" બીજા દિવસે D.J's મા પુલકીત તેની કેબીન માં કામ કરી રહ્યો છે.ઝેન આવે છે.તે ત્યાં કોચીસ સાથે વાત કરી રહ્યો હોય છે.પુલકીત નું ધ્યાન તેની પર જાય છે.તેને પલક ની અને આર્યન વચ્ચે થયેલી વાત યાદ આવે છે તે ઝેન ની સાથે વાત કરવા નું નક્કી કરે છે.
ઝેન પુલકીત નો સારો મિત્ર જેવો હોય છે.તેમની વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય છે.પુલકીત ને વિશ્વાસ છે કે ઝેન તેની વાત નું માન રાખશે.તે ઝેન પાસે જાય છે
" હાય ઝેન થોડી વાત કરવી હતી તારી સાથે."
" હાય પુલકીત બ્રો કેમ છે તું ? બોલ શું વાત હતી.
તે પલક અને આર્યન વચ્ચે થયેલી વાત જણાવે છે.અને સ્ટેપ્સ ચેંજ કરવા વાળી વાત કરે છે.
" તેને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ઝેન સો પ્લીઝ સ્ટેપ્સ થોડા ચેંજ કરી દે તો "
ઝેન નો ઇગો હર્ટ થાય છે .આજ સુધી એકપણ કોચ ની આ બોલવા ની હિંમત નથી થઇ. એ બધા ની સામે જ પુલકીતે તે વાત કરી તેને ખુબ ગુસ્સો પણ આવે છે.તે તેને કઇ બોલે તે પહેલા પલક આવે છે.તે બધા ને ગુડ મોર્નિંગ કહી ને અંદર જાય છે.
ઝેન ને પલક ઉપર પણ ગુસ્સો આવે છે.પણ તે કઇંક વિચારે છે.અને આ વાત શાંતિ થી હેન્ડલ કરવા નું નક્કી કરેછે. અને ત્યાંથી જતો રહેછે.
પુલકીત પલક પાસે જાય છે.તે તેને જણાવે છે ઝેન સાથે થયેલી વાત વીશે.
" થેંક યુ સો મચ તે મારી ઘણી હેલ્પ કરી જોઇએ ઝેન શું કરે છે.બાય"
પલક રીર્હસલ માટે જાય છે.તે ઝેન પાસે જાય છે તે અંદર એક ડાન્સ ફ્લોર પર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ કરી રહ્યો છે.એ પણ એકદમ સુંદર રીતે પલકે પહેલી વાર કોઇ છોકરા ને આટલો સુંદર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ કરતા જોયો તે ખોવાઇ જાય છે.
ડાન્સ પતતાં તે તાલીઓ પાડી ને ઝેન પાસે જાય છે.
" અદભૂત અદ્વિતીય સુંદર વાઉ મે કયારેય કોઇ છોકરા નેઆટલો સરસ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ કરતા નથી જોયો.મને એમ હતું કે તમે માત્ર વેસ્ટર્ન ડાન્સ જ કરો છો"
" થેંક યુ પલક આવ બેસ કોફી પીએ અને વાત કરીએ" ઝેન પલક ને કોફી આપે છે.પોતે પણ એક કપ કોફી લઇને બેસે છે
" પલક મારી મોમ ખુબ જ સુંદર હતી જેટલી સુંદર તે હતી તેટલો જ સુંદર તે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ કરતી હતી.મને તેને ડાન્સ કરતી જોવી ખુબ જ ગમતું .તેને જોઇ જોઇ ને હું પણ સરસ ડાન્સ કરતાં શીખી ગયો તે જ મારી ગુરુ હતી.તેનું સપનુ હતું કે હું મારો આ ડાન્સ વર્લ્ડ લેવલે લઇ જઉ અને એક મોટી ડાન્સ એકેડેમી પુરી દુનિયા માં ખોલુ પણ આ સપનુ સાકાર થતું જોવા તે મારી સાથે ના રહી. સમય પહેલા જ જતી રહી.
