abhinandan : ek premkahani - 14 to 16 books and stories free download online pdf in Gujarati

અભિનંદન : એક પ્રેમકહાની - 14 થી 16

અભિનંદન: એક પ્રેમકહાની 14થી 16


બંને મિત્રો ટી શોપ પર મળ્યા. બંનેની આંખોમાં હર્ષ સીધે સીધો જ દેખાય છે બંને ખુશ છે ઘણા લાંબા સમય પછી બંને મળે છે એકઝામ ને પાંચ દિવસ ની વાર છે અને બંને મિત્રોએ પોતાની બેઠક જમાવવાની પુરી તૈયારી સાથે આવેલ છે



બંને બેઠા એક બીજા ની આંખો માં આંખો પરોવી એકબીજાને હલો કર્યું. કેમ છો પૂછ્યું ? બંને ની આદત મુજબ ચા નો ઓર્ડર આપ્યો. બંને એ પીધી અને પછી

ધર્મ બોલ્યો અભિનંદન આપણે અહીંયા નહીં બીજે વાતો કરવા માટે જોઈએ

અભિનંદન એ કહ્યું હું પણ તને એમ જ કહેવાનો હતો કે આપણે અહીંયા નહીં બીજે જઈએ.બંને પોતપોતાની બાઇક લઇ અને ઉપડ્યા સરતાજપુર ની બહાર બંને બાજુ લીલાછમ વૃક્ષો છે.વટેમાર્ગુના દિલને ટાઢક આપે એવી ઠંડક છે.બન્ને મિત્રો એક વડલા નીચે ઉભા રહ્યા પેલા તો બંને એકબીજાને હગ આપ્યું. આ બેય ની પુરાની આદત છે એમાં નવાઈ નથી






ધર્મ બોલ્યો અભિનંદન તને એક વાત કહેવા માગું છું અભિનંદન બોલ્યો હું પણ તને એક વાત કહેવા માગું છું એ વાત મારી નાલાયકપણા ની છે

ધર્મ બોલ્યો અભિનંદન અભિનંદન આઇ લવ યુ આઇ લવ યુ. મિતવા મિતવા મિતવા ખૂબ જ સરસ છોકરી છે આજે હું કંઈ છું એ બધું જ મિતવા કારણે છું મારી જિંદગીની બધી ખુશીનું કારણ મિતવા છે મિતવાએ મને સારો માણસ બનાવ્યો મને પ્રેમ કરતા શીખવ્યો. પ્રેમની હદ શીખવી પ્રેમની સમાનતા શીખવી પ્રેમની સમજદારી શીખવી બધું શીખવ્યું




અભિનંદનના દિલને એક જોરદાર ઝટકો લાગ્યો તેને થયું હું તો એમ સમજતો હતો કે ધાર્મિ જોડે ધર્મના સારા રિલેશન છે ધર્મનો બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં એ જાણી ના શક્યો કે ધર્મના દિલમાં મિતવા રાજ કરે છે હું તો પાગલ એમ સમજતો રહ્યો કે ધર્મ મિતવાને પીકઅપ કરવા જાય છે તેનું એકમાત્ર કારણ તેની ફ્રેન્ડશીપ છે ખેર જે હોય એ પણ હું મારા દિલમાં ચાલતી વાત ધર્મને કરીશ જ





અભિનંદન બોલ્યો ધર્મ હું કોઈ પણ છોકરીને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. મારુ દિલ એ માટે તૈયાર નથી પણ મારું મગજ ઘૂમરી ખાય છે મારુ દિલ મને ના કહે છે મારું મન જાતજાતના અને ન કરવાના વિચારો કરે છે મારું મન મિતવા માટે એમ કહે છે મિતવા જે ઘરમાં જશે એ ઘર ખુશીઓથી ભરી દેશે મારા મનમાં મિતવા વિશે ખરાબ વિચારો આવતા નથી પણ મારા દાદાજીએ મારા જોડે વાત કરી ત્યારથી મને એમ જ થાય છે
ખરેખર મિતવા જેવી છોકરી આ દુનિયામાં મળવી મુશ્કેલ છે


ધર્મ બોલ્યો હું તને એમ જ કહું છું.

