ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 9" પુલકીત " નીવાન અને પલક એકસાથે.

પલક ને અને નીવાન ને આ રીતે એકસાથે જોઇને પુલકીત ને આધાત લાગે છે.

" પલક તું પુલકીત ને ઓળખે છે." નીવાન

" અમ્મ હા એ મારી જ કોલેજ માં છે.મારા સીનીયર છે .એકાદ બે વાર તેમની જોડે થી નોટસ લીધેલી છે તેટલે ઓળખું છું તેમને." પલક જુઠુ કેમ બોલે છે તે પુલકીત સમજી નથી શકતો.

" ઓહ ઓ.કે મારે કેહવુ પડશે .વેરી નાઇસ બોય .તે અમારા જુના અને વફાદાર મેનેજર કાકા નો દિકરો છે.પણ પુલકીત મેનેજર કાકા કેમ ના આવ્યા." નીવાન

" નીવાન સર વખાણ માટે થેંક યુ.પણ એક નજીક ના સગા સીરીયસ છે તો પપ્પા ને ગામ જવું પડ્યું .પુલકીત નો આધાત હજું શમી નથી શકયો."

" તું પાર્ટી એન્જોય કરજે અને હા એમ જલ્દી ના જતો રહેતો રોકાજે છેક સુધી ." પુલકીત થોડો દુખી અને આધાત સાથે પલક ને જોવે છે.પલક તેની સામે નજર નથી મીલાવી શકતી તે નીચું જોઇ જાય છે.આજે તેને એહસાસ થાય છે કે ફોરમ પછી તેણે તેના બીજા મિત્ર ને પણ દુખી કર્યો છે.

પુલકીત કઇંજ સમજી શકતો નથી પણ તેને ખુબ જ દુખ થાય છે.તે સ્ટેજ પર થી ભારે હૈયે નીચે ઉતરે છે.

" કમ ઓન પુલકીત પલક ની પર્સનલ લાઇફ છે તેને જે કરવું હોય તે કરે .મને કેમ આટલી તકલીફ થાય છે.તેને મારી પરમીશન ની જરૂર નથી .હું  તો માત્ર એક દોસ્ત છું .પણ કેમ તેને આમ જોઇને મને તકલીફ થાય છે?" 

તેટલાં માં તે જોવે  છે કે એક કાકા લથડીયુ ખાઇ ને પડવા ના હોય છે.તે જલ્દી જઇ ને તમને પકડે છે અને ખુરશી પર બેસાડે છે.તે મહાદેવભાઇ હોય છે.

" અંકલ શું થયું ? તમને ચક્કર આવે છે?" પુલકીત

" હા બેટા મારું બલ્ડપ્રેશર લો થઇ ગયું છે.હું આજે ઉતાવળ માં દવા લેવાનું ભુલી ગયો હતો." મહાદેવભાઇ.

" ઓહ આ લો આ જયુસ પીવો અને મને તમારી દવા નું નામ આપો હું  તે તમને દવાની દુકાન માંથી લાવી દઉં છું ." પુલકીત તેમને જયુસ આપે છે.

મહાદેવભાઇ તને દવાનું નામ જણાવે છે.પુલકીત તેમને ત્યાં બેસાડી ને દવા લેવા જાય છે.તે દવા લઇને આવે છે અને મહાદેવ ભાઇ ને દવા આપે છે.તેટલાં માં ત્યાં ગૌરીબેન આવે છે.તે મહાદેવભાઇ ને આમ જોઇને ગભરાઇ જાય છે.

" શું થયું તમને ? દવા લેવાનું ભુલી ગયા ? તમે આટલા ગેરજવાબદાર કઇ રીતે થઇ શકો?" ગૌરીબેન ચિંતા માં મહાદેવભાઇ ને ગુસ્સો કરે છે.

" શાંત ગૌરી .આ  ભલો દિકરો છેને તેણે મને દવા લાવી દીધી છે અને મને જયુસ પણ પીવડાવ્યો." મહાદેવભાઇ ગૌરીબેન ને શાંત કરે છે.

