jyare dil tutyu Tara premma - 10 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 10

આટલી મોડી રાતે કોણે ફોન કર્યો હશે ! તે વિચારતી રીતલના મનમાં સીધો જ  રવિન્દનું નામ આવ્યું. તેને ફોન ઉપાડયો, સામે છેડે થી આવેલો અવાજ રવિન્દનો જ હતો તે જાણતી હતી. 

"હેલો...! હેલો....! હેલો....! "છેલ્લી દસ મીનિટથી તે હેલો હેલો કરી રહ્યાં હતો. રીતલનો જવાબ ન મળતાં તે થોડો ઉદાસ થઈ ગયો. તેને થોડીક ગલતીફીલ તો થઈ પણ, ફરી તેને વાત કરવાની કોશિશ કરી 

"હું જાણું છું તું જાગે છે છતાં પણ કેમ વાત નથી કરતી !"

"ઓ ! તો તમે, મને એમ પણ ઓળખો છો ! તો પછી તમે એ પણ જાણતાં હશો કે હું અત્યારે કોના વિશે વિચારતી હતી. ?"

"અફકોર્સ, મારા વિશે !"

"અચ્છા, તમને આવો વિચાર કેમ આવ્યો કે હું અત્યારે તમારા વિશે વિચારતી ....?"

"સ્વાભાવિક છે કે જે લોકોની સંગાઈ આજે જ નકકી થઈ હોય તે બીજા વિશે  વિચારી જ ના શકે. ભલે તે ઈનશાન તેને પસંદ ના કરતો હોય"

"ના, એવુ કંઇ નથી. "

"રીતલ એક સવાલ પુછું ??"

"હમમમમ.. "

"તે આજે બધાં સાથે વાત કરી પણ મારી સાથે તું એકવાર પણ ન બોલી, જયારે બધાંએ આપણને એકલા બેસી વાતો કરવાની કહી તો પણ તે ના કહી દીધી. હું તને પસંદ નથી કે  તું મારી સાથે બોલવા જ નથી માંગતી.?" રવિન્દે કહેલાં તે શબ્દો રીતલને વિચારવા ફરી મજબુર કરી કરી ગયાં. તેની પોતાની ભૂલને તે સ્વિકારી તો શકતી હતી. પણ રવિન્દ સામે કબુલ કરવા નોતી માંગતી.

રીતલનો જવાબ ન મળતાં ફરી રવિન્દ બોલ્યો : "મને ખબર હતી કે તારી પાસે આ સવાલનો જવાબ નહીં હોય. રીતલ,તે  તારા ફેમેલી માટે મને અપનાવી તો લીધો. પણ, આખી જિંદગી આપણે આવી રીતે કેમ રહી શકયે. હું તને આમ ખામોશ નથી જોઈ શકતો. રીતલ, હજી સમય ગયો નથી .તું કહે તો હું તારી ફેમેલી સાથે વાત કરીને આપણાં સંબધને આગળ વધતાં અટકાવી દઈએ. કેમકે, જબરદસ્તી ના સંબંધો કયારે લાંબા ટકતાં નથી. " 

"મારા પર કોઈનું દબાણ નથી. આ સંબધ મારી મરજીથી જોડાણો છે.  રહી વાત તમારી તો મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. મને બસ તમને સમજવા થોડો સમય જોઈએ છે. મારા માટે આ બધું થોડું જલ્દી છે.  હજી મે કોઈનાં વિશે વિચાર્યું ન હતું ને અચાનક તમે મારી જિંદગીમાં આવી ગયાં. જે સંબધ એકવાર જોડાઈ જાય તે સંબધને તોડવાથી તકલીફ જ મળે છે બીજુ કાંઇ નહીં. હું મારા તરફથી આ સંબધને નિભાવાની પુરી કોશિશ કરી પણ..." તેની આખમાં વહેતાં આશું રવિન્દથી છુપા ન રહ્યાં. 

"પણ, શું રીતલ?? "

વાતને બદલતાં  રીતલ બોલી :" ઓકે, ગુડ નાઈટ, કાલે  મળીશું.

"ઓ! આટલી જલદી સુઈ જવું છે ? "

"આટલી જલદી નથી મોબાઈલમાં જુવો ત્રણ વાગ્યાં."

વાત લાંબી થતી જતી ને રાત ભાંગતી હતી. આજે બે અનજાન પ્રેમી એકબીજાને સમજી રહ્યાં હતાં. મોબાઈલ બાજુમાં પડી રહ્યો ને આખોએ એક ઝબકી લઇ લીઘી. સવારનો પહેલા સુર્યના  કિરણ આખમાં આવતાં રવિન્દની આંખ ખૂલી. તેને મોબાઈલમાં જોયું તો હજી ફોન શરુ જ હતો. તેને  મોબાઈલ બંઘ કર્યો ને ફરી સુઈ ગયો. અચાનક રીતલ સાથે ખરીદી કરવા જવાનું છે યાદ આવતા તે બેડ પરથી ઊભો થયો ને સીધો નાહવા ગયો. 

સવારના સાત જેવું થયું હશે. તે તૈયાર થઈ નીચે ગયો. વહેલા જાગવાં ટેવાયેલ આ પરિવારમાં કોઈ મોડુ ન જાગતું આ ઘરનાં નિયમ મુજબ આઠ વાગ્યાનો નાસ્તો સાથે બેસી જ થતો. બધાં નાસ્તાની ટેબલ પર બેસી આજે કંઈ જગ્યાએ જવું ને કોન સાથે આવશે તેની ચર્ચા કરતાં હતાં.