અભિનંદન બોલ્યો હું પણ તને એમ જ કહું છું મિતવા ખૂબ જ સારી છોકરી છે મારા દિલમાં એના માટે કોઈ ખોટ નથી પણ મારુ મન મિતવા ના જ વિચાર કરે છે મારા મનમાં પણ મિતવા વિશે ખરાબ વિચાર નથી પણ મિત્ર આને લીધે હું થોડું દુઃખ અનુભવું છું કે મને મિતવા જેવી છોકરી ન મળી.



ધર્મ બોલ્યો કેમ ન મળી? મિતવા ખૂબ સારી છોકરી છે અને તું...

અભિનંદન બોલ્યો હા મને ખબર છે તને મિતવા ગમે છે

ધર્મ બોલ્યા અને મને ગમે છે એટલે હું તને કહું છું કે....

અભિનંદન બોલ્યો એટલે તું મને તારા દિલની વાત કરે છે....

ધર્મ બોલ્યો હા એટલે હું તને મારા દિલની વાત કરું છું કે મિતવા ....


અભિનંદન બસ હવે તો ચૂપ થઈ જા.મને પ્રેમની વાતો નથી ગમતી મને દિલની વાતો નથી ગમતી બસ હવે તો મારા મનથી જ નિર્ણય લઈશ દિલથી નહીં લઉં કેમકે દિલ, દિલ દગાબાજ છે દગાખોર છે અને દગાબાજ અને દગાખોર મને પસંદ નથી


ધર્મ બોલ્યો મારી વાત તો સાંભળ ...


અભિનંદન બોલ્યો અગર તું મને તારો બેસ્ટ ફ્રેન્ડ સમજતો હોય તો તને મારી કસમ આપણે બીજી બધી વાતો કરીએ પ્રેમ સિવાય ની.





ધર્મ વિચારવા લાગ્યો અભિનંદન તે મારી વાત ન સાંભળી હું તને કહેવા માગું છું કે તું એક વખત એક વખત મિતવાને પ્રપોઝ કર.મિતવા તને શું જવાબ આપે છે?જો મને અને ધાર્મિને પ્રેમ કરાવનાર મિતવા તો છે.તારા પરિવારને એ વૃદ્ધાશ્રમ નહિ પોતાનો પરિવાર માને એવી છે પણ તે મારી વાત ના સાંભળી



મેં તો ઘણી બધી વખત અનુભવ કર્યો મિતવાના દિલમાં તારા માટે ખૂબ જ પ્રેમ છે પણ તું નંદિનીને પ્રેમ કરતો હોવાથી પોતાની દરેક લાગણીઓને દબાવી રાખી છે.અને હું મિતવાના દિલની વાત ન સમનું એ વાતમાં માલ નથી. મિતવા મારાથી બહુ છુપાવે છે પણ મને મારી જિંદગીની એક પણ વાત નથી છુપાવી.મિતવા પોતાનો પ્રેમ મારાથી છુપાવે છે અને હું નાલાયક તેના રૂમમાં જય તેની પર્સનલ ડાયરીમાં વાંચી આવ્યો છું. અભિનંદન આઇ લવ યુ આઇ લવ યુ આઇ લવ યુ



પુરી કોલેજ એક્ઝામ ની તૈયારી માં પડી ગઈ દરેક સ્ટુડન્ટ પોતાથી થાય એટલી મહેનત કરવા લાગ્યા કોઈ આઈએમપી ગોતે કોઈ મોસ્ટ આઈએમપી ગોતે કોઈ મુદ્દા ગોતે તો કોઈ આગળની એક્ઝામના પેપર શોધી તેમાંથી વાંચે દરેક કોલેજીયન પોતાના મનમાં અને દિલમાં જે ચાલતું હોય એ રીતે મહેનત કરે પણ


