Mahabaleshwar na Pravase - a family tour - 4 books and stories free download online pdf in Gujarati

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-4)

આજે 5 નવેમ્બર અને પ્રવાસ જવાને 1 દિવસ હતો અને આ એક દિવસ પણ એક મહિના જેવો લાગતો હતો અને સાથે કાલે આ સમયે તો નીકળી ગયા હશુ, કાલે આ સમયે ટ્રેન માં હશુ, કાલે આ સમયે ટ્રેન અહીંયા પહોચી હશે, કાલે તો આ સમયે નાગોઠને હશુ.. આવા વિચારો સાંજ સુધી આવતા.

સાથે એક દિવસ બાકી હોવાથી અમારું મેઈન ફોકસ હતું બેગ પેક કરવામાં. કેટલા કપડાં લેવા, ક્યાં કપડાં લેવા, ક્યાં દિવસે ક્યાં કપડાં પહેરવા, અને નાસ્તો તો ખરો જ કેમ કે ગુજરાતી ફેમિલી નો પ્રવાસ અને સાથે નાસ્તો ના હોય એ તો શક્ય જ નહીં...

હવે દિવાળી નો સમય હતો એટલે થોડી ઠંડી પણ અને સાથે અમારું સ્થળ પણ હિલ-સ્ટેશન હતું તેથી ત્યાં ઠંડી પણ 2-3 ગણી એટલે મારા દાદી એ તરત કહ્યુ "બધા ની જરશી (સ્વેટર) અને ઓઢવા માટે છાલ બેગ માં નાખી દેજો." હવે મારા દાદી ની વાત કરું તો જ્યારે પણ કોઈ બહાર ફરવા જાય કે ગામ જાય ત્યારે પહેલા ઓઢવા માટે છાલ, જર્સી, ચાર્જર, પાણી ની બોટલ અને ખાવા માટે નાસ્તો આટલું તો ખાસ યાદ કરાવી દે અને અમે પણ કહેતા કે "હું નહીં લઇ જાવ જરશી અને છાલ, ત્યાં આટલું બધું કોણ ઉપાડે"

આમ આ વખતે પણ દાદી એ કહ્યુ પણ અમને ખબર હતી કે હિલ-સ્ટેશન છે એટલે ઠંડી તો ખરી એટલે અમે પણ ચૂપ-ચાપ બધું બેગ માં નાખી જ દીધું

હવે વાત હતી નાસ્તો શુ લેવાનો કેમ કે 7 દિવસ જવાનું હતું સાથે અમારી ટ્રેન સવારે 11:14 ની અને નાગોઠને પહોંચતા પહોંચતા સાંજ પડી જાય એટલે ટ્રેન માં પણ ખાવા કંઈક લેવાનું હતું

હવે એમા પણ બધાને અલગ-અલગ ભાવે એટલે કોઈ કહે બટેટા પૌવા, કોઈ કહે વડા, કોઈ કહે વડા-પાવ આમ ઘણા વિચારો અને વાતચિત પછે નક્કી થયું કે ટ્રેન મા ખાવા માટે વડા-પાવ લઈએ અને ત્યાં પ્રવાસ માં ખાવા સૂકો નાસ્તો જેમાં લાડવા, ચવાણું, ઘરે બનાવેલા ગાંઠિયા અને મમરા વગેરે વગેરે... અને સાથે મામા ના ઘરે પણ ફોન કરી દીધો કે અમે આટલી વસ્તુ લઈએ છીએ. આ ફોન કરવાનું કારણ એજ કે, મારા મામા નો છોકરો પણ સાથે આવનો હતો

5 નવેમ્બર, સાંજે 8:30 PM

હવે નાસ્તો, કપડાં, ટૂથપેસ્ટ, બ્રશ, ચાર્જર, જરશી, છાલ અને બીજી નાની મોટી વસ્તુ ભુલાય નહીં એટલા માટે મેં બધી વસ્તુ નું લિસ્ટ મારા મોબાઈલ માં બનાવેલું હતું એટલે હવે સાંજે જમી ને 8:30 વાગ્યા પછે આ બધી વસ્તુ નું ચેકીંગ કરવાનો પ્રોગ્રામ રાખ્યો હતો...

લિસ્ટ પ્રમાણે બધી વસ્તુ બરાબર છે કે નહીં?, કઇ વસ્તુ ખૂટે છે? એ બધું સાંજે 8:30 પછી ચેક કરી ને ફાઇનલ બેગ તૈયાર કરી

પણ હજુ એક વસ્તુ બાકી આમ યાદ આવતા જ હું ગયો દવાની દુકાન પર અને ત્યાંથી બધી જરૂરી દવા લીધી જેમકે ચક્કર આવવા, તાવ, કળતર તૂટ, જાળા-ઉલટી, માથું દુખવું કેમ કે કોઈ પણ તકલીફ થાય તો આ દવા કામ લાગે

હવે બધી વસ્તુ નાખ્યા પછી ટોટલ 3 બેગ તૈયાર થઈ જાણે કોઈ 20-25 દિવસ ના પ્રવાસ મા જતા હોઇએ. એમા એક બેગ મા કપડાં, બીજા બેગ મા જરશી (સ્વેટર), છાલ તેમજ બીજો નાનો મોટો સામાન અને ત્રીજી નાની બેગ મા ફક્ત બધો નાસ્તો અને પાણી જાણે ફરવા નહીં પણ નાસ્તો કરવા જતાં હોઈએ

આ બધું તૈયાર કરી ને અંકિતભાઈ ને પૂછવા ફોન કર્યો "બેસી ગયા ટ્રેન માં?, કેટલે પહોંચ્યા?" કેમ કે જામનગર થી 5 તારીખે સાંજે 6:00 વાગ્યા ની ટ્રેન હતી એટલે તે બધા તો ટ્રેન મા હતા. જવાબ આવ્યો, "હા, બેસી ગયા હો... અને કાલે સવારે પહોંચી જસુ" આમ થોડી વાતચીત થઈ.

બધી તૈયારી થઈ ગઇ હવે રાહ હતી તો કાલ સવાર ની અને બીજે દિવસે સવારે એટલે કે 6 નવેમ્બરે સવારમાં વહેલા અંકલેશ્વર નોકરી પર જવાનું કેમ કે મે મારા બોસ ને કહ્યુ હતું કે, "હું 6 નવેમ્બરે વહેલો ચાલ્યો જઈશ એટલે સવારે વહેલો આવી જઈશ અને જે કંઈ કામ હશે તે પૂરું કરી દઈશ"

આમ સવારે વહેલું ઉઠવાનું હોવાથી હું સુવા ચાલ્યો ગયો પણ તમને તો ખબર જ છે કે, "પ્રવાસ ના આગલા દિવસે ઊંઘ આવે નહીં"

સુતા સુતા ઘડિયાર માં જોયું તો 12:30 વાગી ગયા હતા અને સાથે વિચાર આવતા હતા કે, "કઇ ભુલાયું તો નથી ને, કાલે સવારે રોજ કરતા વહેલી ટ્રેન પકડવાની છે તો થોડું વહેલું ઉઠવું પડશે, હું સવારે કેટલા વાગ્યે ઓફિસે થી નીકળું" અને આમ વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી.......


ક્રમશઃ
(આગળ વાંચો ભાગ-5)