ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 14પલક નીવાન ના ઘરે ડીનર કરે છે.ત્યાં  તેનાં મમ્મી પપ્પાં તેને લેવા આવે છે.જેમને જોઇ પલક ને રાહત થાય છે.અને તે તેમની સાથે ઘરે જતી રહે છે.

તે વિચારે છે 

" શું  હું  આ સાચું  કરી રહી છું ? નીવાન મારા થવાવાળા પતિ છે છતા પણ મને અડે તો મને ગમતું  નથી તેમની કંપની માં હું  અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું .

જેમની સાથે એક મિનિટ પણ નથી  વિતાવી શકતી તેમની સાથે આખી લાઇફ કઇ રીતે રહી શકીશ?

શું  મારે મારા સપના ની કિંમત આટલી ભારે ચુકવવી પડશે? તો હું  પાછળ હટી જઉ અને તોડી દઉ આ સગાઇ? પપ્પા અને સમાજ મારું જીવવું મુશ્કેલ કરી દેશે.

અને કારણ શું  આપીશ ? મને કેમ નીવાન બિલકુલ નથી  ગમતા? સારા તો છે આટલા તો શું  હું  કોઇ અન્ય  ને પસંદ કરું  છું ?

કોણ ? તેના દિમાગ મા બે નામ આવે છે.

ઝેન અને પુલકીત

બીજા દિવસે પલક ડાન્સ એકેડેમી માં જાય છે.જયાં ઝેન અને બીજા કોચીસ તેની રાહ જોઇને ઉભા હોય છે.જે બધાં  સીરીયસ હોય છે.

"  પલક આઇ એમ સોરી તારું  અને મારું  સપનુ" એટલું  બોલી ને ઝેન અટકી જાય છે.

પલક ને આંચકો લાગે છે.તેની આંખ માં આંસુ હોય છે.તેને લાગે છે બધું પતી ગયું .

તેટલાં મા ઝેન અને બધાં જોરજોર થી હસે છે.
"આખી વાત તો સાંભળ  તારું અને મારું સપનુ જલ્દી જ પુરું થવાનું છે.કોમ્પીટીશન માં આપણું ફોર્મ સ્વીકારાઇ ગયું છે.અને સાત દિવસ પછી કપલ અને તેના બે દિવસ પછી સોલો પરફોર્મન્સ માટે નું ઓડીશન છે."

પલક ને રાહત થાય છે.બધાં પલક ને અભીનંદન આપે છે.ઝેન પલક પાસે જાય છે તેને કોન્ગ્રેચ્યુલેશન કહે છે અને તેને હગ કરે છે.

" ઝેન તે તો ડરાવી દીધી હતી .હું ખુબ જ ખુશ છું " પલક ને લાગે છે કે તેનું સપનુ હવે પુરુ થવા માં જ છે.હવે તેને કાલે રાત્રે આવેલો વિચાર નકામો લાગે છે.

" મારા સપના ને પુર્ણ કરવા આટલી કિંમત તો હું  આપી જ શકું ."

પુલકીત પણ તેને અભીનંદન આપવા માંગે છે .પણ પલક ઝેન સાથે જ બિઝી હોય છે.

" પલક આ સકસેસ ને મારી સાથે  ડીનર કરી ને સેલિબ્રેટ કરીશ ? પ્લીઝ ના ન પાડીશ."

પલક થી ઇચ્છવા છતા ના નથી પાડી શકાતી.પુલકીત પણ તેને વીશ કરવા માંગે છે પણ પલક પોતાની ખુશી મા એટલી ખોવાઇ જાય છે કે તે પુલકીત ને ભુલી જાય છે.અને તે પોતાના રીર્હસલ માં વ્યસ્ત થઇ જાય છે.

પુલકીત ને પલક નું ઇગ્નોર કરવું પહેલા નીવાન સાથે અને પછી ઝેન સાથે બહાર જવું  પસંદ નથી પડતું.તે પોતાની કેબીન માં જતો રહે છે.

જીયા તેને જોવે છે.તે ઉદાસ અને બેચેન હોય છે.જીયા પુલકીત ની ખુબ જ રીસ્પેક્ટ કરતી હોય છે.અેટલે તે તેને પુછે છે

" પુલકીત શું  થયું  ?કેમ ઉદાસ છો? " જીયા 

" કઇ નહીં ? "પુલકીત 

" પુલકીત ચાલ ચા પીએ આજે એ પણ તારી કોલેજ પાસે ની કીટલી એ અને ત્યાં  વાતો પણ કરીશું .લેટસ ગો જીયા સાથે ચા પીવા નો મોકો તને  નહીં  મળે." જીયા

પુલકીત પલક ના વીચારો માં ખોવાયેલો છે.

" ચાલ ને " જીયા 

જીયા હાથ પકડી ને તેને લઇ જાય છે.તે પુલકીત ના બાઇક ની પાછળ બેસે છે.અને તેના ખભે હાથ મુકે છે.પલક લગભગ તેજ સમયે નીચે આવે છે.તે તેનું  એકટીવા લઇ ને કોલેજ જાય છે.પણ તેનું ધ્યાન તે તરફ નથી  જતું .

ચા ની કીટલી એ પુલકીત અને જીયા ચા નો ગ્લાસ લઇને બેસે છે.

" હવે મને કહીશ શું  થયું  આ એકેડેમી માં  તું  એક જ મારો મિત્ર છે જેની હું રીસ્પેક્ટ કરું છું .તું હંમેશા ખુશમિજાજ હોય છે.કઇંક તો વાત છે.બોલ" જીયા

" હું તને શું  કહું  જીયા જયારે મને પોતાને નથી ખબર પડતી ." પુલકીત.