અભિનંદન અભિનંદન કશું જ નહીં કરતો જ્યારે સ્ટુડન્ટ રીડિંગમાં 9/ 10 કલાક આપે છે.ત્યારે અભિનંદન માત્રને માત્ર પાંચ કલાક કરતાં પણ ઓછું રીડ કરે છે અભિનંદન ને પર્સનટેજ લાવવાની કઈ પડી જ નથી બસ એ તો પાસ થવાય એટલું જ કરે છે






એકઝામ શરૂ થઈ એકઝામ ના દરેક દિવસો માં માહોલ આવો છે બધા સ્ટુડન્ટ્સ કોલેજમાં આવે પોતાના મિત્ર નો હાથ પકડી ને કોઈ કમરમાં હાથ ભરાવી ને કોઈ ખભા પર હાથ મૂકીને કોઈ હાથમાં પુસ્તક લઇ કોઈ હાથમાં પેન હોય કોઇની પાછળ બેગ લટકાવેલું હોય ગ્રુપમાં ઉભા રહી જાય એકબીજાની હસી મજાક કરી એકબીજાને કેટલું રીડીંગ કર્યું છે? મોસ્ટ આઈએમપી. આઈએમપી મુદ્દાઓ પૂછી.


એક્ઝામ નો સમય થાય એટલે એક્ઝામ આપવા બેસી જાય વર્ગ નું વાતાવરણ કોઈ ને પૂછ્યું નહિ અને કોઈ સર કે મેડમ થોડી ઘણી છૂટછાટ આપે તો એકબીજામાંથી મુદ્દા જોઈલે પેપર પૂરું થયા બાદ એકબીજાને પેપર કેવું ગયું તેના વિશે પૂછે? બીજા દિવસના પેપર માટે બેસ્ટ ઓફ લક કહી છૂટા પડે આવું ચાલે.

પણ અભિનંદન અભિનંદન બધા ગ્રુપમાં હોવા છતાં એકલો અને એકલો રહે.બધાની સાથે હોવા છતાં કોઈની કશી પડી નથી ક્યારેક તો એ કંઈ પણ દે મને બહુ બોલાવવો નહી.પછી તેના ગ્રૂપના મેમ્બર્સ તેને એટલું બધું બોલાવી પણ નહિ બધાને જ ખબર છે જે થયું તેનાથી અભિનંદન ખૂબ જ દુઃખી થયેલો છે તેમ છતાં ખુશ રાખવાની જવાબદારી ધર્મ એ મિતવાને આપી. પણ મિતવા તેમાં કાચી પડે મિતવા અભિનંદન જોડે જોરથી બોલી ન શકે .


એક્ઝામ પૂરી થઇ એકઝામ ના અમુક દિવસો પુરા થયા રીઝલ્ટ મુકાયું ઓનલાઈન બધા જોવા લાગ્યા ઓનલાઈન પોતાનું રિઝલ્ટ સૌ કોઈ પોતાના ઘરે જોવા લાગ્યા અભિનંદન પોતાનું રિઝલ્ટ જોયું નહીં મિતવા એ પહેલા અભિનંદન રિઝલ્ટ જોયું અને પછી પોતાના મિત્ર અભિનંદનનું રીઝલ્ટ જાણીને ખુબ દુઃખ થયું. નંદિનીને ફર્સ્ટ ક્લાસ આવી.ઋષિત પણ અને અભિનંદન અભિનંદનને માત્ર પાસ થયો.


અભિનંદન એક પ્રેમ કહાની 14 પોઇન્ટ 1



મિતવા મનમાં ખૂબ જ દુઃખી થઈ પોતે અભિનંદન અને નંદની ની જોડી સલામત રાખવા માટે ઘણા જ પ્રયત્ન કર્યા પરંતુ બધા જ વ્યર્થ ગયા જ્યારે નંદની ગુસ્સામાં હોય અને અભિનંદન ને મેસેજ કે કોલ ન કરે ત્યારે મિતવા કહેતી અભિનંદન ખૂબ જ દુઃખી છે નંદની એવું ન કરાય. નંદની તેને ઇગ્નોર કરતી તેમ છતાંય કશું ન બોલતી.



