na bhuto na bhavishyati part 2 books and stories free download online pdf in Gujarati

ન ભૂતો ન ભવિષ્યતિ : ભાગ ૨

આગળ તમે વાંચ્યું કે,

એક દિવસ રાત્રીમાં તેણે પન્નુ ખોલ્યું, જેમાં લખેલું આવ્યું


“જીવનના અંતિમ પળોને ખુશીથી માણો !”


હવે આગળ.....


આ જોઈને મિશકના હાથમાંથી બુક સરી પડી, આંખો ખુલી રહી ગઈ અને હાથ એમના એમ રહ્યા , ને જાણે, શ્વાસ થંભી ગયો..!! એને કશું સમજાઈ નહોતું રહ્યું, કે શું કરવું શું ન કરવું ! અને એ પન્ના પર આના સિવાય કશું લખેલું જ ન હતું. એ બિલ્કુલ ડરી ગઈ હતી પણ હજુ પણ તેણીએ આ વાત કોઈને ન કહી.


આખી રાત ડરમાં ને ડરમાં માંડ કાઢી, સાવ ગુમસુમ જોઈને તેની રૂમમેટ પણ વિચાર કરી રહી હતી કે શું થયું આને !


બીજા દિવસે બધા કોલેજ ગયા, પણ તે ન ગઈ ! બધા ચાલ્યા ગયા, ત્યાર બાદ તે રસોડાની એ જ કાંધી તરફ ગઈ, જ્યાં તેને એ પુસ્તક મળ્યું હતું. તેની આજુબાજુ જોયું કે કદાચ કશું કલું મળે !

પણ સાથે સાથે મેડમની બહુ ભારે ફાટી રહી હતી જો એમની જ ભાષામાં બોલવામાં આવે તો ! અને હોય પણ કેમ નહિ, સામે વાત જ એવી હતી. પણ અહીં તેને કશું ન મળ્યું કદાચ. તે ફરી પુસ્તક તરફ ગઈ, અને પન્નુ ખોલ્યું, પણ આ વખતે ફરી અડધા જેટલા પન્ના ગાયબ હતા, અને જે અક્ષરો ઊપસીને લખાણ આવતું હતું, એ આ વખતે આવ્યું જ નહીં.


હવે ? હવે શું !?


બસ આ જ વિચારીને તે રડવા લાગી, કારણ કે તેનું મગજ કામ કરવાનું બન્ધ થઈ ગયું હતું. એ આમ તેમ પુસ્તકના પન્ના ફેરવવા લાગી. બધા જ કોરા…!! પણ આમ ને આમ ફેરવતા એક પન્ના પર અક્ષરો ઉપસ્યા,


“તમે કદાચ ભવિષ્યનો અનુભવ કરી શકો છો , પણ તેને બદલી શકતા નથી..!”


હવે મિષ્કાથી રહેવાતું ન હતું, તે બસ વિચારવા લાગી. પણ શુ ? એ તો એને પણ નહોતી ખબર પડતી. બસ પન્ના ફેરવતી હતી તે ગાંડાની જેમ..આમ તેમ જ !


ફરી એક પન્નામાં આછી રોશની થઈ, અને તેમાં આ વખતે લખાણ ન આવ્યું, અવાજ આવ્યો…!


“તમે આ પુસ્તકનો બહુ જ ઉપયોગ કર્યો છે , અંદાજિત રોજ ! રોજ તમે તમારું ભવિષ્ય જોતા, નાની નાની વાતોમાં ! પણ આ ભવિષ્ય…..”


હજુ આગળ વાત ચાલુ જ હતી, ત્યાં જ ડોર બેલ વાગી..! ને મિષ્કા ફરીથી ડરી ગઈ ને આ સાથે જ આવતો અવાજ પણ બન્ધ થઈ ગયો..!! તે દોડીને બહાર બારણું ખોલવા ગઈ, પણ કોઈ ન હતું..!

