KING - POWER OF EMPIRE - 20

( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન ને શૌર્ય ના જેલમાં હોવાની ખબર પડે છે અને તે લોકો તરત જ ગોવાથી મુંબઈ આવવા નીકળી પડે છે , આ તરફ પ્રીતિ ને શૌર્ય ની ચિંતા થતી હોય છે પણ તે આ લાગણી ને દોસ્તી નું નામ આપે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે, બીજી તરફ ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા ના કેસમાં ફસાવવાનું કહે છે અને શૌર્ય આરામ થી બેઠો હતો તેનાં ચહેરા પર તે ડરનો ભાવ જોવા માંગતો હતો , આ સમયે જ પોલીસ સ્ટેશન ની બહાર કંઈક અવાજ આવે છે તો ચાલો જાણીએ શું થાય છે આગળ) 

આમ અવાજ થી ઈન્સ્પેકટર પાવલે થોડો બેચેન થાય છે, તે શૌર્ય સામે જુવે છે પણ એ તો આરામ થી બેઠો હતો, ત્યાં જ પોલીસ સ્ટેશન નો દરવાજો ખૂલ્લે છે અને આઠ લોકો કાળા કલરનો યુનિફોર્મ પહેરેલો હોય અને બધાં ના હાથમાં ગન હોય છે તે લોકો અંદર ઘૂસી આવે છે અને પોલીસ સ્ટેશનમાં બધાં ખૂણાં પર અને દરવાજા પાસે ગોઠવાય જાય છે, ફરીથી દરવાજો ખૂલ્લે છે, પાવલે તે તરફ જુવે છે, ત્યાં જ S.P. અને અર્જુન અંદર દાખલ થાય છે તે પાવલે ની સામે રાખેલ ખુરશી ઉપર બેસે છે અને અર્જુન એક કાગળ તેની ટેબલ પર મૂકે છે. 

“આ રહયા આમની જમાનત ના પેપર ” S.P. શૌર્ય સામે ઇશારો કરતાં કહે છે 

“તું છે કોણ જે આમ હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં આવે છે ” પાવલે એ ધમકાવતાં કહ્યું

“અવાજ નીચી રાખી ને વાત કરો ઈન્સ્પેકટર અમારાં સર ને ઉંચી અવાજ પસંદ નથી ” અર્જુન એ કહ્યું 

“ઓય તું મને સમજાવે છે ” પાવલે એ ઉભા થતાં કહ્યું 

તેણે જમાનત ના પેપર લઈ ને ફાડી નાખ્યા અને કહ્યું, “આને જમાનત નહીં મળે કાલ સવાર થતાં સીધો કોર્ટમાં જશે ”

S.P. એ તેનાં કપાળ પર હાથ મૂકયો અને કહ્યું, “હે ભગવાન ”

“શું થયું ભાઈ? ” અર્જુન એ કહ્યું 

“આ કહે છે કે કાલે સર ને કોર્ટે મા લઈ જશે ” S.P. એ નખરા કરતાં કહ્યું 

“ભાઈ મજાક કરતો હશે ” અર્જુન એ પણ એવા હાવભાવ સાથે જવાબ આપ્યો 

“હું કંઈ મજાક નથી કરી રહ્યો ” પાવલે એ ગુસ્સે થતાં કહ્યું 

S.P. એ તીક્ષ્ણ નજર સાથે પાવલે ને જોવા લાગ્યો, પાવલે એ કહ્યું, “આમ શું જોવે છે કહ્યુ ને જમાનત નહીં મળે ”

S.P. એ ફોન બહાર કાઢી ને નંબર ડાયલ કરી ને કોઈક ને ફોન લગાવ્યો, અને સામે વાળા એ ફોન ઉપાડ્યો એટલે S.P. એ કહ્યું, “હા S.P.  બોલું છું, એ મારી સામે છે ”
ત્યારબાદ S.P. એ ફોન પાવલે ને સામે લંબાવ્યો, પાવલે એ ફોન લીધો અને S.P. ને કહેવા લાગ્યો, “શું?  કોને ફોન લગાવ્યો, બધી ખબર છે મને બધું આવડે છે આવું મને ” આટલું કહીને તેણે ફોન કાન પાસે રાખ્યો અને થોડીવાર સામે ની તરફ થી કેટલીક વાતો થઈ અને પાવલે કંઈ બોલી ન શકયો, સામે થી ફોન કટ થઈ ગયો અને પાવલે નો ચહેરો પરસેવા થી રેબઝેબ થઈ ગયો તરત જ તેણે ફોન S.P. ને આપ્યો અને ચાવી લઈ ને જેલ તરફ દોડયો અને તરત જ જેલ નો દરવાજો ખોલીને શૌર્ય ને બહાર આવવા કહ્યું, શૌર્ય બહાર આવ્યો અને પાવલે ની ખુરશી પર જઈને બેઠો. 

