Atut dor nu anokhu bandhan - 18 books and stories free download online pdf in Gujarati

અતુટ દોર નુ અનોખું બંધન -18

પ્રથમ બેબાકળો થઈને નિસર્ગ ને પુછે છે, ભાઈ ક્યાં હતા તમે આટલા સમય સુધી ?? અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા ??અને તમારી આવી હાલત કોણે કરી ??

નિસર્ગ : ( આંખોમાં આસુ સાથે ) હા ભાઈ હુ તને બધુ કહુ છુ. પહેલાં તુ આ ટેક્સીવાળા ને પૈસા આપ બાકીના છે તે અને પહેલાં તુ અંદર લઈ જા મને મેરેજ ચાલે છે ત્યાં.

પ્રથમ : લગ્ન તો લગભગ પતવા આવ્યા હશે . પણ તમે આવી હાલતમાં ત્યાં આવશો ??

નિસર્ગ : પણ અત્યારે મારી આ હાલતથી વધારે મારા ભાઈના લગ્ન છે.

પ્રથમ : સારૂ હુ તમને લઈ જાઉ.

ત્યાં તે પરીને જુએ છે એટલે બંને તેને અંદર હોલમાં લઈ જાય છે. ત્યાં જ અંદર જતાં જ નિહાર અને કૃતિ ને લગ્ન પતાવીને બંને ને બધાને પગે લાગતા જુએ છે. આ જોતાં જ જાણે નિસર્ગ ના પગમાંથી જાણે બધી શક્તિ જતી રહે છે. શુ કરવુ તેને કંઈ જ સમજાતુ નથી.

તે મહાપરાણે પોતાની જાતને સંભાળે છે. એટલામાં જ સામે નીર્વી ત્યાં સામે મોઢું નીચુ રાખીને ખુરશીમાં બેઠી છે. તેને જતાં જ નિસર્ગ તેની પાસે જાય છે અને પાસે જઈને તેના માથા પર હાથ મુકે છે એટલે નીર્વી તરત ઉપર જોવે છે. અને તેને જોતાં જ તે ઉભી થઈ જાય છે અને નિસર્ગ ને ભેટી પડે છે. બંને પાચેક મિનિટ સુધી એકબીજાને હગ કરીને આસુ વહાવી રહ્યા છે.

આ બધુ જ ત્યાં રહેલા મહેમાનો જોઈ રહ્યા છે. સાથે જ કેટલાક સવાલો તો ક્યાંક ઘણા લોકો જે નીર્વી માટે ખોટી વાતો કરી રહ્યા હતા તેમની તો બોલતી જ બંધ થઈ ગઈ...

ત્યાં જ બધા ઘરના બધા ભેગા થઈ જાય છે બધાની આખોમાં ખુશીના આસુ આવી જાય છે. આ બાજુ નિહાર ને લોકો ત્યાં જમવા માટે જતાં રહે છે એટલે તેમને ખબર નથી. પણ કૃતિ ના મમ્મી તેને જોઈને કંઈક ચિંતામાં આવી જાય છે.

પ્રથમ અને શાશ્વત ને તેને ત્યાં ચેન્જીગ રૂમમાં લઈ જાય છે ત્યાં પ્રથમ ના એક એક્સટ્રા કપડાં હતા તે આપે છે.અને તે પછી તે પહેરીને તૈયાર થઈ જાય છે.

બધા તે લોકોનો વ્યવહાર નુ પતાવે છે. અને છેલ્લે બધું પત્યા બાદ વિદાય પછી બધા ઘરે આવે છે. નિસર્ગ હાલ કોઈને કંઈ જ કહેતો નથી.

                *        *       *       *       *

રાત્રે બધુ પતાવીને બધા સુવા જાય છે. ત્યાં જ નીર્વી અને નિસર્ગ તેના રૂમમાં જાય છે.બંને બેસે છે અને નિસર્ગ બધી જ વાત કરે છે નીર્વીને.

નિસર્ગ : મને કિડનેપ કરનાર બીજું કોઈ નહી પણ કૃતિ જ છે.

નીર્વી : તે શુ કામ આવુ કરે ?? એની સાથે તમારે શુ દુશ્મની છે ??

નિસર્ગ : મે તને કહ્યું હતું કે નિહાર ને કૃતિ સાથે લગ્ન માટે ના પાડી હતી. એ દિવસે સાજે હુ ઘરે આવતો હતો ત્યારે મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી રસ્તામાં. ત્યારે હુ તેને મિકેનિક પાસે નજીકમાં લઈ ગયો.પણ તેને કહ્યું કે એમાં વાર લાગશે એટલે મે પ્યુનને ગાડી લઈ જવા કહયું અને હુ બસમાં જવા નીકળ્યો હતો.

