Dream story one life one dream - 19 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 19

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 19"તો બોલ સૌથી પહેલા કે પલકે નીવાન સાથે સગાઇ કેમ કરી?"મહાદેવભાઇ ના મોઢે પલક નું નામ સાંભળી પુલકીત ના કાન સરવા થાય છે.તેને આશ્ચર્ય થાય છે તે તેમની વાત સાંભળવા ની કોશિશ કરે છે.

" જણાવુ કાકા તમારો ડાન્સ પ્રત્યે નો અણગમો અને તમારા બન્ને વચ્ચે થયેલા વિવાદ આપણે જાણીએ છીએ." ફોરમ નીવાન ના જોવા આવવું થી લઇને નીવાન સાથે કેફેમા થયેલી વાત જણાવે છે.

" મતલબ તે નીવાન સાથે લગ્ન પ્રેમ કે પસંદગી ના કારણે નહી પણ આ કારણે કરે છે."ગૌરીબેન

" હા " ફોરમ
તેની આ વાત થી ત્રણેય જણ ને ઝટકો લાગે છે.પુલકીત આગળ આ વાત સાંભળવા માંગતો હોય છે.પણ તેને તે ડિઝાઇનર કેફે ની બહાર દેખાય છે.એટલે તે ત્યાંથી મોઢું સંતાડી ને બહાર જાય છે બાઇક સ્ટાર્ટ કરી ને સીધો ઘરે જાય છે.

" હું આજે ખુબ જ ખુશ છું .પલક નીવાન ને પ્રેમ નથી કરતી એ મારા માટે ઇનફ છે.કાલે મળીએ પલક જીયા થી તો હું તને બચાવી લઇશ."

અહીં કેફે માં

મહાદેવભાઇ અને ગૌરીબેન પોતાની દિકરી ના વર્તન થી દુખી હોય છે તે કઇ જ બોલી શકતા નથી
" બીજું કઇ ખાસ જાણવા જેવું ?" મહાદેવભાઇ

" ના બીજું કઇ અગત્યનું નથી ." ફોરમ

" તો કાલે ઓડીશન માં મળીએ સમયસર આવી જજે."

ફોરમ ત્યાંથી નિકળી ને સીધી પલક પાસે જાય છે.પલક ડાન્સ કરતાં જોઇ તેને ખુબ જ સારું લાગે છે.સાથે અફસોસ પણ થાય છે તેનું સપનુ પોતાના હાથે તોડવા થી.પલક તેની પાસે આવી ને બેસે છે.

" ફોરમ તું આવી ગઇ ને એટલે બહુ જ સારું લાગે છે નહીંતર હું ખુબ જ નર્વસ હતી.ખબર નથી કાલે શું થશે?"

" બધું સારું જ થશે.બસ એકવાત ધ્યાન રાખ તું કે તારે તારું બેસ્ટ પરફોર્મન્સ આપવા નું છે.ભલે ગમે તે કેમ ના થાય પ્રોમીસ આપ મને." ફોરમ ભાવુક થઇ જાય છે.

" હા પ્રોમીસ પણ કેમ આટલી ઇમોશનલ થઇ ગઇ.અને તું છે ને મારા સપોર્ટ મા તો મારે તો સારું જ પરફોર્મન્સ આપવા નું છે." પલક નો આ વિશ્વાસ જોઇને ફોરમ ને પોતાના પર નફરત થાય છે.

ફોરમ વિચારે છે કે .
" સોરી પલક કાલ પછી તું મને મળવા નું કે મારી સાથે બોલવા નું પણ પસંદ નહી કરે .પણ હું શું કરું મારી પાસે આના સિવાય કોઇ બીજો રસ્તો નથી .ભગવાન તેની મદદ કરજે."

સાંજ પડ્યે બન્ને છુટા પડે છે કાલે મળવા ના પ્રોમિસ સાથે તેમને ખબર નથી કાલે શું થવાનું છે.

અાજે સવાર એક નહીં પરંતુ ઘણી પરીક્ષા લઇને આવી છે પલક માટે .જેમાંથી તેને પાસ થવું જ પડશે જો તેને પોતાનું સપનુ પુરું કરવું છે તો.
પલક વહેલી ઉઠે છે તૈયાર થાય છે અને ભગવાન ના અને પછી સુઇ રહેલા મહાદેવભાઇ અને ગૌરીબેન ના ચરણ સ્પર્શ કરે છે.અને ચુપચાપ નિકળી જાય છે.

તેને શું ખબર કે કાલે કેફે માંથી આવ્યા પછી બન્ને જણા ખાધાપીધા અને કઇ પણ બોલ્યા વગર ચુપચાપ બેસેલા છે.

તેમને ખબર જ નથી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે અને શું કરવું ? અત્યારે પલક ના પગે લાગી ને ગયા પછી તેઓ બેઠા થઇ જાય છે.
" ગૌરી ચલો ઉઠો તૈયાર થઇએ કાલ નું કઇ ખાધુ નથી તો નાસ્તો કરીએ અને આપણે સમયસર પહોંચી જઇએ."

