KING - POWER OF EMPIRE - 23 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 23

( આગળના ભાગમાં જોયું શૌર્ય જેલમાંથી મુક્ત થઈ જાય છે, પણ સવારે તેને યાદ આવે છે કે પ્રીતિ પણ તેને છોડાવવા મહેનત કરતી હશે અને તેને ખબર પડી કે તે છૂટી ગયો છે તો એ સવાલનો પહાડ ઉભો કરી દેશે, બીજી તરફ પ્રીતિ ના દાદાજી ને તે નામ થી બોલાવે છે અને તેના પ્રત્યે ની નફરત શૌર્ય ના શબ્દો મા દેખાય રહી હતી , તે S.P. અને અર્જુન ને તેના પ્લાન પર કામ કરવાનું કહે છે અને કોઈ મિસ્ટર બક્ષી ને ઈન્ડિયા મા આવવાનું પણ કહે છે , જોઈએ શું નવું રહસ્ય લાવે છે આ સ્ટોરી) 

પ્રીતિ સવારે નવ વાગ્યે ઊઠી અને તૈયાર થઈ ને નીચે પહોંચી ત્યાં સુધી મા સાડા નવ વાગી ગયા હતા , તેના દાદાજી નીચે ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા, પ્રીતિ તેની પાસે પહોંચી અને કહ્યું,  “ગુડ મોર્નિંગ દાદુ ”

“ગુડ મોર્નિંગ બેટા ” કાનજી ભાઈ એ કહ્યું 

“મારે તમને એક વાત કહેવી હતી દાદુ ” પ્રીતિ એ સોફા પર બેસતાં કહ્યું

“તું કંઈ પણ કહે એ પેલા મારા સવાલોના જવાબ આપ ” કાનજીભાઈ એ કહ્યું 

“સવાલ?  અચ્છા ઠીક છે ” પ્રીતિ એ કહ્યું

“કાલે કૉલેજમાં આટલી મોટી ઘટના થઈ ગઈ અને તે મને બતાવાનું યોગ્ય ન સમજયું ” કાનજીભાઈ એ કહ્યું 

“દાદુ અત્યારે હું એ વાત જ કહેવા આવી છું ” પ્રીતિ એ કહ્યું 

“મને બધી ખબર પડી ગઈ છે, સવારે જ પ્રિન્સીપાલ નો ફોન આવ્યો હતો અને એક છોકરો બિચારો કારણ વગર ગિરફતાર થયો તારે એ તો જાણ કરવી હતી ” કાનજી ભાઈ એ કહ્યું 

“દાદુ કાલ મે ફોન કર્યો હતો પણ કોઈ ને પણ ન લાગ્યો એટલે મે દેસાઈ અંકલ ને ફોન કર્યો હતો ” પ્રીતિ એ કહ્યું 

“હા દેસાઈ સાથે મારી વાત થઈ છે, એ છોકરો તો કાલ રાત્રે જ છૂટી ગયો હતો અને જે ઈન્સ્પેકટર એ પકડયો એણે તો આત્મહત્યા કરી લીધી છે ” કાનજીભાઈ એ કહ્યું 

“શું  ? શૌર્ય ને તો કંઈ નથી થયું ને? ” પ્રીતિ એ ચિંતિત થતા કહ્યું 

“અચ્છા તો શૌર્ય નામ છે એનું, એને કંઈ નથી થયું મને વાત મળી છે કે એની પૂછતાછ કરી ને જવા દિધો હતો ” કાનજીભાઈ એ કહ્યું 

“નવરીનો મને કીધું પણ નહીં એની માટે અહીં બધા ટેન્શન લઈ રહ્યાં છે ” પ્રીતિ ધીમે થી બબડી 

“શું કહ્યું બેટા ” કાનજીભાઈ એ કહ્યું 

“કંઈ નહીં દાદુ ” પ્રીતિ એ કહ્યું 

“અચ્છા એ તારો ફ્રેન્ડ છે ને? ” કાનજી ભાઈ એ કહ્યું 

“હા દાદુ પણ થોડો અલગ છે, તમે એને મળશો તો ખુશ થઈ જશો એના વિચારો પણ તમારી જેવા જ છે ” પ્રીતિ એ ખુશ થતાં કહ્યું 

તે શૌર્ય ના વખાણ કરવા લાગી, કાનજીભાઈ પહેલી વાર પ્રીતિ ને આવી રીતે કોઈ ના વખાણ કરતા જોઈ હતી એ સમજી ગયા હતા કે પ્રીતિ એને પસંદ કરવા લાગી  છે.

“અચ્છા બેટા તું આના એટલા વખાણ કરે છે તો કયારેક એને ઘરે પણ લાવ, મારી સાથે મુલાકાત કરાવ ” કાનજીભાઈ એ કહ્યું 

“મેં તેને કીધું હતું દાદુ પણ એ વ્યસ્ત હતો, પણ પ્રોમિસ હું તમારી મુલાકાત એની સાથે જરૂર કરાવી ” પ્રીતિ એ કહ્યું 

પછી તે તેનાં દાદાજી સાથે વાતો કરવા લાગી અને બનેં હસીમજાક કરવા લાગયા

આ તરફ શૌર્ય પોતાના સ્ટડી રૂમમાં લેપટોપ મા પોતાનું કામ કરી રહ્યાં હતા, ત્યાં જ S.P. ત્યાં પહોંચ્યો, “સર તમે કીધું એ પ્રમાણે વાત ફેલાવી દીધી છે કે તમે કાલ જ પોલીસ સ્ટેશનમાંથી પૂછપરછ કરી ને નીકળી ગયા હતા, મારા ખ્યાલ પ્રમાણે પ્રીતિ સુધી વાત પહોંચી ગઈ છે ”