"એકકામ કરો તમે બધાં જાવ ,હું ત્યાં આવીને શું કરી ? મારે આમેય ઓફિસમાં થોડું કામ છે ને પછી મહેમાનની યાદી પણ તૈયાર કરવાની છે. રવિન્દ તું પણ મારી સાથે ચાલ ત્યાં બેસીને આપણે યાદી તૈયાર કરીશું." રાજેશભાઇ તેનો ફેસલો બતાવી દીધો તેના ઉપર કોઈની બોલવાની હિંમત તો નથી થતી. છતાં પણ રવિન્દે એક કોશિષ કરી જોઈ. ને તેની કોશિશ કામયાબ પણ થઈ.

રસ્તામાં રીતલને સાથે લઇ તે લોકો પહેલા સાડી શોરૂમમાં ગયાં ત્યાથી રીતલની પસંદગીની બે સાડી લઈ જવેલરી શોરૂમમાં ગયાં. રીતલ માટે દાગીના લઈ લીધા પછી તે લોકો ધરે જવા નિકળ્યાં ફરી રીતલને રસ્તામાં તેના ધરે મુકવાનો પ્લાન કેન્સલ કરતાં રવિન્દે એક નવો પ્લાન કર્યો. ભાભી-ભાઈ ને મમ્મી ને ધરે મુકી તે રીતલને છોડવા તેનાં ઘરે જશે. બધાને છોડી તે રીતલને તેના ઘરે લઈ જવાની જ્ગયાએ એક કોફી શોપમાં લઈ ગયો. તે તેની સાથે ટાઈમસ્પેન્ટ કરવાં માંગતો હતો. 

બે કોલ્ડ ક્રીમ કોફીનો ઓડર આપતાં રવિન્દને રીતલે અટકાવ્યો ,' મને ક્રીમવાળી કોફી પસંદ નથી. મારે સાદી ચાલશે"

"ભૈયા, બે સાદી કોફી આપી દો" વેટરને ઓડર આપતા રવિન્દે કહ્યું.

"બે સાદી કેમ મંગાવી ! તમને તો ક્રીમ વાળી ભાવે ને ???"

"મારે, બધી ચાલે." પસંદ ના પસંદ ની વાતો શરુ થતાં બને એકબીજાની પસંદ બતાવી રહ્યાં હતાં.

"બીજું પણ કંઈ બતાવ જે તને પસંદ ના હોય??"

"જાણીને શું કરશો??"

"યાદ રાખીશ.."

"મારુ લીસ્ટ બોવજ માટું છે તમને યાદ નહીં રહે.!"

"તો લખીને મોકલી દેજે હું બે દિવસમાં ગોખી લે!"

"મતલબ તમે મને ગોખવાં માંગો છો?? "

તું  કોઈ પણ મિનિગને ઊલટો જ સમજે નહીં!!!!  હું તને ગોખવાં નહીં સમજવા માગું છું!"

"આવુ તમને કોને કીધું કે પસંદ ના પસંદથી એકબીજાને સમજી શકાય ??"

"મારા મને! "

"તો તમારાં મનને કહો કે એકબીજા ને સમજવાં માટે તેની પસંદ જરુરી નથી, જરૂરી છે તેના દીલ સુધી પહોંચવું.  બાકી બધું દિલ પર છોડી દો."

"કયા રીસર્ચ કિયા હૈ તુમને દિલ કે બારે મેં,તો પછી એ પણ રસ્તો બતાવને કોઈના દિલ સુધી પહોંચવા શું કરવું પડે? " 

"એકદમ સિમ્પલ, રસ્તામાં નિકળવાનું કોઈ માણસ મળે તો તેની સામે ઊભું રેહવાનું બે મિનિટ વાતો કરવાની ને પછી જોરદાર તેને પાછળથી લાત મારવાની. લાત માર્યો પછી ત્યાં ઊભું  રેહવાની હિમ્મત હોય તો ઊભું રેહવાનું નહીંતર પાછળ છુપાઈને તેના શબ્દોને સાંભળવા તે માણસ કેવો છે ને તેના મનમાં તમારા પ્રત્યેનો ભાવ કેવો છે તે સમજાય જશે તમારે તેને પુછવાની જરુર નહીં રહે."

"અનુભવ બોલે છે કે એક બનાવેલી વાર્તા??"

"હવે એ તો તમારે સમજાવાનું રહ્યું." 

"મતલબ??? "

"જયાં મતલબ હોય ત્યાં સમજ ના હોય ,ચલો કોફી પુરી થઈ ગઈ હોય તો ઘરે જઈએ ??"

રવિન્દને, રીતલને આવી ગોળ- ગોળ વાતો સમજાતી ન હતી. સાંજના સાત થઈ ગયાં હતાં. વાતોમાં સમય કયાં ગયો તે ખબર નાં પડી. રીતલનું ઘર આવતાં તે ગાડીમાંથી બહાર નીકળી. રવિન્દને બાઈ બોલી તે ઘરમાં ગઈ ને રવિન્દ તેને જતા જોઇ રહ્યો. આ પ્રેમ હતો કે એમ જ કંઈક ! તે, રવિન્દથી અનજાન હતું. ખરેખર તે રીતલને સમજી નો'તો શકતો. તેને ગાડીને રિવર્સ મારી ને તેના ઘર તરફ વાળી આખા રસ્તામાં તે રીતલની પહેલી સુલજાવતો રહ્યો. 

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥


ધીરે ધીરે બની રહેલાં હમસફર સાથીએ દોસ્તીની શરુવાત તો કરી દીધી. એક પ્રેમ કરે છે પણ તેને સમજી શકતો ને એક સમજે છે પણ તેને પ્રેમ નથી એવું બતાવે છે.  શું તમને લાગે છે કે આ દોસ્તી પ્રેમમાં બદલ્યા પછી તુટી ને વેરવિખેર થઈ શકે?? અને થઈ શકે તો કેવી રીતે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયુ તારા (ક્રમશ)