Atut dor nu anokhu bandhan - 7 books and stories free download online pdf in Gujarati

અતુટ દોર નુ અનોખું બંધન -7

નીર્વી અને સાચી પરીને અલગથી લગ્ન માટે સમજાવે છે. તે કહે છે કંઈ નહી તારા સાસુની ઈચ્છા છે તો હા પાડી દે ને. આમ પણ લગ્ન  ગમે તે રીતે થાય કે આગળ પાછળ જવાનું તો એક ઘરમાં જ છે ને લગ્ન કરીને.

આપણે ત્યાં તો સાથે છીએ ને.

પરીના મમ્મી : ના બેટા આ તો મને પણ ઠીક નથી લાગતુ. આખરે તમારી ત્રણેય ની આ દોસ્તી ખાતર તો આવુ ઘર શોધ્યું છે. અને અત્યારથી બધુ અલગ થવા લાગે તો કેમ ચાલશે.

આજ સુધી પરી પોતાનુ કોઈ ડીસીઝન જાતે ના લઈ શકતી. પણ આજે તે સ્પષ્ટ કહે છે, પ્રથમ એ માનવું જ પડશે. અને તેના મમ્મી ને પણ મનાવવા પડશે.જો.તે મને પ્રેમ કરતો હોય તો તેને આટલું તો કરવુ પડે ને

અત્યારથી જ આવુ થશે તો એ લગ્ન પછી આપણને એક પણ નહી રહેવા દે. અને આ આપણી એકતાની હારની શરૂઆત થશે. આ હુ જરા પણ કરવા તૈયાર નથી. પછી ભલે જે થાય તે. આટલા મોટા પરિવાર મા ટકવા માટે આપણે મજબૂત તો થવુ જ પડશે ને.

અને ખબર છે ને દાદીને આપણા ત્રણેય પર બહુ આશા છે. તેમના પરિવાર ને એક તાતણે બાધી રાખવા તો એમણે આપણી પસંદગી કરી છે.

નીર્વી : તો સારૂ આપણે પ્રથમ શુ કરે છે તે જોઈએ.

                *        *         *        *        *

પ્રથમ તેની મમ્મી ના રૂમમાં જાય છે. તેની મમ્મી નિલમ પાસે.

પ્રથમ : મમ્મી પ્લીઝ કંઈ વાત તો કર. અને મારી વાત માન. તને આ લગ્ન સાથે કરવામાં શુ પ્રોબ્લેમ છે ??

આમ પણ ક્યાં સાદાઈથી લગ્ન છે. છે તો ધામધૂમથી જ ને. અને આમ પણ અમે ભાઈઓ જ છીએ ને સાથે લગ્ન મા તને શું વાધો છે ??

નિલમ : તને ખબર છે ને આપણી કેટલી ઓળખાણો છે અને મોટું સર્કલ છે. બધા ને બોલાવવા તો પડે ને. અને આપણા સ્ટેટસ પ્રમાણે પણ બધુ હોવુ તો જોઈએ ને.

પ્રથમ : એવુ કંઈ ના હોય મમ્મી. આપણે પરીને આવ્યા પછી પણ બધુ કરી જ શકીએ છીએ ને. અત્યારે ક્યાં જરૂર છે એની. અને આજે તને તારો દીકરો જરા પણ વ્હાલો હોય તો પ્લીઝ આ લગ્ન માટે હા પાડી દે નહી તો હુ સમજીશ કે તને તારા ફક્ત તારા દેખાડાના સંબંધો મા જ રસ છે મારી ખુશીની કંઈ પરવા જ નથી. એમ કહીને તે રૂમમાંથી બહાર નીકળી જાય છે.

               *         *        *         *        *

નિલમ રૂમમાં બેઠી હોય છે ત્યાં જ તેની દીકરી આવે છે. નિલમ તેને પ્રથમ એ કહેલી બધી વાત કરે છે.

