KING - POWER OF EMPIRE - 33 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 33

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ને મનાવી ને તેની બર્થડે પાર્ટી મા જવાનું ઇન્વિટેશન મેળવી લે છે અને કાનજીભાઈ પટેલ ને મળવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થશે એની તેને ખુશી થાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ બુલેટ ના સેલ થી ઘણી બધી માહિતી મળી જાય છે અને હવે તે એનાં ખાસ ખબરી ને કામ પર લગાડે છે અને બીજી કેટલીક માહિતી મેળવવા પ્રયાસ કરે છે , શું થશે આગળ ચાલો જાણીએ) 

શૌર્ય કૉફી શોપ પર થી નીકળી ને ઘરે પહોંચે છે તે અંદર જાય છે ત્યાં 
S.P. અને અર્જુન તેની રાહ જોતાં બેઠા હોય છે, શૌર્ય ને અંદર આવતો જોઈ ને S.P. એ કહ્યું, “સર કયાં હતાં તમે? ”

“કૉફી શોપ પર ગયો હતો ” શૌર્ય એ બેસતાં કહ્યું 

“સર અમને કહેવું તો હતું અમે પણ સાથે આવત તમારી ” S.P. એ કહ્યું 

“અરે S.P. એમાં ટેન્શન ની કોઈ વાત નહીં, પ્રીતિ, શ્રેયા અને અક્ષય સાથે હતો અને પ્રીતિ ના બર્થડે મા જવાનું છે બસ એજ કામ હતું ” શૌર્ય એ કહ્યું 

“ઓહહ મતલબ ઇન્વિટેશન મળી ગયું ” અર્જુન એ કહ્યું 

“હા ” શૌર્ય એ કહ્યું 

“સર જલ્દી તૈયાર થાવ હવે કંપની પર જવાનું છે ” S.P. એ કહ્યું 

“પણ અત્યારે ” શૌર્ય એ કહ્યું 

“તો કયારે જવું છે સર? ” અર્જુન એ કહ્યું 

“એક કામ કરો કાલ સવારમાં જશું અત્યારે જશું તો બહુ ટાઈમ નીકળી જશે ” શૌર્ય એ કહ્યું 
 
“તમારી વાત પણ સાચી છે ” S.P. એ કહ્યું 

“કંપની મા બધું બરાબર છે ” શૌર્ય એ કહ્યું 

“હા સર, બધું તૈયાર છે અને બીજી એક વાત કે મોટા ભાગની કંપનીઓ આપણા સાથે કામ કરવા તૈયાર છે અને તેણે એગ્રીમેન્ટ પણ આપી દીધા છે, બસ બધાં તમને મળવા માંગે છે ” S.P. એ કહ્યું 

“જરૂર સમય આવતાં હું બધાં ને મળી ” શૌર્ય એ સ્મિત આપતાં કહ્યું 

“સર જે જમીન માટે તમે કહ્યું હતું એના એગ્રીમેન્ટ તૈયાર છે બસ એક પ્રોબ્લેમ છે ” અર્જુન એ કહ્યું 

“પ્રોબ્લેમ.... શું પ્રોબ્લેમ છે? ” શૌર્ય એ કહ્યું 

“સર એ જમીન ખેડૂતો ની છે અને તે લોકો એ આપવા તૈયાર નથી તેનું કહેવું છે કે તેની જમીન  કયારેય પણ તે બિઝનેસમેન ને નહીં આપે તે તેનાં પર ફેકટરી બનાવી ને બધું દૂષિત કરી નાખે છે ” અર્જુન એ કહ્યું 

“ઠીક છે S.P. ગાડી કાઢો હું અત્યારે જ એ બધા ખેડૂતો ને મળીશ ” શૌર્ય એ કહ્યું 

“સર પણ એ જમીન શહેર થી બહુ દૂર છે ત્યાં પહોંચતા ટાઈમ લાગશે ”S.P.  એ કહ્યું 

“ઓકે તો હેલીકોપ્ટર તૈયાર કરો એમાં તો ટાઈમ નહીં લાગે ” શૌર્ય એ કહ્યું 

“સર પણ અત્યારે જવું જરૂરી છે ” S.P. એ કહ્યું 

“હા કારણ કે સમય પર જો એ લોકો ને નહીં સમજાવયા તો બીજું કોઈ જબરદસ્તી એની જમીનો પર કબજો કરી લેશે એટલે અત્યારે જ જવાનું છે ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું 

“ઓકે સર હું ફોન કરીને જાણ કરું છું બધી વ્યવસ્થા થઈ જશે ” S.P. એ કહ્યું 

મુંબઈ શહેર થી 80 કિ.મી. દૂર હતું એક ગામ વિલાસપુર અને વિલાસપુર થી શૌર્ય ની કંપની માત્ર 20 કિ.મી. જ દૂર હતી, શૌર્ય એ કંપની શહેર થી ખૂબ દૂર બનાવી હતી એટલી સરળતા થી કોઈની નજર ના પડે, વિલાસપુર વિશાળ ગામ હતું અને ત્યાં રહેતાં લોકો નો એક જ વ્યવસાય હતો અને તે હતો ખેતી. ઘણાં બિઝનેસમેન એ ગામની જમીન ખરીદવાનો પ્રયત્ન કરતાં હતાં પણ ત્યાં ના લોકો ના સંપને કારણે કોઈ તેનું મનોબળ તોડી શકયું ન હતું ,ત્યાં બધા ની નજર એ માટે હતી કારણ કે તે વિશાળ ગામ હતું અને તેની પાસે થી નદી પણ વહેતી હતી એટલે કોઈ પણ કંપની ને પાણીની જરૂરિયાત સરળતાથી પુર્ણ થઈ શકે તેમ હતી અને ત્યાં ની ફેકટરી માંથી નીકળતા કચરાનો સરળતા થી નિકાલ પણ કરી શકાય તેમ હતો અને સૌથી મોટો ફાયદો હતો ત્યાં ના લોકો કારણ કે તેને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય ન આવડતો હોવાથી જમીન તેના હાથમાંથી જતાં ના છૂટકે તેને તે ફેકટરીઓમાં મજૂર તરીકે કામ કરવું પડે એટલે મજૂર નું પણ ટેન્શન ન હતું આ કારણ થી લોકો એ જમીન નો વધારે ભાવ આપવા પણ તૈયાર હતાં. 

