ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 18પલક આજે ખુશ હોય છે.એક તો ઓડીશન નો દિવસ નજીક હોય છે અને બીજું ફોરમ ની દોસ્તી  તેને પાછી મળી ગઇ.પણ તેના મન માં  નાનકડી શંકા હોય છે.કે અચાનક કેમ  તે પાછી આવી શું  તેની પાછળ બીજું  કોઇ કારણ હોઇ શકે ? પણ હાલ માં પલક તેના વીશે કઇ જ વીચારવા નથી  માંગતી.

સવારે પુલકીત ડી.જે ડાન્સ એકેડેમી માં  વહેલો આવી જાય છે.તે કોઇપણ ના ધ્યાન  માં આવ્યા વગર પલક ને મળવા માંગે છે અને સત્ય જાણવા માંગે છે.જીયા થી બચી ને રહે એમ કહેવા માંગે છે.

પણ તે આટલા વહેલા જીયા ને જોઇને આશ્ચર્ય પામે છે.તે કોઇક ને મળે છે.તે થોડો નજીક જાય છે.

" અરે આ તો ડી.જે' સ નો ઓફિશીયલ ડિઝાઇનર છે.પણ તે જીયા ને આમ અને અહીં  કેમ મળવા માંગે છે."

પુલકીત જોવે છે કે જીયા તેને રૂપિયા આપે છે તે બન્ને એકબીજા સામે હસે છે અને જતા રહે છે.

" ડી.જે 'સ મા બધાં  હીસાબ ચેક થી થાય છે એ પણ ઓફિસ માં તો આ જીયા આટલા બધાં  રૂપિયા  અહીં  કેમ આપે છે કયાક કઇંક  ગડબડ તો નથી  કરી રહી ને તે જીયા છે તે કઇ પણ કરી શકે. મારે આ ડિઝાઇનર ની પાછળ જઇ ને જોવું પડશે."

પુલકીત જીયા ને પોતે અહીં  આવી ગયો છે તે જાણ કરવા નથી  માંગતો તે પલક ને મળવા નું મૌકુફ રાખી ને ડિઝાઇનર  પાછળ જાય છે.તેને વિશ્વાસ  છે કે જીયા કઇંક  ગડબડ કરી રહી છે.અને તે પલક ને નુકસાન પહોંચાડશે

પુલકીત નું બાઇક પર તે ડિઝાઇનર પાછળ જવું  અને પલક અને ફોરમ નું  એકટીવા પર આવવું  લગભગ એકસાથે જ થાય છે પણ બેડલક તે એકબીજાને જોઇ નથી શકતા.

" ફોરમ મને બહુ જ સારું લાગે છે કે તું  આખો દિવસ મારી સાથે રહીશ મારું પરફોર્મન્સ જોઇશ વાઉ મને સારું લાગી રહ્યું છે."

" મને પણ તારો ડાન્સ જોવા મળશે અને આટલી બધી વાતો પણ કરવા મળશે."

પલક અને ફોરમ ડી.જે'સ મા જાય છે ફોરમ એકબાજુ એ બેસે છે અને પલક પોતાનું  રૂટીન શરૂ  કરે છે.ફોરમ બસ સત્ય જ જાણવા માંગે છે.તેને પલક સાથે આવું  કરતા ખુબ જ ખરાબ લાગે છે.

તેટલાં માં  ત્યાં ઝેન આવે છે અને તેમના કપલ ડાન્સ ના પરફોર્મન્સ  નું  રીર્હસલ શરૂ  થાય છે.ગીત વાગે છે.

યે લાલ ઇશ્ક .યે મલાલ ઇશ્ક .
યે  એબ ઇશ્ક .યે બેર ઇશ્ક .(૨)
તુજ સંગ બેર લગાયા એસા 
 
અને તેમનું  પરફોર્મન્સ શરૂ થાય છે.તેમના ડાન્સ ,સ્ટેપ્સ અને તેમની ક્લોઝનેસ જોઇને ફોરમ દંગ રહી જાય છે.જાણે શોક લાગ્યો હોય એમ.તે વીચારે છે.

