ભાગ 6
આજે પલક માટે મોટો દિવસ હતો સાથે સાથે ખુબ જ વિચિત્ર પણ એક તરફ સપના નાં ડગ પર માંડેલો પહેલો કદમ અને બીજી બાજુ લગ્નજીવન ની કેડી તરફ માંડેલો અનિચ્છનીય કદમ.
એક બાજુ વર્ષો જુની દોસ્તી તુટવા નું દુખ તો બીજીબાજુ નવી પ્યારી દોસ્તી ની શરૂઆત .પલક ને ખબર નથી પડી રહી કે તે હસે કે રડે.
પલક ઘરે આવે છે.તેના ચહેરા પર કોઇ હાવભાવ નથી હોતા.
" શું થયું બેટા તબિયત તો સારી છે ને ? " ગૌરીબેન.
" હા મમ્મી બસ થાકી ગઇ છું ." એમ કહી ને પલક તેના રૂમમાં જતી રહે છે.સીધી રાત્રે જમવા બહાર આવે છે.
" મે નિવાન નાં મમ્મી પપ્પા ને હા કહી દીધી છે.હજું કશું ફાઇનલ નથી થયું તારે વિચારવું હોય તો "
" ફાઇનલ છે પપ્પા અને હા અમારી સગાઇ આ જ અઠવાડિયા માં ગોઠવજો."
" વાહ જોયુ તમારી દિકરી ગૌરી અત્યાર સુધી મેડમ ને લગ્ન નહોતા કરવા અને હવે સગાઇ માટે આટલી ઉતાવળ.હું તેને સમજી જ નથી શકતો." મહાદેવ ભાઇ.
" પલક આટલી ઉતાવળ કેમ છે તને?" ગૌરીબેન.
" ના બસ મે કીધું એટલે ફાઇનલ અને આમ પણ પછી મારી એક્ઝામ આવે છે તો મારે ત્યારે કોઇ ડીસ્ટર્બન્સ નથી જોઇતું." એમ કહી પલક ત્યાંથી જતી રહે છે.
" ગૌરી તમારી દિકરી હંમેશા મારી વાત કાપે છે અને તેનાથી વિરુદ્ધ જ કરે છે." મહાદેવ ભાઇ.
" દેવ એવું પણ હોય કે એપણ હવે આ ચર્ચા નો અંત ઇચ્છતી હોય વાત પતાવ્વા માંગતી હોય." ગૌરીબેન
" ઠીક છે એવું રાખો અને કરો તૈયારી શરૂ હું નિવાન ના પપ્પા સાથે વાત કરું છું .તમે મહેમાન નું લીસ્ટ તૈયાર કરો.કપડા ની અને ઘરેણાં ની ખરીદી કરો.બાકી બધું હું સંભાળી લઇશ." એમ કહીને મહાદેવભાઇ ત્યાંથી જતા રહે છે.પણ ગૌરીબેન ને પલક નું વર્તન બદલાયેલુ લાગે છે.તે પલક પર ધ્યાન રાખવા નું નક્કી કરે છે.
પલક તેના રૂમમાં હોય છે.સગાઇ ની વાત થી દુખી હોય છે.
" હે ભગવાન શું હું આ સાચું કરી રહી છું .જે વ્યક્તિ ને સરખી રીતે ઓળખતી નથી તેની સાથે સગાઇ શું હું મારા અને તેના પરીવાર ની સાથે ખોટું નથી કરી રહી ને? મને સાચો રસ્તો બતાવો હું સાવ એકલી પડી ગઇ છું ." તેટલાં માં ફોન ની રીંગ વાગે છે.તેમા પુલકિત તેવું લખેલું હોય છે.
" હાય પુલકિત " પલક ના અવાજ માં કોઇ ઉત્સાહ નથી હોતો.
