marubhumi ni mahobbat - 4 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમીની મહોબ્બત - 4

મરુભૂમીની મહોબ્બત - 4

@@@@@@@ ભાગ - 4  @@@@@

                    "મહેક એક શ્રાપિત ઔરત છે..."

મિતલના એ શબ્દો મારા કાનમાં ગુજી રહ્યા. મિતલ જેવી ભણેલી ગણેલી છોકરી ના મુખેથી આવાં શબ્દો સાભળી મને હસવું આવી ગયું હતું પરંતુ, મિતલ ની વાતમાં ભારોભાર તથ્ય હતું એની જાણ મને પાછળ થી થઈ.

            મિતલ ફક્ત મારી બહેન જ નહોતી.. મારી અચ્છી દોસ્ત પણ હતી. કેટલીય એવી વાતો.. જે હું બીજા કોઈ સામે કહી શકતો... મિતલ સમક્ષ સાવ હળવો ફુલ થઈ જતો. અમારા ભાઈ બહેન ની કેમીસ્ટ્રી એવી જોરદાર હતી. એ કોઈ મામુલી યુવતી નહોતી.. સૌદર્ય સાથે સ્વાભિમાન નો સંગમ હતી. તથ્ય વગરની વાત એ કરે જ નહીં.... અને, એટલે જ હું આદુ ખાઈને એની પાછળ પડી ગયો હતો કે મને રણવિસ્તાર ની એ અનુપમ સુદરી થી માહિતગાર કરે..

          "મિતલ... પ્લીઝ... મારે મહેક વિશે જાણવું છે.."

          "એ બધું જાણીને તું શું કરીશ... તું અહીં મહેમાન બનીને આવ્યો છે તો ખાઈ પી ને આરામ કર... થોડાં દિવસ રોકાઈ જા... જેસલમેર ફરી આવ... પણ, મહેરબાની કરી એ છોકરી ના ચકકર મા ન પડતો...તને ખબર નથી.. એ માયાવી ઔરતના મોહપાશમા કેટલાની જિંદગી બરબાદ થઈ છે..."

           "પણ...શા માટે... બેન... એ કેટલી માસુમ છે.."

           "એ માસુમ કયારે માતમ બની જશે.. એનો તને અંદાજ પણ નહીં આવે... મારા.. ભાઈ... મને તો નવાઇ લાગે છે કે તને અહીં આવ્યા ને એક દિવસ પુરો નથી થયો અને એણે તને લપેટમાં લયી લીધો... તું સમજી શકે છે ને... હું શું કહેવા માગું છું.." 
  
              મિતલ ની વાત છેક ખોટી તો નહોતી.. એ યુવતી ને નિહાળતાં જ હું સુધબુધ ભૂલી જતો. પહેલી જ નજરમાં હું એનાં પ્રેમ મા પડી ગયો હતો. એનાં દેહનાં અદુભૂત વળાંક છેલ્લા ચોવીસ કલાક થી મારા દિમાગનો કબજો લયીને બેઠાં હતાં. મારી જાત મારા કાબુમાં નહોતી. એનો શ્યામલ મોહક ચહેરો, એની સુંદર આખો, એનાં રસભરેલ હોઠ, એની કાળી ભમ્મર જુલ્ફો યાદ આવતી અને મારા શરીરમાં ઞણઞણાટી ફેલાતી.

       મિતલે પહેલી વાર મને સ્વસ્થ ચિતે વિચાર કરવાની તક આપી હતી. આ છોકરી ને હું જીવનમાં કયારેય મળ્યો નથી તો પછી આટલી હદે વળગણ કેમ થયું..? લવ એઝ ફર્સ્ટ સાઈટ... જેવા વાક્ય ને હું મારી જિંદગી મા ખાસ મહત્વ નથી આપતો.  મે જિંદગી ખૂબ જ કઠોરતા થી જીવી હતી.અમારા કુટુંબમાં આર્મી ના નિયમો નું સખ્તાઈથી પાલન થતું. રોજ સવારે ઉઠીને દોડવા જવું.. હાર્ડવર્ક કરવું... ડિસીપ્લીન... અદબ... સભ્યતા મને ગળથૂથીમાં મળેલ ગુણ હતાં. કોઈપણ પ્રકારની કમજોર લાગણીઓ નો શિકાર થઈ શકું એટલો નબળો હું નહોતો. આજે મને ચોવીસ વર્ષ થવા આવ્યા હતા અને મે ડિફેન્સ મંત્રાલય તરફથી થતી ભરતીઓ મા ભાગ લીધો હતો અને કદાચ, ટુક જ સમયમાં આઈ. બી જેવી જાસુસી પોસ્ટ પર મારું સિલેક્શન નક્કી હતું. ખૂબ જ નાની ઉંમરે મે હાઈજમ્પ લગાવ્યા હતાં એટલે, આવી ફાલતું બાબતમાં ઉતરવાનો મને ટાઈમ ઓછો મળતો.. આમ છતાં, આ રણવિસ્તાર ની એક અજાણી છોકરી એ મારાં તનમનમા ઉથલપાથલ મચાવી હતી. એનું કારણ હું પણ સમજી શકયો નહોતો..કોઈ જ પ્રકારના પરિચય વગર હું એની તરફ ખેચાયો અને પાગલપન ની હદે એની ચાહતમા ડૂબી ગયો હતો. પ્રેમ મા આકર્ષણ, વાતચીત એવાં સ્ટેપ હોય છે જયારે હું તો સીધો જ એની દેહસૃષ્ટિ મા અનંગખેલ ખેલવાની ધૃષ્ટતા કરી બેઠો હતો... મને ખરેખર અત્યારે મારી જાત પર શરમ આવતી હતી... માય ગોડ... સ્મિત ... પોતાની જાત ઉપર આટલો કન્ટ્રોલ પણ નહીં..? 

