ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 16

જીયા એ પલક ને દુર કરવા નો પ્લાન બનાવી લીધો છે.તે પુલકીત ની કેબીન મા બેસીને કામ કરી રહી છે.તેણે એક પરફેક્ટ પ્લાન બનાવી લીધો છે.ઝેન કેબીન માં  આવે છે.

" હેલો જીયા નાઇસ ટુ સી યુ આટલી સીન્સીયરલી કામ કરતા જોઇ આઇએમ સો હેપી તે તો પુલકીત ને રજા આપી દીધી વાહ બોલો મેડમ શું  કામ હતું ?" ઝેન

"ઝેન બેસ .ઓડીશન ની તારીખ નજીક છે મારે તારું અપ્રુવલ જોઇએ છે એક કામ માટે હું વીચારુ છું કે આપણે આપણા પરફોર્મર ને સરપ્રાઇઝ આપીએ" જીયા

" કેવી સરપ્રાઇઝ?" ઝેન

" આપણે સિક્રેટલી તેમના પેરેન્ટ્સ કે તેમના સ્પાઉસ ને ઇન્વાઇટ કરીશું તેમના ઓડીશન માટેતેમનો ઉત્સાહ વધશે અને ધે પરફોર્મ ધેર બેસ્ટ ."

" ઓહ કમોન આ બધાં નાટક મા હું નથી  માનતો." ઝેન ને આ બધાં  મા કોઇ રસ નથી .

" ઓ પ્લીઝ ઝેન આનાથી કોઇ નુકશાન નથી ." જીયા

" ઓ.કે જે કરવું હોય તે કર પણ યાદ રાખજે આનાથી કોઇના પણ પરફોર્મન્સ માં કે ઓડીશન માં  કોઇ ગડબડ ના થવી જોઇએ." ઝેન

" ઓ.કે ડન." જીયા ખુબ જ ખુશ થાય છે.તે કોઇ ને ફોન કરે છે.

" હેલો મે જે પેલા ઇન્વીટેશન કાર્ડ તૈયાર કરાવ્યા હતા તે મે કીધું હતું એ પ્રમાણે ડિલીવર કરી દે અને હા કોઇ ગડબડ ના થાય તેનું ધ્યાન રાખજે નહીંતર પૈસા નહીં મળે."

" તો પલક એક મોટા ધમાકા માટે તૈયાર રહેજે."

*******

પલક ડાન્સ રીર્હસલ પતાવી ને કોલેજ આવે છે.તે અાજે વહેલી આવી હોય છે તે ચાની કીટલી એ જવાનું વીચારે છે.ત્યાં જઇને બેસતા જ તેને પુલકીત ની યાદ આવે છે.તેની સાથે અહીં આવી ને પીધેલી ચા ,તેની સાથે કરેલી વાતો, હસી મજાક તેને યાદ આવે છે.

પુલકીત ના હોવાથી તે કેટલું સારું અને સુરક્ષિત અનુભવતી હતી.તે તેને મીસ કરે છે.તેનો ફોન પણ સતત કવરેજ ક્ષેત્ર ની બહાર બતાવે છે.

તેટલાં મા તેનો બેસ્ટ ફ્રેન્ડ દેખાય છે તેને તે તેને બોલાવે છે.

" આ પુલકીત કયાં  છે? તેનો ફોન પણ નથી લાગતો."

" તે તો હવે સીધો એકઝામ પર જ આવશે ગામ ગયો છે વાંચવા અને કઇંક કામ માટે.અને ત્યાં મોબાઇલ નું નેટવર્ક નથી આવતું તો કોન્ટેક નહીં થાય એક ઇમરજન્સી નંબર હતો પણ તે મારાથી ખોવાઇ ગયો છે."

" ઓહ પ્લીઝ તે નંબર મળે તો મને આપજે મારે અર્જન્ટ કામ છે." તેનો ફ્રેન્ડ જતો રહે છે.પલક વીચારે છે

ઓહ પુલકીત આઇ મીસ યુ.મને તારા સર્પોટ ની ,તારી સલાહ ની અને તારી જરૂર છે.આવી જા ને જલ્દી પ્લીઝ.મારા માટે કેટલો ખુશી ને અવસર છે.બે દિવસ પછી મારું  ઓડીશન છે.પણ તારા વગર કશું  અધુરુ હોય તેવું  લાગે છે.હું  તારી સાથે મારા મન ની વાત કહી હળવી થવા માંગુ છું .

