Ek purush ni love story books and stories free download online pdf in Gujarati

એક પુરુષની લવસ્ટોરી

એક પુરુષની લવસ્ટોરી ...

નામ વાંચીને અજબતું લાગે પુરુષની લવસ્ટોરી. હા,હોઈ એક પુરુષ કોઈસ્ત્રીને પ્રેમ ન કરી શકે. એ જ જગ્યા એ મે એમ લખ્યું હોત કે એક છોકરાની લવ સ્ટોરી તો ઠીક છે પણ આ તો પરણ્યા પછીની લવસ્ટોરી છે. 

હા, વાત છે તા-૧૨-૦૭-૨૦૧૦ની જય તેની પત્ની સાથે બસમાં તેના ગામથી સુરત જઈ રહ્યો હતો.રાત્રે ૧૨:૪૫ એ અચાનક કંઈક ધડાકો થયો અને તેની બસ એક જીપ સાથે અથડાણી.મમતાનું માથું લોખંડ સાથે અથડાતા તેનું ત્યાં જ મુત્યુ થઈ ગયું. જય જેને દિલથી ચાહતો હતો.તે મમતા એ અાજ અચાનક જિંદગી ટુંકાવી લીધી.તે ખુબ નાચીપાસ થઈ ગયો તેની ઉંમર હવે ૩૫તો થઈ ગઈ હતી હવે જ તેને સુખ:દુખમાં પત્નીના સાથની જરુર હતી.

આજ તારીખ ૧૩-૦૮-૨૦૧૦ હતી સવારે વહેલા ડોરબેલ વાગ્યો તરત જ જયે દરવાજો ખોલ્યો સામે મનીષા હતી તે મનીષાને સારી રીતે જાણતો હતો.જય જે સ્કુલમાં ટીચર હતો તે જ સ્કુલમાં તે પણ છોકરાવોને અભ્યાસ કરાવા આવતી હતી.

જયને તેણે ઘણો સમજાવ્યો જે થઈ ગયું એ થઈ ગયું ,હવે તેને યાદ કરી પસ્તાવો કરવા કરતા તમારે નવી જીંદગી જીવવાની શરુવાત કરવી પડે.એક મહીનાથી તમે તમારા ઘરની બહાર નથી નિકળ્યા કે નથી સ્કુલે છોકરાને ભણાવવા આવ્યા.તમારાથી ભુલાશે નહી એ અકસ્માત પણ તમે જો કોઈ બીજી પ્રવુતિમા જોડાશો તો જ તમે બહાર આવી શકશો.સારુ મનીષા હું કાલથી સ્કુલ પર છોકરાને ભણાવવા આવીશ.જય સવારે તૈયાર થઈ ગયો.

વાત છે તા; ૨૩-૧૨-૨૦૦૮ની મનિષા તેના પતીને ખુબ જ પ્રેમ કરતી હતી પણ તેને અચાનક કેન્સર થયું.મનિષા એ તેના પતિની ખુબ સેવા કરી.પણ મુત્યુને કોઈ રોકી શકે નહી.મનિષાના પતિ અભિનું તા;૦૨-૦૧-૨૦૦૯એ કેન્સરના કારણે મુત્યુ થયું.

આ વાત જય જાણતો ન હતો કે મનિષાના પતિનું મુત્યુ થયું છે મનીષા તે સ્કુલમાં આવી તેના હજી બે જ મહિના થયા હતા.
વાત છે જયના પત્નીના અકસ્માતના ત્રણ મહિના પછીની.જય એક લીમડાના છાંયે શાંતીથી બેઠો હતો.મનિષા તેની સામેના રુમમાં એક ખુરશી પર બેઠી બેઠી રડી રહી હતી.તે જય જોઈ ગયો.તરત જ તે મનિષા પાસે ગયો.

