મહાદેવભાઇ ઇન્વીટેશન કાર્ડ ખોલી ને વાંચે છે.
" ડીયર મહાદેવભાઇ અને ગૌરીબેન
અમને જણાવતા આનંદ થાય છે કે આપની સુપુત્રી પલક નું ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન નાં ઓડીશન માટે સીલેકશન થયું છે.
પલક ની બે મહીના ની સખત મહેનત રંગ લાવી છેતો તેના ડાન્સ કોમ્પીટીશન ના સોલો અને કપલ ડાન્સ ઓડીશન માં આપ સરપ્રાઇઝ હાજરી આપી તેનો આનંદ વધારજો.
તો આપની પુત્રી ને સરપ્રાઇઝ આપવા અમે તમને આમંત્રિત કરીએ છીએ.
લી.
ડી.જે .ડાન્સ .એકેડેમી."
આ ઇન્વીટેશન કાર્ડ વાંચી ને મહાદેવભાઇને ધક્કો લાગે છે.તે આ કાર્ડ ગૌરીબેન ને આપે છે તેમને પણ આ વાંચી ને આઘાત લાગે છે.તે વીચારે છે.
" હે ભગવાન મને કઇંક ખોટું થઇ રહ્યું છે તેની આશંકા તો હતી જ.કાશ હું થોડી વહેલી સજાગ થઇ ગઇ હોત તો આ દીવસ ના જોવો પડત ખબર નથી હવે શું થશે."
તેઓ ડરી ને મહાદેવભાઇ સામે જોવે છે.પણ તે તો કઇંક વીચારો માં જ ખોવાયેલા છે.અચાનક તે કોઇક ને ફોન કરી ને સુચના આપે છે.
થોડીવાર માં ડ્રાઇવર ફોરમ ને લઇને પાછા આવે છે.મહાદેવ ભાઇ ફોરમ કઇ પુછે તે પહેલા તેને તે ઇન્વીટેશન કાર્ડ આપે છે.જે વાંચી ને ફોરમ ને આધાત લાગે છે.તે ડરી જાય છે તે વિચારે છે.
" હેભગવાન અંતે જેનો ડર હતો તેજ થયું હવે ખબર નહીં કાકા શું કરશે.રક્ષા કરજે પ્રભુ ."
મહાદેવ ભાઇ ભારે સ્વરે બોલે છે.
" ફોરમ હવે મારે તને પુછવુ પડશે કે તું સામે થી મને બધું જણાવે છે."
" જણાવુ છું જેટલું હું જાણું છું તેટલું જણાવુ છું .
પલક ને ડાન્સ નો શોખ તો નાનપણ થી જ છે.જે આપણે બધાં જાણીએ છીએ.તે રોજ મારા મોબાઇલ માં ડી.જે મા લીડ ડાન્સર ના વીડીઓ તો જોતી જ હતી.કેમ કે ડી.જે મા એડમીશન લેવું તેનું સપનુ હતું .પણ તમારા બન્ને વચ્ચે થયેલી શરત ના હીસાબે તે બંધાયેલી હતી.
પણ નીવાન ને જોયા પછી ના દિવસે અચાનક તે આવી અને મને ડી.જે મા લઇ ગઇ.ત્યાં તેણે એડમીશન માટે તપાસ કરી મે તેને પુછ્યું કે શું કાકા એ તને પરમીશન આપી દીધી? પણ જયારે તેણે ના પાડી ને તે જ ઘડી થી મારો વિશ્વાસ કરો કાકા કાકી મે તેની દોસ્તી અને તેનો સાથ છોડી દીધો હતો.
કેમ કે હું તેને સપોર્ટ નથી કરવા માંગતી.કાકા તેના પછી શું થયું મને નથી ખબર " ફોરમ એક જ શ્વાસે બોલી ગઇ તે ડરેલી હતી ત્યાં મુકેલુ પાણી પણ તે એક જ શ્વાસે ગટગટાવી ગઇ.તે રડવા જેવી થઇ ગઇ હતી.
મહાદેવભાઇ તેની પાસે જાય છે તેના માથે હાથ ફેરવી તેને બેસવા કહે છે.
" દિકરી તારો કોઇ વાંક નથી તો તું કેમ ડરે છે .હું તો માત્ર પુરી વાત જાણવા માંગતો હતો.હું તારાથી નારાજ નથી .તું ડરીશ નહી.
તે પલક સાથે દોસ્તી તોડી તારી મરજી પણ હવે તું મારી મરજી થી તેની સાથે દોસ્તી જોડ."
" શું ?" ફોરમ ને આશ્ચર્ય થાય છે.
" હા સાચું સાંભળ્યું તે.તું તેની સાથે દોસ્તી જોડ ફરીથી અને તેનું એડમીશન લેવા પાછળ નું ,નીવાન સાથે લગ્ન કરવા નું કારણ જાણ અને આ બે મહીના મા શું થયું વતે જાણ
અને હા પરમદિવસે ઓડીશન છે તો આ માહીતી મને કાલ સાંજ સુધી માં જોઇએ અને ઓડીશન માં તું પણ હાજર રહીશ.
ગૌરી પરમદિવસ ના બધાં કામ મુલતવી રાખજો આપણે ઓડીશન મા જવાનું છે.અને આ વાત આપણે જાણીએ છીએ તે આપણા ત્રણ વચ્ચે જ રહે."