એ બારણું લોક કરીને ફરી પોતાના પુસ્તક પાસે રૂમમાં ગઈ, પણ આ વખતે પુસ્તક પણ ગાયબ હતું..!!


“હવે શું કરવું, શુ કરવું..? આ પુસ્તક જ તો એક અંતિમ આશા હતી કે જે જીવ બચાવી શક્તિ હતી..!”


ત્યાં અચાનક જ, .

બાથરૂમમાંથી પાણીનો અવાજ આવવા લાગ્યો..!


મિષ્કા જોરથી ડરતા ડરતા ચીલાઈ, “કક્કોન છ છે….!”


ત્યાં જ રૂમના બાથરૂમ નું લોક ખુલ્યું ને રિચા બહાર આવી. રિચા , 5 રૂમમેટમાની એક, અને મિષ્કાની સિનિયર..!


મિષ્કા હજુ પણ સદમાં માં જ હતી, આંખો સાવ લાલ ને ભીની , કશું બોલી નહોતી શક્તી.


“મિશી, શુ થયું, ને આ શું હાલત બનાવી છે તે તારી ??”


“રિચુ દદીદી..!” રડતા રડતા બોલી.


“હા બોલ, શુ થયું..! મિશી ?”


ને સીધી મિષ્કા એ રિચાને બાથ ભરી લીધી ને જોરથી રડવા લાગી.


“મિશું, શુ થયું બોલ ને !”


“દી, પે પેલું પ પુસ્તક..!”


“ક્યુ પુસ્તક..?”


“પેલું ભ ભ ભવિષ્ય બતાવવા વાળું ”


“મને લાગતું જ હતું, કે કોઈએ તો આ પુસ્તક ખોલ્યું જ છે , મેં સાવ આવતા વેંત તેને માળિયા પર જવા દીધું હતું, ને વિચાર્યું હતું કે રજામાંથી આવીને તેને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડી આવીશ, પણ પાછી આવી તો તે પુસ્તક જ ગાયબ હતું..!”


“દી, તમને ખબર હતી આ પુસ્તક વિશે ?”


“હા..!”


“તો તમે મને કહ્યું કેમ નહિ..!”


“અરે મને એ થોડી ખબર હતી કે એ તારી પાસે છે ! હું તો આવી ત્યારથી પ્રયત્ન કરું છું કે એ બુકને યોગ્ય સ્થાને પહોંચાડું ને એનો જીવ બચાવું..!”


“પણ દીદી..આ પુસ્તકમાં એવું શું છે ?”


“કાલે રાત્રે તારી હાલત જોઈને શક થયો કે એ તારી પાસે છે, અને આજે સવારે તારી હાલત ને કોલેજ ન જવાની સાંભલીને મને યકીન થઈ ગયો કે એ તું જ છે..! અને તું એ છેલ્લા પેજ સુધી પહોંચી ગઈ છે..!”


“પણ દીદી, એ પુસ્તક કયા છે ? અને હું હવે મૃત્યુથી કેવી રીતે બચી શકીશ..!” ને ફરી રડવા લાગી.


રિચાએ પોતાની હાથની હથેળીને ઉપરથી નીચે ફેરવી ને પુસ્તક તેના હાથમાં આવી ગયું..! આ બધું મિશીને કોઈ મુવીથી ઓછું નહોતું લાગતું..!


“ચલ જલ્દી..!” રિચા એ કહ્યું..!


“પણ ક્યાં દી…!


“સવાલ ન કર, જલ્દી કર..! સમય નથી..!”


અને બન્ને સ્ફુતી પર દોડ લગાવી નીકળી પડ્યા..! અંદાજિત આઠક કિમિ સુધી ગાડી દોડાવ્યા પછી બન્ને એક જગ્યાએ પહોંચ્યા, જ્યા નજીકમાં એક ઝાડની બાજુમાં ઝૂંપડી માત્ર હતી.સ્ફુતી પાર્ક કરીને બન્ને ઝૂંપડીમાં ગયા. ઝૂંપડી ખાલી હતી, બન્ને પ્રવેશતા જ આછા પ્રકાશ ઝલહળતાની સાથે એક સંત પ્રકટ થયાં અને રિચાએ એમને પ્રણામ કરી આશીર્વાદ લીધા..!


