" તું ?" પલક અને તે છોકરી એક સાથે.
" હાય જીયા આ પલક છે અમારી નવી સ્ટુડન્ટ અને પલક આ છે જીયા D.J's ની શાન અને અમારી લીડ ડાન્સર "આર્યન
"આ તો એજ સવાર વાળી છે હે ભગવાન બચાવજે તેનાથી સવારે ધમકી આપી ને ગઇ હતી.મારી ના દે " પલક ને ડર લાગે છે.
" હાય પલક વેલકમ ટુ D.J's.લેટસ ફરગેટ ધેટ ફાઇટ ડરીશ નહીં " તે પલક સાથે હાથ મિલાવે છે.પલક ને રાહત થાય છે.જીયા ત્યાંથી જતી રહે છે.
" પલક તારે જીયા સાથે કોઇ ફાઇટ થયેલી છે?" આર્યન
પલક સવારે સીડી પર થયેલી વાત જણાવે છે.
" માય ગોડ આટલું બધું થયા પછી પણ જીયા એ તારી સાથે સારું વર્તન કર્યું એ સારી વાત છે નહીંતર મેડમ નો ગુસ્સો તો સાતમા આકાશ પર હોય છે.D.J's જીયા સાથે દુશ્મની મતલબ ડાન્સ સાથે દુશ્મની."આર્યન
પલક ને ડર તો લાગે છે પણ તે મક્ક્મ મન સાથે પ્રેક્ટિસ કરે છે.
જીયા એક કેબિન માં જાય છે.અને ત્યાં કોઇને પાછળ થી જોરથી હગ કરે છે.તે વ્યક્તિ તેની સામે ફરે છે જીયા ફરીથી તેને હગ કરે છે.એ ઝેન છે.તે જીયા ની સામે હસે છે જીયા તેને ગાલ પર એક કીસ કરે છે.
" હાય સ્વીટી સારી લાગે છે પણ કેમ મુડ ઓફ છે?" ઝેન
" પેલી ન્યુ સ્ટુડન્ટ ના કારણે." જીયા તેને બધી વાત જણાવે છે.
" ચીલ બેબી શરૂઆત તો તે જ કરી હતીને હિસાબ બરાબર " ઝેન
" પણ મે સાંભળ્યું કે તેણે તારી સાથે ડાન્સ કરવાનીના પાડી દીધી એટીટયુડ બતાવે છે બહુજ મેડમ" જીયા
" હમ્મ સ્વાભીમાની છે.આઇ લાઇક હર એટીટ્યુડ.કરશે તે મારી સાથે ડાન્સ જરૂર કરશે." ઝેન
" ઓલ ઘ બેસ્ટ .મને નથી લાગતું કે મારા રહેતા તારી સાથે કોઇ બીજું ડાન્સ કરે બાય" જીયા
પલક મનોમન વિચારતી હોય છે કે જેની સાથે ડાન્સ કરવા તે ઇચ્છતી હતી તેને કેમ તેણે ના પાડી .કેમ? તેનું રીહર્સલ પત્યા પછી તે કોલેજ જાય છે અને સાંજે શોપિંગ મોલ માં જાય છે જયાં તેની મમ્મી ,ફોરમ અને તેની મમ્મી તેની રાહ જોતા હોય છે .ફોરમ ખુબ જ ગુસ્સા માં અને કંટાળેલા ચહેરા સાથે તેની સામે જોવે છે.
" જો પલક ફોરમ પણ આવી છે હવે તને શોપિંગ માં મજા આવશે.ચલો જઇએ." ગૌરીબેન.
" હા ચલો મમ્મી." પલક
ગૌરીબેન અને ફોરમ ના મમ્મી આગળ જાય છે.
" કોન્ગ્રેચ્યુલેશન્સ પલક બહુ મોટા મોટા અને અધરા નિર્ણય લઇ રહી છો બધાં માટે ઓલ ધ બેસ્ટ ." ફોરમ
" થેંક યુ ફોરમ જાગ્યા ત્યારથી સવાર " પલક ફોરમ થી નારાજ હોય છે તે આટલું કહી ને જતી રહે છે.ફોરમ ને ખુબ દુખ થાય છે.
