vaibhav-nirali ni anokhi kahani - 12 books and stories free download online pdf in Gujarati

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 12



"જો તારી હા હોય તો તારા જોયેલા સપના સાચા કરવા માંગુ છું...

જો તારી હા હોય તો તારા દરેક અરમાન પૂરા કરવા માગું છું....

જો તારી  હા હોય તો તારા હિસ્સા ની ખુશી તને જ આપવા માગું છું....

જો તારી હા હોય તો તારા હિસ્સા ના ગમ હુ લેવા માગું છું.....

જો તારી હા જ હોય તો હુ જીંદગી ને એક તહેવાર બનાવવા માગું છું....."

( આગળ ના ભાગ મા જોયું કે ડૉક્ટર નિરાલી ના પપ્પા પાસે નિરાલી નો હાથ માગે છે અને આ બાજુ વૈભવ અને વિશ્વા સગાઈ કેમ કરવી કેવા કપડા પહેરવા શુ ખાસ કરવું એ બધુ નક્કી કરતા હોય છે હવે આગળ જોઈએ)

નિરાલી ના પપ્પા: ડૉક્ટર સાહેબ મજાક ન કરો આવો મારી દિકરી સાથે તમે તમને તો જેવી ઇચ્છો એવી મળી જાય એમ છે.

ડૉક્ટર: કાકા મારે નિરાલી જેવી જ સાદી છોકરી જોવે છે જે આજ ના યુગ ની પણ હોય અને રિવાજો પણ ભૂલી ન હોય અને ખાસ અનહદ એ કોઈ ને પ્રેમ કરતી હોય ભલે અત્યારે મને નથી ચાહતી પણ એની ચાહત પુરી કરવી છે મારે ત્યાં સુધી હુ એની સાથે રહી એની ચાહત ની પૂજા કરીશ બસ આ જ ઇચ્છા છે મારી જો તમે અને નિરાલી હા કહો તો જ.

નિરાલી ના પપ્પા: બેટા તમે ખૂબ જ સારુ કામ કરો છો મારે શુ કેહવું પણ તમે નિરાલી ની શુ હાલત હશે અત્યારે એ સમજી શકો છો

ડૉક્ટર: હા હા કાકા તમે તમતમારે શાંતી થી 2-4 મહિના રહી ને એની સાથે વાત કરજો ચાલશે હુ રાહ જોઇશ

નિરાલી ના પપ્પા: તો બેટા તમારાં ઘરે કોણ કોણ છે...???

ડૉક્ટર: હુ એક જ મમ્મી પપ્પા હજુ 6 મહિના પેહલા જ એક અકસ્માત મા મૃત્યુ પામ્યા છે.

નિરાલી નાં પપ્પા: હા ઓકે બેટા હુ રજા લઉં હવે અને હા હુ વિચારી ને જવાબ આપીશ પણ તુ ઘરે આવતો રહેજે સગપણ ન થાય તો પણ તુ છો તો મારા દિકરા જેવો જ ને

ડૉક્ટર: હા કાકા

( નિરાલી ને 2 દિવસ પછી હોસ્પિટલ માથી રજા મળે છે અને એને મૂડ સારો કરવા એનાં મામા નાં ઘરે મોકલી આપવા મા આવે છે અને આ બાજુ વૈભવ અને વિશ્વા ની સગાઈ નક્કી થાય છે અને બન્ને સગાઈ ની તૈયારી મા લાગી જાય છે અને ધામધૂમ થી સગાઈ થાય છે બન્ને બહું ખુશ હોય છે હવે સગાઈ ના થોડા દીવસ બાદ )

વૈભવ: હેલો વિશુ કેમ છો હમણાં થી કેમ તુ ઓછું બોલે છો...????

વિશ્વા: કાઈ નહીં કેટલું બોલું તો છું પછી શુ આખો દિવસ મારે બોલ બોલ જ કરવાનું...????

વૈભવ: હા લે મને મજા આવે છે તુ બોલે છો તો

વિશ્વા: તને મજા આવે તો હુ શુ કરુ...????

વૈભવ: તો બોલ ચાલ એ કે તે જમી લીધુ...???

