રામાપીરનો ઘોડો - ૬


જયા અને એના પરિવારને લઈને જતી ટ્રક જુનાગઢની હદ પાર કરી ગયું હતું. બધા ઘાઢ નિદ્રામાં પોઢેલા હતા. ડ્રાઇવર અને એની બાજુમાં બેઠેલો રામજી બે જ જણ જાગતા હતા. બધાના મનમાં એમ કે આફત ટળી ગઈ અને ત્યારે જ સામેથી આવતી  પોલીસની ગાડીએ એમને ઊભા રહેવા કહેલું. પોલીસવાન રસ્તાની વચોવચ ઊભી રહી ગઈ હતી. એમાંથી બે હવાલદાર રસ્તા ઉપર આવીને ઉભા રહી ગયા હતા. રામજીએ એના ભાઇબંધ રમેશને ગાડી ઉભી રાખ​વા કહ્યું.  

 

જેવી ગાડી ઉભી રહી એવા જ બે હવાલદારમાંથી એક આગળ અને બીજો પાછળ જ​ઈને ઊભા રહ્યા.


“કોણ છો લ્યા? ક્યાંથી હાલ્યા આવો છો?” રામજી બેઠો હતો એ દર​વાજો ખોલાવીને એક હ​વાલદાર પૂછતો હતો ત્યાં જ પાછળ ગયેલા હ​વાલદારે બૂમ પાડેલી, 


“સાહેબ અહિંયા ચાર જણા છે. બે બાઇ માણહ, એક છોકરી છે પાછળ સાહેબ.” એ હવાલદારે ટ્રક સાથે ડંડો પછાડીને અવાજ કરતા બધા સફાળા જાગી ગયેલા.


જયાની મમ્મીએ જયાને ઉઠાડ​વા બૂમ મારેલી. પોલીસ વાનમાંથી બીજો પોલીસ​વાળો ઉતરીને પાછળ આવેલો. અહિં કાનજી પોલીસ​વાળાને એમને કેમ રોક્યા છે એ પૂછતો હતો. આગળ ઉભેલા હ​વાલદારે, રામજી અને રમેસ, બન્નેને નીચે ઉતારી દીધા હતા એ લોકો વચ્ચે પણ બોલાચાલી ચાલી રહી હતી. બીજા આવેલા પોલીસ​વાળાએ પાછળ​વાળા બધાને નીચે ઉતર​વા બૂમો માર​વાની ચાલુ કરેલી. 


આ બધા કોલાહલથી જયાની ઊંઘ  ઉડી ગયેલી, એનુ સુંદર સપનુ તૂટી ગયેલું!


પોલીસે બધાને ઉતારીને રસ્તાની એક બાજુએ લાઇનમાં ઊભા કરી દીધેલા. પહેલો રામજી પછી, કાનજી પછી, જયા અને એની મમ્મી, એમના પછી રમેશ અને બીજો યુવાન ઊભેલા. 


“કેમ લા? આ છોકરીને આગ​વા કરીને લ​ઈ જાઓ છો?” 


 “ના, સાહેબ તમને કંઈ ગેરસમજ થ​ઈ રહી છે. અમે તો અહિંના જ રહેવાશી છીયે.”


“અચ્છા! તો અહિં શું કરો છો અડધી રાતે? આ બાઇ માણહ ને આ છોકરીને સાથે લ​ઈને?” 


“સાહેબ હમણા જ અમદાવાદથી ફોન આવેલો. ચાર જણા એક બાઈ હારે એક છોકરીને કિડનેપ કરીને આ બાજુ જ ભાગી આવ્યા છે, મીની ટ્રકમાં.” હવાલદારે બધાની સામે કરડાકીથી જોતા કહ્યું.


 “ના, ના સાહેબ, તમે મોટી ભુલ કરો છો. આ મારી દીકરી છે, જયા! મારી પોતાની દીકરી, આ મારી પત્ની ને આ મારો સગો ભાઇ છે.”


“ચૂપ...બે,” પોલીસ​વાળાએ એક ડંડો કાનજીના પગ ઉપર ફટકાર્યો.


બીજા હ​વાલદારે પણ રામજીને અને બીજા બે છોકરાઓને એક એક ડંડા ફટકાર્યા. કાનજી સિવાયના દરેકના મોઢામાંથી રાડ નીકળી ગઈ.


“ચાલો લ​ઈલો બધાને અંદર, બધી હરીશચંદ્રની ઓલાદો છે. બધા સાચુ જ બોલતા હોત તો આપણી જરુર જ ક્યાં રેત!” 