અહીં પુલકીત પણ પલક ને યાદ કરે છે.

" પલક તારી યાદ તો તારાથી દુર રહી ને વધારે આવે છે.શું તારી સાથે વાત કર્યા વગર નિકળી ગયો તે મે કઇ ખોટું તો નથી કર્યું  મને ને લાગે છે એક વાર તો તારી જોડે વાત કરવી જોઇતી હતી.

અને હા તે પણ મને કીધું હતું  કે સમય આવશે ત્યારે તને બધું જ જણાવીશ.બની શકે કઇંક  કારણ હોય આ બધાં  ની પાછળ .હે ભગવાન આવેશ માં આવી ને અહીં આવી ગયો કશું  વીચાર્યા વગર મારે જલ્દી પાછુ જવું  પડશે.અને જીયા એ તો પલક ને નફરત કરે છે.તેને કઇ તકલીફ ના પહોંચાડે હે ભગવાન હું પણ કોની વાત માં  આવી ગયો.

તે લેન્ડલાઇન ફોન થી તેના પપ્પા ને ફોન કરે છે.અને તેમને જણાવે છે કે તેને પાછુ આવવુ પડશે તો કામ માટે કોઇ બીજા ની વ્યવસ્થા કરે.તેના પપ્પા તેને એક દીવસ નો સમય આપવા કહે છે.

" પલક હું  આવું  છું  જલ્દી તારી પાસે .હે ભગવાન તેની રક્ષા કરજે ખબર નહીં કેમ એવું  લાગે છેકે તેની પર કોઇ તકલીફ આવવા ની છે."

******

ઘરે બેલ વાગતા ગૌરી બેન દરવાજો ખોલવા જાય છે.સામે તેમના બોલાવવા થી આવેલી ફોરમ ઉભી હોય છે.

" આવ અંદર અને બેસ હું  પાણી લાવુ છું ."

ગૌરી બેન પાણી લાવે છે.જે ફોરમ એકજ શ્વાસે પી જાય છે.તે થોડી ડરેલી હોય છે.કદાચ તેને અંદાજો હોય છે કે કાકી એ તેને કેમ બોલાવી છે

" હા ફોરમ તો હું  તારો અને મારો સમય બરબાદ કર્યા વગર સીધી વાત પર આવું  તો મને જાણવું  છે કે મારી દિકરી પલક ના જીવન માં  શું  ચાલી રહ્યું છે જે અમારી જાણકારી માં નથી ."

" અં અ એટલે શ શું  કહેવા માંગો છો કાકી સમજ નાપડી .હું  તો આમ પણ આજ કાલ કોલેજ કામ હોય તો જ જઉ છું  તો મને  શું  ખબર કોલેજ માં શું ચાલે છે." ફોરમ ડરતા ડરતા બોલે છે.

" જો ફોરમ મને તારી ગોળ ગોળ વાતો માં ના ફેરવીશ." ગૌરીબેન

" પણ હમણાં તો પલક મે મળવાનું પણ કયાં થયું છે કાકી."

" જો ફોરમ તું તારી ફ્રેન્ડને બચાવવા ચુપ રહીશ અને એણે કઇંક  ખોટું પગલું લીધું અને એ વાત જો તેના પપ્પા ને ખબર પડી ને તો તારી ,મારી અને પલક ની કોઇ ની પણ ખેર નથી .

જો કોઇ વાત હોય તો ડર્યા વગર મને કહે તારા પપ્પા નું અને મમ્મી નું  સપનુ છેને તને એમ.બી.એ  કરાવવા નું અને તારા ભાઇ ને ડોક્ટર બનાવવા નું  એ બધું ખેરવાઇ જશે અગર કઇંક ગડબડ થઇ   અને જો એમને  ખબર પડી કે તું પહેલાં થી બધું જાણતી હતી તો.

તારા કાકા કોઇનું નહીં સાંભળે .હવે બધું તારા હાથ માં  છે બધાં ને બચાવી લે મને કહે શું વાત છે.તારી ચુપકીદી પર થી તેવું લાગે છે કઇંક  તો વાત છે.તે તારી ખાસ ફ્રેન્ડ છે અને તારી બહેન પણ તને તો તે બધું  જણાવતી જ હશે.

