" ઓહ આ ગીફ્ટ પપ્પા ને ખબર પડશે તો ભયંકર ગુસ્સે થશે અને ફરીથી બધી એની એજ વાતો." પલક તેની મમ્મી ને બોલાવે છે.
" શું થયું પલક?" ગૌરીબેન.
" મમ્મી આ જો આ નીવાન એ મને શું ગીફ્ટ આપી."નીવાન ની ગીફ્ટ જોઇને ગૌરીબેન ચોંકે છે.
" હાય હાય આ તારા પપ્પા જોશે તો આખું ઘર માથે લેશે."
તેટલાં માં મહાદેવભાઇ આવે છે.
" એ ગીફ્ટ માં એક સ્માર્ટફોન છે .મને ખબર છે.નીવાન એ મને પુછી ને જ તે ગીફ્ટ તને આપેલી છે." મહાદેવ ભાઇની વાત સાંભળી ને પલક અને ગૌરીબેન ને આશ્ચર્ય થાય છે.
" હા આશ્ચર્ય ના પામો .હવે મને શું વાંધો હોઇશકે .તું હવે નીવાન ની જવાબદારી છો તેની થવાવાળી પત્ની તે તને કઇં પણ ગીફ્ટ આપી શકે છે.અને હવે મારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી કેમકે તું લગ્ન તો કરી જ રહી છો."
પલક ખુશ થઇ જાય છે.તેના જીવન નો પહેલો સ્માર્ટફોન મેળવી ને તે નીવાન ને થેંક યુ કહે છે.
બીજા દિવસે પલક થોડી વહેલી ઉઠી જાય છે.અને તૈયાર થઇને નિકળી જાય છે.તે D.J's પહોંચે છે.તેપુલકીત સાથે તેના વર્તન વીશે વાત કરવા માંગતી હોય છે.
તે પુલકીત ની કેબીન માં જવા માંગે છે.તે ત્યાં જતી હોયછે.ત્યાં અચાનક ઝેન આવી ને પાછળ થી તેને બોલાવે છે.
" હાય પલક ગુડ ટુ સી યુ.તું વહેલી આવી ગઇ પ્રેક્ટિસ કરવા માટે .નાઇસ મને ગમ્યુ તારું ડાન્સ માટે નું ડેડીકેશન .ઘણા સમય પછી તારા જેવી ડેડીકેટેડ ડાન્સર જોઇ ચાલ પ્રેક્ટિસ કરીએ." ઝેન
પલક હકાર માં માથું હલાવે છે.તે પુલકીત ની કેબીન માં જવા માંગતી હોય છે.પણ તે ઝેન સાથે જાય છે.
પલક અને ઝેન પ્રેક્ટિસ શરૂ કરે છે.ઝેન પલક ને ડાન્સ સ્ટેપ શીખવાડે છે.ઝેન ડાન્સ માટે ખુબ જ સીરીયસ હોય છે.તે ખુબ જ મહેનત કરે છે.પલક ઝેન ની ડાન્સ માટે લગન જોઇ ને ઇમ્પ્રેસ થઇ જાય છે.તે ખુશ હોયછે કે તેને ઝેન જેવા ગ્રેટ ડાન્સર ની સાથે તેને ડાન્સ કરવા નો મોકો મળ્યો તેથી.
" ગ્રેટ બધું સારું થઇ રહ્યું છે મારી સાથે.નીવાન લકી છે મારા માટે.તેમનાં આવવા થી મને મારું સપનુ પુર્ણ કરવાનો મોકો મળ્યો.મને ઝેન જેવા સુપર્બ ડાન્સર સાથે ડાન્સ કરવાનો ચાન્સ મળ્યો. આ સ્માર્ટફોન પણ.અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પુલકીત મને મળ્યો આઇ ફીલ સો લકી."