" હે ભગવાન આ શું  કરી રહી છો તું તારું  સપનુ પુરું કરવા માટે .હવે મને બીક લાગે છે કાલે કાકા અને કાકી આ જોશે પછી ભુકંપ નહી સુનામી આવશે."

પરફોર્મન્સ પતતા પલક ફોરમ પાસે આવે છે.તેના ચહેરા ના હાવભાવ જોઇ ને તે સમજી જાય છે.

" હું  જાણું છું  કે તું  શું  વીચારે છે.પણ આ ઇન્ટરનેશનલ ડાન્સ ચેમ્પિયનશિપ છે.આ બધું  નહીં હોય તો પહેલા રાઉન્ડ માં જ બહાર નીકળી જઇશ. એટલે બાકી બીજું કઇ નથી ."

ફોરમ હકાર માં  માથું હલાવે છે.

" પલક આજે કેટલા દિવસ થયા ચાલ ને લંચ માટે કયાય બહાર જઇએ." 

પલક હા પાડે છે અને તે બન્ને લંચ કરવા બહાર જાય છે એક કેફે માં .

" પલક આ ડાન્સ  એકેડેમી વીશે નીવાન જાણે છે? એવું ના બને કે તેમને આ વીશે ખબર પડે અને તે સગાઇ અને તારું  દીલ બન્ને  એકસાથે તોડી નાખે.અને હવે તો તું  નીવાન ને પ્રેમ" પલક તેની વાત કાપે છે

" શટ અપ પ્રેમ અને તે પણ તે બબુચક ને કદી નહીં .તે એકપણ રીતે મારા પ્રેમ ને લાયક નથી  સગાઇ તો માત્ર મજબુરી છે."

ફોરમ ચોંકી જાય છે તે કશું જ સમજી નથી  શકતી તે પલક સામે જોવે છે.

" જણાવું મારી મા નીવાન મને જોવા આવ્યો ત્યારથી લઇ ને અત્યાર સુધી ની બધીજ વાત જણાવું."

" ઓ.કે બોલ"

પલક નીવાન જોવા આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધી ની બધી જ વાત ડીટેઇલ માં  જણાવે છે.જે જાણી ને ફોરમ ચોંકી જાય છે.

તેટલા માં ફોરમ ને મહાદેવભાઇ નો મેસેજ આવે છે.

" કઇ જાણવા મળ્યું ?" મહાદેવભાઇ

" હા  થોડું થોડું ." ફોરમ

" હા તો હું  તારી કાકી એેક કેફે માં તારી રાહ જોઇએ છીએ એડ્રેસ મોકલુ છું  આવી જા." મહાદેવભાઇ.

" પલક મારે થોડું કામ છે તો હું એક કલાક માં આવું .ઓ.કે." ફોરમ

" હા જઇઆવ પણ પાછી આવી જજે મારે આજે આખો દિવસ તારી જોડે રહેવું છે." પલક

" ઓ.કે બાય "
અહીં પુલકીત પેલા ડિઝાઇનર નો પીછો કરી ને તેના ડિઝાઇનર સ્ટુડીયો પહોંચે છે.તે અંદર જવા માંગે છે પણ તે ડિઝાઇનર તેને ઓળખતો હોવાથી તે અંદર નથી જઇ શકતો આમ કરવાથી તે ડિઝાઇનર અને જીયા બન્ને સર્તક થઇ જશે.

એટલે તે ચશ્મા ની જગ્યા એ ગોગ્લસ પહેરે છે અને મોઢે મેડીકલ માસ્ક પહેરી લેછે જેથી તે જલ્દી  ઓળખાય નહીં .તે અંદર જાય છે અને અવાજ બદલી ને વાત કરે છે.