પ્રોજેક્ટ વર્કમાં 80% મહેનત મિતવા ની અભિનંદન તો મિતવાને પોતાના ઘરે મૂકીને નંદની જોડે બહાર જવા પણ નીકળી જતો તેમ છતાં એ નંદનનો ક્યારેય વિરોધ નથી કર્યો અને તેમ છતાંય બંને મળે છે તેનાથી પણ ખુશ થાય છે પણ આજે નંદીનિના કારણે અભિનંદનનું રીઝલ્ટ માત્ર પાસ છે એ દુઃખી થઈ ગઈ તેમ છતાં પોતાના મનને સ્વસ્થ કરતા વિચાર કર્યો આ તો ફર્સ્ટ છે.લાસ્ટ માં%આવવા જોઈએ.


પોતાની જાતને સંભાળતા વેકેશન પૂરું થઈ ગયું.

ધર્મ એ મિતવા ને જવાબદારી સોંપી કહ્યું અભિનંદનને વેકેશન ખુલતાની સાથે જ તારે સંભાળી લેવાનો છે મેં આજ સુધી તને કશું નથી કહ્યું.પણ આજ કહું છું અગર તુ અભિનંદનને તારો બેસ્ટ ફ્રેન્ડ સમજતી હોય તો વેકેશન ખુલતાની સાથે જ તારે તેને ફૂલ સપોર્ટ કરવાનો છે તારે તેને સંભાળી લેવાનોછે


મિતવા એ કહ્યું હુકમ મેરે આકા અને પછી હસવા લાગી. ધર્મ એ તેને કોલ કરી કહ્યું મિતવા માની પણ ગઈ. વેકેશન ખુલ્યું કોલેજ શરૂ થય ધર્મના શબ્દોનીગાંઠ બાંધી અને મિતવા એ અભિનંદનને ફૂલ સપોર્ટ કર્યો.

અભિનંદન મિતવાને બોલવાની ના પાડી તેમ છતાં મિતવા થોડું વહાલ તો થોડો ક્રોધ કે ગુસ્સો તો ક્યારેક જીદ તો ક્યારેક મજાક મસ્તી તો ક્યારેક અભિનંદનનય કામ કરે તો ક્યારેક અભિનંદન એમ કહી પરેશાન કરી જતી રહે ને દોડે અભિનંદન તેની પાછળ.... આમ અભિનંદન ની ગાડીને પાટા પર લાવવાની કોશિશ કરી એમાં ઘણી સફળતા મળી રહી આમ કરતા કરતા ત્રણ મહિના જતા રહયા.




આજુબાજુમાંથી એક દિવસ મિતવાના ઘરે પડોસણ સ્ત્રીઓ માસી લોકો બેસવા આવી અને લોકો વાતો કરવા લાગ્યા કે જેવા સાથે તેવા થવુ જ જોઇએ તો સામેવાળી વ્યક્તિને ખબર પડે.નહિ તો એ આપણને ગાન્ડા સમજે. મિતવા એ લોકોની વાતો સાંભળતી રહીએ અને મનમાં વિચારતી રહે બાઈઓ તો પણ બાઈઓ જ. સુધરે નહીં એ એ લોકો વાતો કરે છે એટલામાં એ ચા બનાવીને બધી માસીઓને આપીપછી લગભગ અડધી કલાક બધાએ વાતો કરી અને પછી જતી રહી.મિતવા પોતાના રૂમ માં ગઈ





આમ તો માસી ની વાત ખોટી નથી જેવા સાથે તેવા થવુ જ જોઇએ અભિનંદન ત્રણ મહિનાથી તેની કેર કરો છે તેનું ધ્યાન રાખું છું પણ એ તો એનામાં જ રહે છે. ક્યારેક ક્યારેક તો મને બધા ફ્રેન્ડની વચ્ચે ન કહેવાનું કહી દે સંભળાવી દે તેમ છતાંય હું શાંતિથી તેના પ્રશ્નોના જવાબ આપું એની સાથે શાંતિથી રહું પણ એને તો કોઈની કશી પડી જ નથી અને એનું દિલ તૂટ્યું એની ભૂલ છે મારી નથી મારે પણ જેવા સાથે તેવા થવું જ પડશે ત્યારે જ અભિનંદનને મારી કિંમત થશે






