ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 13જીયા દુખી હોય છે.તેની આંખો માં આંસુ હોય છે.તે ઝેન ને પ્રેમ કરતી હોય છે.પણ તે તેને ઇગ્નોર કરે છે.તેને ગુસ્સો આવી રહ્યો હોય છે.પુલકીત જીયા ને કામ સમજાવવા જાય છે ત્યાં તેનું ધ્યાન જાય છે કે તે રડી રહી છે.અને તે ઝેન ને જોઇ ને રડી રહી છે.

" શું થયું જીયા ?" પુલકીત

" પુલકીત તમે જેને પ્રેમ કરો તે તમને ઇગ્નોર કરે તમારી સામે કોઇ બીજા ની નજીક જાય તો તમને દુખ થાય પણ તું  સમજી નહી શકે કેમ કે તે કોઇ ને પ્રેમ નથી  કર્યો તો તું મારી તકલીફ નહી સમજી શકે." જીયા

પુલકીત  તેને પાણી અને રૂમાલ આપે છે.અહીં પરફોર્મન્સ ખતમ થાય છે પલક હવે પુલકીત ને મળવા માંગે છે.તે તેની જોડે કોલેજ સુધી લિફ્ટ માંગવા ઇચ્છે છે.કેમ કે તે આજે તેનું એકટીવા નથી લાવી અને તે ઝેન સાથે થયેલી વાત પણ તેને કરવા માંગે છે.

" જીયા તને કઇરીતે ખબર કે મે કોઇ ને પ્રેમ નથી કર્યો જવા દે એ વાત શાંત થા અને પાણી પી અને તું  ઘરે જા અત્યારે હું  સાંજે કામ સમજાવીશ તને કદાચ આ તારી ગેરસમજ પણ હોય " પુલકીત

જીયા રડવા લાગે છે.પુલકીત તેના આંસુ લુછે છે.જીયા પુલકીત ને વળગી ને રડવા લાગે છે.પુલકીત તેને માથે હાથ ફેરવી શાંત કરે છે.તેટલાં માં પલક કેબિન માં અાવે છે.તે આ નજારો જોઇ ને આશ્ચર્ય પામે છે.તેને આવી આશા પણ નથી હોતી કે પુલકીત અને જીયા એકસાથે. પાછળ થીઝેન આવે છે એ આ નજારો જોઇ ખુશ થાય છે.તે આશ્ચર્યચકિત પલક સામે જોવે છે.જાણે કે કોઇ મોકો છોડવા નાં માંગતો હોય એમ તે તેને કહે છે.

" પુલકીત ને પહેલે થી જીયા પર ક્રશ હતો અને તે એ તેને પટાવવા ના ચાન્સ માં જ હતો લેટસ નોટ ડિસ્ટર્બ ધેમ " 

તે ત્યાં થી જતી રહે છે.પાછા વળી ને તે પુલકીત ને જોવે છે.અાજે તે એકટીવા નથી લાવી એટલે તે પુલકીત જોડે કોલેજ જવા વીચારતી હતી પણ હવે તે રીક્ષા માટે રાહ જોવે છે.તેટલાં માં ઝેન ગાડી લઇ ને આવે છે.

" હાય પલક કયાય ડ્રોપ કરી દઉં તને " ઝેન

" અરે ઝેન ના તમે તકલીફ ના લો હું  જતી રહીશ "

" અરે એમાં  તકલીફ શેની આમ પણ  હવે આપણે ડાન્સ પાર્ટનર અને ફ્રેન્ડ્સ પણ છીએ ."

" ઓ.કે ચલો. " પલક ઝેન ની ગાડી માં બેસે છે.તે ઝેન ને તેની કોલેજ નો રસ્તો બતાવે છે.

અહીં પુલકીત જીયા ને આશ્વાસન આપે છે.તેને પાણી આપે છે.અને ઘરે જવા કહે છે.પોતે પણ ત્યાંથી નિકળે છે.તે બહાર પલક ને શોધે છે પણ તે ત્યાંથી નિકળી ગઇ હોય છે.તે નીરાશ થાય છેકે પલક આજે તેને મળ્યાં વગર નિકળી ગઇ.તે બાઇક લઇને કોલેજ જવા નિકળે છે.તે આજે લેટ હોવાથી શોર્ટકટ રસ્તે થી કોલેજ પહોંચે છે.તે બાઇક પાર્ક કરી ને તેના ક્લાસ માં જતો હોય છે જ અને અચાનક તેનું ધ્યાન ગેટ પાસે જાય છે.જયાં એક ગાડી આવી ને ઉભી રહે છે.જેમાંથી પલક ઉતરે છે.તે કોઇને બાય કહે છે .

" અરે આ કોની ગાડી છે? " ગાડી ટર્ન લે છે અને પુલકીત નું ધ્યાન ઝેન પર જાય છે.ઓહ તો મેડમ ઝેન સાથે આવ્યા મને પણ તો કહી શકતી હતી 

પલક નું ધ્યાન પોતાને જ ધુરી રહેલા પુલકીત પર જાય છે.તેને જીયા અને તેના હગ ની યાદ આવે છે.

" એની લાઇફ છે એને જે કરવું હોય તે કરે જીયા ને હગ કરે કે કીસ મારે શું  ? ખેર જે પણ હોય મારે તેને ઝેન વાળી વાત તો કહેવી જોઇએ"
તે પુલકીત ને મેસેજ કરે છે.
" પુલકીત મારે તારી સાથે વાત કરવી છે તો મને કોલેજ પત્યા પછી પેલી ચા ની કિટલી એ મળજે"
પુલકીત પલક નો મેસેજ વાંચે છે તેને ખુશી થાય છે.
" ગુડ કદાચ નીવાન સાથે ની સગાઇ ની વાત કરવી હશે કે બીજી કોઇ ખેર સાંજે ખબર પડી જશે."