કેમ તુ રડે છે,જય તારી જે હાલત છે એ જ મારી પણ હાલત છે મારા પતીનુ મુત્યુ થયું એના ઘણા દિવસો થઈ ગયા.મે તે દુ:ખ માથી બહાર નીકળવાના ઘણા પ્રયતનો કર્યા પણ હું સદાય નીષફળ રહી.તે પછી આ ગામમાં આવી મે નોકરી કરવાનું નક્કી કર્યું .તારી પત્નીનું મુત્યુ થયું તેની મને જાણ થઈ,પણ મારી પરીસ્થીતી જેવી તારી પીરીસ્થીતી નો થાય.તે માટે હું તને સમજાવા આવી હતી.જય જેના પર દુ:ખ હોયને તેને જ ખબર પડે કે દુ:ખ કેવું કહેવાય....જય ત્યાંથી ઊભો થઈ કલાસ રુમ તરફ ગયો.પણ તેને કંઈક આજ અજબતું લાગતુ હતું.

તે રાત્રે પથારીમાં સુતો હતો તેને મનિષા તરફ આકષઁણ થવા લાગ્યું હતું.તેને થયું શું હું મનિષા સાથે લગ્ન ન કરી શકુ.તેની પણ જિંદગી સુધરી જાય અને મારી પણ એવું નથી પ્રેમ પહેલા જ થાય લગ્ન પછી પણ થાય.આખી જિંદગી આંસુ સારી વિતાવવી તેના કરતા તો એ સારુ છે કે હુ ંમનિષા સાથે લગ્ન કરી લવ.

જય થોડીવાર પછી જાગ્રત થયો...
જય તને ભાન છે તું શું બોલી રહ્યો છે.
એક વિધવા સાથે તુ પરણવાનું કહી રહ્યો છે.
નહી ....નહી ...નહી એ નહી બને....કદાપિ.

આજ વાર બુધવાર હતો મનિષા તેના કલાસ રુમ તરફ જઈ રહી હતી.જયે તેને સ્માઈલ આપી.મનીષા એ પણ જયને સ્માઈલ આપી.
ધીમે ધીમે દિવસો જતા ગયા તેમ સ્કુલના છોકરાઓને પણ ખબર પડી ગઈ કે જયસાહેબ મનીષા મેડમને લવ કરે છે.મનિષાને પણ જય ગમતો હતો,પણ એકબીજાને કહે કોણ?વાતની શરુવાત કોણ કરે?

થોડાક દિવસોમાં શાળાના પિ્ન્સીપાલને પણ વાત ખબર પડી ગઈ,જય અને મનીષાને બંનેને બોલાવ્યા.અને ગામના સરપંચને પણ બોલાવ્યા.(પહેલા એવું હતું કે કોઈ પણ ગામમાં રહેતું હોય તેને કઈ પણ ગામમાં નાનું મોટું કરવુ હોય તો સરપંચને બોલાવી તેની મંજુરી લેવી પડતી.)

બંને સામ સામે બેઠા હું જાદવભાઈ પટેલ આ ગામનો સરપંચ મે એવું સાંભળ્યું છે કે તમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો.
પણ અમારા ગામમાં કોઈ વિધવા લગ્ન કરી શકે નહી તે નિયમ છે.જો તે લગ્ન કરે તો બીજા પર પણ ખરાબ અસર પડે.

પણ તમે બંને શિક્ષક છો સમજુ છો જો તમારે લગ્ન કરવા હોય તો હુ મંજુરી આપુ છું.
પણ એક શરત પર...જયા સુધી તમે જીવો ત્યાં સુધી તમારે આ ગામની શાળામાં છોકરાને અભ્યાસ કરાવો પડશે.જો તમને મંજુર હોય તો કરો સહી...

મનીષા અને જય એકબીજા સામે થોડીવાર જોય રહ્યા.બંને ને થયું રડતા રડતા જીંદગી કાઢવી તેના કરતા જીંદગી હસતા હસતા કાઢવી સારી,બંને એ કાગળ પર સહી કરી......

આજ ગુરુવાર હતો પહેલી વાર કોઈના લગ્નમાં જાત જાતના ફુલોથી તેમના સ્ટુડન્ટે સંકુલને  શણગારી હતી.સવારમાં મનીષા અને જય આવતા જ તેનું સ્કુલમાં ફુલોથી સ્વાગત કર્યું .જય અને મનિષાએ સ્કુલમા જ એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા.
તે દિવસે સ્કુલના છોકરા ડી.જે પર નાચ્યા તે આજ પણ ભુલાય તેમ નથી...

                             
લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...