યતિ…!”


જિજ્ઞાસાવશ મેડમે એ બુક સાફ કરી ને થોડા બીતા બીતા ખોલી.

પન્નુ ખોલતા તે કોરું ખુલ્યું, પણ ધીરે ધીરે તેમાં અક્ષરો ઉપસ્યા અને લખાયું,


“તમારૂ દૂધ ફાટી જશે !”


આ વાંચી મિષ્કા વિચારવા લાગી કે આ શું લખ્યું છે , ત્યાં તેને પાછળ વળીને જોયું,  તો ચા માટે જે દુધ રાખેલું, એ ફાટી ગયું !


આ જોઈને મિષ્કાને શુ કરવું, હસવું , ખુશ થવું કે ડરી જવું, ખબર નહોતી પડી રહી !


હવે એ પુસ્તક તે પોતાના રૂમમાં લઈ ગઈ, અને ફરી ખોલ્યુ..!


“આજે તમારી કોઈ ખાસ સાથે મુલાકાત થશે !” એ ફરી વિચારવા લાગી, શુ થશે ! એ મનોનમ ખુશ પણ થઈ રહી હતી કે એના હાથમાં જાદુ લાગી ગયું છે ! ને એ જ સાંજે તેને રાશિ મળી, અચાનક જ ને એ પણ અંદાજિત 7 વર્ષો પછી ! પોતાની ખાસમાં ખાસ એવી સ્કૂલની ફ્રેન્ડ !


આ બન્ને ઘટનાઓ પછી એ હવે સાતમા આસમાનમાં હતી !


રાતે જમીને તેણે ફરીથી પુસ્તક ખોલ્યું,


“આજે તમારી રિક્ષાનું એક્સિડન્ટ થશે !”


“હેં…!?!?!?” એ રાતની ટ્રેન પકડવા સામાન્ય રીતે રિક્ષામાં જ જતી હતી, પણ આ જોઈને તેણે પોતાનું મન બદલ્યું ! અને પોતાના એક મિત્રને ફોન કરીને તેને રાતે લઈ જવા કહ્યું !


“હાશ, જાન બચી તો લાખો પાયે !”


મિશકાએ ફરી પુસ્તક ખોલ્યું , પણ આવખતે કશું ન દેખાયું ! ફરી કોશિશ કરી, આ વખતે પણ કશી નહિ ! ફરી પુસ્તક ખોલતા તેને દેખાય થોડા અક્ષરો,


“આપ આ પુસ્તક દિવસમાં માત્ર ત્રણ વખત જ વાપરી શકો છો !”


“ઉપ્સ…! કઈ નહિ, 3 તો 3 ..બીજું શું ?” અને એ પુસ્તક ઘરના બેગમાં મૂકી દીધું અને દરરોજ એ પુસ્તકનો ઉપયોગ તે કરવા લાગી. આ સાથે જ દિવાળીની રજાઓ પણ ગઈ, પાછા કોલેજ પણ શરૂ ગયા. પણ આ બધાની વચ્ચે આ પુસ્તક વિષેની વાત તેણીએ સૌથી છુપાવી હતી.


અંદાજિત બે મહિના પછી....


આખા દિવસમાં 3 વખત પુસ્તક જોવું એ અને પોતાની સાથે શુ બનવાનું છે , અને તેને બદલવાનો પ્રયત્ન કરવો.


ઠંડીની એ સવાર હતી, તેને દૈનિક પ્રમાણે એ પુસ્તક ખોલ્યું, તો તેને અનુભવ થયો કે પુસ્તકના પન્ના ધીરે ધીરે ઘટી ગયા હતા, જે તરફ તો તેનું ધ્યાન જ નહોતું ગયું. આ વખતે પુસ્તકમાં જે રીતે અક્ષરો પહેલા ઉપસ્તા એના કરતાં પણ હવે આછા દેખાતા હતા. શુ થઈ રહ્યું હતું, એ એને સમજાઈ નહોતું રહ્યું. પણ તેણે રોજ પન્નુ ખોલવું ચાલુ રાખ્યું.


એક દિવસ રાત્રીમાં તેણે પન્નુ ખોલ્યું, જેમાં લખેલું આવ્યું


“જીવનના અંતિમ પળોને ખુશીથી માણો !”


ક્રમશ:


હવે આગળ શું થશે ?

શુ આ મૃત્યુનો પેગામ હતો ?

શુ મિષ્કા પોતાના આ ભયજનક ભવિષ્યને બદલી શકશે ?

સવાલો ઘણા, પણ જવાબ માટે બસ થોડી રાહ..!!

આવતા ભાગ માટે !


ત્યાં સુધી...

Keep Muskurana...! ???