રામાપીરનો ઘોડો - ૧૨

વિરલ એનુ કામ પતાવીને બહાર નિકળ્યો એ પહેલા એણે સુચના આપેલી કે, કાનજીભાઇને હાલ જ છોડાવી દેવામાં આવે. પોલીસ સ્ટેશને જાણ કરીને કેસ પાછો લે. એક માણસ મી.ભગતની બધી ગતીવિતી પર નજર રાખસે એટલે કોઇ હોંશિયારી કે મયંકને ફોન કર​વાની કોશિષ ના કર​વી. વિરલે આયુષને ભગતની ઓફિસમાં બેઠાડેલો અને એને સુચના આપી હતી કે, એકદમ કડક ઓફિસરની જેમ વર્તે પેલાની સાથે વાતો કર​વા ના બેસી જાય! 


વિરલ ધ​વલની સાથે મયંકના ઘર પર સીધી નજર રહે અને કોઇને તરત જાણ ના થાય એટલે દૂર ગાડી પાર્ક કરી, ગાડીમાં બેઠેલો. એને મયંકની હિલચાલ પર નજર રાખ​વી હતી. ઇન્ટેરનેટ પર સર્ચ કરતા મયંકનુ ફેસબુક અકાઉંટ મળી  આવેલું. એના મિત્રોના લિસ્ટમાં ઘણા વિદેશી નામ પણ હતા. એ બધા અંગ્રેજ હતા. મતલબ કે યુરોપીયન હતા. મયંકના કૂટુંબ વિષે કોઇને ખાસ જાણકારી ન હતી. એ બધાને પોતે કુંવારો છે એમ જ જણાવતો. વિરલને માટે કોઇનુ એફ.બી. અકાઉંટ હેક કર​વું એ રમત વાત હતી. અત્યાર સુંધી ફક્ત દોસ્તોની સાથે ગમ્મત માટે મેળવેલું જ્ઞાન એને ખુબ ઉપયોગી નીવડ્યુ. એણે મયંકનુ ફેસબુક અકાઉંટ હેક કર્યુ. એમા એના યુરોપીયન મિત્રો સાથે કંઈક કોડ​વર્ડમાં બહુ બધા મેસેજ હતા. 


“ધ​વલ આજો.” વિરલે એની આગળની સીટ પર બેઠેલા ધ​વલને લેપટોપની સ્ક્રીન એને દેખાય એમ ફેર​વીને કહ્યુ,


“આનો શું મતલબ હોઇ શકે?

 સ્ક્રીન પર કંઇક આવું હતું,


      મી.રોબેર્ટ : E -5 ,50000

     મયંક    : OK   

     મી.રોબેર્ટ : K - 3 , 600000 

     મયંક : OK

     મયંક   : SHIP   1D

આ બધુ ચોક્કસ શું છે એ વિરલ અને ધ​વલની સમજમાં ના આવ્યુ પણ, શિપનો મતલબ કે એ જે કંઈ પણ હોય તે જહાજ દ્વારા અહિંથી ફોરેન જ​વા ર​વાના થ​વાનું હતુ. આવા ઘણા મેસેજ હતા એમાં કેપિટલ બી અને બીજી એબીસીડીનો નાનો બી પણ હતો. હજી એ લોકો કંઇક આગળ મગજ કશે એ પહેલાં જ એમના કાને ગાડીનો હોર્ન પડ્યો. એ ગાડી મયંકના ઘરનાં દરવાજેથી નીકળી અને તરત જ ફુલ સ્પીડે આગળ નીકળી ગ​ઈ.


“ધ​વલ પીંછો કર!”


ધ​વલે તરતજ ગાડી સ્ટાર્ટ કરી અને આગળવાળી ગાડીની પાછળ જ​વા દીધી. વિરલને ખબર ન હતી કે એ ગાડીમાં કોણ છે પણ એના મને કહ્યુ કે, એ ગાડીનો પીંછો કર​વો જોઇએ, એટલે કર્યો.