તેઓ પહેલા કપડા ની ખરીદી કરવા એક ડિઝાઇનર સ્ટોર મા જાય છે.જયાં પલક અને ફોરમ ની મમ્મી પલક માટે જુના જમાના ની ભારે સાડીઓ જોઇ રહ્યા હોય છે.અને તે એક એક કરી ને પલક ની ઉપર નાખી ને ટ્રાય કરે છે.
પલક આ બધાં થી ખુબ જ અકળાઇ રહી હોય છે .તે ડાન્સ અને કોલેજ જઇ ને થાકી ગઇ હોય છે.જે ફોરમ સમજી જાય છે.
" કમોન આંટી આજ ના જમાના માં આવી બધી સાડી ઓ કોણ પહેરે છે.આજ કાલ તો ડિઝાઇનર ગાઉન ના જમાના છે." ફોરમ
" હા ભાઇ આ જે કે છે એ બતાવો પણ ભારે " ગૌરી બેન
ફોરમ પલક ને બચાવી લે છે.પલક મનોમન ફોરમ નો આભાર માને છે.તે લોકો સગાઇ માટે ગાઉન પસંદ કરે છે પલક તેને ટ્રાય કરે છે તે ખુબ જ સુંદર લાગે છે.તે તેને ફીટીંગ કરાવવા આપે છે.
પછી તે લોકો તેને અનુરૂપ ઘરેણાં પસંદ કરે છે .ડિનર કરી ને રાત્રે ઘરે જાય છે.પલક ફોરમ સાથે વિતાવવા મળેલા સમય થી ખુશ હોય છે.અને તે ઇચ્છે છે કે કાશ ફોરમ પણ આ બધાં માં તેનો સાથ આપે.
પણ તે લોકો ની એકબીજા થી નારાજગી ગૌરીબેન થી અજાણ નથી રહેતી .હંમેશા ચહેકતી રહેતી બે સહેલી ઓ આજે મૌન હતી તે તેમને ખટક્યું.તે તેમનાં રૂમ માં આવે છે.કપડાં બદલી ને ફ્રેશ થાય છે અને તેમની ગેલેરી માં આવેલાં હીંચકા પર બેસે છે.
" છેલ્લા બે દિવસ થી પલક નું વર્તન બદલાયેલુ છે.તે નિવાન જેવા છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ કે જે તેની સામે દેખાવ અને ભણતર માં ઓછો છે અને જુનવાણી છે.અને આજે તેની અને ફોરમ ની વચ્ચે ના અબોલા કે મૌન શું બન્ને પાછળ કોઇ એક જ કારણ તો નથી ને?
ગયા અઠવાડિયા સુધી જે લગ્ન નાં નામ થી દુર ભાગતી હતી તે આજે અચાનક આટલી જલ્દી સગાઇ કરવા તૈયાર થઇ ગઇ.મારે કાલે જ ફોરમ ને મળવું પડશે.અને વાત જાણવી પડશે.
શું આ બધાં ની પાછળ કોઇ એવું કારણ તો નથી ને કે જે મારા અને પલક ના જીવન મા ભુકંપ લાવી દે ના ના બહુ મોડું થાય તે પહેલા મારે જાણવું પડશે
"
તે કાલે સવારે ફોરમ ને મળવા નું નિર્ધાર કરી ને સુઇ જાય છે.પણ સવાર તો કઇંક અલગ જ આવવા ની હતી જાણે ભગવાન પણ પલક ને તેના નિર્ણય મા સાથ આપતા હોય અથવા તોજે બનવા નું છે તે બની જ રહે છે.પલક ને પણ જે પરીસ્થીતી માંથી પસાર થવા નું છે તે તેની નિયતી છે.
સવારે ગૌરીબેન અચાનક એક અવાજ થી ઉઠી જાય છે.મહાદેવભાઇ ફર્શ પર બેભાન પડ્યાં હોયછે.
