પલક ની સગાઇ ને અઠવાડિયા જેટલો સમય થઇ જાય છે.ઝેન અને પલક ની પ્રેક્ટિસ સરસ ચાલે છે.પલક તેના સોલો પરફોર્મન્સ ઉપર પણ ખુબ ધ્યાન આપી રહી છે.બધા કોચીસ તેની મહેનતથી ખુબ જ ખુશ હોય છે.અાજે સોમવાર છે ઝેન અને પલક ના ડાન્સ નું મ્યુઝીક સાથે રિર્હસલ હોય છે.
બધાં કોચીસ અને સ્ટુડન્ટ પણ ત્યાં ગોઠવાઇ જાય છે.પલક અને ઝેન ઇન્ડો વેસ્ટર્ન ડાન્સ કરવા ના હોય છે.પલક આજે ખુબ જ નર્વસ હોય છે.એક તો આટલા બધા લોકો ને જોઇને અને બીજું ઝેન સાથે પરફોર્મન્સ આપવાનું હોય છે તેના ટેન્શન માં હોય છે.
" હે ભગવાન શું હું સારું પરફોર્મન્સ આપી શકીશ ?નહીંતર આ બધાં કેવા હસસે મારા ઉપર ઝેન એમને કેટલો ગુસ્સો આવશે."
પુલકીત આવે છે પલક પાસે .
" ડોન્ટ વરી પલક તું બહુ સારી ડાન્સર છે.તું સરસ પરફોર્મન્સ આપીશ મને વિશ્વાસ છે.તું પણ તારી પર વિશ્વાસ અને હિંમત રાખ.ઝેન બેસ્ટ છે પણ ખુબ સારો છે.તે તને સાથ આપશે. "
પળ મનોમન પુલકીત નો આભાર માને છે.અને તેને હવે હિંમત પણ મળે છે.હવે તે પુરા કોન્ફીડન્સ થી ડાન્સ કરવા રેડી છે.મ્યુઝિક શરૂ થાય છે.
હા હા આ આ
સૂન સાથિયા માહિયા
બરસા દે ઈશાકા કી સ્યાંહીયાં
રંગ જાઉં, રંગ રંગ જાઉં રી, હારી મે
તૂજ પે મે ઝર ઝર જાઉં , હારી
હૂ પિયા બસ તેરી મે
હો છુ લે તો ખરી મેં
(તો ખરી મેં ખરી મે ...)
સૂન સાથિયા માહિયા
પલક અને ઝેન ની કેમેસ્ટ્રી અદભુત હોય છે.અને સ્ટેપ્સ પરફેક્ટ હોય છે.પલક ઇન્ડિયન ડાન્સ અને ઝેન ના વેસ્ટર્ન ડાન્સ નો સમન્વય અદભૂત લાગે છે.ત્યાં ઉભેલા બધાં તેમનાં ડાન્સ મા ખોવાઇ જાય છે.
પણ પલક અને ઝેન ની કેમેસ્ટ્રી અને ઝેન નું પલક ને આ રીતે અડવુ ,આટલો ક્લોઝ ડાન્સ પુલકીત ને નથી ગમતું .તે ત્યાં થી જતો રહે છે.પલક પણ બદલાયેલા સ્ટેપ્સ થી થોડી નર્વસ હોય છે.
મ્યુઝિક બંધ થાય છે.બધાં ખુબ જ તાલીઓ પાડે છે.પલક ત્યાંથી જતી રહે છે.તે પોતાના કોચ આર્યન સર પાસે જાય છે.
" સર એક રીકવેસ્ટ હતી.શું તમે ઝેન સર ને કહી ને સ્ટેપ્સ થોડા ચેન્જ કરાવી શકો ? મને અનઇઝી લાગે છે."