" થેંક યુ બેટા.શું  નામ છે તારું ? " ગૌરીબેન

" આંટી મારું નામ પુલકીત છે ચાલો હું  જાઉં અંકલ હવે ધ્યાન રાખજો આવજો."

" પુલકીત કેટલો સારો છોકરો છે નહી.અને દેખાવ માં પણ કેટલો સારો છે.સ્વભાવ પણ એકદમ ભલો.સારું ભણેલો પણ લાગે છે.કાશ આપણી પલકે " એટલું બોલતા ગૌરીબેન અટકી જાય છે.

" હા તે ભલો છોકરો છે.પણ ગૌરી હવે આ વાત નો કોઇ અર્થ નથી ચાલો સગાઇ ની વિધી કરાવીએ." મહાદેવભાઇ.
પલક ના મમ્મી પપ્પા દરેક આમંત્રિત મહેમાન ને સ્ટેજ નજીક આવવા કહે છે.ગોરમહારાજ આવી ને પહેલા ધાર્મિક વિધી પ્રમાણે તેમની સગાઇ કરાવે છે.નીવાન ની મમ્મી પલક ને ચુંદડી પહેરાવે છે.તેને શગુન આપે છે.

ત્યારબાદ રીંગસેરેમની કરવા માં આવે છે.નીવાન પોતાના ધુંટણીએ બેસી ને પલક નો હાથ માંગે છે.પલક નાછુટકે તેને હાથ આપે છે.નીવાન તેને રીંગ પહેરાવે છે.પલક પણ નીવાન ને રીંગ પહેરાવે છે.પલક થી અનાયાસે ફોરમ અને પુલકીત ની સામે જોવાઇ જાય છે.જે  બન્ને તેનાથી નારાજ દેખાય છે.પલક પોતાના બે ખાસ મિત્રોને દુખી જોઇ પોતે પણ દુખી થાય છે.

પુલકીત ને ખબર નહીં કેમ પણ ખુબ ગુસ્સો પણ આવી રહ્યો છે.જે તે સમજી શકતો નથી .પલક અને પુલકીત એકબીજા ની સામવ જોવે છે.જાણે આંખો થી ફરિયાદ ની આપ લે કરે છે.

રીંગ સેરેમની પત્યા પછી ત્યાં એક મોટી હાર્ટ શેઇપ ની કેક લાવવામાં  આવે છે.જે પલક અને નીવાન એકસાથે કટ કરે છે અને એકબીજા ને ખવડાવે છે.ત્યારબાદ ત્યાં રહેલા એનાઉન્સર કહે છે.

" મહાદેવસર  બધાં વડીલો માટે ડાઇનીંગ હોલ મા જમવાની અને જુના ગીતો ની મહેફીલ રાખેલી છે અને અહીં યંગસ્ટરસ માટે પાર્ટી . સો ધે કેન એન્જોય આઇ હોપ યુ ડોન્ટ માઇન્ડ સર." 

"હા બાળકો ને એન્જોય કરવા દો ચાલો બધાં વડીલો." મહાદેવભાઇ અને અન્ય વડીલો ડાઇનીંગ હોલ તરફ જાય છે.

પલક અને નીવાન ને તેમના મિત્રો અભીનંદન આપે છે.ફોરમ પણ પલક પાસે આવે છે.

" કોન્ગ્રેચ્યુલેશન્સ પલક .તું મારી મિત્ર હતી તે નાતે એક સલાહ આપું છું.હજું બહુ મોડું નથી થયું  તારી બધી ભુલો સુધારી લે." એમ કહી તે જતી રહે છે.

" ફોરમ સોરી હવે બહુ મોડું થઇ ગયું છે.હવે હું મારા સપના ના રસ્તે આગળ વધી ગઇ છું પાછી નહીં આવી શકું ." પલક મન માં  બોલે છે.

પુલકીત પણ પલક અને નીવાન ને કોન્ગ્રેચ્યુલેશન્સ કહે છે.તે ફરિયાદ ભરી નજરે પલક ની સામે જોવે છે.તેના હાવભાવ માં  ગુસ્સો પણ હોય છે.તે પણ ત્યાંથી જતો રહે છે.
" પુલકીત ના જઇશ પ્લીઝ મારે મારું મન તારી સાથે વાત કરી ને હળવું કરવું છે." પલક મન માં  બોલે છે.