આ વખતે કોમ્પીટીશન બહુ જ ખાસ છે.કારણ કે જીતવા વાળા ને ખુબ જ મોટો ચાન્સ મળશે.જેનાથી હું મારી મોમ નું સપનુ પુરુ કરી શકીશને લાગ્યું આ સ્ટેપ્સ અને ડાન્સ થી આપણું પરફોર્મન્સ મજબૂત થશે
પણ તું કમ્ફર્ટેબલ નથી તો કોઇ વાંધો નહી કોમ્પીટીશન કરતા તે વધારે મહત્વનું છે.સપનુ અને એ બધું તો ઠીક છે હવે "
પલક આ બધું સાંભળી ને ભાવુક થઇ જાય છે.તે ઝેન ના મો પર હાથ રાખી તેને બોલતો અટકાવે છે.
" ઝેન બસ હવે કઇ ના બોલશો હવે જેમ તમે કહેશો એમ હું કરીશ મને કોઇ વાંધો નથી .તમારું,તમારી મોમ અને મારું સપનુ એક જ છે.જે આપણે મળી ને પુરુ કરીશું ."
" થેંક યુ પલક " પલક અને ઝેન એક ઇમોશનલ હગ કરે છે.પલક ઝેન ને આવખતે પોતાના થી દુર નથી કરતી.
આ બધું દુર થી કોઇ જોઇ રહ્યું છે.જેને આ બધું જોઇને ખુબ જ ગુસ્સો આવે છેઅને તે ત્યાંથી જતું રહે છે.તે છે જીયા તે આ પહેલા બહાર બધાં ને મળી ને અાવેલી હોય છ
બધાં ના મોઢે ખાલી પલક અને બસ પલક નું જ નામ હોય છે.તેના ડાન્સ ની ચર્ચા ,તેના અને ઝેન ના પરફોર્મન્સ ની અને તેમની કેમેસ્ટ્રી ની ચર્ચા સાંભળી ને તે કંટાળી જાય છે.
તે પોતાના ઘરે જતી રહે છે.તે સમજી નથી શકતી કે આટલા શોર્ટ ટાઇમ મા તે આટલી બધી પ્રિય થઇ ગઇ છે બધાની.અને જીયા ને તો કોઇ યાદ પણ નથી કરતું તેનું ઘમંડ ઉતરે છે.પણ ગુસ્સો નહી.
" પલક પલક પલક બે અઠવાડિયા પહેલા આવેલી છોકરી આજે d.j's મા ચર્ચા અને વખાણ નો વીષય બની ગઇ છે.મારું સ્થાન લેવા જઇ રહી છે.મારો ઝેન તેને મારાથી દુર કરી દીધો છે.ઝેન તેણે મને નોટીસ પણ ના કરી મને આટલા દિવસ થયા મને મળવા પણ ના આવ્યો
ના હું તેવું નહી થવા દઉં .બસ બહુ થયો આરામ હવે હું કાલ થી જ જોઇન કરીશ ડાન્સ તો નહીં કરી શકું પણ તેના પર નજર રાખી શકીશ અને તેને મારું સ્થાન લેતા રોકીશ.અગર તે મારું સપનુ તોડશે તો તેનું સપનુ પણ તુટશે.
પલક બી અેર્લટ જીયા ઇઝ કમીંગ યોર ટ્રબલ સ્ટાર્ટસ નાઉ."
બીજા દિવસે પલક આવી ને પુલકીત ને શોધી રહી છે.તે ઝેન સાથે થયેલી વાત તેને જણાવવા માંગતી હોય છે.પણ તે હજું આવેલો નથી હોતો
તેટલાં માં જીયા ત્યાં આવે છે.પલક તેને મળવા જાય છે.
"હાય જીયા કેમ છે તું ?"
" હાય પલક ફાઇન." જીયા ને પલક થી ગુસ્સો હોય છે.પણ તે તેની દોસ્ત બનવાનું નાટક કરે છે.
તેટલાં માં ત્યાં ઝેન આવે છે.જીયા ને જોઇ તેને અણગમો થાય છે.પણ તે તેની સામે સ્માઇલ આપે છે.