વિશ્વા: ઓય આવુ ક્યાં પૂછવાની જરૂર છે જમી જ લઉં ને ભુખ લાગે તો

વૈભવ: ક્યારેક તો હા ના કે મને ખબર છે તે જમી જ લીધુ હશે હવે એ કે શુ કરે છો..???

વિશ્વા: કાઈ નહીં બોર થાવ છું ચાલ બહાર જવું છે...???

વૈભવ: હા ઓકે તુ તૈયાર રહે હુ આવુ હમણાં તને લેવા હો ને

વિશ્વા: હા ગુડ બાય

( આમ નાના ઝઘડા બન્ને વચ્ચે ચાલતા જ રહે છે દરરોજ અને વૈભવ આના થી કંટાળી ગયો છે પણ એને એનો ઈગો નિરાલી ને યાદ નથી કરવા દેતો અને એ વિશ્વા નું બધુ જ જતું કરતો જાય છે એક દિવસ બન્ને ને ખૂબ મોટો ઝઘડો થાય છે)

વિશ્વા: વૈભવ બસ પણ હવે તુ આટલી બધી શુ પંચાત કર્યા કરે છે

વૈભવ: હુ પંચાત નથી કરતો પૂછું છું મને તારી ચિંતા છે તો.

વિશ્વા: ઓહહ ચિંતા અને મારી કેમ....????

વૈભવ: તુ પત્ની થવાની છો મારી તો ચિંતા તો કરુ જ ને

વિશ્વા: વૈભવ એ મિત્ર તો હતો મારો હુ એની સાથે હજ હોવાની ને તો શુ ચિંતા કરવાની....????

વૈભવ: પણ તો તારે મને એક વાર કેહવાય ને હુ કાઈ ના પાડુ તને..??? તારા બધાં ફ્રેન્ડ ને હુ ઓળખું છું આને નથી ઓળખતો એટલે મે પુછ્યું એની સામે જ કે કોણ છે એમ

વિશ્વા:(ગુસ્સા મા) પણ એની સામે પુછાય પછી પણ પુછાય ને એને નથી ખબર હુ તારી મંગેતર છું એ

વૈભવ: તો મતલબ એટલે તને ગુસ્સો આવે છે એમ ને કે એને ખબર પડી ગઇ હવે એ શુ વિચારશે એ વિચારી ને જ હે ને...???

વિશ્વા: હા તો સગાઈ થઇ છે તો શુ આખા ગામ મા કહેતાં ફરવાનું આ મારો ફિયાન્સ છે એમ..???

વૈભવ: હા લે તો આમાં ન કહેવાની શુ વાત છે હુ પણ બધાં ને કહું જ છું ને તો તને શુ પ્રોબ્લેમ છે...????

વિશ્વા: મને ન ગમે કેહવું બસ એટલે નહીં બોલવાનું હુ ન કહું ત્યાં સુધી

વૈભવ:(ગુસ્સા મા) તારા કરતા તો નિરાલી સારી હતી બધાં ને ખબર હતી અમે બન્ને મેરેજ કરવાનાં જ છીએ હજુ સગાઈ પણ થવાની છે એવું નક્કી ન હતુ ને

વિશ્વા: (ગુસ્સા મા) હા તો એની પાસે જા ને મારે અમસ્તા ભી તારું કાઈ કામ નથી જૂનો પ્રેમી જ છો તુ એનો

વૈભવ: હા તો જઈશ જ હવે તારી જેવી ને પસંદ કરી ને મે બહું મોટી ભુલ કરી એને મારી બધી પસંદ ખબર હોય મને શુ ગમે ન ગમે અને તને તો કાઈ જ ખબર નથી હોતી હમણાં થોડા દિવસ પેહલા જ જો ને જમવા ગયા હતાં તો બધુ તારી પસંદ નું ઓર્ડર કર્યું તે મને શુ ગમે એ તો વિચાર્યું પણ નહીં.

વિશ્વા: હા તો શુ તને થોડુ પૂછું એમા અને આ તો તારી જૂની આદત છે જેને મૂક એનું ખરાબ બોલવાની પેહલા નિરાલી નું બોલતો હવે મારુ બોલ હો ને અને હા હુ શુ કામ તને પૂછું આજ સુધી મે કોઈ ને કાઈ પુછ્યું નથી એ તારી દીવાની છે હુ નહીં ઓકે..

વૈભવ: હા મારી જ ભુલ છે આ લે તારી વીંટી અને હા એ દીવાની સાચી છે મારી હુ જ એને સમજી ન શક્યો ગુડ બાય..

વિશ્વા: હા હા જા અને આ તારી વીંટી ભી લેતો જા હો ને અને હા નિરાલી ને સાચવજે એ જ પ્રેમ કરી શકે તને હુ નહીં.

( બન્ને ની સગાઈ તૂટી જાય છે વૈભવ ઘરે આવી ને બધી વાત કરે છે અને એને બધાં સમજાવે છે કે તેં બહું મોટી ભુલ કરી પણ વૈભવ ખૂબ તુટી ગ્યો હોય છે અંદર થી કારણ કે એને નિરાલી જ યાદ આવતી હોય છે જે ગમે તે પરિસ્થિતિ મા તેની સાથે જ રેહતી અને આ બાજુ નિરાલી ધીમે ધીમે વૈભવ વગર ખુશ રેહવા લાગી છે એટલે એને એનાં મમ્મી પપ્પા સગપણ માટે નું પૂછે છે)

નિરાલી નાં પપ્પા: બેટા વૈભવ તો હવે શુ કરે છે એ ખબર નથી અને એ હવે પાછો આવશે એવું પણ નથી લાગતું તો તે શુ વિચાર્યું છે તારી જીંદગી મા આગળ...????

નિરાલી: પપ્પા વૈભવ ભૂતકાળ હતો મારો હવે હુ એને ભૂલી ગઇ છું અને રહી મારી જીંદગી ની વાત તો એક વાર મે જોઇ લીધુ પ્રેમ કરી ને હવે મારે પ્રેમ નથી કરવો કે મારુ ધાર્યું પણ નથી કરવું એટલે તમે જ છોકરો શોધો મારા માટે અને તમે જે કરશો એ મારા કરતા તો સારુ જ હશે ને

નિરાલી નાં મમ્મી: હા બેટા તો એક છોકરો છે એને બોલાવી લઇએ આ રવિવારે ઘરે...????

નિરાલી: હા તમને ગમે તેમ કરો હુ તૈયાર જ છું હુ બહાર આંટો મારી ને આવુ હો જય શ્રી કૃષ્ણ

નિરાલી નાં પપ્પા: હા બેટા જય શ્રી કૃષ્ણ

( વૈભવ સગાઈ તુટી ત્યાર થી નિરાલી ને મળવાનુ વિચારે છે પણ એને શુ કેહવું એ ખબર નથી પડતી અને એની સામે જતા પણ વૈભવ ને ડર લાગે છે અને એ ગાર્ડન મા શુ કરવું નિરાલી ને શુ કેહવું એ બધુ વિચારી ને યાદ જ કરતો હોય છે નિરાલી ને ત્યાં જ નિરાલી આવે છે ગાર્ડન મા એને નથી ખબર અહિયાં વૈભવ છે પણ વૈભવ નિરાલી ને જોઇ જાય છે અને એ નિરાલી સાથે વાત કરવા જવાનું વિચારે છે અને નિરાલી પાસે જાય છે અને કહે છે કેમ છો નિરાલી અને શુ કરે છે અહીયા એકલી....????? નિરાલી એક્દમ વૈભવ ને સામે જોઇ ને ગભરાય જાય છે.)

                                          (સમાપ્ત)

વૈભવ ને જોઇ ને નિરાલી શુ જવાબ આપશે....??????

વિશ્વા અને વૈભવ સાચું અલગ થઈ ગયા છે કે હજુ એ લોકો મળશે.....??????

નિરાલી ને જે છોકરો જોવા આવશે એ ડૉક્ટર જ હશે કે બીજો કોઈ....?????

શુ નિરાલી વૈભવ ને માફ કરી દેશે.....????????

( આ દરેક સવાલ ના જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-13 અને અપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં )


Share

NEW REALESED