“ગુડ, બક્ષી અંકલ કયારે આવે છે? ” શૌર્ય એ કહ્યું 

“સર એ બહુ જલ્દી આવી જશે અને તમે જે કામ કહ્યું તે ચાલુ થઈ ગયું છે અર્જુન એ જ કરી રહ્યો છે ” S.P. એ કહ્યું 

“આપણે હવે બહુ ધ્યાન થી કામ કરવું પડશે જયાં સુધી હું ન કહું ત્યાં સુધી કિંગ નુ અસલી નામ અને ચહેરો કોઈ ની સામે ન આવે ” S.P. એ લેપટોપ બંધ કરતાં કહ્યું 

“શ્યોર સર ” S.P. એ  સ્મિત આપતાં કહ્યું 

“હમમ ” શૌર્ય આટલું કહું 

“સર હુસેન ના કેસનું હજી ઈન્વેસ્ટીગેશન ચાલુ છે, કોઈ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ના હાથમાં છે આ કેસ , એ પ્રોબ્લેમ ઉભી કરી શકે છે ” S.P. એ કહ્યું 

“ચિંતા ના કર, કોઈ પણ ઈન્વેસ્ટીગેશન કરે આપણા સુધી નહીં પહોંચે ” શૌર્ય એ મુસ્કાન આપતાં કહ્યું 

આ તરફ પ્રીતિ શ્રેયા ના ઘરે જતી રહી હતી શૌર્ય વિશે માહિતી આપવા, કાનજીભાઈ પોતાની રૂમમાં જવા ઉભા થવાના જ હતા ત્યાં મોહનભાઈ આવી ગયા અને કહ્યું, “પપ્પા આ જુવો ” આટલું કહી તેણે એક ફાઈલ કાનજી ભાઈ ને આપી. 

“વાહ આપણી કંપની તો ધણી નફામાં જઈ  રહી છે ” કાનજીભાઈ એ ફાઈલ જોતાં કહ્યું 

“હા પપ્પા અને બહુ જલ્દી બિઝનેસ ની દુનિયા નો સૌથી મોટો કાયૅક્રમ આવી રહ્યો છે અને આ વખતે પણ તમને જ એ પદ મળશે ” મોહન ભાઈ એ ખુશ થતાં કહ્યું 

“બેટા એ વર્ષૉ જુની વાત છે હવે તો બહુ લોકો કોમ્પિટિશન મા આવી ગયા છે ” કાનજીભાઈ એ કહ્યું 

“પણ તમારી જેવો અનુભવ અને પ્રતિષ્ઠા કોઈ પાસે નથી ” મોહનભાઈ એ કહ્યું 

“આ વાત પર તત કરવાનો કોઈ અર્થ નથી જયારે આવશે ત્યારે જોઈ લેશું ” કાનજીભાઈ એ કહ્યું 

“હમમ,  પપ્પા એક પ્રોબ્લેમ છે જેને હું ઉકેલી નથી શકયો ” મોહનભાઈ એ કહ્યું 

“કંઈ પ્રોબ્લેમ? ” કાનજીભાઈ એ કહ્યું 

“KING INDUSTRY નું, ખબર નહીં કોણ છે એ પણ મેં બહુ મહેનત કરી પણ એ મળતો જ નથી, બધાં લોકો એને મળવા માંગે છે પણ ખબર નહીં કેમ એ કોઈ ની સામે જ નથી આવતો ” મોહનભાઈ એ કહ્યું 

“બેટા ચિંતા ના કર આવા વ્યક્તિ પડદા પાછળ રહી ને બિઝનેસ કરે છે એનો અર્થ એ બેઈમાની સાથે પોતાનો બિઝનેસ ચલાવે છે આવા વ્યક્તિ સાથે આપણે કામ કરવું પણ નથી ” કાનજી ભાઈ એ કહ્યું 

“પપ્પા પણ એ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે ” મોહનભાઈ એ કહ્યું 

“ખોટાં રસ્તા થકી જ આટલી ઝડપે આગળ વધી શકાય છે એટલે ટેન્શન ના લે બહુ જલ્દી એ નીચે પટકાશે ” કાનજીભાઈ એ મક્કમતા થી કહ્યું 

આ તરફ કાનજીભાઈ આવી વાત કરી રહ્યા, બીજી તરફ શૌર્ય પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો માગૅ મા આગળ વધી રહ્યો હતો, બહુ જલ્દી કાનજીભાઈ ની વિચારધારા બદલાવવાની હતી, બેઈમાની નહીં પણ લોકો ના દિલો જીતી ને પોતાની મહેનતથી પણ બહુ ઝડપી એ ઉંચાઇ પર પહોંચી શકાયછે જયા સુધી પહોંચવું હજી કેટલાક માટે સ્વપ્ન જ છે, અને હવે શૌર્ય બહુ જલ્દી બિઝનેસ ની દુનિયા મા પોતાનું નામ જાહેર કરવાનો હતો એ સાથે જ બહુ બધા રહસ્યો પણ જાહેર થવાના હતાં , તો બસ એ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”