તે કહે છે મમ્મી હાલ ભાઈની વાત માની લે એટલે એને તારા પર વિશ્વાસ આવી જાય. પછી એકવાર ત્રણેય ને આવવા દે આ ઘરમાં પછી જોઈ લઈશું કે એવી ટકી રહે છે તેમની દોસ્તી.

                *        *       *        *        *

નિલમની હા પાડતા જ ઘરમાં જોરશોરથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

આ બાજુ પરી, નીર્વી અને સાચી ત્રણેય એક સાથે જ બધી ખરીદી કરે છે. સાચી ના મમ્મી પપ્પા પણ નીર્વી માટે ઓછુ પડે તો તરત જ પોતાની રીતે બધુ સેટ કરી દે છે.

આખરે લગ્નનો દિવસ આવી જાય છે. ત્રણેય વરરાજા જાન સાથે વાજતે ગાજતે લગ્ન મંડપ મા આવી જાય છે.

આ બાજુ આવતા જ નિલમ ફરી ધડાકો કરે છે કે પહેલા પ્રથમ ના મેરેજ થશે અને પછી શાશ્વત અને નિસર્ગ ના.

દાદી ચોક્ખુ ના પાડે છે કે મેરેજ થશે ત્રણેય ના સાથે જ ત્રણેય એક જ મંડપમા ત્રણ ચોરીમાં સાથે.

અને ફાઈનલી લગ્ન સરસ રીતે વિધિસર સારી રીતે પતી જાય છે. અને વિદાય પણ થાય છે.

આ બાજુ વિદાય પછી નિલમ પહેલા પ્રથમ અને પરીને ગાડીમાં મોકલે છે.અને સાથે જ શાશ્વત અને સાચીને પણ મોકલે છે.

તેનો ઈરાદો એવો હતો કે તે પહેલાં પ્રથમ અને પરીનો ગૃહ પ્રવેશ કરાવવાનો હતો. પણ દાદી તેનો ઈરાદો સમજી જતાં ફટાફટ નિસર્ગ અને નીર્વી સાથે ગાડીમાં બેસી ને ઘરે આવે છે.

આ બાજુ તે પરી અને સાચીને ગૃહપ્રવેશ માટે કહે છે પણ તે ના પાડી દે છે એટલે નિલમને ગુસ્સો આવી જાય છે અને ઘરમાં જતી રહે છે.

અને નીર્વી ના આવતા જ ત્રણેય એક સાથે લગ્ન કરીને ત્રણેય લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. અને અંદર આવીને ત્રણેય દાદીને ભેટે છે અને પગે લાગે છે.

દાદી આશીર્વાદ આપતા કહે છે , અખંડ સૌભાગ્યવતી. તમારી આ એકતા હંમેશા બની રહે. કોઈ પણ દુષ્ટ પરિબળોની તમારા પર કોઈ અસર ના થાય.

પછી ત્રણેય રૂમમાં જઈને કપડાં ને ચેન્જ કરે છે અને દાદી ત્યાં આવે છે રૂમમાં અને કહે છે બેટા મારે તમને એક વાત કહેવાની છે રાત્રે રિશેપ્શન માટે.

ત્રણેય ના કાનમાં દાદી કંઈક વાત કરે છે અને ત્રણેય કહે છે કામ થઈ જશે દાદી.પછી દાદી કહે છે ,  રાત્રે ત્રણેય મસ્ત તૈયાર થઈ જજો રિશેપ્શન માટે. આજે તો ભલ્લા ખાનદાન મા ત્રણ ત્રણ દીકરી જેવી વહુઓ એકસાથે આવી છે તો વટ તો પડવો જ જોઈએ.

એટલે બધા હસે છે અને દાદી રૂમમાંથી બહાર જાય છે.

શું કહ્યું હશે દાદીએ રિશેપ્શન માટે ?? એવુ તો શુ થવાનું હશે ત્યાં ??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -8

next part........ publish soon.............................