પલક પુલકીત પાસે જવા માંગે છે.તે તેની કેબીન માં જાય છે.પણ પુલકીત બીઝી હોવાનું બહાનુ બનાવી ને ત્યાંથી જતો રહે છે.
" અજીબ છે ના હાય ના હેલો એક સ્માઇલ પણ ના આપી આને થયું છે શું ? આટલો ગુસ્સો શેનો?"
પલક પણ ત્યાંથી જતો રહે છે.લગભગ બે થી ત્રણ દિવસ આજ સીલસીલો ચાલે છે.અને પુલકીત પલક ને સખત એવોઇડ કરે છે.ઇગ્નોર પણ કરે છે.એટલું જ નહીં તે પલક ને જોઇને પોતાનો રસ્તો પણ બદલી દે છે.હવે પલક ને પણ ગુસ્સો આવે છે.અને તે પુલકીત ની પાસે થી જવાબ મેળવવા માંગે છે.
" આ શું માંડ્યું છે પુલકીતે હવે તો પુછવુ જ પડશે."
તે ડાન્સ નું રીર્હસલ પત્યા પછી કોલેજ જાય છે.ત્યાં તે ગેટ પાસે પુલકીત ની રાહ જોઇને ઉભી રહે છે.થોડા સમય મા ત્યાં પુલકીત આવે છે.તે તેનો રસ્તો આંતરી ને ઉભી રહે છે.
" વેઇટ મારે તારી સાથે વાત કરવી છે." પલક
" પલક પ્લીઝ મને જવા દે મારે લેકચર છે"
" પુલકીત લેકચર તો મારે પણ છે.પણ આજે તો હું તારી સાથે વાત કરીને જ રહીશ નહીં તો હું અહીં સીન ક્રીએટ કરીશ તો સીધી રીતે આવીશ કે કરું સીન ક્રીએટ?"પલક તેને ધમકી આપે છે.
" પલક " પુલકીત તેની ધમકી થી ચોંકે છે.તે નાછુટકે તેની સાથે જાય છે.પલક તેને તે જ ચા ની કિટલી એ લઇ જાયછે.પલક ચા મંગાવે છે.તે બન્ને ચા પીવે છે.પુલકીત પલક સામે ગુસ્સા થી જોવે છે.
" હવે મને એક જવાબ આપ આટલો ગુસ્સો શેના માટે અને કેમ આવું વર્તન ? મારી સગાઇ થઇ એટલે કે તને ના જણાવ્યું તે? બન્ને માં તને શું તકલીફ છે ? તું તો મિત્ર છે.તારે તો મારી ખુશી માં ખુશ થવું જોઇએ.
અગર તને ના કીધું કે મારી સગાઇ છે તો તેનું કોઇ કારણ તો હશે ને અને તારા આ વર્તન અચાનક કેમ બદલાઇ ગયું તું મને એવોઇડ કેમ કરે છે જાણે કે મે તને દગો આપ્યો હોય
મારી વાત પણ ના સાંભળે અને મને સમજવા ની પણ કોશિશ ના કરે .એ પણ મારા કોઇ વાંક વગર " પલક ખુબ જ ગુસ્સા માં હોય છે છતાં તેની આંખ ના આંસુ હોય છે.પુલકીત ને તેની ભુલ નો અહેસાસ થાય છે.
" પુલકીત હજું તને કહું છું કે યોગ્ય સમય આવ્યે તને બધું જ જણાવીશ.અગર તું તારી જાત ને મારો મિત્ર માનતો હોય તો એક મિત્ર તરીકે મારા પર ભરોસો રાખ.બાય " પુલકીત કઇ બોલે એ પહેલા તે જતી રહે છે.
પુલકીત ને હવે તેની ભુલ નો અહેસાસ થાય છે.અને તેને પોતાની જાત પર ગુસ્સો આવે છે.તે સોરી કહેવું હોય છે.તે પલક ને ફોન કરી ને સોરી કહેવા નું નક્કી કરે છે.