બધાને પોલીસ​વાનમાં બેસાડયાં.  વાન ઉપડી. કાનજીને વાત કર​વાનો કોઇ મોકો જ આપતુ ન હતું છતાં, એણે મન મનાવ્યુ કે પોલીસ​વાળાથી કં​ઈક ગફલત થ​ઈ રહી છે. સચ્ચાઇનો ખયાલ આવતાજ એમને જ​વા દેશે.


આ બાજુ જયા થોડી હતાશ થ​ઈ ગઈતી. રહી રહીને એને થતું હતું કે, આ જે પણ બની રહ્યું છે એ જાણે અજાણે એને લીધે જ થ​ઈ રહ્યું છે, એના રુપને લીધે! એને થયુ કે કાશ એ આટલી રુપાળી ના હોત! સાવ સામાન્ય છોકરી જેવી જ હોત તો આમ એ કોઇની નજરે ના ચઢત! કોઇ એનો પીંછો ના કરત, એને ઉઠાઇ જ​વાની કોશિષ ના કરત! એના માબાપ બિચારા આમ અડધી રાતે છોકરીને લ​ઈને  ભટકતા ના  હોત! એને એના પોતાના પર જ ગુસ્સો આવી ગયો, શું જરુર હતી આટલુ સારુ પરિણામ લાવ​વાની? જો એ પેલા નેતા પાસે, ઇનામ લેવા સ્ટેજ પર ના ગ​ઈ હોત તે દિવસે તો કોઇ મુસિબત ના આવી હોત. એક પળ થયુ કે જયા તું આ કેવુ વિચારી રહી છે? તારા માબાપ, બાપા, તરત દોડી આવેલા આ કાકા, આ ગામવાસીઓ બધા અહિં સિદને દોડી આવ્યા હતાં? કેટકેટલુ માન છે, ભરોશો છે, ઉમ્મીદ છે તારા ઉપર. અને તુ આમ સાવ છેલ્લે પાટલે બેસી જઈશ? પણ મારાં મમ્મી પપ્પા? 


લાગણીશીલ જયાનું મન ભરાઇ આવ્યું. એને રડ​વું હતું, ચીસો પાડીને આ બધાનો વિરોધ કર​વો હતો પણ​, એ કંઇજ કરી શકતી ન હતી. એની આંખો ભરાઇ આવી હતી. કોઇ એ જોઇ ના જાય એટલે એણે સહેજ ડોકી ગુમાવી લીધી. એ હાલ જે સ્થિતિમાં બેસી હતી એમાં એને ગાડી ચલાવનાર નો ચહેરો થોડો થોડો દેખાતો હતો. એ કં​ઈક પરિચિત કેમ લાગતો હતો? જયાએ સહેજ વધારે આગળ નમીને જોવાનો પ્રયાસ કર્યો. ઓ બાપરે! આ હલકટ પીંછો કરતો કરતો છેક આટલે સુંધી આવી ગયો? 


આ ડ્રાઇવર એજ હતો જે સ​વારે એના ઘરે આવેલો, એને અને એની મમ્મીને લ​ઈ જ​વા! સ​વારે તો જયાએ એને બરોબરનો બનાવેલો, અત્યારે એવડો ઇ એમને બધાને બનાવી ગયો હતો! મતલબ કે આ પોલીસ પણ નકલી છે. એવુ હોઇ શકે? એણે એના પપ્પા સામે જોયુ. પપ્પાએ તરત  એની નજરમાં નજર પરોવી. જયાએ ધીરેથી ખાલી હોઠ ફફડાવ્યાં,


“ડ્રાઇવર ભુજવાળો!”


કાનજી સમજી ગયો. આજના એક દિવસે એને સખત સતર્ક બનાવી મુકેલો. સહેજ પણ ગાફેલ રહે ચાલે એમજ ન હતુ. એમની એકની એક, લાડક​વાઇ દીકરીની જિંદગીનો સ​વાલ હતો. એમણે છેલ્લે સુંધી લડી લેવાનો નિર્ણય કરેલો. ને હ​વે તો એનો ભાઇ પણ એની સાથે હતો!


કાનજીનું મગજ ફટોફટ વિચાર​વા લાગેલુ. એ લોકો ચાર જણા હતા, બે હવાલદાર, એક ઇન્સ્પેકટર અને એક ડ્રાઇવર. આબાજુ કાનજી, એનોભાઇ અને બીજા બે છોકરા એમ એ લોકો પણ ચાર હતા. કાનજી સિવાયના ત્રણે જરા બળિયા હતા.વાંધો નહીં આવે લડી લેવાશે, લડ​વુંજ પડશે હ​વે. હજી એ લોકો બહુ આગળ નહતા ગયા. જ્યાં એમનુ ટ્રક ઉભુ રાખેલુ ત્યાંથી એકાદ બે કિલોમીટર જેટલાંજ દુર ગયા હશે. 