“આવી ગઈ ? તારી જ રાહ જોતો હતો..!”


રિચાએ ફરી પેલો હાથ હલાવી પુસ્તક પ્રકટ કર્યું ને તેમને આપ્યું.

“આલો ગુરુજી..! નહિ તો આ આજે કોઈ અનર્થ કરી નાખત..!”


મિશી બસ જોઈ રહી હતી કે આ શું થઈ રહ્યું છે. !


“મિષ્કા બેટા..!” ગુરુજીએ કહ્યું.


“તમને મારું નામ..”


“તું ભવિષ્ય જોઈ શકે ને હું નામ પણ નહીં..હાહા ..!”


ગુરુજીએ એ પુસ્તક હાથમાં લીધું એટલે પુસ્તક ફરી પ્રકાશથી ચમકયું અને ગાયબ થયેલા બધા જ પેજ ફરી આવી ગયા ને ફરી એ જ આખું પુસ્તક બની ગયું અને ફરી આખું પુસ્તક વિલિપ્ત થઈ ગયું.


આશ્ચર્યથી જોઈ રહી મિશીને માથા પર ગુરુજીએ હાથ ફેરવ્યો અને કહ્યું, “હવે તું સુરક્ષિત છે..!” અને સાથે જ મિશીએ ગુરુના ચરણ સ્પર્શ્યા..! પણ આ શું, ત્યાં જ મિશી એક ઝાટકે બેભાન થઈ ઢળી પડી..!


……………………………………………………..

બીજી સવારે..


“યાર માથું ભારે ભારે કેમ લાગે છે ?” મિષ્કા બોલવા લાગી.


ત્યાં તેની રૂમમેટ એ કહ્યું, “કાલ શુ થયું તું, કોલેજ પણ નહોતું આવી, ને રાતે પણ સાવ અજીબ બીહેવ કરતી હતી..!”


“શુ બોલશ યાર, શુ અજીબ બીજેવ કરતી હતી, ને કાલે સાથે જ તો ગયા હતા કોલેજે !”


ત્યાં રિચા આવી , ને પેલી રૂમમેટ ને આંખોથી કશો ઈશારો કર્યો એટલે એ રૂમમેટ એટલે કે ઈશા બોલતા અટકી ગઈ..!


“ચલો ચલો...ચા બની ગઈ..! ઉઠો હવે…! રવિવાર છે તો શું 10 વાગે ઉઠવાનું..??”


હા...રિચા અને પેલા ગુરુજીએ મિષ્કા પાસે આવું કોઈ પુસ્તક હતું એ જ ભુલાવી દીધું હતું, ને બાકી રૂમમેટ ના મનમાંથી મિશી સાથે કશું થયું હતું, એ આંખોના ઇશારાથી ભુલાવી દીધું હતું.


બસ , આમ જ અંતે


પણ રિચા કોણ હતી ? ને આ બધું કેમ કરતી હતી ? તો રિચાએ નામપણ થી જ યોગ અને સાધના દ્વારા ગુરૂજી પાસેથી દીક્ષા ને શિક્ષા લીધી હતી.


અરે હા..! પણ એ પુસ્તકમાં એવું તે શું હતું, ને એ ક્યાંથી આવ્યું હતું ને ક્યાં ચાલ્યું ગયું ? કશી ખબર જ ન પડી..!


અબ યે કિતાબ વાલા રાઝ તો રીચાજી ને અપને પાસ હી દબા ડાલા..!


અભી કે લિયે તો બસ,


“જાન બચી તો લાખો પાયે..!”


સમાપ્ત: