jyare dil tutyu Tara premma - 7 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 7

કોલેજ ના તે દિવસો યાદ કરતા રવિન્દ અને વિનય કોલેજ પાછળ આવેલા તેના અડા પર બેઠા -બેઠા ચા, સોડો, રસાવાળા ખમણ ની મજા લઈ રહ્યાં હતાં. ફેમસ ગણાતા આ ઢાબા પર છોકરા ની સાથે છોકરીઓ પણ ખમણ ખાવા આવતી. કોલેજ કેન્ટિન મુકી આ ઢાબા પર આવતા છોકરા, છોકરી, ને જોવા આવતા, ને છોકરીઓ તેને દેખાડવા આવતી.

વિનય : "રવિન્દ, યાદ છે તે દિવસની વાત , જયારે આપડે બને આ ગલીમાં પહેલી વાર નીકળ્યા હતા...! "

રવિન્દ : "તે વાત કેવી રીતે ભૂલાઈ !!! હા પછી તે છોકરીઓ દેખાણી નહીં કા, "

વિનય : "દેખાય પણ કેવી રીતે, ખરેખરની મજા સખાવી હતી આપડે. "

રવિન્દ : " આપડે નહીં હો ,ભાઈ, તારી તો પેહેલાથી જ ફાટે છે છોકરીઓ ને જોઈને. એ તો હું હતો એટલે.."

વિનય : "હવે રે'વાદે હો,તારી પણ ફાડે જ છે. ખબર છે ને બીજી વાર પણ આવુ જ કંઈક થયુ હતું. ત્યારે તારે છોકરીઓની મદદ લેવી પડી થી. હા, ત્યારે વાત અલગ હતી કે તે છોકરીઓ તે ગલીમાં ઘુસવા નો'તી દેતી એટલે આપડે તેને ભગવવાની કોશિષ કરવી પડી. પણ, બીજીવાર તો તે લોકો એ હદ કરી દીધી કે કોઈ છોકરો આ ગલીમાંથી નિકળે તો તેના પર દંડ અને તે પણ કેવો ખબર છે'ને -આ ગલીની સફાઈ કરી તે કચરો કોલેજ કમ્પાઉન્ડમાં જ્ઈ કોઈ છોકરી ઉપર નાખવાનો. સારુ થયુ કે બિનાલી મેમે આપડી મદદ કરીને પ્રિન્સીપલ સુઘી વાત પહોચાડી ને તેને કોલેજમા બાહાર કાઠી મુકી. ખરેખર બિનાલી મેમ બહુ સારા હતા. "

રવિન્દ : સારા હતા ની, છે એમ કે. એક મિનિટ...., તારે તેની સાથે કંઈ...!!!"

વિનય : એ.... રેવા'દે હો,તે ખાલી મારી ફેન્ડ હતી..! "

રવિન્દ : હતી. મતબલ ,હજી પણ...? બોલ..બોલલ !!! ચાલા ગધા, તે મારાથી ચુપાવ્યુ, ને એમ કહે છે તે મારી, ફેન્ડ હતી.

આ વાત જાણયા પછી રવિન્દ ચુપ બેસે તેમ ન હતો. તે વાત વિનય ને ખબર હતી એટલે તેને પેહેલાથી જ દોસ્તીનો વાસ્તો આપી ચુપ કરાવી દીધો. ઘણી આવી ચુપાવેલ વાતો, એક પછી એક રજુ થ્ઈ રહી હતી. સ્કુલ સમય ની દોસ્તી ,કોલેજ સફરની યાદગાર પળને સાથે લઇ આજે છેલ્લા દિવસની આ મુલાકાતને વઘુ એક યાદગાર પળ બનાવવા માંગતા હતા બંને. કોલેજમા વિતેલા તે દિવસો ફરી કયારે પણ નથી મળવાના તે બંને જાણતા હતા. એટલે, આજના દિવસને મન ભરી માણી લેવા માગતા હતા.

"વિનય, એકવાત પુછુ ?" રવિન્દ, વિનય, શું કહે તે જાણ્યા વગર વાત ની શરુવાત કરી દીધી " ખરેખર તુ બિનાલી ને પ્રેમ કરે છે ? તે કયારે તેને પ્રપોઝ કરી કે પછી એમ જ ..."

"રવિન્દ, હું તને એકવાત કીલયર કરી દેવા માગુ છું કે મારી અને બિનાલી વચ્ચે કોઈ સંબધ નથી. હું એને પ્રેમ કરુ કે ના કરુ તેનો કોઈ મતલબ નથી. પણ, તે મને એક સારો દોસ્ત માને છે તે મારા માટે પુરુતુ છે. હું તેને મેળવ્યા પછી ખોવા નથી માગતો.એટલે ,મે વિચારી લીઘુ કે હું કયારે પણ તેને એ નહીં બતાવુ કે હું તેને પ્રેમ કરુ છું." વિનયના કહેલા શબ્દો રવિન્દ ને સીઘા જ રીતલ સાથેની મુલાકાત યાદ અપાવી ગ્યા. તે ત્યાંથી ઉભો થયો ને સીઘો કોલેજ તરફ ગ્યો.

"રવિન્દ, મારો તે મતલબ ન હતો. તે આવુ વિચારી લીધુ મારા વિશે "વિનયને એમ હતું કે રવિન્દ ને તેની વાત નુ ખોટુ લાગી ગ્યુ હશે પણ અહી વાત જુદી હતી તે વિનય થી અનજાન હતુ. બીલ આપી તે પણ, રવિન્દની, પાછળ -પાછળ કોલેજ ગ્યો.