" હેલો મારે મારી ફ્રેન્ડ માટે એક ડ્રેસ લેવો છે." 

" આવો સર આ રહ્યું  અમારું  લેટેસ્ટ ટ્રેડિશનલ કલેકશન અને આ વેસ્ટર્ન જોઇ લો તમને શું  પસંદ આવે છે." ડિઝાઇનર 

ડિઝાઇનર પુલકીત નો અવાજ ઓળખી શકતો નથી .ડિઝાઇનર મેનેજર ને કેબીન માં આવવા નું  કહી ને અંદર કેબીન માં જાય છે.પુલકીત પણ પાછળ છુપાતો જાય છે.

" સર આ તમે આ જે રૂપિયા લીધા છે.જે કામ માટે તે યોગ્ય નથી .સર ડી.જે સાથે આપણો સબંધ જુનો છે આને તો દગો દેવો કહેવાય ."

" જો એટલું પણ ખરાબ કામ નથી  નાનકડું કામ છે.અને જે ડી.જે આપણી સાથે કરે છે વર્ષો થી પેલો ઝેન આપણું પેમેન્ટ કાપી લે છે.આ નાનું  કામ તો હું  કરીશ જ અને કોઇ દગો નથી  કરી રહ્યો .આ કામ તો કરીશ જ." અચાનક તે ડિઝાઇનર નું ધ્યાન જાય છે તેને એવું લાગે છે કે કોઇ તેમની વાતો સાંભળે છે.પુલકીત ત્યાંથી  ભાગી જાય છે.

" પેલો આપણી વાતો સાંભળતો હતો જા તેને પકડ " ડિઝાઇનર .

 ડિઝાઇનર અને તનો માણસ પુલકીત ની પાછળ પડે છે.પુલકીત દોડતા દોડતા એક કેફે મા જઇને ખુણા ના ટેબલ પર મેનુ માં મોઢું સંતાડી ને બેસી જાય છે.તે ગોગ્લસ અને માસ્ક કાઢી નાખે છે.અને ચશ્મા પહેરી લે છે.

અચાનક તેને એક પરીચીત અવાજ સંભળાય છે યોગાનુયોગ ફોરમ મહાદેવભાઇ અને ગૌરીબેન તેજ કેફે માં પુલકીત ની આગળ વાળા ટેબલ માં હોય છે.પુલકીત તેમને જોઇ શકે છેપણ તેમનું  ધ્યાન પુલકીત પર નથી  જતું .

" તો ફોરમ દિકરા પલક વીશે તું  શું  વાત જાણી શકી?"મહાદેવભાઇ.

ફોરમ ભારે દ્રિધા માં  હોય છે.તેણે જોયેલુ અને સાંભળેલુ બધું જણાવવા ની હિંમત તેના માં નથી  હોતી.તેણે વિચાર્યું જો બધું જણાવશે તો પલક પર મુશ્કેલી અત્યારે જ આવી જશે અને કાલે આવવા વાળી સુનામી આજે જ આવી જશે.તે અડધી અધુરી વાત જણાવવા નું  નક્કી કરે છે.


અહીં  પુલકીત પણ પલક નું  નામ સાંભળી ને આશ્ચર્ય પામે છે.
" આ ફોરમ છે તે પલક વીશે પેલા અંકલ મને પલક ની સગાઇ ના દિવસે મળ્યાં હતા તેમને શું જણાવે છે?" 

શું  છે જીયા અને ડિઝાઇનર નો પ્લાન ? શું ઓડીશન નો દિવસ પલક માટે મોટી મુશ્કેલી લાવશે કે પુલકીત તેને તેમાથી ઉગારશે?
જાણવા વાંચતા રહો.***

Rate & Review

Verified icon

Daksha 2 days ago

Verified icon

Anju Patel 2 days ago

Verified icon

Parita Chavda 4 days ago

Verified icon

Sonal Parmar 5 days ago

Verified icon

ATULCHADANIYA 5 days ago