" કોઇ છોકરી નો મામલો છે?" જીયા

"તને કઇ રીતે ખબર ? " પુલકીત ને આશ્ચર્ય  થાય છે.

" આગળ બોલ" જીયા

" એક દોસ્ત છે મારી.તે મને ઇગ્નોર કરે છે.અમારી વચ્ચે  કોઇ પ્રોબ્લેમ  નથી  પણ તે મારી સાથે તેના મન ની વાત શેયર નથી  કરતી.મને તેની હંમેશા ચિંતા થાય છે તેની ફિકર થાય છે.ડર લાગે છે કે તેને કોઇ પ્રોબ્લેમ નાથાય " પુલકીત

" અરે વાહ પુલકીત મને હતું  કે સીધોસાદો છોકરો છે કયારેય કોઇ છોકરી ના ચક્કર માં  નહીં પડે." 

" હા હસી લે તું મારા પર ." પુલકીત

" સોરી સોરી તારા પ્રોબ્લેમ નો સોલ્યુશન મારી પાસે છે.તું  આંખો બંધ કર અને તને તે દેખાય છે?" જીયા

પુલકીત જીયા ના કહેવા પ્રમાણે કરે છે.અને તેને પલક જ દેખાય છે.તે ચોંકે છે.તેનાં ચહેરા ના હાવભાવ થી જીયા સમજી જાય છે.

" પુલકીત વાહ પાર્ટી તો આપવી પડશે તું પ્રેમ માં પડ્યો છેકોણ છે એ લકી ગર્લ જેના નસીબ માં  તારા જેવા સારા છોકરા નો પ્રેમ છે." જીયા

" શું  પ્રેમ ? ના એ શક્ય નથી .ચાલ હવે જઇએ મારા લેકચર નો ટાઇમ થઇ ગયો છે." પુલકીત ઉભો થાય છે.જીયા તેને બાય કહે છે.લગભગ એ જ સમયે પલક ત્યાંથી પસાર થાય છે.તે જીયા અને પુલકીત ને એકસાથે જોવે છે.તે વિચારે છે.

" ઓ હો હવે તો મને પણ ઝેન ની વાત સાચી લાગે છે.હસે મારે શું " પલક મોઢું મચકોડી ને ત્યાંથી જતી રહે છે.
પુલકીત જતાં  જતાં વિચારે છે

" શું  ખરેખર મને પ્રેમ થઇ ગયો છે પલક જોડે?"

રાત્રે ઝેન અને પલક ડીનર માટે મળ્યાં હોય છે.તે એક કેન્ડલ લાઇટ ડીનર માટે ની હોટેલ છે.જે જોઇને પલક ને થોડું આશ્ચર્ય અને અજીબ લાગે છે.

" સોરી પણ આ અહીં  ની બેસ્ટ હોટેલ છે અહીં નું  વાતાવરણ અને જમવાનું બેસ્ટ છે." ઝેન પલક ની મન ની વાત જાણી જાય છે.

" ઇટસ ઓ.કે ઝેન " 

તેઓ એક કોર્નર ના ટેબલ પસ બેસે છે.મોકટેલ,સુપ અને સ્ટાર્ટર સર્વ થાય છે.

ઝેન ફોન કરી ને કોઇને અમુક કાગળીયા લેવા બોલાવે છે.સરસ રોમેન્ટિક સંગીત વાગી રહ્યું છે.

" હેય પલક લેટસ ડાન્સ " પલક ખુબ જ અનકમ્ફર્ટેબલફીલ કરે છે.તે ના પાડે છે.તોપણ ઝેન તેને જબરદસ્તી લઇ જાય છે.રોજ ડાન્સ કરવા વાળી પલક આજે ઝેન સાથે ડાન્સ  કરતા ખુબ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે.

ઝેન પલક ને પોતાની નજીક જ ખેંચી લે છે.ત્યાં  અચાનક બહાર પુલકીત આવે છે જેને ઝેન એ કાગળીયા લેવા બોલાવ્યો છે.તે ઝેન અને પલક ને આમ જોઇને આઘાત પામે છે.જાણે ઝટકો લાગ્યો હોય એમ.
ઝેન પલક ને બેસાડી ને પુલકીત પાસે આવે છે.

" સોરી તને અત્યારે હેરાણ કર્યો પુલકીત પણ આ કાગળીયા કામ ના છે.સોરી અગેઇન" 
" ઇટસ ઓ.કે ઝેન હું  જાઉં બાય" પુલકીત
" હા હું પણ જાઉં પલક મારો વેઇટ કરે છે.એને તો હજી ડાન્સ કરવો છે.થાકતી જ નથી ." ઝેન અંદર જાય છે.

પુલકીત ની આંખ ના ખુણા ભીના થઇ જાય છે.અને ત્યાંથી ભારે હૈયે કઇંક વીચારી ને જતો રહે છે.

શું  પુલકીત અને પલક નો પ્રેમ શરૂ થતાં પહેલા જ ખતમ થઇ જશે? પુલકીત પુરું સત્ય જાણી શકશે?
જાણવા વાંચતા રહો.***

Rate & Review

Verified icon

Daksha 1 day ago

Verified icon

Anju Patel 2 days ago

Verified icon

Parita Chavda 3 days ago

Verified icon

Hardi Vithlani 3 days ago

Verified icon

ATULCHADANIYA 4 days ago