" પલક કાલથી તું પ્રેક્ટિસ શરૂ કરી દેજે.ઇન્ટરનેશનલ ડાન્સ ચેમ્પીયનશીપ નું ઓડીશન આવતા મહીને છે.સો યુ નીડ ટુ વર્ક હાર્ડ અને આજે તું ખોવાયેલી લાગી મને .તારે તારું સંપૂર્ણ ધ્યાન ડાન્સ માં જ રાખવું પડશે." પુલકિત
" હા પાક્કુ હું કાલ થી જ પ્રેક્ટિસ શરૂ કરી દઇશ.તને એવું લાગ્યું કે મારું ધ્યાન બીજે કયાંક હતું ?" પલક
" અમ્મ હા પલક મને એવું લાગ્યું કે કોઇ વાત કે કઇંક તને પરેશાન કરે છે?" પુલકિત
" સોરી પણ હવે એવું નહી થાય મારું ધ્યાન હું ડાન્સ તરફ જ રાખીશ." પલક
" પલક હવે તો આપણે ફ્રેન્ડ્સ છીએ તો કોઇ વાત હોય તો તું મને કહી શકે છે." પુલકિત
" ચોક્કસ મને પણ એક મિત્ર ની જરૂર છે જેની સાથે હું મારા મન ની વાત શેયર કરી શકું સમય આવ્યે ચોક્કસ કહીશ."
" હું રાહ જોઇશ તે સમયનો .ગુડ નાઇટ પલક" પુલકિત
" ગુડ નાઇટ " પલક
" હમ્મ કેટલો સ્વીટ છે.અને સારો પણ થેંકયુ ગોડ મને બહુ સારું લાગ્યું તેની સાથે વાત કરી ને."
સવાર પલક માટે નવો રસ્તો નવો ઉત્સાહ લઇ ને આવી હતી.તેણે તેની બધી તકલીફ અને નીરાશા બાજુ પર મુકી દીધી હતી.
તે નાહી ને તૈયાર થઇ ને મંદિર માં દીવો કરી ભગવાન ના આશિર્વાદ લે છે અને પ્રાર્થના કરે છે.
" હે ભગવાન મે જે સપના માટે આ બધું કર્યું છે.તે બધું હું ખુશી થી સ્વીકારી ને આગળ વધીશ અને ' ઇન્ટરનેશનલ ડાન્સ ચેમ્પીયનશીપ ' ને જીતવા નું સપનુ પુરુ કરી શકું તેવો મને આશિર્વાદ આપો આજે બહુ જ ખુશી નો દિવસ છે."
નાસ્તો કરી ને જતી વખતે તે તેના મમ્મી પપ્પા ના આશિર્વાદ લે છે.
" આ અચાનક આશિર્વાદ શેના માટે પલક ?"
" બસ આ સગાઇ નક્કી થઇ તો એના માટે " પલક અચકાતા અચકાતા બોલે છે.
" સારું સાંભળ સાંજે આપણે શોપિંગ કરવા જવાનું છે" ગૌરીબેન
" શોપિંગ શેની?" પલક
" તારી સગાઇ છે તો ખરીદી કરવી પડશે ને"
" ઓ.કે આશિર્વાદ તો આપો."પલક
" અમારા આશિર્વાદ તો તારી સાથે જ છે હંમેશા મારી દિકરી "મહાદેવભાઇ
પલક મક્કમ મન અને ઇરાદા સાથે 'D.J's ' માં પગ મુકે છે .
" અરે યાર લિફ્ટ બંધ છે ઓહ ગોડ ચલો સીડી ચઢો.
" પલક સીડીઓ ચઢવા નું શરૂ કરે છે.
શોર્ટ સ્કર્ટ અને શર્ટ ,સ્ટાઇલીશ સનગ્લાસીસ હાઇ હિલ્સ પહેરેલી એક છોકરી ઉતાવળ માં ઉતરતી હોય છે તે અને પલક સામસામે આવે છે તે પલક ની સામે ઉધ્ધતાઇ થી જોઇ તેને ધક્કો મારી ને બેત્રણ ગાળ બોલી ને જતી હોય છે.
