Dago bhare padyo books and stories free download online pdf in Gujarati

દગો ભારે પડ્યો

એક ગામ માં બે ભાઈ રહેતા હતા. તેમને ઘરેણાં ની દુકાન હતી.. ગામ પણ સમૃદ્ધ હતું અને તેમનો ધંધો પણ સારો ચાલતો હતો આજુ બાજુ ના ગામ ના લોકો પણ એ ગામ માં અટાણું (ખરીદી) કરવા આવતા.. વર્ષો થી ચાલતા ધંધા માં બે ભાઈયો ની મેહનત પણ હતી એમાં મોટો ભાઈ થોડોક લાલચુ સ્વાભાવ નો થયો અને નાનો ભાઈ નીતિવાન બન્યો.. એમાં એક દિવસ મોટા ભાઈ એ નાના ભાઈ ને કીધુ કે આપણે હવે અલગ થવું જોઈએ પોતાના અલગ અલગ ધંધા હોવા જોઈએ.. એટલે નાના ભાઈ એ પણ સહમતી બતાવી પણ બન્યું એવું કે મોટા ભાઈ ને ત્રણ દીકરા હોવાથી તેને ધંધા ના ત્રણ ભાગ રાખ્યા અને નાના ભાઈ ને એક આપ્યો.. એટલે નાના ભાઈ એ વિરોધ દર્શાવતા કીધું આપણા ધંધા ના વિકાસ માં એટલો જ ફાળો છે જેટલો તમારો એટલે આપણે સરખા ભાગે ધંધા ને અલગ કરવો જોઈએ.. મોટા ભાઈ એ કીધું કે જો મારે ત્રણ દીકરા હોવાથી ત્રણ ભાગ લીધા તારે એક દીકરો છે તો એક ભાગ આપ્યા.. આ નિર્ણય માં હું ફેરફાર નહીં કરું... નાનો ભાઈ એનો વિરોધ કરતો રહયો પણ મોટો ભાઈ સમજ્યો જ નહીં.. નાના ભાઈ એ નક્કી કર્યું કે ભાગ સરખો આપે તો જ લેવો છે નહીં તો હું નહી લવ... નાના ભાઈ એ મળેલો એ એક ભાગ પણ મોટા ભાઈ ને આપી દીધો અને બીજા ગામ માં રહેવા લાગ્યો... નાના ભાઈ પાસે કંઈજ જ નોહતું પણ નીતિવાન હતો ... મોટા ભાઈ પાસે બધુંજ હતું પણ તે લાલચુ બની ગયો હતો..નાના ભાઈ એ માટલા બનાવની કળા પણ શિખેલી એટલે નાના ભાઈએ માટી ના માટલા બનાવાનો ધંધો શુરુ કર્યો.. ધંધો નવો હતો એટલે એને શરૂઆત માં થોડી તકલીફો પડી પણ નીતિવાન હતો એટલે શરૂઆત મક્કમતા થી કરી.. જે પણ માટલું બનાવતો એ મજબૂત અને ટકાવ બનાવતો.. પોતાનું 100 ટકા કામ હરેક માટલા માં આપતો... માટલા ની ગુણવત્તા જોઈ ને એ ગામ ના લોકો તેની પાસે થી માટલું લઇ જતા... મોટા ભાઈ પણ પોતાના દીકરા સાથે ધંધો કરતા.. પણ સોના ના ઘરેણાં વેંચતા તે ગ્રાહક સાથે દગો પણ કરતા.. વધારે ધન મેળવી લેવા ના ચક્કર માં તે ગ્રાહક ને ઘરેણાં માં મિલાવટ કરી ને વેંચતા... દિવસો જતા લોકો માં એ ખબર પડવા લાગી કે શેઠ દગો કરે છે... શેઠ ના દીકરા પણ પોતાના પિતા ને આ દગાબાજી માં હાથ બટાવતા... એક વર્ષ ની અંદર શેઠ નો ધંધો ઓછો થતો ગયો.. અહીંયા નાના ભાઈ નો ધંધો વધતો ગયો.. મોટા ભાઈ(શેઠ) ને ધંધો ઓછો થતા ઘણી બધી ખોટ આવવા મંડી અને તેમની મિલકત પણ હવે વેચાવાની શુર્ય થઈ ગઈ હતી... શેઠ ના દીકરા ને પણ શેઠ સાથે વ્યવહાર બગડતા ગયા અને શેઠ ના દીકરાઓ વચ્ચે પણ ક્લેશ થવા લાગ્યા.. નાના ભાઈ એ નીતિવાન બની પોતાના દીકરા સાથે ધંધો સારો ચલાવા લાગ્યો.... આ બાજુ જોતા જોતા મોટા ભાઈ ની બધી મિલકતો ધંધો ઠપ્પ થવાના કારણે વેચાતી ગઈ અને તે ગરીબ બની ગયા... મહેલ માંથી ઝૂપડા માં આવી ગયા... નાનો ભાઇ શુન્ય માંથી સર્જન કરી માટલાં નો મોટો વ્યાપરી બની ગયો.... અને એનો વ્યાપાર દૂર દૂર સુધી ફેલાવા લાગ્યો...

    ------------------:-બોધ-:-------------------
1. દગો કોઈનો સગો નથી હોતો... દગો કરનાર નું હમેંશા           પતન થાય છે.. નીતિવાન ની હંમેશા પ્રગતી થાય છે.
2. શિખેલી કળા હમેંશા કામ આવે છે.. તે ક્યાંરે પણ વ્યર્થ      જતી નથી