KING - POWER OF EMPIRE - 39 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 39

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની કંપની પર જાય છે, S.P. અને અર્જુન પણ તેની સાથે હોય છે અને શૌર્ય ની સિકયુરિટી માટે S.P. અને અર્જુન જે વ્યવસ્થા કરે છે એ તો તમે જાણો જ છો તો હવે જોઈએ શૌર્ય ઉર્ફે  KING ની KING INDUSTRY )

શૌર્ય, S.P. અને અર્જુન એકવીસ માળ ની બિલ્ડીંગ આગળ ઉભા હતાં. 

“સર બિલ્ડીંગ તૈયાર થઈ ચૂકી છે ” અર્જુન એ કહ્યું 

“તો પછી રાહ શું જોવાની ચાલો અંદર ” શૌર્ય એ કહ્યું 

ત્રણેય મેઈન ગેટ તરફ ગયાં અને અંદર પ્રવેશ્યા, નીચે રિસેપ્શન હતું, અને ડાબી તરફ ખૂણામાં સિકયુરિટી રૂમ હતો, વચ્ચે વિશાળ હોલ હતો અને ત્યાં સોફા ગોઠવેલા હતાં અને ત્યાં વચ્ચે ઉપર છત પર વિશાળ આકર્ષક ઝુમર લટકાવેલ હતું, અને ત્યાં થી સીધા આગળ વધતાં એક લિફ્ટ હતી અને તેની બંને બાજુ ઉપર જવા માટે પગથિયા હતાં. 

શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય લિફ્ટ મા પ્રવેશ્યા અને દરવાજો બંધ થતાં જ બે ગાર્ડ લિફ્ટ ની બંને બાજુ ગોઠવાય ગયા, લિફટમાં 20 મા ફલોર સુધી જવાનાં જ બટન હતાં, તો હવે તમે વિચારશો કે એકવીસમાં ફલોર પર કંઈ રીતે જવાશે?  તો હમણાં એ પણ કહું છું, અર્જુન એ 20 મા ફલોર પર જવા બટન દબાવ્યું કરાણ કે અસલી કામ તો વીસ અને એકવીસમાં ફલોર પર જ હતું, બાકી ના ફલોર પર કંપની ના એમ્પલોય માટેના કેબિન હતાં. 

થોડીવારમાં જ લિફટ વીસમાં ફલોર પર આવી ને ઉભી અને દરવાજો ખૂલ્યો, બહાર નીકળતાં જ સામે લાંબી લોબી હતી, જયાં અંધારું હતું, શૌર્ય આગળ વધ્યો અને તેની પાછળ જમણી બાજુ S.P. અને ડાબી બાજુ અર્જુન આગળ વધ્યા, જેમ જેમ શૌર્ય આગળ વધતો ગયો તેમ તેમ લોબી મા એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી અને તે છેલ્લે એક વિશાળ દરવાજા આગળ પહોંચ્યા, S.P. એ આગળ આવીને દરવાજો ખોલ્યો અને ત્રણેય અંદર પ્રવેશ્યા, અંદર વિશાળ રૂમમાં બે ટેબલ હતાં અને બંને ખૂણામાં સોફા ગોઠવેલા હતાં અને તેની સામે કાચનાં ટેબલ હતાં તેમાં બાઉલમાં સુગંધિત ફૂલો ગોઠવેલા હતાં, બંને ટેબલ વચ્ચે થોડું અંતર હતું અને તેની પાછળ કાચ ની દીવાલ હતી અને ત્યાં એક એક ખુરશી રાખેલી હતી અને સામે ની તરફ બે બે ખુરશી ગોઠવેલ હતી અને સોફા ની બાજુ માં ફર્નિચર સાથે જોડાયેલા કબાટ હતાં જેમાં ફાઈલો ગોઠવેલી હતી અને ટેબલ પર લાકડાનું નહીં પણ કાચ નું પ્લેટફોર્મ  હતું અને તેનાં પર કમ્પ્યૂટર ગોઠવેલા હતાં. 