પલક ઓડીશન ના સ્થળ પર પહોંચે છે જયાં ફોરમ પહેલે થી તેની રાહ જોઇ ને ઉભી છે.

" અરે વાહ તું તો મારા કરતા પણ વહેલી આવી ગઇ અને આ હાથ મા શું છે?"

" ચા નાસ્તો જે તું કર્યા વગર આવી છો .સવારે વહેલી ઉઠી ને તારા માટે આદુવાળી ચા અને બટાકા પૌઆ બનાવ્યા છે ચલ પહેલા ખાઇ લઇએ કેમ કે તાકાત જોઇશે ને આજે જે ખાધા વગર નહીં આવે."

તે લોકો નાસ્તો કરી ને અંદર જાય છે જયાં બધાં પહેલે થી જ આવેલા હોય છે.

" ગુડ બધાં ઓન ટાઈમ આવી ગયા છે તો ચલો અંદર જઇએ." જીયા

" અરે વેઇટ મારા વગર જ જતા રહેશો શું ? ડી.જે નું એક પણ ઓડીશન મારા વગર થયું છે કે શું "

પાછળ એક બીગ સ્માઇલ સાથે પુલકીત ઉભો છે જેને જોઇ ને જીયા ડરી જાય છે ઝેન ને રાહત થાય છે આમ તો પલક ખુબ જ ખુશ થાય છે પણ નારાજગી દેખાડે છે તેને જોઇને મોઢું મચકોડે છે.

પુલકીત તેની સામે જોવે છે અને કાન પકડે છે પલક હસી પડે છે.અને તેની પલકો ઝપકાવી ને હસે માફ કરે છે તેને.

"ગ્રેટ પુલકીત તું આવી ગયો એટલે સારું થયું મને રાહત થઇ હવે કોઇ ગડબડ નહીં થાય લેટસ ગો." ઝેન

બધાં અંદર જઇ રહ્યા છે.ફોરમ પણ આવી રહી છે સાથે ઝેન ની પરમીશન સાથે તેની પાછળ પલક છે.પુલકીત તેને હાથ પકડી ને એકબાજુ લઇ જાય છે.

" પલક મારે ઘણીબધી વાત કરવાની છે.તારી સાથે પણ પરફોર્મન્સ પછી અત્યારે તું તારું ફોકસ ડાન્સ પર રાખ." પુલકીત પલક ને ઓલ ધ બેસ્ટ વીશ કરે છે.

પલક હસી ને થેંક યુ કહે છે.આજે તે ખુબ જ ખુશ છે.

બધાં અંદર જાય છે.પહેલુ પરફોર્મન્સ પલક અને ઝેન નું છે.જજીસ આવી ગયાં છે ડી.જે સ નો ઓફીશીયલ ડિઝાઇનર પણ આવી ગયો હોય છે.જેને જોઇ ને જીયા ખુશ થઇ જાય છે.પણ ડિઝાઇનર પુલકીત ને જોઇ ને ડરી જાય છે.
ડિઝાઇનર ડ્રેસીસ પુલકીત ને આપે છે.

" થેંકસ બ્રો ચલ ચા પીએ લે જીયા આ ડ્રેસીસ ચેક કરી ને આપી દે બધાં ને." પુલકીત ડિઝાઇનર ને બહાર લઇ જાય છે.જીયા ને ટેન્શન થાય છે.

" જો મારી પાસે ટાઈમ નથી સીધી વાત પુછીશ એનો સીધો જવાબ આપ" તે તેને કાલે જીયા જોડે થી પૈસા લીધા અને તેના શો રૂમ પર સાંભળેલી વાત કહે છે

" બોલ શું ગડબડ કરવા નાં છો તમે બન્ને નહીંતર પોલીસ ને અને ઝેન ને બોલાવીશ પછી તો તમારા બન્ને નો ભગવાન જ માલીક" પુલકીત

" જણ‍ાવુ છું " ડિઝાઇનર ઝેન ના ગુસ્સા થી વાકેફ હોય છે.અને પોલીસ ના ચક્કર થી પણ તે જીયા સાથે થયેલી બધી વાત જણાવે છે.

" ઓહ માય ગોડ ચલ મારી સાથે પલક પાસે જલ્દી પહોંચવુ પડશે." પુલકીત તેની વાત સાંભળી ને ચોંકી ગયો હોય છે.
તે પલક નો રૂમ ખખડાવે છે. પણ તે દરવાજો ખોલતી નથી .
" દરવાજો ખોલ પલક હું પુલકીત તારી મદદ કરવા આવ્યો છું .મને બધી વાત ની જાણ છે.પ્લીઝ."

દરવાજો ખુલી જાય છે.પલક રડી રહી છે અને ફોરમ તેને સંભાળી રહી છે પુલકીત ને આ દ્રશ્ય જોઇ ને ઝટકો વાગે છે.

શું પુલકીત જીયા ના પ્લાન સામે પલક ને બચાવી શકશે? શું ઓડીશન માં પલક નું સીલેકશન થશે?

જાણવા વાંચતા રહો.