KING - POWER OF EMPIRE - 24

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય જે ઈચ્છતો હતો એ જ રીતે પ્રીતિ સુધી માહિતી પહોંચે છે અને કાનજી ભાઈ શૌર્ય ને મળવા માટે ની રુચિ દર્શાવે છે, શૌર્ય પોતાના પ્લાન પર કામ કરવા લાગે છે, મોહનભાઇ પોતાના પિતાજી ને બતાવે છે કે તેની કંપની ખૂબ પ્રોફિટ મા ચાલી રહી છે અને એ સાથે જ તે KING INDUSTRY  ના માલિક ને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરે છે, કાનજીભાઈ નું માનવું હતું કે જે વ્યક્તિ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હોય એ બેઈમાની ના રસ્તા ઓ જ અપનાવે છે, તેની આ ધારણા કેટલાંક અંશે યોગ્ય છે એ તો સમય જ બતાવશે) 

દિગ્વિજય સિંહ પોતાની કેબિન મા સિગરેટ ના કસ મારી રહયો હોય છે, એક તો હુસેન ના કેસમાં તેને કંઈ સબૂત મળતા નથી અને ઉપર થી રેડ ડાયરી એ તેને વધુ મુશ્કેલી મા મૂકી દીધો હતો, અચાનક તેના ફોનની રિંગ રણકે છે અને તે ફોન રિસીવ કરે છે, સામે છેડેથી જે વાત કહેવામાં આવી તે સાંભળીને દિગ્વિજય સિંહ ઉભો થઈ જાય છે અને સિગરેટ તેના હાથમાંથી નીચે પડી જાય છે અને તે બોલી પડે છે, “શું બકવાસ કરે છે ”

તે ફોન કટ કરીને પાટિલ ને બોલાવે છે, પાટિલ કેબિનમાં પહોંચે છે અને કહે છે, “શું થયું સર? ” 

“પાટિલ જલ્દી થી જીપ તૈયાર એક મર્ડર થયું છે ” દિગ્વિજય સિંહ તેની કેપ પહેરતાં કહે છે 

“કોનું મર્ડર થયું છે સાહેબ? ” પાટિલ પ્રશ્ન પૂછે છે 

“કમિશ્નર આર.જે.મિશ્રા નું ” દિગ્વિજયસિંહ સિગરેટ ને પગ વડે કચડતા કહે છે 

“કમિશનર નું મર્ડર... ” પાટિલ ચોકી ઉઠે છે 

“પાટિલ વાતો કરવાનો સમય નથી જલ્દી થી કમિશનર ના ઘરે પહોંચવાનું છે ” દિગ્વિજય સિંહે પોતાની ગન ઉપાડતાં કહ્યું

“ઓકે સર ” આટલું કહીને પાટિલ જતો રહ્યો 

થોડીવાર પછી તે બંને જીપ લઈ ને કમિશનર ના ઘરે પહોંચી ગયા, દિગ્વિજયસિંહ અંદર પ્રવેશ્યો ત્યાં જ એક સબ ઇન્સ્પેક્ટર એ તેને સલામ કર્યો, દિગ્વિજયસિંહે હકારમાં માથું હલાવી ને પ્રતિભાવ આપ્યો. 

“સર કમિશનર સર ની ડેડબૉડી અહીં છે ” સબ ઇન્સ્પેક્ટર એ ઈશારો કરતાં કહ્યું 

“આ બૉડી સૌથી પહેલાં કોણે જોઈ ? ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“સર મેં જ જોઈ ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“તમે અહીં શું કરી રહ્યા હતા ” પાટિલ એ કહ્યું 

“સર હું એક કેસના સિલસિલામાં સર ને ફાઈલ બતાવવા આવ્યો હતો ઘરનો દરવાજો પણ ખૂલ્લો હતો અને જયારે અંદર આવ્યો તો ટી.વી. ચાલુ હતું અને સામે કમિશનર સર બેઠા હતા અને.... ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“હમમ” આટલું કહીને દિગ્વિજય સિંહ ડેડબૉડી પાસે જાય છે 

કમિશનર આર.જે.મિશ્રા સોફા પર બેઠાં હતાં, સામેની બાજુ કાચની બારી માંથી ગોળી આવી હતી અને સીધી કમિશનર ની આરપાર થઈ ગઈ  હતી અને સામે દિવાલ પર જઈને ટકરાય હતી, દિગ્વિજયસિંહ બારી પાસે જાય છે, બારીમાં એક છિદ્ર ગોળી ના કારણે પડી ગયું હતું અને તેની આજુબાજુ તિરાડો પડી ગઈ હતી, દિગ્વિજયસિંહે કાણાંમાથી સામે જોયું તો એક ટાવર દેખાય રહ્યો હતો, તેણે તરત સબ ઇન્સ્પેક્ટર ને બોલાવ્યા અને કહ્યું, “સામે ટાવર મા તપાસ કરી ? ”

“હા સર, પણ ત્યાં કોઈ સબૂત ન મળ્યું પણ ગોળી જે એંગલ થી ચાલી એ જોતાં તો એવું જ લાગે છે કે તે ટાવર પરથી જ ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“ત્યાં આસપાસ પૂછતાછ કરી? ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“સર ત્યાં આસપાસ ખાલી જમીન જ છે એેટલે કોઈ વ્યક્તિ આવી ને જતું રહે તો ભી કોઈ ને ખબર ન પડે ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“ઓકે તમે બાકીના લોકો સાથે ઘરની તપાસ કરો કોઈ વસ્તુ ગુમ તો નથી થઈ ને ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“ઓકે સર ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“સાહેબ કમિશનર સર ને કોણ મારી શકે? ” પાટીલ એ કહ્યું 