વાનમાં દર​વાજા આગળ બન્ને હવલદાર સામસામે બેઠેલા. એમાના એકની બાજુમા કાનજી અને બીજાની બાજુમા રામજી બેઠો હતો. રામજીની બાજુમાં જયા અને એની મમ્મી હતા. કાનજીની બાજુમા રમેશ અને એક બીજો છોકરો. રસ્તામા બંપ આવતા ગાડી સહેજ કુદી હતી. બધા લોકો એમની જગા ઉપર થોડા ઉછળ્યા. કાનજીએ એ તકનો લાભ લીધો, એ હાથે કરીને થોડુ વધારે ઉછળ્યો ને બાજુમા બેઠેલા હ​વાલદારની ઉપર પડ્યો.


આ વખતે એણે બે કામ એક સાથે કર્યા. એક તો એણે બાજુવાળા હ​વાલદારને જોરથી પેટમાં પાટુ માર્યુ અને રામજી ને બૂમ પાડી. “હલ્લો કર! પોલીસ નકલી છે.” 


રામજી પણ આવુ કંઈક કર​વાનુ વિચારતો જ હતો પણ મોટા ભાઇ સાથે મસલત કર્યા વગર કર​વુ કે કેમ એ વાતે મુંજાતો હતો. એને લીલી ઝંડી મળતાજ એણે એક બીહામણી રાડ સાથે બાજુવાળા હ​વાલદારના માથા પાછળથી હાથ નાખી એનુ માથુ ભરડામાં લ​ઈ લીધું. બીજા હાથે એક મુક્કો એના મોઢા પર ઝનૂનથી લગાવી દીધો પેલાને તમ્મર આવી ગયા. એને નીચે ફેંકીને એક લાત એના પેટમા લગાવી. હ​વે એકસાથે બધા એક્શનમાં આવી ગયેલા. રામજીએ પેલા નીચે પડેલાને છોડીને કાનજીની બાજુવાળા હવાલદાર પર ઘુસાનો પ્રહાર ચાલુ કરેલો. જયા અને એની મમ્મી એકબાજુ ઊભા રહી ગયેલા. બરોબર આજ વખતે આગળ બેઠેલા પોલીસ​વાળાએ ગાડી ઊભી રખાવેલી. એક જોરદાર વળાંક સાથે ગાડી  ઊભી રહી. અંદરના બધા એક બાજુ લથડીયુ ખાઇ ગયેલા. જબરી ત્વરાથી પોલીસ​વાળો એનો દ​વાજો ખોલી ચાલુ ગાડી એ જ બહાર કુદી ગયેલો. ગાડી ઉભી રહી જતા કાનજીએ દર​વાજો ખોલેલો, એ દર​વાજો ખોલીને બહાર કુદ્યો કે સામે પોલીસ​વાળાને પિસ્તોલ તાકીને ઉભેલો જોયો. 


 “હેન્ડસ અપ. હાથ ઉપર નહીતર હું ગોળી ચલાવી દ​ઈશ. બધાના હાથ આપો આપ ઉપર થ​ઈ ગયા. હાથમાની પિસ્તોલથી જ બધાને અંદર રહેવાનો ઇશારો કરતો એ કાનજીની નજીક પહોંચેલો. કાનજી માટે આ ગડી કરો યા મરો સમાન હતી. એણે કંઈ પણ વિચાર્યા વિના એક જોખમી પગલુ ભર્યુ. પોલીસ​વાળાએ એને અંદર જવાનો ઇશારો એના હાથમા રહેલી પિસ્તોલ વડે કરેલો. કાનજીએ જાણે એ અંદર જતો હોય એવો દેખાવ કરીને  જ ઓચિંતા જ પાછળ ફરીને પેલાનો પિસ્તોલ​વાળો હાથ પકડી લીધો.


“ભાગો, ભાગો બધા. રામજી આના ગજ​વામાથી ચાવી લઈલે.” કાનજી અને પોલીસ​વાળા વચ્ચે પિસ્તોલ માટે ખેંચતાણ ચાલતી હતી. 


રામજી કાનજીની વાત સમજ્યો અને એણે પોલીસ​વાળાના ગજ​વામાથી ચાવી નીકાળી લીધી. પેલો અંદર બેસેલો ડ્રાઇવર પણ બહાર આવી ગયેલો એની અને રમેસ વચ્ચે મારામારી ચાલુ હતી. અંદરના બન્ને હ​વાલદાર માટે એક ગામડીયો યુવાન પુરતો હતો. 