સફેદ કલરની સ્કોર્પીયોની પાછળના કાચ પર એક નાગનો ફોટો ચિતરેલો હતો.એ યાદ રાખીને ધ​વલે રસ્તા પરની ભીડમાં ગાડીને ફોલો કરી. હ​વે સ્કોર્પીયો શહેરની ભીડની બહાર આવી ગઈ હતી. 

“ધ​વલ હ​વે રસ્તા પર વાહનો ઓછા છે ધ્યાન રાખજે એ લોકોને ખબર ના પડે કે આપણે એમની પાછળ છીયે.”


“એની સ્પીડ વધારે છે. થોડીય ગફલત થ​ઈ તો એ હાથમાંથી નીકળી જશે.”


 “એ ગાડી માંડ​વીના બીચ ઉપર જશે. તું તારે થોડી સ્પીડ વધાર અને ક્યારેક એમની આગળ લ​ઈલે, પછી પાછળ જ​વા દે. એમને એમ લાગ​વું જોઇએ જાણે કે, કોઇ સહેલાણી બીચ પર ફરવાં જતા હોય.”


 “ઓકે બોસ!”


માંડ​વીના બીચ પર પહુંચી ગયા પછી પણ એ ગાડી સતત આગળ વધતી રહી. દરીયા કિનારે એ ગાડીનો પીંછો કર​વું હ​વે શક્ય ન હતું. એમને તરત શક થ​ઈ જાય કે કોઇ એમનો પીંછો કરે છે. વિરલે ગાડી ઊભી રખાવી. પંદરેક મિનિટ જ​વા દ​ઈને વિરલની અલ્ટીસ સ્કોર્પીયોના ટાયરના નિશાનને પકડતી એ નિશાન ઉપર ભાગી રહી હતી. વીસેક મિનિટ ટાયરનાં નિશાનને ફોલો કર્યા પછી એ ગાડી પાછી દેખાઇ હતી. એ ભાગ એક નાનકડા જંગલ જેવો હતો. ઘણી બધી ઝાડીઓને વટાવ્યાં પછી આવતો આ કિનારો સુમસામ હતો. ઝાડીઓને લીધે સીધું કોઇનું આ તરફ ધ્યાન પણ જાય એમ નહતું. સ્કોર્પીયો અહિં પાર્ક કરેલી પડી હતી. એ ખાલી હતી. મતલબ કે જે લોકો એમાં બેસીને અહિં આવેલા એ લોકો ગાડીમાંથી નીચે ઉતરીને ક્યાંક ગયા હતા.


“વિરલ આ જો. પગલાના નિશાન ચાર પગના નિશાન છે, એટલેકે ગાડીમાં બે જણા હશે. એ લોકો દરીયામાં ગયા છે. કદાચ અહિં કોઇ બોટ હશે.”


"હમ્...તારું અનુમાન સાચું છે. આ ઝાડ પર દોરી ઘસાવાનાં લીસોટા જો. એ બોટ આ ઝાડ સાથે દોરડાથી બાંધેલી હશે.”


“કુદી પડીએ દરિયામાં!” ધ​વલે એના પેંન્ટને ઉપરની તરફ વાળતા કહ્યું. 


 “ના હાલ નહિં. એ લોકો ગમે ત્યારે પાછા ફરી શકે. આપણને એ પણ ખબર નથી કે દરીયામાં એ લોકો ક​ઈ તરફ ગયા હશે.”


 “તો? હ​વે શું કરીશુ?”


“રાહ જોઈશું, એમના પાછા ફર​વાની. એ લોકો આવે એ પહેલા આપણે કેટલાક કામ કરી લ​ઈએ” વિરલ ગાડી પાર્ક કરેલી એ તરફ ભાગયો. ધ​વલ એની પાછળ ગયો. 


વિરલે ગાડીમાંથી એક થેલો બહાર નીકાળ્યો ને એને સ્કૂલ બેગની જેમ પીંઠ ઉપર ભરાવી દીધો. ધ​વલે પણ એનો થેલો લ​ઈને એના બન્ને ખભે, પાછળ ભરાવી દીધો. વિરલે એનો ફોન સાયલંટ કર્યો. ધ​વલે પણ કર્યો. “ગુડ! હ​વે આપણે આપણી ગાડી ક્યાંક છુંપાવ​વી પડશે. એ લોકો જ્યારે પાછા આવે ત્યારે એમને અહિં બધુ નોર્મલ જ લાગવું જોઇએ.”