" હું જાઉં કાકા ? હું બને તેટલી જલ્દી માહિતી પ્રાપ્ત કરું છું " ફોરમ તેનું એકટીવા લઇને ત્યાંથી જતી રહે છે.
" ગૌરી ચા અને નાસ્તો મારા સ્ટડીરૂમ માં આપી જાઓ." એમ કહી મહાદેવભાઇ ત્યાંથી ચાલ્યા જાય છે.
" હે ભગવાન પલક તે આ શું કર્યું .ખબર નથી હવે કયો બોમ્બ ફુટશે? દેવ એ કીધું છે એમ જ કરવું પડશે.હે ભગવાન મારી કયા ભુલ થઇ ગઇ કે મારી દિકરી એ મારાથી પણ આ વાત છુપાવી." તે પલક ના વાત છુપાવવા અને ખોટું બોલવા થી દુખી હોય છે.
તે ચા નાસ્તો લઇને સ્ટડીરૂમ માં જાય છે.મહાદેવભાઇ કોઇ આલ્બમ અને ડાયરી લઇને બેસેલા છે.ચા નાસ્તો ટેબલ પર મુકે છે.તે કઇંક બોલવા જાય છે.ત્યાં જ મહાદેવભાઇ બોલે છે.
" બારણુ બંધ કરી ને જજો અને મને ડીસ્ટર્બ ના કરતા."
ગૌરીબેન ને તેમનું વર્તન વિચિત્ર લાગે છે.પણ તે તેમને એકલા મુકી ને બહાર જતા રહે છે.તેમને પોતાના પરીવાર ની ખુબ જ ચિંતા થાય છે.
******
અહીં જીયા કોઇ મોટા ધમાકા ની રાહ જોઇને બેસેલી હોય છે.પણ સાંજ થઇગઇ હોવા છતા કઇ ધમાકો તો ઠીક નાનું છમકલુ પણ ના થયું .સામે રીર્હસલ કરી રહેલી પલક ને જોઇ ને તેને વધારે ગુસ્સો આવે છે.
" કોઇ વાંધો નહીં પલક મારી પાસે તારી બરબાદી નો પ્લાન બી તૈયાર જ છે."
રીર્હસલ પતી જતા પલક ઘરે જવા તૈયાર જ હોય છે .પણ સામે ઉભેલી વ્યક્તિ ને જોઇને તે રોકાઇ જાય છે.
" પલક મને માફ કરી દે મારી બેસ્ટી મારી બહેન " એમ કહી રડતા રડતા ફોરમ પલક ને ગળે વળગે છે.પલક અચાનક ફોરમ ના આ વર્તન થી ચોંકે છે.
ફોરમ નું બદલાયેલુ સ્વરૂપ જોઇ તેને આશ્ચર્ય થાય છે.પણ ગુસ્સો પણ આવે છે.
" અરે ફોરમ પપ્પા તને જોઇ જશે તો તારા પરીવાર ને બરબાદ કરી નાખશે.બાપરે જા જતી રે .કેમ હવે ડર કયાં ગયો તારો."
ફોરમ ને તેની વાત થી શરમ અનુભવાય છે.તે અનિચ્છા એ પલક ની જાસુસી કરવા તૈયાર થઇ હોય છે હવે કોઇ પણ ભોગે પલક ની દોસ્તી જીતવા ની જ છે.
" સોરી હા પણ તું મને ટોન્ટ મારી લે તું તારી જગ્યા એ સાચી છે.
તે મનોમન પલક ની માફી માંગે છે તેની જાસુસી કરવા તૈયાર થવા બદલ.
" હા પલક હું ખુબ જ મહેનત થી મારા ડર ને સાઇડ મા રાખી ને તારી પાસે આવી છું .મને અહેસાસ થયો કે પોતાના સપના પુરા કરવા કઇ ગુનો નથી .શું તું મને માફ નહીં કરી શકે મારા વર્તન બદલ. શું ફરીથી મારી મિત્ર બનીશ?"
પલક પણ ફોરમ ને મીસ કરતી હોય છે.તે બધું ભુલી તેને માફ કરી દે છે.
" ઓહ ફોરમ આઇ મીસડ યુ સો મચ " પલક તેને રડતા રડતા ગળે મલે છે.આ બધું જોઇ ને જીયા ને ગુસ્સો આવે છે.પોતાનો પ્લાન ઉંધો પડયો છે એમ લાગે છે તેને
" ફોરમ સોરી પણ મારે ઘરે જવું છે હું ખુબ જ થાકી ગઇ છું .તું કાલે આવજે મારું રીર્હસલ જોવા અને મારે આટલી બધી વાતો કરવી છે. તારી સાથે.ચલ બાય " પલક અને ફોરમ ત્યાંથી નીકળે છે.ફોરમ મહાદેવભાઇ ને મેસેજ કરી ને બધું જણાવે છે.
પુલકીત પણ શહેર મા મોડી રાત્રે આવી જાય છે તે સવારે પલક ને મળવા નું નક્કી કરે છે.
" મારે કઇ પણ કરી ને જીયા ની નજર થી બચી ને પલક ને મળવું પડશે.અને હું પલક જોડે થી બધું સત્ય જાણી જ લઇશ."
શું ચાલી રહ્યું છે મહાદેવભાઇ ના દીમાગ માં ?શું ફોરમ અને પુલકીત પલક જોડે થી સત્ય જાણી શકશે? જાણવા વાંચતા રહો.