વિલાસપુર નું પણ એક અતિત હતું, જે જમીન પર એ ગામ બન્યું તે એક ટ્રસ્ટ ના માલિકે વર્ષો પહેલાં દાનમાં આપી અને આજે એ જ ટ્રસ્ટ ના નવા માલિક ને આ વાત ની જાણ થઈ એટલે તેણે નક્કી કર્યું કે તે આ જમીન ને કોઈ મોટી કંપની ને વહેંચી ને કરોડો રૂપિયા મેળવી લેશે, આમ પણ કાયદાકીય રીતે આ જમીન ટ્રસ્ટ ના નામ પર હતી એટલે કોઈ પ્રોબ્લેમ પણ ન હતી, જયારે ગામ ના લોકોને એ ખબર પડી એટલે તેમના માટે મુસીબત ઉભી થઇ ગઇ, તેણે વિરોધ કર્યો પણ તેનો કોઈ ફાયદો ન હતો, કારણ કે કાયદાકીય રીતે એ જમીન પર એમનો કોઈ હક ન હતો, હવે તેમણે ન છૂટકે એ જમીન અને ગામ છોડવું પડે એમ હતું, પણ શૌર્ય ને આ વાત ની ખબર પડી તેને પણ એ જમીન જોતી હતી, તે ધારે તો ટ્રસ્ટ ના માલિક ને માંગે એટલા પૈસા આપીને જમીન મેળવી શકે એમ હતો પણ તેનાં મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. 

ટ્રસ્ટનો માલિક જયદેવ પવાર એ જમીન ની હરાજી કરવા માંગતો હતો કારણ કે એમ કરવાથી વધારે પૈસા તેને મળી શકે, ગામનાં લોકો ગામ છોડવા તૈયાર ન હતા, શૌર્ય ની કંપની એ આપેલી અૉફર ને પણ અવગણી નાખી અને ત્યારબાદ પવાર આવ્યો તેણે જમીન ની હરાજી નું એલાન કરી દીધું, હવે એ લોકો ને ગામ પણ છોડવાનું હતું અને તેનાં હાથમાં એક પણ પાઈ આવવાની ન હતી. 

શૌર્ય ની આસપાસ ના ઘણાં વિસ્તારમાં હેલીપેડ હતાં અને વિલાસપુર ના સૌથી નજીકના હેલીપેડ પર શૌર્ય નું હેલીકોપ્ટર લેન્ડ થયું ,નીચે ઉતરતા જ ચાર ગાડી ત્યાં પડી હતી, કાળાં કલરનાં સુટમાં કેટલાક લોકો ત્યાં ઉભા હતાં, શૌર્ય ના આવતાં જ તે બધાં તેની પાસે પહોંચી ગયાં, તેમાંથી એક એ કહ્યું, “વેલકમ સર ”

“સર તમારી કાર તૈયાર છે ” બીજ એક વ્યક્તિ એ કહ્યું 

“ઓકે ” શૌર્ય એ કહ્યું 

તે બધાં ગાડી તરફ પહોંચ્યા, બધાં કારમાં બેસવા જતાં હતાં ત્યાં જ શૌર્ય એ તેનાં રોકયાં અને કહ્યું, “એક મિનિટ, તમે બધા અહીં થી કંપની પર જાવ, હું,S.P. અને અર્જુન જ ગામ માં જશું ”

“ઓકે સર ” આટલું કહીને બાકી ની ત્રણ કાર જતી રહી, શૌર્ય, S.P. અને અર્જુન ગાડીમાં બેસી ગયા અને વિલાસપુર તરફ નીકળી ગયા, અર્જુન ને શૌર્ય નું આમ કરવાનો અર્થ સમજાયો નહીં પણ તેણે શૌર્ય ને એ વિશે પૂછવાનું ટાળ્યું. 

શૌર્ય વિલાસપુર તરફ જઈ રહ્યો હતો, આજે તે લોકો મુસીબત મા હતા પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હતો, શું શૌર્ય તેમના માટે કોઈ આશાનું કિરણ લઈ ને જશે કે પછી તે એ લોકોની જમીન જયદેવ પવાર પાસેથી ખરીદી ને તેને પોતાના ગુલામ બનાવશે, આ એક નવો વળાંક છે આ સ્ટોરી નો અને શૌર્ય ના કિંગ તરીકે નો એક નવો અધ્યાય જે હવે ઘણાં નવા કિસ્સા લઈ ને આવવાનો છે આ સ્ટોરી માં, હજી દિગ્વિજય સિંહ ને પણ ખબરી પાસે થી ખબર મળવાની હતી, પ્રીતિ ના બર્થડે મા પણ કંઈ નવું થશે અને આખરે એ ફંકશન કે જેમાં શૌર્ય દુનિયા ની સામે આવી ને એક રહસ્ય ઉજાગર કરવાનો હતો, રહસ્યો તો ઘણાં છે બસ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”