મને પણ પલક ના વર્તન મા ફેરફાર લાગે છે.મને આશ્ચર્ય થાય છે કે તેણે નીવાન ને લગ્ન માટે હા પાડી કેમ કે તેને જોયા પછી તો તે ખુબ જ ગુસ્સે થઇ હતી કે આવો છોકરો તેના માટે પસંદ કર્યો અને તેની જ સાથે તે સામે થી સગાઇ કરે છે આજકાલ તે ઘર થી વહેલી નિકળે છે કોલેજ જઉ છું  કહી ને અને સાંજે મોડી ઘરે આવે છે.મારી સાથે વાત પણ નથી કરતી કશું .

અને તારે અને તેને પણ કોઇ અણબનાવ થયો હોય તેવું  લાગે છે.કેમ કે તમે પહેલા ની જેમ મળતા નથી વાતો નથી કરતા શું  થયું છે ફોરમ?

બોલ ફોરમ ચુપ ના રહીશ." ગૌરી બેન તેની સામે હાથ જોડે છે.

"પ્લીઝ કાકી આ ના કરશો કહું છું મને જેટલું ખબર છે.તેટલું કહું છું . કાકી પલક છેને " ફોરમ બોલવા જ જતી હોય છે.ત્યાં  ઘર નો બેલ વાગે છે.ગૌરીબેન ના છુટકે દરવાજો ખોલવા જાય છે.

" દેવ તમે આટલા વહેલા આવી ગયા." સામે મહાદેવ ભાઇ ને જોઇને ગૌરીબેન ને ચિંતા થાય છે.

" હા કામ જલ્દી પતી ગયું વિચાર્યું કે ઘરે જઇને આરામ કરું પણ તમને જોઇને એમ લાગે છે કે હું  વહેલો આવ્યો તે તમને ના ગમ્યુ"

" અરે ના ના એવું નથી ." 

" અરે ફોરમ તું  આટલી ગરમી મા અહીં ?" 

" અરે એ તો પેલા ડબ્બા આપવા હતા તો બોલાવી હતી." ગૌરી બેન બહાનુ બનાવે છે.

" શું  ડબ્બા માટે તમે છોકરી ને આટલી ગરમી મા હેરાન કરી એ પણ એકઝામ ના ટાઇમ પર .બેટા હું  ડ્રાઇવર ને કહું છું  તને મુકી જશે." 

 ફોરમ ગૌરીબેન સામે જોવે છે.ગૌરીબેન તેને ઇશારો કરી જવા કહે છે.ગૌરીબેન ફોરમ ને ગાડી સુધી મુકવા આવે છે.

" ફોરમ હું પછી તને મળુ છું  ત્યારે વાત કરીએ અત્યારે જા "

ગૌરીબેન અને મહાદેવભાઇ બેસી ને ચા નાસ્તો કરી રહ્યા છે.ગૌરીબેન ને વિચારો મા જોઇને મહાદેવભાઇતેમને પુછે છે.

" શું  થયું  ગૌરી શું  વીચારો છો?"  તેટલાં મા ફરીથી બેલ વાગે છે.

મહાદેવભાઇ દરવાજો ખોલવા જાય છે.સામે કુરીયર બોય ઉભેલો હોયછે.

" મહાદેવભાઇ અને ગૌરીબેન ના નામનું લેટર છે." 

મહાદેવભાઇ સહી કરી ને લેટર લેછે.

" અરે આ તો કોઇ ઇન્વીટેશન કાર્ડ છે.હશે કોઇ ઇવેન્ટ નું  છોડો." મહાદેવભાઇ તેને સામાન્ય ઇન્વીટેશન સમજી સાઇડ મા મુકતા હોય છે ત્યાં તેમનું ધ્યાન ઇન્વાઇટ કરવા વાળાના નામ પર જાય છે જે જોઇને તેમને આશ્ચર્ય થાય છે.

શું તે લેટર મહાદેવભાઇ વાંચશે કે પલક નું  સત્ય બહાર આવતા બચી જશે? શું  પુલકીત અને પલક એકબીજા ને ઓડીશન પહેલા મળી શકશે?

જાણવા વાંચતા રહો.


***

Rate & Review

Hina 2 days ago

Rutvi Chaudhari 3 months ago

Swati 4 months ago

Bharat Maghodia 4 months ago