" હાય બેબી હાઉ આર યુ ? તું કેમ આવી હજી તને આરામ કરવા ની જરૂર છે."
" ઝેન હું ઘરે બોર થઉ છું અને આમ પણ હું ડાન્સ નહીં કરું પણ કોઇને મારી હેલ્પ ની જરૂર હોય તો તે કરી શકું ને." જીયા હવે વિચારે છે કે ઝેન ને કેમ મારું આવવું ના ગમ્યુ ઝેન ને જીયા ને અહીં આવવું પસંદ નથી પડ્યું પણ તે નાછુટકે તેને હા પાડે છે.
" જીયા તું અગર હેલ્પ જ કરવા માંગતી હોય તો પુલકીત ને હેલ્પ કર આજકાલ તેની પાસે બહુ જ કામ છે.ઇફ યુ ડોન્ટ માઇન્ડ." ઝેન જીયા ને પોતાના થી દુર રાખવા માંગતો હોય છે
" ઓ. કે " જીયા ઝેન ની પાસે રહેવા માંગતી હોય છે.પણ તેને પુલકીત ની હેલ્પ કરવા જવું પડે છે.
ઝેન અને પલક ડાન્સ ની પ્રેક્ટિસ શરૂ કરેછે.મ્યુઝિક શરૂ થાય છે.ઝેન અને પલક રીર્હસલ શરૂ કરે છે.
ઝેન અને પલક સુપર્બ ડાન્સ કરે છે.તેમની રીધમ ,સ્ટેપ્સ અને કેમેસ્ટ્રી જોરદાર છે.બન્ને પોતાના ડાન્સ પ્રતિ એકદમ ડેડીકેટેડ હોય છે.હવે પલક આ સ્ટેપ્સ થી કમ્ફર્ટેબલ હોય છે.તેટલાં મા ત્યાં પુલકીત આવે છે એ ડાન્સ જોવે છે.અને એ જ સ્ટેપ્સ પણ પલક ના મો પર કોઇ અણગમો નથી .તેને આશ્ચર્ય થાય છે.અને અણગમો પણ તે આ વધારે સમય જોઇ નથી શકતો .અને તે પોતાની કેબિન મા જતો રહે છે.
ઝેન તેને જોવે છે અને મનોમન હસે છે.જીયા પણ પુલકીત ની કેબિન માંથી જોઇ રહી છે.અને તે પણ નાખુશ હોય છે.તે ઝેન નું બદલાયેલુ રૂપ જોઇ ને દુખી છે.તેને ઝેન નું ઇગ્નોર કરવું બહુ જ તકલીફ પહોંચાડે છે.તે વિચારે છે.
"પલક તો ખરેખર સરસ ડાન્સર છે.તેને અહીં થી ભગાવવી જ પડશે નહીં તો મારી કાયમી વિદાય થઇ જશે અહીં થી.કઇંક તો કરવું પડશે."
તેટલાં માં પુલકીત ત્યાં આવે છે.એ જીયા ને પોતાની કેબિન માં જોઇ ને આશ્ચર્ય પામે છે.જીયા તેની સામે હસી ને હાથ મિલાવે છે.
"હાય જીયા મેડમ તમે અહીં ? તમારે તો આરામ ની જરૂર છે " પુલકીત
" કમ ઓન યાર હું કંટાળી ગઇ છું આ આરામ થી.ઝેન એ જ મને કીધું છે કે હું તારી હેલ્પ કરું તારી પાસે બહુ કામ છે તો." જીયા
" ઓહ તો બરાબર હા કામ તો બહુ જ છે મને ખુશી થશે અગર તું મારી મદદ કરે તો થેંક યુ" પુલકીત
પુલકીત અને જીયા બન્ને પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ થી દુખી છે.
શું પલક અને ઝેન ની કેમેસ્ટ્રી તેમની પુલકીત અને જીયા સાથે ની દોસ્તી માં દરાર પડાવશે? જાણવા વાંચતા રહો.