marubhumi ni mahobbat - 7 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરૂભુમીની મહોબ્બત - 7

મરૂભુમીની મહોબ્બત - 7

@@@ ભાગ 7 @@@

અમારા મા મેરેજ પહેલાં મળવાનો રિવાજ નથી હોતો પરંતુ, જમાનાની હવા બદલાય એમ વડીલો થોડાં ઉદાર બનતાં જાય છે...અમારા ખાનદાન મા આ પરંપરા તોડનાર હું પહેલો હતો.

હીના સાથે સ્પેશિયલ ડિસ્કસ કરી હું કચ્છ ગયો હતો.

આ દરમિયાન હીના બાળમેર જ રહેવાની હતી.

મિતલ પણ કચ્છ આવી રહી હતી.

ભૂજ ખાતે એક ભવ્ય પાર્ટી પ્લોટમાં શાહી મેરેજ નું આયોજન થયું હતું.એ રાત ને જાણે.. રોશની થી શણગારવામાં આવી હતી. મારા સસરા ના નજીક ના સંબંધી ના પુત્રી ના લગ્ન હતાં.

આવાં મસ્ત વાતાવરણમાં એક ખુણે મખમલી ખુરશીઓ મા હું અને હેતલ સામે સામે બેઠા હતા. આ પ્રસંગ પહેલાં મારા મિત્રો એ મારી બરાબર ની ખેચી હતી અને હેતલ ના પરિવાર ને પુષ્કળ ટીકા નો સામનો કરવો પડ્યો હતો. રુઢીચુસ્ત ડોસાઓ એ મારા અને હેતલ ના કુટુંબ માથે માછલાં ધોયા હતાં. એમનાં મતે મે મારા ખાનદાન નું નામ બોળ્યુ હતું.

અમારા મા આ ચીજો કોમન નહોતી.

અન્ય સંજોગોમાં મે મળવાનું ટાળ્યું હોત પરંતુ, મારી ઈચ્છા હતી કે હું હેતલ ને મળું... એને સમજાવી શકું.. અને, એ સંમત થાય તો પથરા નીચે આવેલ હાથ હું નિકાળી શકું..

હેતલ સુંદર લાગતી હતી..

એ આબેહૂબ મહારાણી સમી જણાતી હતી..ઘેરાવદાર ચણીયો.. રંગબેરંગી રજવાડી સાડી...ગોળ રુપાળો ચહેરો.. આખુંય શરીર સોનાના ઘરેણાં થી લદાયેલુ... એરીન્ગસ...નથડી..બિન્દી...દશેય આગળીઓ મા વીટીઓ..

હું એકટિશે એને જોઈ રહ્યો.

આટલી સુંદર સ્ત્રી ની જિંદગી સાથે હું રમત રહી રહ્યો હતો... ફક્ત... એક શ્યામલ છોકરી ના લીધે... એની સામે જોતી વેળાએ મને મહેક યાદ આવવા લાગી.

" આપ કેમ છો..? " મે અદબથી વાતમાં નજાકત ભેળવી શરૂઆત કરી ત્યાં સુધી હેતલ નીચી નજર ઢાળી ને બેઠી હતી.

" જી...મજામાં... આપ કેમ છો..? " એણે સાચવીને શબ્દો ઉચ્ચાર્યા.

" મને લાગે છે.. આપણે જે રીતે મળ્યા છીએ.. કોઈને ગમ્યું નથી... આપને કેવું લાગે છે..? " મે એની આખોમા જોયું

"હોય... સૌ સૌ ની માન્યતા.. પણ,મને લાગતું હતું કે આપણે મળવું જોઈએ.."

"ખરેખર....કેમ..? "

" જમાનો બદલાય છે. મૂલ્યો બદલાય છે. એકબીજાને સમજી લયીએ તો સારું રહેશે.."

" વેરી ગુડ... મને આપની નિખાલસતા ગમી.."

