Uday - 17 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૧૭

સવારે ઉદય વહેલો ઉઠી ગયો . કસરત અને નિત્યક્રમ પતાવીને તૈયાર થઇ ગયો અને મફાકાકા ના ઘરે પહોંચી ગયો. આજે તો ઘર દિવાળી હોય તેમ સજી ગયું હતું અને બાજુવાળા જમનાકાકી એ રસોઈઘર ની જવાબદારી લઇ લીધી હતી અને તેમના પતિ રઘાકાકા આંગણામાં કચરો વળી રહ્યા હતા . ઉદય ને મનમાં થયું કે ગામડામાં રહેવાની કેવી મજા હોય છે લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે એકબીજાને કેવા મદદરૂપ થાય છે જયારે તે શહેર માં રહેતો હતો ત્યારે પાડોશીઓ માં આટલો પ્રેમ જોયો ન હતો. આજે ઉદય એકદમ ગામડિયા ના વેશ માં હતો ધોતિયું , પહેરણ અને માથે ફાળિયું પહેર્યું હતું રોનક કદાચ એક નજર માં જોવે તો ઓળખી પણ ના શકે એવા તેના દીદાર હતા અને દેવાંશી પાસે ઓળખ છતી ન કરવાનું વચન લીધું હતું. ઉદય ઘરે આવીને સાફસફાઈ ના કામમાં જોડાઈ ગયો થોડી વાર માં રામલો પણ આવી ગયો બંને મજાકમસ્તી કરતા કરતા કામે વળગ્યા . કાકા તો વહેલા તૈયાર થઈને ગામની એકમાત્ર ટ્રેક્સ ગાડી લઈને દીકરા, દીકરી અને વહુને લેવા ગયા હતા .હોર્ન નો અવાજ સાંભળીને રામલો અને ઉદય મહેમાનોનું સ્વાગત કરવા અને સમાન ઉપાડવા ખડકી માં ગયા. ઘર માં આવ્યા પછી મફાકાકા એ ઓળખાણ કરાવી કે આ સ નટુ બહુ સરસ મોણસ સ. મેં શેતર રાખ્યું હતું ન પેલું આશ્રમ વાળું ઇમો કોય નટુ ઉગતું પણ આ ભઈ આયા પશી તો જે એડા આયા સ આખા ગોમમો એવા એડા કોઈન નહિ થયા. રોનકે ઉદય ને જય શ્રી ક્રષ્ણ કર્યા. ઉદય ના મનમાં હાશ થઇ કે રોનક તેને ઓળખી શક્યો નથી. બપોરે જમ્યા પછી ઉદય ખેતર જવા નીકળી ગયો . મોડી સાંજે દેવાંશી તેને મળવા આવી અને થોડી વાર વાત કર્યા પછી નીકળી ગયી .

બીજા દિવસે વહેલી સવારે રોનક ખેતર જોવા પત્ની ,મોટીબહેન અને દેવાંશી સાથે આવ્યો. ઉદયે આખું ખેતર ફરી ફરીને બતાવ્યું . થોડીવાર માં રોનક ની પત્ની રેખા , નયના અને દેવાંશી થાકી ગયા એટલે ઓરડી આગળ મુકેલા ખાટલા માં બેસી ગયા અને ઉદય અને રોનક એકલા પડ્યા . ખેતર ના એક શેઢે પહોંચ્યા પછી રોનકે સિગરેટ સળગાવી અને ઉદય સામે જોઈને કહ્યું કેવું લાગે છે આ નવું જીવન ડૉ પલ્લવ .પછી આગળ જોડ્યું હું તમને જોતાવેંત ઓળખી ગયો હતો પણ મેં જોંયુ કે તમે અહીં નવી ઓળખ સાથે જીવી રહ્યા છો એટલે મેં તમારી ઓળખ ઉજાગર કરવાનું માંડી વાળ્યું. દરેકને હક છે કે તે જીવન ને નવી દિશા આપે. અને ભૂતકાળ ને યાદ કરવામાં આમેય સાર નથી. ઉદય ના ઘા તાજા થઇ રહ્યા હતા તેને કહ્યું કે જો આટલી હમદર્દી હતી તો તે વખતે કોર્ટ ને જણાવ્યું કેમ નહિ કે હું નિર્દોષ હતો અને મને ફસાવવામાં આવી રહ્યો છે . રોનકે કહ્યું શું ફાયદો થયો હોત તમારી જેમ વેદિયાવેડા કરવામાં . મને પણ ફસાવી દીધો હોત તે લોકો એ . તે લોકો ખુબ જ શક્તિશાળી હતા હું જો તેમની વાત ન માન્યો હોત તો હું પણ અત્યારે ગામના ખેતર માં કામ કરતો હોત . આજે હું આમિર છું અને અમેરિકા માં સેટલ થયી ગયો છું. તમે જો તે વખતે ઓફર સ્વીકારી હોત તો કદાચ તમે પણ અમેરિકા માં હોત અને તમારી પત્ની અને બાળક તમારી સાથે હોત. રોનકે અજાણતાં ઉદય ની દુખતી રગ પાર હાથ મૂકી દીધો હતો છતાં ઉદયે ચેહરા પાર કોઈ ભાવ ન આવવા દીધા. પછી વાતવાતમાં ખબર પડી કે તે શ્રીલંકા માં એક કોન્ફેરેન્સ અટેન્ડ કરવા આવ્યો હતો એટલે બાપા ને મળવા આવ્યો અને પછી સ્વામીજી ના આશીર્વાદ લેવા રાજસ્થાન જવાનો હતો . તેણે પૂછ્યું કે રાજસ્થાન ક્યારે જવાના છો તો તેણે કહ્યું કે બે દિવસ પછી. ઉદયે વિચાર્યું કે હથિયાર બે દિવસ માં જ મેળવવું પડશે અને તે પણ હોશિયારી થી કોઈને નુકસાન ના પહોંચે તે રીતે.

આખી રાત વિચાર્યા પછી ઉદય નિશ્કર્ષ પાર આવ્યો કે આ કામ બળ થી નહિ કળ થી કરવી પડશે તેનું જૂનું શસ્ત્ર હિપ્નોટિઝમ જેમાં ચોથા પરિમાણ માં મળેલી તાલીમ થી ખુબ સુધાર આવ્યો હતો અને અને તેણે તેમાં બે ત્રણ નવી વિશેષતાઓ જોડી હતી. તે હવે તૈયાર હતો પરીક્ષા માટે .