આ હતી S.P. અને અર્જુન ની ઓફિસ, હવે સમજી ગયા હશો કે જો આ ફલોર આ બંને ની ઓફિસ હોય તો એકવીસમાં ફલોર પર તો શૌર્ય ની જ ઓફિસ હોય તો ત્યાં જવાનો રસ્તો કયાં થી નીકળતો હશે એ પણ સવાલ ઉભો થશે, તો ત્યાં જવાનો રસ્તો S.P. અને અર્જુન ની ઓફિસમાંથી થઈ ને જતો હતો, S.P. નું ટેબલ જે જગ્યા પર હતું તેની બાજુમાં ખૂણામાં એક દરવાજો હતો જે એક લિફ્ટ હતી અને તે સીધી એકવીસમાં ફલોર પર જ ખૂલતી હતી અને એ પણ શૌર્ય ની ઓફિસ ની અંદર કારણ કે એકવીસમાં ફલોર પર શૌર્ય ની ઓફિસ સિવાય બીજું કંઈ પણ ન હતું આખો ફલોર એ એક ઓફિસે જ કવર કર્યો હતો. 

એ ત્રણેય લિફ્ટ મા પ્રવેશ્યા અને પહોંચ્યા સીધા શૌર્ય ની ઓફિસ મા એ લિફ્ટ શૌર્ય ની ઓફિસ મા જમણી તરફ ના ખૂણામાં હતી, ત્યાં થી બહાર નીકળતા જ સામે કાચની વિશાળ દીવાલ હતી અને આગળ એક વિશાળ કાચનું ટેબલ એક તરફ ચાર ખુરશી હતી અને કાચની દિવાલ તરફ વિશાળ ખુરશી ગોઠવેલી હતી ટેબલની બંને બાજુ ફર્નિચર સાથે જોડાયેલા ટેબલ હતાં અને તેની નીચે ખાનાઓ હતાં અને એ ટેબલ પર વિદેશો થી મંગાવેલ એન્ટિક વસ્તુઓ ગોઠવેલી હતી અને શૌર્ય ના ટેબલ ની સામે દિવાલ પર એક વિશાળ કાચ ગોઠવેલ હતો અને એ કાચમાં દુનિયાનો નકશો કોતરેલો હતો. દિવાલ માં ગોઠવાયેલા ટેબલ ની બાજુ માં સોફા ગોઠવેલા હતાં અને જમણી બાજુ તો S.P. અને અર્જુન ની ઓફિસમાંથી આવતી લિફ્ટ નો દરવાજો હતો અને ડાબી બાજુ પણ એવો જ દરવાજો હતો, ત્યાં પણ એક લિફ્ટ હતી અને એ સીધી ઉપર ટેરેસ પર ખૂલતી હતી. 

“સર કેવી લાગી તમારી આેફીસ? ” S.P. એ કહ્યું 

“એકદમ સુપર પણ હજી અસલી મજા તો ટેરેસ પર છે ” શૌર્ય એ કહ્યું 

“હા સર ચાલો ઉપર જઈએ ” અર્જુન એ કહ્યું 

ત્રણેય ડાબી તરફ આવેલા દરવાજા તરફ ગયાં અને ત્યાં સીધા ટેરેસ પર, એ ખાલી કહેવા માટે ટેરેસ હતું પણ તેનો 70% જેટલો ભાગ તો ઉપર થી કવર જ હતો, લિફટ જેવી ઉપર પહોંચી ,તે બહાર આવ્યા અને તેની બંને બાજુ ફરી એજ સોફા અને કાચનું ટેબલ હતું ઉપરની છત પણ ડેકોરેશન કરેલી હતી જયાં છત પૂરી થતી હતી તેની થોડીક આગળ કલબ માં હોય તેવા ટેબલ હતાં, ડાબી તરફ ખાનાઓમાં વિદેશી શરાબ અને વાઈનની બોટલ ગોઠવેલી હતી અને જમણી તરફ ઈમ્પોર્ટડે  વિદેશી કોફી, જેનાં એક પેકેટ ની કિંમત લાખમાં લાખોમાં હતી, છત પુરી થતાં કાચની પાળી હતી અને સૌથી આશ્ચર્ય જનક વાત હતી સામેની તરફ 10*10 જેટલો ભાગ બહાર ની તરફ નીકળેલો હતો તેની નીચે કોઈ આધાર પણ હતો નહીં અને તે જગ્યા મા એક વ્હાઈટ કલરનું ગોળ ટેબલ અને ખુરશી ગોઠવેલી હતી. 