“ભાગીજા...જયા, રામજી હારે તું અને તારી મમ્મી, જાઓ જલદી કરો.”

“પણ પપ્પા તમે?” જયા રડમસ અવાજે બોલી હતી.


“હું આવી જઈશ પેલા તું ભાગ.”


રામજીએ એક હાથમા જયાનો હાથ પકડી એને ભગાવી. “મમ્મી ચાલ.” જયાએ એની મમ્મીનો હાથ પકડ્યો હતો.


 “ધાંય્....” એક ધડાકો થયો.


 જયાની મમ્મીને ગોળી વાગી. એના છાંટા એની બાજુમા રહેલી જયાના ચહેરા અને કપડા પર ઉડ્યાં. જયાની મમ્મીનો હાથ જયાના હાથમાંથી છુટી ગયો. એ નીચે ફસડાઇ પડી. 


જયાની મમ્મીને ગોળી વાગી હતી. એના લોહીના છાંટા જયાના ચહેરા અને કપડાં ઉપર ઉડેલા. જયા આ ઘટનાથી હેબતાઈ ગયેલી. આ દોડધામનું આટલું ભયંકર પરિણામ આવશે એણે એની મમ્મી ગુમાવવી પડશે એવું તો એણે કલ્પ્યું જ ન હતું. એના માટે આ ક્ષણ એના જીવનની સૌથી વરવી ક્ષણ હતી. એને થયું કે એની મમ્મીની મદદ કરે, એનો હાથ પકડીને એને હોસ્પિટલ લઇ જાય. એના પપ્પા ક્યાં ગયા? એ કેમ અહીં, આ બાજુ હજી આવતા નથી, ક્યાંક એમને પણ તો ગોળી...! ના, ગોળીનો બીજો અવાજ એણે નહતો સંભળાયો એટલે એના પપ્પા સલામત હતા. કમસેકમ હાલ એમને ગોળી તો નહતી જ વાગી. એકજ પળમાં આ બધા વિચાર જયાના કોમળ મનમાં આવી ગયા અને એણે ચીસ પાડી... 

     

 “મમ્મી.....!” જયાએ આખો હાઇવે ધ્રુજાવતી ચીસ પાડી.


પરિસ્થિતિની ગંભીરતા સમજી રામજીએ દોડ​વાનુ ચાલુ રાખ્યુ. એની સાથે જયા ઢસડાતી જતી હતી. દુરથી એક ગાડી આવી રહી હતી. રામજીએ રસ્તાની વચ્ચે ઉભા રહી, ગાડી રોકાવી.

 

“કોણ છે?”  વિરલે પુછ્યુ. એ પાછળનો દર​વાજો ખોલી બહાર આવ્યો. 


“મદદ કરો, આ નો જીવ બચાઓ.” રામજી હાંફી રહ્યો હતો,છતા બોલે જતોતો. 

 

“રામજીકાકા તમે?”  ધ​વલ ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બહાર આવ્યો.

“કોણ સે? ધ​વલા! આ જયા ન લ​ઈજા. જલદી કર બાપલા, હારું થયું તું અત્યારે મળી ગયો. ક્યાંય રોકાતા નહિ, સિધ્ધાં સુરત ભેગા થઇ જજો હું ત્યાં આવીને જયાને લઇ જઈશ.”

 

“આ જયા છે? થયુ છે શું?” લોહી વાળી જયાને જોતા ધ​વલે આશ્ચર્યથી પુછેલુ.

 

“ઇ હંધુયે તારા ઘરે આઇ ન કયે. હાલ લ​ઈ જા.” રામજી આટલુ બોલે ત્યાં સુંધીમા જયા બેહોશ થઈ નીચે ઢળી પડી. 


“ઓ.કે. દોસ્તો આમને મદદની જરુર છે, આપણે કરીશુ.” વિરલે પાછળનો  દર​વાજો ખોલ્યો, રામજીએ જયાને ઉઠાવીને સીટને અઢેલીને બેસાડી. એની બાજુમા વિરલ બેઠો. 

“જાઓ... જલદી જાઓ..." રામજીએ બન્ને હાથ ઉપર ઉઠાવીને એ લોકોને વિદાય આપી.


ધવલે ગાડી ભગાવી...સોનાની મુરત જેવા શહેર સુરત તરફ!

***

Rate & Review

Mahi Joshi

Mahi Joshi 6 months ago

Heena Suchak

Heena Suchak 6 months ago

Bhavika Parmar

Bhavika Parmar 7 months ago

Sweta Desai Patel

Sweta Desai Patel 8 months ago

Sonal Mehta

Sonal Mehta 8 months ago