અભિનંદન સાથે જેવા સાથે તેવા થવા માટે કોલેજમાં અભિનંદન જોડે આવવાનું બંધ કરી દીધું ધર્મની ધાર્મિ એક બાઇક પર અભિનંદન એકલો આવે મિતવા ઓટોમાં અભિનંદન બોલાવે તો જ બોલે.અભિનંદન ની બાજુમાં પણ બેસે નહિ . સંપૂર્ણપણે તમામ પ્રકારનો વ્યવહાર અભિનંદન જોડે તેને મર્યાદિત કરી દીધો. શરૂઆતમાં તો આના પર ધર્મની નજર નહીં ત્રણ મહિના જતા રહ્યા


એને વિચાર આવ્યો ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી મિતવા અભિનંદન સાથે જોઈ નથી. એના જોડે બોલતી નથી અને મારા મગજમાં આ બાબત આવી નહિ.ને હું પણ મારા બેસ્ટ ફ્રેન્ડ ધ્યાન રાખવાનું ભૂલી ગયો અને મારી બેસ્ટ ફ્રેન્ડ મારી મિતવાનું.


ધાર્મિબોલી બુધ્ધુજેવો છે.મિતવા એ આપણને સપોર્ટ કર્યો ઘણો સાથ આપ્યો અને તું તું તારી જવાબદારી ભૂલી ગયો.

ધર્મ બોલ્યો હું બધું જ સાંભળી લઈશ




બધા મિત્રો કોલેજ આવી ગયા ક્લાસ શરૂ થવાની થોડી વાર છે ત્યાંરે મિતવાને રોકતા ધર્મ બોલ્યો મારે કામ છે. તું નીચે રોકાય બન્ને બગીચામાં ગયા ધર્મ એ છેલ્લા ત્રણ મહિનાની બધી જ વાત કરી અને અંતે એણે એટલું જ કહ્યું તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે હું તને પ્રેમ કરું છું મારા પ્રેમમાં કોઈ ખોટ નથી અને હું તારા વિશે ખરાબ વિચારી શકું એટલો સક્ષમ પણ નથી. બંનેમાંથી કોઈને પણ ખબર નથી કે અભિનંદન નીકળ્યો



ધર્મ એ કહ્યું હું તને સીધી સીધું જ પૂછી લેવા માંગું છું કે આખરે કેમ અભિનંદન થી દૂર થઈ ગઈ કેમ તારી જાતને અભિનંદન થી દૂર કરી.



ત્યારે મિતવા બોલી ધર્મ છેલ્લા ત્રણ મહિનાથી અભિનંદન ની પાછળ પાછળ હું તેનું ધ્યાન રાખું છું તેની કેર કરું છું આપણા ગ્રુપમાં બધા ની વચ્ચે ગમે તેવું કહીદે ગમે તેમ કરે તેનું ધ્યાન રાખું છું બસ પોતાનામાં જ રહે છે નંદિની એ છોડ્યો.એ પડી ભાગ્યો એની ભૂલ છે મારી ભૂલ નથી પ્રોજેક્ટ વર્ક માં અભિનંદન તેના ઘરે મૂકીને નંદીનીને લઈને ફરવા નીકળી જતો તેમ છતાં ૫૦ ટકા જશ એને મળ્યો હતો જે તેમ છતાં મેં વિરોધ કર્યો નહીં અને અભિનંદન નેનંદિની ને મેંળવા માટે ઘણી મહેનત કરી અભિનંદન જ્યારે bank મારતો ત્યારે હું બધું મટીરીયલ એને પહોંચાડતી મેં કેટલા પ્રયત્નો કર્યા અને તેમ છતાં નંદિની એ દગો આપ્યો એનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી અભિનંદન એ પોતાની જાતને સંભાળવી જોઈએ એ મને પાગલ સમજે બુદ્ધિ વગરની સમજે છે માટે જ મેં અભિનંદન જોડે ના તમામ વ્યવહારો કાપી નાખ્યા






વાહ વાહ મેં તારા વિશે આવું વિચાર્યું જ નહીં મને તો ખબર નથી મારી મિતવા આટલી આટલી અભિમાની આટલી ગર્વ થી ભરેલી આટલી સ્વાર્થી આટલી નિષ્ઠુર આટલી વિફરેલી નીકળશે.