" દેવ શું થયું ?"ગૌરીબેન ગભરાઇ જાય છે.તે ડોકટર ને ફોન કરે છે.અને પલક અને અન્ય નોકરો ને બુમ પાડે છે મદદ માટે.
પલક અને અન્ય નોકરો દોડતા આવે છે.તેઓ મહાદેવભાઇ ને આમ જમીન પર પડેલા જોઇ ને ગભરાઇ જાય છે.
બધા તેમને ઉંચકી ને પલંગ પર સુવાડે છે.તેટલાં મા ડોકટર આવે છે.અને તેમને ચેક કરે છે.મહાદેવભાઇ ભાન માં આવે છે.
" તેમને લો બ્લડપ્રેશર થઇ ગયું છે લાગે છે ખુબ જ સ્ટ્રેસ અને કામ નો બોજ છે .પણ થોડા દિવસ પુરતો આરામ કઇજ કામ નહી અને ટેન્શન પણ નહી." એમ કહી ડોકટર ત્યાંથી જતાં રહે છે.
" બે દિવસ પછી તો સગાઇ છે. અને તૈયારી બાકી છે."મહાદેવભાઇ
" તમે ચિંતા ના કરો હું અને મેનેજર બધું સંભાળી લઇશુ."
મહાદેવભાઇ ની બગડેલી તબિયત ગૌરીબેન ને ફોરમ ને મળતા અને સત્ય જાણતા અટકાવી દે છે.અને પલક બચી જાય છે.તે તૈયાર થાય છે અને ડાન્સ એકેડેમી માં જાય છે.ત્યાં ઝેન અને જીયા ના પરફોર્મન્સ નું રિહર્સલ ચાલી રહ્યું છે.
ઝેન અને જીયા સુંદર રીતે કપલ ડાન્સ કરી રહ્યા હોય છે.પલક અંદર આવે છે.ઝેન તેને જોઇ ને સ્માઇલ કરે છે.ઝેન જીયા ને પોતાના એક હાથ થી હવા માં ઉંચકે છે.આજુબાજુ માં ઉભેલા અને પલક તાલી પાડે છે.અચાનક ઝેન નું બેલેન્સ જાય છે અને જીયા પડી જાય છે.
ત્યાં ઉભેલા બધાં ચોંકી જાય છે.
" જીયા સોરી મને ખબર જ ના પડી કે કેમ મારું બેલેન્સ જતું રહ્યું સોરી સમવન પ્લીઝ કોલ ડોકટર " ઝેન
જીયા ને ખુબ જ દૂખી રહ્યું હોય છે.જીયા ને ઝેન પર ગુસ્સો આવી રહ્યો હોય છે.ડોકટર આવે છે અને જીયા ને ચેક કરે છે.
" જીયા ને પગ માં એડી મા સ્ટ્રેઇન છે.તો તેને ચાર અઠવાડિયા આરામ કરવો પડશે.પછી ચેક કરી ને હું કહી શકીશ કે તે ડાન્સ કરી શકશે કે નહી " ડોકટર
" પણ ડોકટર આઇ ડી સી નું ઓડીશન અને મારું રિહર્સલ એનુ શું અને ઝેન સાથે કોણ પરફોર્મન્સ આપશે?"
" સોરી જીયા હેલ્થ ફર્સ્ટ " એમ કહી ને ડોકટર ત્યાંથી ચાલ્યા જાય છે.
" ઇટસ ઓ.કે જીયા .તું આરામ કર હું બીજી પાર્ટનર શોધી લઇશ" ઝેન
" મારી સરખામણી માં આવે તેવું કોઇ નથી આ ઇન્સ્ટિટ્યુટ માં " જીયા અભીમાન સાથે બોલે છે.
" છે જીયા ઘણી બધી આપણી જ ઇન્સ્ટિટ્યુટ માં આ તારું અભીમાન છે જે બોલે છે."
ઝેન ના મગજ માં કઇંક ચાલી રહ્યું છે.જીયા ગુસ્સા માં હોય છે.
શું પલક ની મમ્મી સત્ય જાણી જશે ? શું થશે પલક ની સગાઇ માં ? જાણવા વાંચતા રહો.