" શું સ્ટેપ્સ ચેન્જ કરવા કહું એ પણ ઝેન ને .ના બાબા ના સોરી ઝેન ને પોતાના પરફોર્મન્સ મા કોઇનું ઇન્ટરફિયર કરવું નથી ગમતું અને પલક તું નવી છો એટલે થોડા સમય તેની સાથે ડાન્સ કરીશ એટલે તું ઓ.કે થઇ જઇશ." એમ કહી ને આર્યન ત્યાંથી જતો રહે છે.
પલક નીરાશ થઇ ને ત્યાંથી જાય છે.પુલકીત આ બધું સાંભળે છે તે તેની મદદ કરવા નું નક્કી કરે છે.તે તેની પાસે જાય છે.
" હાય " પુલકીત
" હાય " પલક થોડી ઉદાસ છે.
" મે સાંભળી તારી અને આર્યન ની વાત .હું તારી સાથે સહેમત છું .તું ચિંતા ના કર હું ઝેન સાથે વાત કરીશ આના વિશે."
" ઓહ પુલકીત થેંક યુ જયારે પણ મને મદદ ની જરૂર હોય છે.ત્યારે તું હંમેશા મારી સાથે હોય છે.ચલ હું જાઉં કોલેજ જવાનું છે બાય "
****
અહીં નીવાન તેની ઓફિસ માં બેસી ને વિચારી રહ્યો છે.
" આ પુલકીત તો પલક નો ઓળખીતો નિકળ્યો.કદાચ એનો મિત્ર પણ હોય હવે શું થશે? જો એણે પલક ને બધું જણાવી દીધું તો પલકે તેની વાત પર વિશ્વાસ કર્યો તો?"
" ના ના પલક ની સગાઇ થઇ છે મારી સાથે .તે મારી વાત નો જ વિશ્વાસ કરશે અને આમપણ આ સગાઇ માં તેની ગરજ પણ છે.તો તે પુલકીત ની વાત નહીં માને."
" પણ હું ચાન્સ તો ના જ લઇ શકું હે ભગવાન શું કરું ?હા એક કામ કરું છું હું પુલકીત ને બોલાવી ને તેની સાથે વાત કરું છું .કઇંક તો કરવું જ પડશે."
તે પુલકીત ને ફોન લગાવે છે
" હેલો પુલકીત કેમ છે તું ?" પુલકીત ને આશા હતી જ નીવાન ના ફોન ની.
" હેલો નીવાન સર હું મજા મા છું .તમે કેમ છો? બહુ દિવસે યાદ કર્યો કઇ કામ પડ્યું સર ?" પુલકીત
" હું મજા મા છું પુલકીત મારે થોડી વાત કરવી હતી તારી સાથે તો મળવા આવ મને ઓફિસે " નીવાન
" જી બીલકુલ સાંજે સાત વાગે આવું તો ચાલે સર?" પુલકીત
" હા ચોક્કસ " નીવાન ને રાહત થાય છે.
પુલકીત ફોન મુકી ને વિચારે છે.
" હમ્મ નીવાન સર પેલી વાત કરવા માટે જ મને બોલાવતા હશે એ ડરી ગયા લાગે છે.
એ નહીં ઇચ્છતા હોય કે હું તે વાત પલક ને કરું ચાલે મળી ને તેમનાં મન ની વાત જાણું ."
અહીં નીવાન વિચારે છે.
" આ પુલકીત હું માનું છું તેટલો સીધો નથી .તે કોઇ લાલચ કે ધમકી થી ડરે તેવો પણ નથી .તો તેની સાથે ચાલાકી થી અને દીલ થી કામ લેવું પડશે.પલક ને હું ગુમાવવા નું વિચારી પણ નથી શકતો.
*****
થોડા સમય પછી સાંજે ....
પુલકીત નીવાન ની કેબિન ની બહાર ઉભો હોય છે.તે દરવાજા પર ટકોરા મારે છે.