        મે મિતલ ને આખી હકીકત જણાવી દીધી.

      "સ્મિત... તે એની સાથે રોમાન્સ કર્યો...? આર યુ મેડ..? તને શરમ નથી આવતી...? "મિતલ ખરેખર ખીજાઈ હતી.

       "મિતા... પ્લીઝ... બૂમો ના પાડ.. એની અંદર કશુંક છે કે જે મને દુનિયામાં બીજે કયાય નથી મળ્યું.."

       "સ્મિત.... તારી સગાઇ થઈ ચૂકી છે..."

        "જેની સાથે મારી સગાઈ થઈ છે એ છોકરી ને મે હજું સુધી જોઈ નથી... મિતા..."

         "આપણામાં જોવાનો રિવાજ નથી "

        "તું શા માટે જીજુ ના પ્રેમ મા પડી હતી..? " 

         "મે મારા જીવનમાં એક જ શખ્સ ને પ્રાધાન્ય આપ્યું છે અને મારી પસંદગી મા મારો પરિવાર સંમત હતો... હા...જો ફેમીલી ની ઈચ્છા ના હોત તો મે આ સંબંધ ન કર્યો હોત.."

          "પણ,હું સૌને મનાવી શકીશ... મહેક મને ખૂબ જ ગમે છે.. હું એનાં વગર નહીં જીવી શકું એવું મને લાગે છે.."

          "અને, મને એવું લાગે છે કે એણે ચોક્કસ તને મોહપાશમા ફસાવી દીધો છે... તને મારી વાત પર વિશ્વાસ નથી આવતો... સ્મિત.... તો સાભળ...એ તારી એક દિવસ ની માશૂકા ને લીધે આ ગામમાં, આ પંથકમાં હજારો છોકરાઓ ની જિંદગી બરબાદ થઇ છે.." 

         "પણ,એવુ તે એણે શું કર્યું છે..? "

        " એ કશું નથી કરતી. કરે છે એના માથાભારે ભાઈઓ અને કુટુબીજનો...."

          "મતલબ..."

          "મતલબ કે જે એને પામવા જાય છે એ મહેક ના ભાઈ ઓના હાથની માર ખાય છે અને છેવટે મોટા લફડા ઉભા થાય છે. મારે તને આ બધાં લફડા મા નથી નાખવો...સો..પ્લીઝ... ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ..."

        " એ તો સ્વાભાવિક છે.અગર, મહેક ની ઈચ્છા વિરુદ્ધ કોઈ એની છેડતી કરે અને એના ભાઈઓ પેલા છોકરા સાથે મારપીટ કરે.. એ યોગ્ય જ છે.. એથી, કાઈ મહેક શાપિત ઔરત નથી બની જતી..."

          "એ અર્થમાં હું એને શાપિત નથી કહેતી... સ્મિત.."

           "તો...બોલ ને...મારે જાણવું છે.."

            "તે રાજકુમારી મૂમલ નું નામ સાભળ્યુ છે..?

મે મસ્તક ધુણાવ્યું.. બાળમેર શહેરમાં આવતી જતી ટ્રકો ની પાછળ... મારવાડ રી મૂમલ... એવાં શબ્દો મે વાચ્યા હતાં.

               "ના...મને યાદ નથી.." 

        "તારી આ માશૂકા મહેક રાજકુમારી મૂમલ નો બીજો અવતાર ગણાય છે.."

હવે મને મારી આ બહેન ખરેખર ભેજાગપ લાગી રહી હતી. મારું માથું ફાટતુ હતું. ટેકનોલોજી ના યુગમાં આવી ઢંગધડા વગર ની વાત એ કરતી હતી અને મને ગુસ્સો આવતો હતો. સામે મિતલ ન હોત તો મે વાત ને હસી નાખી હોત પરંતુ, મહેક ની આસપાસ બનતી દરેક ઘટનાઓ મા મને રસ પડતો જતો હતો.

