Uday - 26 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૨૬

કલાકો સુધી બંધાયેલ અવસ્થામાં રહ્યા બાદ બે બદસુરત વ્યક્તિઓ આવી અને યુવતી ના વેશ માં રહેલ ઉદય ને લેવા આવી . ઉદય બંધનાવસ્થા માં ગુફા માં પ્રવેશ્યો . ગુફા માં અંધકાર અને બદબુ નું સામ્રાજ્ય હતું . તેને એક અગ્નિકુંડ પાસે લઇ જવામાં આવ્યો . ત્યાં અસીમાનંદ અને એક વ્યક્તિ ઉભી હતી તે જરખ જ હોવી જોઈએ તેવું ઉદયે ધરી લીધું . અસીમાનંદ જોર જોરથી મંત્ર ઉચ્ચારી રહ્યો હતો અને જરખ અગ્નિકુંડ માં વિવિધ સામગ્રી હોમી રહ્યો હતો . થોડી વાર પછી મંત્રોચ્ચાર બેન્ડ થયા પછી અસીમાનંદ ખડગ લઈને ઉદય તરફ ફર્યા અને જોર જોર થી હસવા લાગ્યા અને કહ્યું કેવી બાલિશ હરકતો કરે છે ઉદય , તને શું લાગ્યું કે ઓળખી નહિ શકું . મને ખબર નહિ પડે કે તે રૂપ બદલ્યું છે પછી જરખ દૂરથી બે વ્યક્તિ ને પકડી લાવ્યો તે સર્વેશ્વરનાથ અને તે યુવતી હતા. સર્વેશ્વરનાથ ને ઉદય ની બાજુમાં બાંધી દીધો અને તે યુવતી ને અગ્નિકુંડ ની બાજુમાં ઉભી રાખી . ઉદય અગ્નિકુંડ માં હવામાં લટકી રહેલ રાવણ નું ઓજાર જોઈ શકતો હતો .થોડીવાર પછી મુખ્ય આહુતિ ની વિધિ શરુ થયી . અસીમાનંદ જોરજોરથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો . ઉદયે બંધનમાંથી છૂટવાના પર્યત્નો શરુ કર્યા પણ તેમાંથી છૂટવું આસાન ન હતું . તે ઘણા પ્રયત્નો ના અંતે બંધન થોડા ઢીલા કરવામાં સફળ થયો પણ છૂટી શક્યો નહિ . પછી એક ક્ષણ આવ્યો જયારે ઉદય ને આંખો મીંચી દેવી પડી . તે યુવતી નું મસ્તક અગ્નિ કુંડ માં પડ્યું હતું અને ધડ માં થી રક્તધારા વહી રહી હતી તે અગ્નિકુંડ ની બાજુ માં બનેલી નિક માં જઈ રહી હતી . પછી એક રૌદ્ર ચેહરો અગ્નિકુંડ માં દેખાયો અને તે ખડખડાટ હાસ્ય સંભળાણું . પછી ઓજાર ઉડતું ઉડતું અસીમાનંદ ના હાથમાં આવી ગયું . તે ચેહરા એ કહ્યું કે આને રક્ત રંજીત કરીને પાછું અગ્નિમાં પવિત્ર કર . અસીમાનંદે વિધિ દોહરાવી એટલે નેનો દેખાતો સળીયો લાંબો ભાલો બની ગયો અને પાછું ચેહરા એ કહ્યું કે ડાબી તરફ ની દીવાલ પાર તેનાથી વાર કર એટલે પાંચમા પરિમાણ નું પ્રવેશદ્વાર ખુલી જશે . અસીમાનંદે ડાબી તરફ ની દીવાલ પર વાર કર્યો અને ત્યાં એક પ્રવેશદ્વાર આવી ગયું પણ ઉદય ત્યાં સુધી માં બંધન માં થી મુક્ત થયી ગયો હતો અને તેને કપડામાં છુપાવેલ તલવાર થી ઓજાર પર વાર કર્યો એટલે તે ઓજાર ના બે કટકા થઇ ગયા . અસીમાનંદ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો . તે ઓજાર નષ્ટ થવું એટલે તેનું સૌથી મોટું નુકસાન હતું કારણ પાંચમા પરિમાણ માંથી છઠા માં પ્રવેશવા પણ તે ઓજાર વાપરવાનું હતું. ઉદયે તે તલવાર સર્વેશ્વરનાથ તરફ ઉછાળી અને કમર ફરતે વીંટાળેલી ઉરૃમી કાઢી પણ ત્યાં સુધી માં અસીમાનંદ પાંચમા પરિમાણ માં પ્રવેશી ગયો હતો . જરખ પણ તેની પાછળ પ્રવેશ કરવા જતો હતો પણ ઉદય ઉરૃમી થી જરખ નું મસ્તક ધડ થી અલગ કરી દીધું અને પોતે પાંચમા પરિમાણ માં પ્રવેશી ગયો અને તેના પ્રવેશ્યા બાદ દરવાજો અલોપ થઇ ગયો . પાંચમા પરિમાણ માં પ્રવેશ્યા પછી જોયું તો ત્યાં અસીમાનંદ દેખાતો ન હતો . તે ખુબ ઝડપથી અલોપ થઇ ગયો હતો. થોડીવાર ત્યાં ઉભા રહીને તેને પાંચમા પરિમાણ નું નિરીક્ષણ કર્યું. ત્યાં આજુબાજુ રણ દેખાતું હતું તેને આભાસ થયો કે પાછો ક્યાંક ત્રીજા પરિમાણ માં તો નથી આવી ગયો . કચ્છ ના સફેદ રણ જેવું જ લાગતું હતું ફક્ત એક જ ફરક હતો કે સફેદી માં થોડી લાલાશ ભળેલી હતી . દરવાજો બેન્ડ થઇ ગયો હતો એટલે ત્યાં કોઈની રાહ જોવાની ન હતી એટલે અજાણ્યા પાંચમા પરિમાણ માં આગળ વધી ગયો.

તેને ખબર ન હતી કે કઈ દિશામાં આગળ વધવું પણ તેના અંતરમને જે સૂઝ આપી તે પ્રમાણે ઉગતા સૂર્ય ની દિશામાં વધી ગયો. તેને ખબર ન હતી કે આગળ કોઈ મદદગાર આવશે કે મુસીબત. કારણ મદદગાર તો ચોથા પરિમાણ માં બેઠા હતા . અને હવે પાંચમા પરિમાણ માં હતો તો તેને હવે અંદાજો આવી ગયો હતો કે સૂર્ય આગળ ૪૫૦ દિવસ સુધી નહિ આથમે કારણ અહીં તો સમય ચોથા કરતા પણ ધીમો વહેવાનો હતો . તેને એકલતા ખટકવા લાગી તેને થયું કે કાશ કોઈ તેની સાથે આવત.

પણ અચાનક તેને એક અવાજ સંભળાણો અને તે અવાજ દેવાંશી નો હતો.