આખા કોલેજમાં રવિન્દ તેને ગોતતો રહ્યોને પોતના મનને કોશતો રહ્યો કે તેને કેટલુ ખોટુ કામ કર્યું હતું. કોઈ છોકરીને પેહલી વારમા પ્રપોઝ....!

"રવિન્દ, છેલ્લા એક કલાક થી હું તને જોવ છું ,તુ ,પરેશાન છે. ના ,મારા સવાલ નો જવાબ આપે છે, ના, તુ અહી શું કામ ફરી રહ્યો છે તે બતાવે છે. જે હોય તે બતાવી દે'ને યાર...?"

"સોરી અને થેન્કસ યાર, પર ,બસ થોઠીક મિનિટ રુક હું ,તને બઘુ બતાવુ ત્યા સુધી તુ પાર્કિંગમાં જ્ઈ બેસ હું આવુ. ઓ..! તુ અહી ઊભો રે હું, આવ્યો. "રવિન્દ ફટાફટ પાર્કિંગમાં ગ્યો ને વિનય ત્યા જ ઊભો વિચારતો રહ્યો કે રવિન્દ ના દિમાગમાં શુ ચાલે છે ...

***********************************************

"આ એમ સોરી, રીતલ,"રિતલના કાને આ શબ્દો સંભળાતા તેને પાછળ ફરી ને જોયુ. બેલ્ક કલરનુ જીન્સને પિન્ક કલરનુ ટોપમા રીતલ વઘારે નમણી દેખાતી હતી. તેનો ગોરેવાન વાન રવિન્દને ફરી ચુપ કરાવી ગ્યો

"તમે ,અહીં, મારો પીછો કરો છો કે શું ?" ભાગતુ દીલ ફરી ટકરાણુ હતુ. પણ આ દિલ પાસે બીજો કોઈ રસ્તો ન હતો વાત કર્યા સિવાય. ગુચ્છા ભરેલા રિતલનો ચેહરો રવિન્દ ને જોઈ રહ્યાં.

"હા, ના, હા, આ મીન ના, પણ... !!" આગળ શું બોલવુ તે વાત ભૂલાઈ ને રવિન્દ રીતલના ગુચ્ચા ભર્યા ચેહરાને નિહળતો રહ્યો .

"શુ ,હા, ના, લગાવી રાખ્યુ છે .આમ, તો કાલે વાત આઈ લવ યુ સુધી પોહચાડી દીઘી ને આજે શબ્દો બોલવા વિચારવુ પડે છે ! ચલો ,દુર ખસો મને મારા રસ્તા પર જવા દો. "રીતલ પાર્કિગમાથી ગાડી કાઠતા રવિન્દની સામે જોતી રહી. દીલ મળવા માગતુ હતુ. પણ, એકરાર કરતા ડરતુ હતુ.

"સોરી, કાલની વાતથી નારાજ છો. પણ, મારો તે મતલબ ન હતો. મારા દિલમાં જે આવ્યુ તે મે તને કીધું .પર ,મારે તને આવુ કેહતા પેહલા સમજવુ જોઈને કે તુ શું વિચારીશ મારા વિશે. "

"મે તમારી પાસે કોઈ સફાઈ માગી ???"

"ના,મને જરુરી લાગી એટલે"

"ઓ....! તો તમારા માટે મને સફાઈ દેવી જરૂરી છે.પણ,કેમ?"

"હા, સવાલ તારો છે, એટલે મને ફરક પડે છે તારી જ્ગયાએ બીજુ કોઈ હોત તો મને કોઈ ફરક ન પડત. પ્લીઝ માફ કરી આપને...!!!!" રવિન્દ સીધો જ રિતલની ગાડી પાસે જ્ઈ ઊભો રહ્યો તે તેને રોકવાની કોશિષ કરી રહ્યાં હતો. પણ જીદી રીતલ કોઈનુ સમજે તો'ને.

કયા સુધી રવિન્દ ,રીતલ ને સમજાવતો રહ્યો પણ રીતલ તેની જીદ પર અકડ હતી. એટલીવારમા વિનય પણ ત્યા આવી ગ્યો. તેને કંઈ સમજાતુ ન હતુ, તે ચુપચાપ રવિન્દને જોતો રહ્યો. આ છોકરી કોણ છે 'ને ,રવિન્દ તેને આટલુ કેમ સમજાવે છે તે વિનયની સમજની બાહાર હતુ.

ખામોશ રીતલ, રવિન્દના દિલની લાગણીને સમજવાની કોશિશ કરી રહી હતી,પણ તેનુ મન કોઈ દલીલ સાંભળવા માગતુ ન હતુ.હજી તેના મનમાં એક જ વાત હતી કે-'કાલે ઘરે આવીને તે આઈ લવ યુ કહી ગયો હતો ,ને અત્યારે તે કેહવા બદલ માફી માંગે છે.જે ઈનશાન પોતાના મનને સમજી ન શકતો હોય તે મને કેવી રીતે સમજી શકશે ..!'

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

એક બાજુ રીતલનુ મન હતુ જે રવિન્દને સમજી નો'તુ શકતુ ,ને  બીજી બાજુ રવિન્દનુ દિલ હતુ જે રીતલને મેળવવા મથતુ હતુ.

રવિન્દ ની કોલેજમા રીતલ શું કામ આવી હતી ? શું થશે આગળ ? આખરે થાકીને રવિન્દ હારી જશે કે પછી રિતલ તેને એકક્ષેપ કરી લે'શે. રીતલની જીદ જીતશે કે રવિન્દનો પ્રેમ.... તે જાણવા વાંચતા રહો 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં...' ( ક્રમશ)