મિતવા એ લોકો ભાગ્યશાળી હોય છે કે પોતે જેને પ્રેમ કરતા હોય એ વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરતી હોય અને એનો પ્રેમ તુંટે ને પોતે જેને પ્રેમ કરે છે એ વ્યક્તિ ને દિલથી પ્રેમ કરવાનો સો એ સો ટકા મોકો મળે. એ લોકો ભાગ્યશાળી હોય છે.


લોકો કહે છે એ નસીબ કિસ્મત લક એ બીજું કશું નથી એ તારી હથેળીમાં લખાયેલું છે એ તું લખાવીને આવેલી છે તે આજ સુધી મારાથી ઘણી બાબતો છુપાવી છે અને એ ઘણી બાબતમાં એક જ બાબત છે તું અભિનંદનને પ્રેમ કરે છે એ વાતની મને ખબર છે તું મને એમ ના કહેતી કે તું એને પ્રેમ નથી કરતી.તારા દિલમાં એના માટે કેટલો પ્રેમ છે એ મને ખબર છે અને એ પ્રેમની સાબિતી તારે આપવાની જરૂર નથી.

આ તે ત્રણ મહિના અભિનંદન ને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો ને એ તારો પ્રેમ છે અને અભિનંદન અને નંદિની ને મેળવવા માટે જે પ્રયત્નો કર્યા એ તારો વિશ્વાસ છે પણ તારા પ્રેમમાં અત્યારે જે ખોટ આવીને એ સ્વાર્થી બની ગયો છે


મિતવા તું અભિનંદન ને પ્રેમ કરે છે અભિનંદન નંદિની ને પ્રેમ કરતો હતો અને અભિનંદન નો પ્રેમ તૂટી ગયો એટલે ઈશ્વરે તને એક મોકો આપ્યો છે અભિનંદન ની નજીક જવાનો અભિનંદનને પ્રેમ કરવાનો અને તારે અભિનંદનની એટલી કેર કરવાની છે કે અભિનંદનને ખુદને ખબર ન પડે કે એ તને પ્રેમ કરવા લાગ્યો છે. એક બાજુ મારો બેસ્ટ ફ્રેન્ડ અભિનંદન નંદિનીને પ્રેમ કરે છે.એક બાજુ મારી બેસ્ટ ફ્રેન્ડ મિતવા અભિનંદન ને પ્રેમ કરે છે.હું તૂટી ગયો તો એ સમયે.હું શું કરું મને સમજાતું જ નહોતું.



હવે મારી ઇચ્છા પૂરી થઈ . જેને લોકો નસીબ કહે છે જેને ભાગ્ય કહે છે એ તારી સામે જે પરિસ્થિતિ ઊભી થઈને એ જ નસીબ એ જ ભાગ્ય અને એ જ કિસ્મત તો વિચાર કર. તે અભિનંદન અને નંદિની ને મેળવવા માટે કેટલા પ્રયાસ કર્યા એમા તું નિષ્ફળ રહી એ બંનેનો પ્રેમ તૂટી ગયો.અભિનંદ તારા નસીબમાં છે.. બાકી તારી મરજી....




એ જતો રહ્યો....

મિતવાના દિલમાં ભૂ ચાલ આવી એ ધ્રુજી ઉઠી.તેને ખબર પડી પોતે પેલી બાઈઓની વાતોમાં આવી કેવડી ભૂલ કરવા જઈ રહી.....

બસ,હવે પોતે જાતે અભિનંદન ને પ્રપોઝ કરશે..........