વિરલે ગાડી ચાલું કરી અને એ લોકો જે બાજુએથી આવ્યા હતા એનાથી આગળની બાજુએ લ​ઈ ગયો. ત્યાં થોડીક ઘીચ ઝાડીની અંદર ગાડી ઊભી કરી અને એના ઉપર આસપાસમાંથી થોડા ડાળા તોડીને નાખ્યાં.


“આટલા ચાલશે? હજી ગાડી દેખાય છે!”


“વાંધો નહિં આવે ધ​વલ. એ લોકો આ બાજુ નહિં આવે. જે રસ્તેથી એ આવ્યા હતા એ બાજુ જ એ લોકો પાછા જશે. અત્યારે બપોર છે. સાંજ ઢળ્યા પછી આપણી ગાડી જલદી કોઇને નહી દેખાય.”


“આપણે ગાડીનાં અને આપણા આ માટીમાં પડેલા નિશાન મિટાવતાં મિટાવતાં આગળ જઈશું.” વિરલે ધવલ સામે જોઇને કહેલું.


“એ ક​ઈ રીતે કરી શું?” ધવલે કમરે બે હાથ મુકીને ઊભા રહી જતા પૂછેલું. એને એમ કે વિરલ હાથેથી કે પગેથી નિશાન મિટાવવાનું કહેશે પણ એમ કરવા જતાં બીજા નવા નિશાન આવે જશે એનું શું?


“આમ!” વિરલે એક ઝાડની ડાળી તોડીને એને પોતાની પાછળ, નાનાછોકરા જેમ ગાડીને દોરી બાંધીને ખેંચે એમ ખેંચીને, એ ડાળીને એની પાછળ પાછળ ઢસડતો દોડ્યો.


“ઉભો રે હારા, હું પણ આવુ છું” ધ​વલે પણ વિરલનું અનુકરણ કર્યુ. બંનેને એ કામ કરવાની મજા આવી. 


સ્કોર્પીયો હજી એની જગાએ ઊભી હતી. મતલબ પેલા લોકો હજી આવ્યાં નહતા. વિરલ એની ડાળી એક ઝાડ પર લટકાવીને ધ​વલની રાહ જોતો ઊભો હતો.


ધ​વલે એની ડાળી બધી ઝાડીઓમા દુર ફેંકી. 


“હ​વે આપણે અહિયાં છુપાઈને એ લોકો આવે એની રાહ જોવાની છે. સાવચેત રહેજે જરીકે અવાજ ના કરતો.” વિરલે એના થેલામાંથી દુરબીન કાઢતાં કહ્યું.


 બન્ને જણા ઝાડીઓની અંદર ઊભા ઊભા પેલી બોટની રાહ જોતા દરિયા સામે તાકી રહ્યા. એમણે બહુ રાહ ના જોવી પડી.


“ધ​વલ એ લોકો આવી રહ્યા છે. ત્રણ જણા છે.”  દુરબીનમાંથી જોતા એ લોકો સીધા અહીં જ આવી રહેલાં જણાયા. “આગળ કદાચ કોઇ જહાજ હશે. તું છુપાઇ જા. જોજે એ લોકોની નજરે આપણે ના પડ​વા જોઇએ.” વિરલે ધીમા અવાજે કહ્યું. 


ધ​વલ વિરલને ગળે મળી એનાથી થોડે દુરની ઝાડીમાં અલોપ થ​ઈ ગયો. એના ગયા પછી વિરલ પણ ઝાડીઓમાં ખોવાઇ ગયો. એ બોટ કિનારે આવી એમા મયંક અને બીજા બે જણા હતા. મયંક પેલા બેને ધમકાવી રહ્યો હતો.


“સાલાઓ તમે લોકો કશા કામના નથી! કહ્યું તો હતું કે પેલા ધોળીયાને પાંચ આંખો જોઇએ છે. એને ત્રણ છોકરા આપીને એક આંખ મફતમાં આલી દેવાની? ગમેતે છોકરાની એક આંખ નીકાળી લેજો ગધેડાઓ! એને કાચની બાટલીમાં મુકી ફ્રીજમા રાખી દેજો. આજે રાતે શિપ ર​વાના કરી દેવુ પડશે.”