" મે આઇ કમ ઇન સર"
" આવ પુલકીત બેસ .કેમ છે તું ? ચા કે કોફી શું લઇશ?" નીવાન
" હું મજા મા સર થેંક યુ પણ ચા પી ને જ આવ્યો છું.સર કઇંક કામ હતું " પુલકીત
" હા અને ના કામ નહીં પણ થોડી વાતો કરવી હતી તારી સાથે." નીવાન
" બોલો ને સર " પુલકીત સમજી જાય છે છતાં અજાણ બને છે.
" તું જાણે જ છે કે મારી અને પલક ની સગાઇ થઇ ગઇ છે.અને આ સબંધ માટે હું ખુબ જ સીરીયસ છું .પલક ને જયારથી જોઇને ત્યારથી જ તેના પ્રેમ મા પડી ગયો અને તેને મારી પત્ની બનાવવા નો નિર્ણય લીધો.તેનો સાથ પુરી ઇમાનદારી થી આપવા નો નિર્ણય લીધો.
પુલકીત તેનો કહેવા નો મતલબ સમજે છે છતા અજાણ બની પુછે છે.
" જી એ તો સારું કહેવાય પણ તેમા હું શું મદદ કરી શકું ?"
" જે વાત ભુતકાળ હતી જે તું જાણે છે તે તું ભુલી જા અને તેના થી અજાણ બની ને જીવ "
" પણ "
" પણ બણ કશું નહી હું નથી ઇચ્છતો કે તું પલક ને મળે અને મારા ભતકાળ વીશે ચર્ચા કરે એમાજ તારી અને મારી ભલાઇ છે "પુલકીત ના ચહેરા પર ધમકી કે વાત ની અસર ન જણાતા તે પોતાનો સ્વર બદલે છે.તે દયામણા અવાજે બોલે છે.
" અાજ સુધી મારા લગ્ન નહતા થતા ખબર નહીં કેમ છોકરીઓ મારા ચહેરા ને જોતી મારા હદય ને નહી.પલક પહેલી એવી છોકરી છે કે જે મારા મન ને જોઇને મારી સાથે લગ્ન માટે તૈયાર થઇ છે.કદાચ તેને મારી જોડે પ્રેમ થઇ ગયો હોય.પ્લીઝ આટલી હેલ્પ કર બે પ્રેમ કરવા વાળાને."
પુલકીત નીવાન નું નાટક સમજી જાય છે.અને તે પણ નાટક કરે છે.
" સર તમે ચિંતા ના કરો હું તો કોઇ વાત જાણ તો જ નથી .તમે કઇ વાત વીશે કહો છો.અને બાકી રહી પલક ની વાત તો એ તો એક બે વાર જ મળેલી છે તો બહુ સંપર્ક નથી તેની સાથે મારો.".પુલકીત ના નાટક માં નીવાન ફસાઇ જાય છે.
" થેંક યુ પુલકીત "
" વેલકમ સર આવજો." પુલકીત ત્યાંથી નિકળી જાય છે. તે જતા જતા વિચારે છે.
" શું ખરેખર પલક અને નીવાન એકબીજા ને પ્રેમ ??? નાના તે ના બની શકે.કેમ ના બની શકે મારે પલક નું મન જાણવું પડશે .અને ભુતકાળ ની તે વાત ની સાબિતી પણ મેળવવી પડશે.પછી જ આગળ કઇ કરી શકું .
કદાચ નીવાન સાચું પણ બોલતો હોય કે તે ખરા દિલ થી તેનો અને પલક નો સંબંધ નીભાવવા માંગે છે .હે ભગવાન સત્ય શું છે શું પલક કોઇ મુશ્કેલીમા તો મુકાવા નથી જઇ રહી ને હેલ્પ મી મને રસ્તો બતાવો."
શું પુલકીત સાચી હકિકત જાણી શકશે? ઝેન સ્ટેપ્સ બદલવા તૈયાર થશે ?
જાણવા વાંચતા રહો.