રાત્રે પલક પોતાના રૂમમાં આરામ કરતી હોય છે.તેટલાં માં પુલકીત નો મેસેજ આવે છે.
" સોરી ડીયર પલક .તારી પરિસ્થિતિ કે વાત જાણ્યા વગર જ તારાથી નારાજ થઇ ગયો.મે આવું કેમ કર્યું તે મને પણ ખબર નથી .પણ હું મારા વર્તન માટે દીલગીર છું .આજ પછી મારા દોસ્ત ની દોસ્તી પર કયારેય શંકા નહી કરું .અને પુરો વિશ્વાસ રાખીશ.અગર તું મને માફ કરે તો મને ફોન કરજે."
પલક ની આંખ માં આંસુ હોય છે.તે વિચારે છે અને પુલકીત ને ફોન કરે છે.
" હાય " પલક
" સોરી " પુલકીત.
" બસ હવે સોરી ના કહીશ .હું પણ સોરી કહું છું મારે તને જણાવવું જોઇતુ હતું ."
" ઇટસ ઓ.કે .હું રાહ જોઇશ તે દિવસ ની કે તું મને તારા મન ની વાત જણાવે તેનો."
" બાય "
પલક ખુશ હોય છે.તેને રાહત થાય છે.કે તેનો એક મિત્ર પણ તેની સાથે છે.પણ તે ફોરમ ની જેમ સત્ય જાણ્યા પછી તેનો સાથ છોડી નહીં દેને.તે વિચારી તેને ચિંતા થાય છે.
" થેંક ગોડ આજે પલકે મારી સાથે વાત ના કરી હોત તો હું હજું કોઇ ગેરસમજ માં જ હોત.
હોઇ શકે કે તેની કોઇ મજબુરી હોય અથવા તો પરીવાર ના દબાણ વશ થઇ ને આ સગાઇ કરી રહી હોય.આમપણ સગાઇ ના દિવસે તે ખુશ નહતી જણાતી.
તે દુખી નજરે મારી અને ફોરમ ની સામે જોતી હતી.જાણે કે અમને કઇંક કહેવા માંગતી હોય.કઇ નહીં પણ હું તેનો સાથ જરૂર આપીશ.
પણ પલક નીવાન સર કરતા વધારે બેટર લાઇફ પાર્ટનર ડીર્ઝવ કરે છે.પલક અને નીવાન સર ની કોઇ સરખામણી નથી.
દેખાવ તો ઠીક પણ તેમનું ભણતર , તેમનો સ્વભાવ ,તેમના ઘર નું વાતાવરણ અને...
શું મારે પલક ને નીવાન સર વીશે બધી વાત જણાવી દેવી જોઇએ? પણ તેણે મારી વાત નો વિશ્વાસ ના કર્યો અને સાબીતી માંગી તો કયાં થી લાવીશ.
અને મને એ પણ ખબર નથી કે તેની શું મજબુરી છે આ લગ્ન કરવા માટે?અને નીવાન સર ને ખબર પડશે તો
અને પપ્પા હજી પણ તેમને ત્યાં નોકરી કરે છે.એ જતી રહેશે તો તકલીફ થશે.અને પપ્પા ને પણ તકલીફ થશે.
પણ પલક મારી દોસ્ત છે .હું તેને અજાણ ના રાખી શકું .હે ભગવાન કેવી દ્રીધા છે.હમણાં હું ભલે મૌન રહુ પણ મારે આ વાત તેની સામે લાવવી પડશે.સૌથી પહેલા તો મારે પલક નું લગ્ન કરવાનું કારણ જાણવું પડશે.
શું પલક ની સત્ય હકીકત જાણ્યા પછી પણ પુલકીત તેનો દોસ્ત બન્યો રહેશે.કે તે પણ ફોરમ ની જેમ તેની દોસ્તી તોડી દેશે? જાણવા વાંચતા રહેજો..