કોલેજ પત્યા પછી પુલકીત ચા ની કિટલી એ ઉભો પલક ની રાહ જોવે છે.પલક સીડીઓ ઉતરી રહી છે.તે પણ પુલકીત ને મળવા જઇ રહી છે.તે ગેટ ની બહાર જતી જ હોય છે ત્યાં તેની સામે એક ગાડી આવી ને ઉભી રહે છે.

જેમાંથી  નીવાન બહાર નિકળે છે.તેને જોઇ ને પલક ને અણગમો થાય છે.તે વિચારે છે.

" અરે હવે આ કેમ આવ્યો મારે પુલકીત ને મળવા જવું છે."

" હાય પલક તું  મને અહીં જોઇ ને વિચારતી હઇશ કે હું  અહીં  શું  કરું છું ? તારા મમ્મી ની મારી મમ્મી સાથે વાત થઇ હતી કે તેઓ બહાર છે અને તું  સાંજે એકલી છો તો મમ્મી એ કીધું કે તને ઘરે લઇ આવું  સાંજે આપણે  બધાં સાથે જમીશુ અને તું  અને હું  થોડો સમય સાથે વિતાવીશુ રાત્રે તારા મમ્મી પપ્પા તને લઇ જશે."

" ઓહ પણ મારે વાંચાવા નું છે એકઝામ આવતા મહીને છે. તો " પલક બહાનુ બનાવે છે 

" પલક કમઓન યાર ચલ ને એક દિવસ નહી વાંચે તો ફેર નહીં પડે અને કઇ અરજન્ટ વાંચવા નું હોય તો તું મારા સ્ટડી રૂમ નો ઉપયોગ કરી લેજે." નીવાન

" ઓ.કે ચલો " પલક પાસે તેની સાથે જવા સીવાય કોઇ રસ્તો નથી તે જવા તો પુલકીત સાથે માંગતી હોય છે પણ નીવાન સાથે જાય છે. તે પુલકીત ને મેસેજ કરે છે.

" હાય સોરી તને જ મળવા આવતી હતી.પણ આ નીવાન આવી ગયાં તેમના ઘરે ડીનર કરવા જવાનું છે."

પુલકીત તેની રાહ જોઇ રહ્યો હોય છે.ત્યાં પલક નો મેસેજ આવે છે.તે મેસેજ વાંચી ને નીરાશ થઇ જાય છે.અને બાઇક લઇ ને જતો હોય છે.તે ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોય છે એટલે ત્યાં  ઉભો  હોય છે.અચાનક તેનું ધ્યાન  આગળ ની ગાડી મા બેસેલા પલક અને નીવાન પર જાય છે


અનાયાસે તેનાથી  તેની ગાડી પીછો થાય છે.તે પોતે સમજી નથી શકતો કે તે કેમ આવું  કરી રહ્યો છે.પણ તે પાછળ જતા પોતાની જાત ને રોકી નથી  શકતો.

નીવાન ગાડી ઘર તરફ વળાવવા ની જગ્યા એ બીજા રસ્તે  લઇ જાય છે જે હાઇવે તરફ જાય છે

" આપણે કયાં જઇ રહ્યા છીએ તમારા ઘર તરફ જવા નો રસ્તો તો પાછળ રહી ગયો ને " પલક સમજી નથી  શકતી.

" ઘરે જતાં પહેલા એક ડ્રાઇવ પર જઇએ કોફી પી ને પાછા થોડો સમય સાથે વીતાવીએ " નીવાન પલક નો હાથ પકડી ને સ્માઇલ કરે છે.

પલક ને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે.પાછળ આવી રહેલા પુલકીત ને પણ આશ્ચર્ય થાય છે કે નીવાન ના ઘર નો રસ્તો  તો પાછળ રહી ગયો.તે પીછો કરવા નું  ચાલું રાખે છે.

નીવાન ગાડી હાઇવે પર આવેલા એક કોફીશોપ પર ઉભી રાખે છે.જે એક શાંત જગ્યા એ આવેલી છે.પલક અને નીવાન ગાડી ની બહાર નિકળે છે.લગભગ થોડી વાર પછી તેઓ કોફી પી ને બહાર આવે છે.


પુલકીત દુર ઉભો રહી ને તેમની પર નજર રાખે છે.નીવાન પલક નો હાથ પકડે છે અને બીજો હાથ તેની કમર ફરતે વીટાંળે છે.અને તેને પોતાની નજીક ખેંચે છે. પલક ગભરાઇ જાય છે.

પુલકીત હવે આ બધું  જોઇ શકતો નથી .તેને ગુસ્સો આવે છે.અને તે ત્યાંથી જતો રહે છે.પલક નીવાન ને રોકે છે અને ઘરે જવા કહે છે.તેઓ ઘરે જાય છે.

પુલકીત સમજી નથી  શકતો કે કેમ તેને પલક ને બીજા સાથે જોઇને ગુસ્સો  આવ્યો અને જલન થઇ.

શું  આ પુલકીત ના પ્રેમ ની શરૂઆત  છે? શું  તેને તેના પ્રેમ નો અહેસાસ થશે કે ગેરસમજ ઉભી થશે બન્ને વચ્ચે ?

જાણવા વાંચતા રહો.

***

Rate & Review

Verified icon

Krishna Chauhan 2 weeks ago

Verified icon

Daksha 4 weeks ago

Verified icon

Anju Patel 4 weeks ago

Verified icon

Parita Chavda 4 weeks ago

Verified icon

ATULCHADANIYA 1 month ago