“સર મને માફ કરો હું તમને ઓળખી ન શકયો ” પાવલે શૌર્ય ના પગ પકડી લીધા અને બોલવા લાગ્યો 

“બસ બસ ઈન્સ્પેકટર સાહેબ આની કોઈ આવશ્યકતા નથી ” શૌર્ય એ કહ્યું 

પાવલે ઉભો થયો, શોર્ય એ કહ્યું, “તમારૂ નામ શું છે?  ઈન્સ્પેકટર સાહેબ ” 

“સર પાવલે ” પાવલે એ ધ્રુજતાં કહ્યું

“ઓહહ પાવલે બહુ સરસ નામ છે ” અર્જુન એ કહ્યું 

“ઓ સરસ વાળી આવવામાં આટલો ટાઈમ કેમ લાગ્યો ? ” શૌર્ય એ કહ્યું 

“સર અમને ખબર પડી કે તમે જેલમાં છો તરત જ અમે નીકળી ગયા હતા પણ આ તો ફલાઈટ થોડી મોડી પડી ” S.P. એ કહ્યું 

“શું મોડું થયું અરે ટાઈમ પર ના આવ્યા હોત તો ઈન્સ્પેકટર પાવલે તો મને છોડત નહીં, બહુ ખતરનાક ઈન્સ્પેકટર છે ” શૌર્ય પણ હવે નખરા કરી ને કહેવા લાગ્યો 

“સર પ્લીઝ મને માફ કરી દ્યો ” પાવલે હાથ જોડીને કગરવા લાગ્યો 

“પાવલે તુફાન ને કયારેય કેદ ન કરી શકાય ” અર્જુન એ કહ્યું 

“અને તે તુફાન ને કેદ કરવાની ભૂલ કરી છે એટલે તબાહી તો મચશે ”
 S.P. એ કહ્યું 

“મને ખબર ન હતી તમે કોણ છો હવે કયારેય આવી ભૂલ નહીં કરી ” પાવલે એ કહ્યું 

“હવે તું ભૂલ કરી પણ નહીં કારણ કે ભૂલ કરવા માટે તું જીવતો રહી તો તું ભૂલ કરી ને ” શૌર્ય એ કહ્યું 

“ના સર પ્લીઝ એકવાર માફ કરી દ્યો ” પાવલે એ હાથ જોડતા કહ્યું

“અચ્છા S.P. ફોન કયાં લગાવ્યો હતો સેન્ટ્રલ કે....? ” શૌર્ય એ S.P. સામે જોઈ ને કહ્યું 

“સર આવા મચ્છર મારવા સેન્ટ્રલ જવાની કયાં જરૂર છે, આ તો ખાલી ચીફ મિનિસ્ટર ને જ ફોન કર્યો હતો અને બાકી નું તેણે આને સમજાવી દીધુ ” S.P. એ કહ્યું 

“પાવલે તારી નોકરી તો ગઈ પણ હવે જીંદગી રહેશે કે નહીં એ થોડું મુશ્કેલ છે ” શૌર્ય એ કહ્યું 

“સર મને એક અવસર આપો ” પાવલે એ કહ્યું 

“એજ તો પ્રોબ્લેમ છે પાવલે કે કિંગ કયારે કોઈ અવસર નથી આપતો સીધી એકશન જ લે છે ” શૌર્ય એ S.P. તરફ હાથ લંબાવતા કહ્યું

S.P. એ ગન કાઢીને શૌર્ય ને આપી, શૌર્ય એ ગન હાથમાં લીધી અને કહ્યું, “પણ હા હું તને નહીં મારુ પાવલે ”

“થેન્કયુ સર ” પાવલે એ ખુશ થતાં કહ્યું 

“અરે મે તને એમ કહ્યું કે હું તને નહીં મારું બાકી મરવાનું તો તારે છે ”
શૌર્ય એ ગન પર હાથ ફેરવતા કહ્યું

“સર તો આને કોણ મારશે હું કે S.P. ?” અર્જુન એ કહ્યું 

“પાગલ તો નથી થઈ ગયો ને અર્જુન  ? એક ઈન્સ્પેકટર ને આપડે થોડા મારી શકયે ” શૌર્ય એ ગન ટેબલ પર મૂકતાં કહ્યું 

હવે ફરી એક નવો વળાંક આવ્યો આ સ્ટોરીમાં, શૌર્ય પાવલે ને માફ પણ નહીં કરે અને મારશે પણ નહીં તો પાવલે ને કોણ મારશે, શું હુસેન ને જેમ મારયો એમ કોઈ વ્યક્તિ ને લઈ ને આવશે શૌર્ય કે કંઈ નવું શસ્ત્ર છે તેની પાસે?  જયારે પ્રીતિ ને ખબર પડી કે શૌર્ય બહાર ગયો એ ભી એની મદદ વગર ત્યારે શું થશે?  સવાલ તો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતાં રહ્યો, “KING - POWER OF EMPIRE ”

***

Rate & Review

Parth Ajudiya 2 weeks ago

Himanshu 3 weeks ago

Brinda Vora 1 month ago

Siddhi Shah 1 month ago

Dinaz S 2 months ago