ત્યાં બસમાં થોડી ભીડ હતી. પણ હુ મોડુ થયુ હોવાથી તેમાં ચડી ગયો. બેસવાની તો જગ્યા નહોતી એટલે હું ઉભો હતો.
ત્યાં જ મારી આગળ એક છોકરી મોઢું બાધીને મારી બાજુની સીટ પર બેઠી હતી. તે ફોન પર વાતો કરતી હતી. અનાયાસે જ મે એની વાતો સાભળી હતી.

તે કોઈને કહેતી હતી કે તુ ચિંતા ના કર આ તો આપણો ધંધો જ છે. અમીર ઘરના નબીરાઓને પ્રેમ માં ફસાવવા, જરુર પડે તો લગ્ન અને પછી ત્યાં થોડી ઉથલપાથલ કરી પૈસા ને બધુ લઈ ને ફરાર. અને પછી વધારે માથાકુટ કરે તો છુટાછેડા માટે કંઈક સજ્જડ કારણ બનાવી દેવાનુ.

અને હમણાં તો એક ભલ્લા ખાનદાન નો નબીરો પકડાયો છે. તે બરાબર મારી મોહજાળમા ફસાઈ ગયો છે....થોડી વાર પછી કંઈક વાત થઈ અને બોલી કે નિહાર ના પરિવાર સાથે અઠવાડિયામાં જ મારી મિટિંગ છે એટલે એક પેટી ફરી પાકી.

અને આપણો દેખાવ અને વર્તન જ એવુ છે ને કોઈ પકડી ના શકે. આ ક્યાં હુ પહેલી વાર કરૂ છુ આ તો ત્રીજી વારનુ છે એટલે તો હુ એમાં એક્કો થઈ ગઈ છુ.

અને મને આ વાત થી એની પર શંકા વધી એટલે હુ તે જે સ્ટોપ પર ઉતરી ત્યાં હુ ઉતરી ગયો અને તેનો પીછો કર્યો.

પણ એ વખતે તેનુ ધ્યાન કદાચ નહોતું કે હુ તેનો પીછો કરી રહ્યો છુ. એટલે થોડી વાર પછી એ એક નાસ્તાની શોપ પાસે ઉભી રહીને કંઈ લેતી હતી એટલે હુ પણ વસ્તુ લેવાના બહાને ત્યાં ગયો અને તેને ત્યાં જ તેનુ મોઢુ ખોલ્યું તો એ બીજું કોઈ નહી પણ કૃતિ જ હતી. જે આપણને નિહારે ફોટો બતાવ્યો હતો. પણ કદાચ છેલ્લે હુ નીકળતો હતો ત્યારે એને મને જોઈ લીધો હતો પણ મને એવો અંદાજો પણ નહોતો કે તે આ હદ સુધી પણ જઈ શકે.

મે તને ઘરે આવીને આ સંબંધ માટે ના પાડી પણ એ વખતે આ બધું કહ્યું એટલે નહોતું કે કદાચ આમાં મારી કંઈ ભુલ થતી હોય. પણ એ દિવસે હુ તને કહેવાનો જ હતો અને તેને હુ તેના કામ માં કદાચ અડચણ રૂપ લાગ્યો એટલે જ આવુ કર્યું.

નીર્વી : પણ તમારૂ કિડનેપ એને જ કરાવ્યું હતુ એ કેમ ખબર પડી ??

નિસર્ગ : ત્યાં મળેલા ફોટા પરથી.

અને પછી તે એને ત્યાં ફોટો મળ્યો હતો તેની વાત કરે છે. અને ત્યારે જ એને સમજાઈ ગયુ કે કાવેરી અને કૃતિ એક જ છે.

નીર્વી : (ચિંતા સાથે ) : હવે આગળ શુ ??

નિસર્ગ : હા એના માટે હવે કાલે વિચારીશું. હાલ આ બાબતની કોઈને ખબર ના પડવી જોઈએ. ખાસ કરીને કૃતિ કે નિહાર સામે તો જરા પણ નહી. કૃતિ ને એમ ના લાગવુ જોઈએ કે આ બધુ તેનુ જ કામ છે એ મને ખબર પડી ગઈ છે.

એ બધુ કાલે વિચારીશુ કહીને તે નીર્વી ને હગ કરીને તેને એક ઉષ્માભર્યું ચુંબન કરે છે. અને તેના ઉદરમાં રહેલા એ નાનકડા બેબીને ચુમી લે છે ને જાણે એ બાળક પણ તેના પિતાની આતુરતાથી રાહ જોતુ હોય એમ કીક મારે છે...!!!

શુ થશે હવે ?? કૃતિ તેના પ્લાનમાં સફળ થશે ??  નિસર્ગ તેનુ સત્ય બધાની સામે સાબિત કરી શકશે ??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન - 19

next part................ come soon............................