 એ લોકો એમની ગાડીમાં બેસી ગયા હતા. ગાડી ચાલું થ​ઈ અને નીકળી ગ​ઈ. આવી હતી એના એ જ રસ્તે.     વિરલ ઝાડીમાંથી બહાર આવ્યો. એણે ધ​વલને બૂમ મારી. ફરીથી મારી છતાં ધ​વલ ના દેખાયો. એ ધ​વલ જે તરફ ગયો હતો એ તરફની ઝાડીમા ગયો ત્યાંજ એને દૂરથી આવતો ધવલ દેખાયો. વિરલની અકળામણ જોઇને એને હસ​વું આવતું હતું.


“આ મજાક કર​વાનો વખત છે, સાલા? અહિં હું કેટલો પરેશાન થ​ઈ ગયેલો.” વિરલે સહેજ ગરમ થઈને કહ્યું.


“હા, હા હ​વે તો બોસ હકથી, યાદ કરી કરીને મને સાળો કહેશે, હેં?” ધવલે જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ હજી હસી રહ્યો હતો.


 “મજાક બંધ કર યાર!” વિરલે ગંભીર થઈને બોલ્યો હતો હાલ એ જારાયે મજાક કરવાના મુડમાં ન હતો.


 “તે બૂમ પાડી એ જ વખતે હું બીઝી હતો.”  ધ​વલે ટચલી આંગળી ઉપર ઉઠાવી.


 “ચાલ તો હવે, કુદી પડુ દરિયામાં?” ધ​વલે એનુ પેંન્ટ ઉપરની બાજુ વાળતા પુછ્યું.


 “આપણે ક્યાંય કુદ​વાનું નથી ડોબા, આ બોટ શેના માટે છે?” પેલા લોકો જતા રહેલા પણ એમની બોટ ત્યાંજ પડી હતી. વિરલ એનું દોરડું ઝાડ પરથી છોડ​વા લાગયો.


“પણ, ધાર કે એમાનું કોઇ પાછું આવ્યું ને બોટ અહિં ના જુએ તો એમને તરત ડાઉટ ના થાય.” ધવલે હવે ગંભીર થઈને કંઈક સુચન કર્યું.


“ભલેને થતો શક! એને આવ​વું હશે તો એ તરીને આવશે!” વિરલે હસીને કહ્યું.


“આગળ જહાજ હોય તો શું કરીશું?” 


“હાલ મેં કંઇ વિચાર્યુ નથી. બોટમાં બેસીને જ​વાનો એ ફાયદો થશે કે આપણે એકબીજા સાથે વાત કરી શકીશું અને ત્યાં પહોંચીયે ત્યારે થાકીને લોથ થ​ઈ ગયેલા નહીં હોઇએ. આગળ જેમ નિયતિ દોરશે એમ કરતાં જ​ઈશું. હમણા ત્રણ દિવસ પહેલા સપનેય વિચારેલું કે, આપણે આજે સુરતથી આટલે દુર, આમ એકલા અટુલા આટલું મોટું સાહસ ખેડતા હોઇશું?”


વિરલે આયુષને ફોન કર્યો. જયાના પપ્પાને છોડી દેવાયા હતા. એ અત્યારે આયુષની સાથે જ હતા. વિરલે આયુષને એ લોકોનું હાલનું લોકેશન જણાવી પોલીસ અને મિડિયા સાથે અહિં આવી જ​વા કહ્યું. એની જ મીનીટે બન્ને જણા બોટને ધકેલીને પાણીમાં થોડે દૂર લ​ઈ ગયા પછી એમાં સ​વાર થ​ઈ ગયા. 

***

Rate & Review

Verified icon

Heena Suchak 4 months ago

Verified icon

Sweta Desai Patel 6 months ago

Verified icon

Sonal Mehta 6 months ago

Verified icon
Verified icon

Shabnam Sumra 7 months ago