          "બપોરે મારું કામ પતાવીને હું તને રાજકુમારી મૂમલ ની વાત કહીશ અને તારી આ મહેક નું કનેક્શન સમજાવીશ.. પણ,હાલ તું એનાથી દુર રહે... સમજયો..." 

          "ઓકે...પણ,હું ગામમાં તો ફરી શકું ને...એમાં તો કોઈ પાબંદી નથી ને...."

             " ના....કેમ.."

   "તારા આ ગામ ના ડોસાઓ મને સલાહ આપે છે કે તમારે આ તરફ આવવું નહીં..."

        " અજાણ્યા ગામમાં કોઈની દીકરી જોડે લફરાં કરવા માટે સવાર સવારમાં નીકળી પડો તો એવું ય સાભળવા મળે.. તને ખબર નથી પણ,મહેક આખાય ગામમાં પંકાયેલી છે.."

      "પ્લીઝ... યાર.. તું મહેક વિરુદ્ધ કશું ના બોલ.."

          "કેમ.... તારી કાય સગી થાય છે.."

            " કદાચ, તારી ભાભી થશે... ભવિષ્યમાં.."

            " નેવર.... નો....છટ્.."

      મિતલ ને એના હાલ પર છોડી હું રુમમાં ગયો. મારું લેપટોપ ખોલ્યું. ખાસ્સા મેઈલ આવેલ હતાં.એમા એક મેઈલ જોઈને મારી આખોમા અનોખી ચમક આવી ગઈ... ઓહ માય ગોડ.... ડિફેન્સ મંત્રાલય નો એ મેઈલ હતો. મે આપેલ અન્ડરગ્રાઉન્ડ એકઝામ નો એમાં રિપ્લાય હતો. જેમાં મને જણાવાયું હતું કે તમારા લોકેશન પર અમે તમને એક કામ સોપીશુ અને પછી ટેસ્ટ થશે કે તમે લાયક છો કે નહીં..! મને નવાઈ લાગી.. શુ એ લોકો ને ખયાલ હશે કે હું રાજસ્થાન મા છું..? અને, જો ખબર હોય તો એ મને અહીં શું કામ આપશે..? મારા તનમનમા અનેરો રોમાંચ ઉભરાઈ આવ્યો હતો. મારી મહેનત લેખે લાગી હતી. જેમાં મને રસ હતો એમના તરફથી મને ગ્રીન સિગ્નલ મળ્યું હતું... પણ, આ ખુશી હું બીજા કોઈ સાથે શેર કરી શકું એમ નહોતો... કેમ કે, મેઈલ મા એક સખત વોર્નિગ હતી કે અમારી સાથે તમારું કોઈ કનેક્શન છે એની કોઈને ખબર ન પડવી જોઈએ.. અમે તમને સામે થી મળવાની કોશિશ કરીશું..

           મારી જિંદગી નો ટર્નિંગ પોઈંટ અહીંથી શરૂ થતો હતો.

બચપણથી મને ખ્વાઈશ હતી કે હું દેશ માટે કશુંક કરું. મારા દાદા આર્મીમેન હતા. મારા પિતા ની ઈચ્છા હતી કે મારે આર્મી જોઈન્ટ કરવુ...મારા કાકાએ એ મને ગાઈડ પુરુ પાડેલું. એમણે મને અલગ જ ફિલ્ડ પસંદ કરવા માટે ભલામણ કરી. સામી છાતીએ લડતાં ફૌજી તો બહાદુર હોય જ છે પરંતુ, સમય જતાં દેશસેવા નો સંદર્ભ બદલાયો છે..હાલમાં જરૂર છે.. એવાં ઈન્ટેલિજન્સ ઓફિસર ની...જેઓ ભૂગર્ભ મા કામ કરે અને દુશ્મનો ની ડિફેન્સ તોડી પાડે.. મારા ફેમિલી બેકગ્રાઉન્ડ નો જેક અહીં કામ લાગ્યો હતો અને મને તાલીમ માટે બોલાવાયો હતો. થોડા સમય બાદ મને રજા આપવામાં આવી. મને થયું કે હું રિઞેકટ થયો પરંતુ, એ ડિફેન્સ સીસ્ટમ નો એક પાર્ટ હતો. આજે મેઈલ વડે મને એમણે ચાન્સ આપ્યો હતો... મારી કાબેલિયત સાબિત કરવાનો....પણ,આવાં ધૂળીયા ગામડામાં શું સાબિત થાય..? મારે કદાચ બીજા મેઈલ ની રાહ જોવાની હતી...

       આ બધી ઘટનાઓ સાથે મારી મહોબ્બત નું કનેક્શન પણ ગાઢ હતું એનો અંદાજ મને ખૂબ પાછળ થી આવ્યો હતો.

Rate & Review

Daksha

Daksha 3 years ago

Bharat

Bharat 3 years ago

Rajesh

Rajesh 3 years ago

Dipti Desai

Dipti Desai 3 years ago

Priya Mehta

Priya Mehta 3 years ago