તેટલાં મા એનાઉન્સર માઇક હાથ માં લે છે.બેન્કવેટ હોલ માં  અંધારું થાય છે.ડીસ્કો લાઇટ ચાલુ થાય છે.


" એટેન્સન એવરીવન કોન્ગ્રેચ્યુલેશન્સ પલક મેમ અને નીવાન સર.આ સેલિબ્રેશન મા અવસર પર વડીલો ની ગેરહાજરી માં  રીયલ પાર્ટી  તો બને જ છે.એટલે કે કપલ ડાન્સ .સો બધાં પોતપોતાના પાર્ટનર સાથે તૈયાર થઇ જાઓ કારણ કે પાર્ટીસીપેશન તો કરવું જ પડશે બધાં એ."

નીવાન પલક નો હાથ પકડે છે.તેને ડાન્સ ફ્લોર તરફ લઇ જાય છે.પુલકીત પણ ફોરમ ને ડાન્સ માટે પુછે છે.અન્ય પણ બધાં  તેમનાં  પાર્ટનર સાથે તૈયાર હોય છે.અને  એક રોમેન્ટીક ગીત વાગે છે.

મરહમી સા ચાંદ હે તું 
દિલજલા સા મે અંધેરા
એક દુજે જે લીએ હે
નીંદ મેરી ખ્વાબ તેરા

તું ઘટા હે ફુવાર કી
મૈ ઘડી ઇંતજાર કી
અપના મિલન લીખા
ઇસી બરસ હેના

જો મેરી મંજીલો કો જાતી હૈ
તેરે નામ કી કોઇ સડક હૈના
જો મેરે દિલ કો દિલ બનાતી હૈ
તેરે નામ કી કોઇ ધડક હૈના.

ડાન્સ કરતાં કરતાં અનાયાસે પલક અને પુલકીત ની નજર મળે છે.પાર્ટનર ચેંજ થાય છે.

હવે પુલકીત અને પલક એક સાથે ડાન્સ કરે છે.પલક આજે પુલકીત નું વર્તન સમજી નથી  શકતી.તે ફરીથી નીવાન સાથે ડાન્સ કરે છે.કપલ ડાન્સ પુરો થાય છે.હવે બધા એમ જ ડાન્સપાર્ટી એન્જોય કરે છે.

પલક ને આ વાતાવરણ થી દુર થવું હોય છે .થોડી વાર બહાર જાય છે.તે વિચારે છે કે મારા દોસ્ત એક પછી એક મારાથી દુર થઇ રહ્યા છે .હું કઇરીતે તેમને સમજાવુ

 ડાન્સ પાર્ટી પુરી થતાં બધા જમવા માટે જતા હોય છે.નીવાન પલક ને રોકે છે અને તેન ગીફ્ટ આપે છે. અને તેનો હાથ પકડે છે .તેને હગ કરે છે. જે પુલકીત જોઇ જાય છે.તે ત્યાંથી ચાલ્યો જાય છે.

સાંજે ઘરે આવી ને પલક પુલકીત ના વર્તન વીશે જ વીચારી  રહી હોય છે.

" આ પુલકીત કેમ આવું કરે છે? તેને થયું શું  છે? આજે ગુસ્સા માં  લાગતો હતો વાત પણ ના કરી હંમેશા હસતો છોકરા નું આજે અલગ જ રૂપ જોવા મળ્યું ."

અચાનક તેનું ધ્યાન નીવાન ની ગીફ્ટ તરફ જાય છે તે ગીફ્ટ ખોલે  છે.તે ચોંકી જાય છે અને ડરી પણ.

શું  છે પુલકીત ના ગુસ્સા નું  કારણ ?શું  નીવાન ની ગીફ્ટ પલક ના જીવન માં  તોફાન લાવશે? 

જાણવા વાંચતા રહો.

***

Rate & Review

Sonal Parmar 19 hours ago

Rutvi Chaudhari 4 months ago

Swati 4 months ago