" જી...આભાર..! કેવી ચાલે છે આપની ટ્રેનિંગ.."

મને ખયાલ આવ્યો કે હેતલના પિતાએ મારા પિતાજી સાથે બધી ચર્ચા કરી જ હશે..જેમાં મારી દિલ્હી ની તાલીમ નો ઉલ્લેખ થયો જ હશે...

" સરસ રીતે પૂર્ણ થઈ..."

" ઓહ... મને એમ કે આપ દિલ્હી છો.."

. " ના...હું હાલ રાજસ્થાન થી આવું છું.. "

" કેમ.... રાજસ્થાન..? "

" ત્યાં પણ એક લાસ્ટ ટ્રેનિંગ છે.."

મને લાગ્યું કે હેતલ મને નીચોવી રહી છે અને એ પ્રશ્નો મા ઉતરી જયીશ તો હું મારા મનની વાત નહીં કરી શકું..

એટલામાં વેઈટર આવ્યો અને વચ્ચે પડેલા ટેબલ ઉપર બે સુપ ના કપ મુકી ગયો. મે હળવેથી કપ ઉઠાવ્યો અને એમાં ચમચી હલાવવી શરૂ કરી.

હેતલ પોતાના મોબાઈલ સામે જોઈ રહી.

આવી માસુમ છોકરી ને ના પાડે એ મુરખ જ કહેવાય.

" હેતલ...." મે મન મકકમ કર્યું.

" જી...બોલો.."

"મારી વાત નુ ખોટું ન લગાડે તો એક વાત કરું.."

" બેધડક બોલો..."

" હેતલ... હું બીજા કોઈ ને ચાહું છું.."

હેતલે એક ઞાટકા સાથે ડોક ઉચી કરી મારી સામે જોયું.

અચાનક એ ખડખડાટ હસી પડી.

હું બાઘાની જેમ એની સામે જોઈ રહ્યો.

"કેમ હસવું આવે છે..? "

" હસવા જેવી તો વાત છે.. "

" કેમ.."

"એમાં શું

" પરંતુ, તું તો ભણેલી ગણેલી છોકરી છે..તારી જિંદગી મા કોઈ ચોઈસ જેવું હોય ને..."

" છે ને....મારી ચોઈસ તમે છો.જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું તમને ચાહીશ..ભલે હું ગમે તેટલી એજયુકેટેડ બનું.. પણ,મારા મૂલ્યો ને છોડીને ન જીવી શકુ.."

હું સ્તબ્ધ થઇ ગયો હતો.

હેતલે મને હરાવી દીધો હતો.

" પણ,હું જો એમ કહું કે તને હું કયારેય પ્રેમ નહીં કરી શકું.... તો.." મે છેલ્લું તીર છોડી જોયુ.

" તમે એવું નહીં કરો... એનો મને વિશ્વાસ છે... જો કે મને એ પણ ખબર છે કે તમે મજાક કરી રહ્યા છો.."


આ માસુમ ને મારે કેમ સમજાવવી કે મારા દિલોદિમાગ ઉપર મરુભૂમી ની મહોબ્બત સવાર થઈ ગઈ હતી. એક એવી સંમોહક યુવતી... જેની અસર મારા અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી. મને લાગ્યું કે હેતલ ના હદય ને દુભવવાનુ પાપ હું ન કરી શકું... એટલે, મે આખી બાજી સંભાળી લીધી.

" તને આટલો વિશ્વાસ કેમ આવે છે... હેતલ. " વાતવાતમાં મને ખયાલ પણ ન રહ્યો કે હું એને તુકાર થી બોલાવતો થયો હતો.

" મે કહ્યું ને મારા મા બાપ ના સંસ્કાર..."

" આ નવો યુગ છે....હેતલ.."

" મૂલ્યો કયારેય જુના નથી થતાં..."

" સોરી...હેતલ... હું મજાક કરતો હતો.."