પલક ને ગુસ્સો આવે છે એ તેને હાથ પકડી ને તેને એક લાફો મારે છે.
" હાઉ ડેર યુ? તું મને ઓળખતી નથી અત્યારે મને મોડું થાય છે નહીંતર તારા થપ્પડ નો જવાબ અહીં જ આપી દેત "
પલક તેને ઇગ્નોર કરી ને તેના કર્મસ્થાને જાય છે તે તેના ચપ્પ્લ બહાર ઉતારે છે.ધરતીમા ને પગે લાગી અંદર જાય છે.તે પુલકિત ની કેબીન માં જાય છે.
" વેલકમ પલક તારી જ રાહ જોતો હતો.મતલબ કે આ કોચીસ ને ઇન્ટ્રોડ્યુસ કરાવ્વા ના હતા ચલ."
પલક આ છે સમીર અને આ છે આર્યન આ તારા ગુરુ કે કોચ જે પણ કે તે "
" હાય પલક વેલકમ તું કયા પ્રકાર ના ડાન્સ માં માહેર છો?"
" ઇન્ડિયન ક્લાસિકલ "પલક
" ઇન્ડો વેસ્ટર્ન " પાછળ થી કોઇનો અવાજ આવે છે બધા ત્યાં જુવે છે.
"લેટસ ટ્રેઇન હર ફોર ઇન્ડો વેસ્ટર્ન આઇ .ડી.સી. માટે એક મહિનો જ છે હવે તો વી મસ્ટ વર્ક ટુગેધર. હાય આઇ એમ ઝેન ઉર્ફે જે આ ડી.જે નો જે પલક " ઝેન
પલક ઝેન ને જોતી જ રહી જાય છે.પુલકિત બાય કહી ને પોતાની કેબિન માં જતો રહે છે.
" સો પલક લેટસ સ્ટાર્ટ વીથ સમ વર્કઆઉટ એન્ડ સ્ટ્રેચીંગ લેટસ ગો." સમીર
સમીર પલક ને વર્કઆઉટ અને સ્ટ્રેચીંગ કરાવે છે.તેને થોડી સુચનાઓ આપે છે.ઝેન પલક ને જોતો હોય છે.તેની આંખો, તેના ચહેરો અને તેનું ફિગર તેના પર તેની નજર અટકેલી છે.
જેવું પલક ડાન્સ ની શરૂઆત કરે છે.ઝેન તેની સાથે જોડાવા જાય છે.પલક ઊભી રહી જાય છે.
" સોરી પણ તમે ખુબ જ સુપર્બ ડાન્સર છો લિજેન્ડ છો.પણ મને આ ચેમ્પિયનશિપ મારા પોતાના દમ પર જીતવી છે.તો શું હું એકલી ડાન્સ કરી શકું છું ?" પલક ની વાત થી ઝેન અને બીજા બધાં ચોંકે છે.D.J's મા લગભગ બધી છોકરીઓ ઝેન સાથે ડાન્સ કરવા તડપતી હોય છે.
" ધેટસ ફાઇન મને લાગ્યું કે આપણે સાથે ડાન્સ કરીશું તો એ બ્લાસ્ટીંગ પરફોર્મન્સ થશે પણ હું તારા નિર્ણય નું સન્માન કરું છું ." ઝેન થોડો ઝંખવાઇ જાય છે અને તે ત્યાંથી તેના કેબિન માં જતો રહે છે.
થોડીવાર માં એક છોકરી આવે છે.જે પલક ને જોઇને અને પલક તેને જોઇને ચોંકી જાય છે.પલક ને થોડો ડર લાગે છે.
કોણ છે જેને જોઇને પલક ડરી જાય છે શું તે તેની કોઇ રીલેટીવ છે ? શું તેની સફર શરૂ થતા પહેલાં જ ખતમ થઇ જશે?
જાણવા વાંચતા રહો.