શૌર્ય એ જગ્યા પર ગયો અને કાચની પાળી ની નજીક જઈ ને ઉભો રહ્યો, ત્યાં થી ચારે બાજુ ખાલી વૃક્ષો જ દેખાય રહ્યા હતાં, એકવીસ ફલોરની બિલ્ડીંગ અને એમા આમ કોઈ પણ આધાર વગર ની બાલ્કની જેવી જગ્યા અને ત્યાં જઈને ઉભા રહેવામાં ડર તો કોઈ ને પણ લાગે, પણ આ જગ્યા શૌર્ય ના કહેવા પર બનાવવામાં આવી હતી અને તેનું કારણ હતું શૌર્ય નાનપણ મા ઉંચાઈ થી ડરતો હતો, એટલે તેણે ડર ને દૂર કરવા ઉંચાઈ પર રહેવાનું પસંદ કર્યું, કારણ કે જેને ઉંચાઈ પર પહોંચવું હોય એ જ ઉંચાઈ પર જતાં ડરે તો કયારેય ત્યાં ના પહોચી શકે. 

“સર તમે કહ્યું હતું એ પ્રમાણે જ બધું બનાવામાં આવ્યું છે ” અર્જુન એ કહ્યું 

“હજી એક વસ્તુ જોવાની બાકી છે ” શૌર્ય એ કહ્યું 

“I Know Sir” S.P. એ કહ્યું 

“સર હવે આપણે ત્યાં જ જઈએ” અર્જુન એ કહ્યું 

“ઓકે ” શૌર્ય એ કહ્યું 

ત્રણેય બિલ્ડીંગ ની બહાર આવ્યા, શૌર્ય કારમાં બેસી ગયો, ગાર્ડ પણ પોતાની કારમાં બેસવા જતાં હતાં, ત્યાં જ S.P. એ કહ્યું, “તમે લોકો હેલીપેડ પર પહોંચો અમે થોડીવાર પછી આવી જશું ”

આટલું કહીને S.P. અને અર્જુન પણ કારમાં બેસી ગયા અને તે ત્યાં થી નીકળી ગયાં, એ જે રસ્તા પર જઈ રહ્યાં હતાં ત્યાં બંને બાજુ માત્ર વૃક્ષો ની હારમાળા હતી, 20 કિ.મી જેટલું અંતર કાપયા પછી S.P. એ અચાનક ગાડી ડાબી બાજુ વાળી અને વૃક્ષો ની વચ્ચે ની જગ્યા માં ગાડી જવા દીધી અને 20 મિનિટ પછી તેણે ગાડી ઉભી રાખી અને ત્રણેય બહાર આવ્યા, આજુબાજુ વૃક્ષો જ હતાં, બધાં જ વૃક્ષો મા એક વૃક્ષ બધા થી વિશાળ હતું, S.P. તેની નજીક ગયો અને તેના થડ પર હાથ ફેરવયો, એક જગ્યા પર અંદર થી હવા અવરજવર થઈ રહી હતી, S.P. એ તેના પર થોડું દબાણ આપ્યું અને એક નાનકડાં ખાનાં જેવી જગ્યા બની ગઈ અને અંદર એક લાલ બટન હતું, S.P. એ તેને દબાવ્યું અને વૃક્ષ ની પાછળ ની જમીન થોડી ખસી અને અંદર જવાનો રસ્તો બની ગયો, એ ત્રણેય ત્યાં પહોંચ્યા અને અંદર જવા માટે પગથિયા પણ હતાં એ અંદથ પ્રવેશ્યા અને એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી અને એ પગથિયાં ઉતરતાં ગયાં, જે દરવાજા થી અંદર આવ્યા એ બંધ થઈ ગયો અને નીચે પહોંચતા જ એક વિશાળ હોલ હતો આખા હોલ ની વચ્ચે વિશાળ ટેબલ હતું, જે જગ્યાએ તે ઉભા હતાં તેની સામે જ બીજો એક દરવાજો હતો, હોલની દિવાલો માં ખાનાઓ હતાં અને બધા કાચ થી કવર થયેલા હતાં. 

આખરે એવું શું હતું એ જગ્યા પર કે તેને આવી રીતે બધી જગ્યા થી દૂર બનાવવામાં આવી હતી એકદમ છૂપી રીતે, શું હશે એ હોલમાં?,  અને હજી તો પ્રીતિ ના બર્થડે મા જવાનું છે અને દિગ્વિજય સિંહ રઘુ ને પકડવા જવાનો છે ,કોણ શું કરી રહું છે અને શું કરશે એ તો આગળ જ ખબર પડશે, બસ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”