“પાટીલ આ કોઈ કોન્ટ્રેક્ટ કિલર નું કામ છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“કોન્ટ્રેક્ટ કિલર? ” પાટીલ એ કહ્યું 

“હા પાટીલ આવા લોકોને પૈસાથી મતલબ હોય છે, પૈસા લઈને ખૂન કરે છે” દિગ્વિજય સિંહે કહ્યુ 

“મતલબ ગોળી તેણે ચલાવી પણ બૂંદક આપનાર બીજો કોઈ હતો ” પાટીલ એ કહ્યું 

“હમમ, પાટીલ એ તો પ્યાદું છે, માસ્ટર માઈન્ડ કોઈ બીજું જ છે ” દિગ્વિજય સિંહે આજુબાજુ નજર નાંખતા કહ્યું

ત્યાં જ સબ ઇન્સ્પેક્ટર આવે છે અને કહે છે, “સર ઉપર તો કંઈ ન મળ્યું નીચેના રૂમ બાકી છે ” 

“ઠીક છે એ તપાસ કરો અને મને એક જવાબ આપો ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“હા સર બોલો ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“જયારે તમે ઘરે આવ્યા ત્યારે દરવાજો આખો ખૂલ્લો હતો? ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“ના સર, દરવાજો બંધ હતો એટલે મે ડૉરબેલ વગાડી, પણ કોઈ અે ખોલ્યો નહીં અને અંદરથી ટી.વી નો અવાજ પણ આવતો હતો એટલે મને થયું સર એ સાંભળ્યું નહીં હોય મે દરવાજા ને સહેજ ધકકો માર્યા અને તે ખૂલ્લો જ હતો અને જેવો અંદર આવ્યો કે….” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

“ઠીક છે તમે અંદર જઈને તપાસ કરો ” દિગ્વિજયસિંહે કહ્યું 

સબ ઇન્સ્પેક્ટર અને તેની સાથે રહેલાં હવાલદાર અંદર જાય છે, “સાહેબ દરવાજો ખુલ્લો હતો , કમિશનર સર પર ગોળી બહાર થી ચાલી કંઈ સમજાયું નહીં ” પાટીલ એ માથું ખંજવાળતા કહ્યું

“પાટીલ આ કોઈ પ્રોફેશનલ કિલર નું કામ છે, આટલી દૂર થી એકદમ ટાર્ગેટ પર નિશાનો લગાવવો સહેલું તો નથી ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“હા સાહેબ એ તો છે ” પાટીલ એ હામી ભરતાં કહ્યું

“એક કામ કર પાટીલ કમિશ્નર સર ની કૉલ રેકોર્ડ ચેક કર, છેલ્લા કેટલાક દિવસોથી એ કોની સાથે વાત કરતાં હતાં અને કયાં નંબર પર સૌથી વધુ વાત થઈ છે ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“સર કૉલ રેકોર્ડ કેમ? ” પાટીલ એ કહ્યું 

“પાટીલ અગર કોઈ એ દુશ્મની નીભાવવા આ કર્યું હશે તો ફોન કરીને ધમકી પણ આપતો જ હશે પણ સરે તેને હળવાશ મા લીધી છે ” દિગ્વિજય સિંહે કમિશનર નો ફોન ટેબલ પર થી ઉપાડી ને પાટીલ ને આપતા કહ્યું 

“ઓકે સાહેબ ” પાટીલ એ ફોન લેતાં કહ્યું 

અચાનક અંદરથી સબ ઇન્સ્પેક્ટર નો અવાજ આવ્યો, દિગ્વિજયસિંહ અને પાટીલ અંદર ની તરફ ગયાં, ત્યાં પહોંચીને તે બનેં ની આંખો પહોળી થઈ ગઈ, કમિશનર ના બેડરૂમમાં તેનાં બેડ ની નીચેના ખાના નોટોથી ભરેલાં હતાં, ત્યાં ઉભા બધાં આશ્ચર્ય મા હતા કે આટલા બધાં પૈસા કમિશનર ના ઘરમાં કયાં થી આવ્યા 

“સર મારા અંદાજ પ્રમાણે આેછામાં આેછા વીસ કરોડ હશે ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું 

પાટીલ એ નજીક જઈ ને એક બંડલ ઉઠાવીને ચેક કર્યું અને કહ્યું, “સાહેબ નોટ તો અસલી છે ”

હવે દિગ્વિજય સિંહ નું મગજ ચકરાવવા લાગ્યું, અચાનક કમિશનર નું  મર્ડર થવું, તેનાં ઘરમાંથી આટલા બધા નગદ પૈસા, હુસૈન અને લાલ ડાયરી નો ભેદ, આ બધું એક સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું પણ હકીકત માં એક નવું રહસ્ય તેની સામે આવવાનું હતું જે આ સ્ટોરીમાં નવો વળાંક લાવવાનું હતું, તો બસ રહસ્યો જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

***

Rate & Review

Parth Ajudiya 2 weeks ago

Himanshu 2 weeks ago

Brinda Vora 1 month ago

Shreya 1 month ago

Dinaz S 2 months ago