" મને વિશ્વાસ હતો...તમારા ઘરનાં સંસ્કાર ની ચર્ચા ચોતરફ થાય છે..."

" ખરેખર... આઈ એમ લકી.."

" નસીબદાર તો મારું ફેમીલી છે... હેતલ... તારા જેવી છોકરી પામવી એ મોટી વાત છે.."

અચાનક મે આખી વાત ને જુદી દિશામાં વાળી હતી.હેતલ નું હદય તોડવાની મારી હિંમત નહોતી. અહીં આવ્યા પહેલાં મે દિમાગમાં અસંખ્ય થીયરી વિચારી રાખી હતી કે હેતલ ની સામે હું આ ટાઈપ ના મૃદા રજુ કરીશ.. એટલે, એ જ આ સંબંધ માટે તૈયાર નહીં થાય.મને મારી કોમ્યુનિકેશન સ્કીલ પર વિશ્વાસ હતો.. પણ, હેતલ ની મકકમતા જોઈ મને આચકો લાગ્યો હતો... આ યુવતીનો વિશ્વાસ તૂટે તો હું મારી જાતને કયારેય માફ કરી ન શકું..!

મે હેતલ સાથે ખાસ્સી વાતો કરી.. જેમાં મોટાભાગે અમારી ચોઈસ અંગે ચર્ચા થઈ. એકબીજા ના સંબંધીઓ વિશે વાત થઈ...

અમે છૂટા પડ્યા ત્યારે હેતલ ના ચહેરા પર શરમના શેરડા પડયાં હતાં અને મને મારી જાત પર શરમ આવતી હતી.. હું કેવી કશ્મકશ મા ફસાયો હતો...!

મહેક ભૂલાતી નહોતી.. હેતલ ને તિરસ્કાર આપવાની મારી હિંમત નહોતી...હું હજાર દુશ્મન થી લડી લેવાની તાકાત ધરાવતો હતો.. પરંતુ, મારી પોતાની કમજોરીઓ સામે હું પરાસ્ત થયો હતો..

આ બેય સ્ત્રીઓ વચ્ચે મારું દિમાગ હાલકડોલક થતું હતું ત્યાં જ હીના નો ફોન રણકયો..

" સ્મિત..!એક ગુડ ન્યૂઝ છે.."

" બોલ..."

" શું થયું... સ્મિત "

" કશું નહીં... કેમ.."

" તારો અવાજ ભારે છે..એટલે.."

" નો પ્રોબ્લેમ....બોલ..શું કહેતી હતી.."

" ઓકે....આપણે જેસલમેર જવાનું છે.."

" કેમ.."

" એક લિન્ક મળી છે...તુ કયારે આવે છે.."

" કાલે..."

" આર યુ રેડી....સ્મિત "

" યસ..."

" ટેક કેર..." હીનાએ ફોન મુકયો.
મે એક ઉડો નિશ્વાસ નાખ્યો... મારે હીના ની હાલ જ જરૂર હતી.પણ,મને ખબર હતી કે હીના મને ચાહતી હતી એટલે, મહેક વિશે વાત કરવાની મારી હિંમત નહોતી...

" સૌથી પહેલાં દેશ..." અચાનક મારા પિતા ના શબ્દો મને યાદ આવ્યા અને મે હોઠ પીસ્યા.. મારી પાસે જબરદસ્ત તક હતી... દેશ માટે કશુંક કરી છૂટવાની... મારા ખાનદાન નું નામ રોશન કરવાની...

મે મારી જાતને આ ડિફીકલ્ટ મીશન માટે તૈયાર કરી..

Rate & Review

Daksha

Daksha 3 years ago

Bharat

Bharat 3 years ago

Bhkhu Solanki

Bhkhu Solanki 3 years ago

Rajesh

Rajesh 3 years ago

Dipti Desai

Dipti Desai 3 years ago