ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 20સામે હેંગર માં  લટકી રહેલો ડ્રેસ જોઇ ને પુલકીત ને વધારે ગુસ્સો આવે છે.તે અેકદમ ટુંકો  ડ્રેસ છે જીયા જાણતી હોય છે કે પલક આટલા ટુંકા કપડા કયારેય નહીં પહેરે એટલે તેણે આવો ડ્રેસ તેના માટે મોકલવા કહ્યું હોય છે.પુલકીત તે ડિઝાઇનર નો કોલર પકડે છે.
ત્યાં ફોરમ બોલે છે.

" પુલકીત અમે ઝેન ને જણાવ્યું તે એવું કહે છે કે તેણે પલક માટે એક ડીસન્ટ ડ્રેસ કીધો હતો પણ હવે કશું થઇ શકે એમ નથી  કેમ કે માત્ર પદંર મિનિટ બાકી છે તો .પલકે આજ કપડા પહેરવા પડશે .પણ પુલકીત પલક આવા કપડા નહીં પહેરી શકે પ્લીઝ હેલ્પ હર."

" બોલ ડિઝાઇનર  ના બચ્ચા ઇલાજ કર આનો નહીંતર ઝેન નો ગુસ્સો અને પોલીસ નો ડંડો બન્ને એકસાથે પડશે."

" હું  એક એક્સટ્રા પેર ઓફ ક્લોથસ લાવ્યો છું એ પણ ટુંકો તો છે પણ આટલો નહીં અને લકીલી એનો કલર આની સાથે મેચ કરે છે.એ મારા બીજા ક્લાયન્ટ નો છે.પણ એમને હું બીજો આપી દઇશ."

" ચલ તો એ લઇ ને આવીએ અને પલક ડોન્ટ વરી અને હા ઓલ ધ બેસ્ટ ડુ યોર બેસ્ટ.હું  આસિસ્ટન્ટ ને મોકલુ છું  એ તને હેલ્પ કરશે તૈયાર થવા માં "

" થેંક યુ સો મચ ફોર એવરીથીંગ પુલકીત." પલક ભાવુક થઇ જાય છે.

અહીં  મહાદેવભાઇ અને ગૌરીબેન ઓડીશન ના સ્થળ પર આવી પહોંચે છે.

" અહીં  તો આપણે જ છીએ જે આ આમંત્રણ પત્રિકા લઇને આવ્યા છીએ જાણે ખાલી આપણા માટે જ હોય ." ગૌરીબેન.

" હા ગૌરી  બાકી આ બધાં  તો પાર્ટીસીપેટ કરવા વાળા ની સાથે આવ્યા છે.જે હોય એ ચલ અંદર જઇને બેસીએ."

તેઓ અંદર જઇને સૌથી આગળ જઇને બેસે છે.મહાદેવભાઇ ફોરમ ને મેસેજ કરે છે.અને તેમની સાથે આવી ને બેસવા માટે કહે છે.

પલક ઓલમોસ્ટ તૈયાર છે .ત્યાં ફોરમ ને મહાદેવભાઇ નો મેસેજ આવે છે.

" બાય પલક મારો જવાનો સમય આવી ગયો છે.મને વિશ્વાસ છે તું  સારું પરફોર્મન્સ આપીશ અને આ ઓડીશન શું  આ કોમ્પીટીશન પણ તું  જ જીતીશ."

" થેંક યુ પણ કેમ આટલી સેન્ટી થઇ ગઇ?"પલક

" બસ એમ જ .હું જાઉં ઓડીયન્સ માં બેસી ને તારું પરફોર્મન્સ જોઇશ."

ફોરમ ત્યાંથી જતી રહે છે.તે પલક ના જીતવા માટે પ્રાર્થના કરે છે.અને મહાદેવભાઇ અને ગૌરીબેન પાસે જઇને બેસે છે.

ઝેન અને જીયા પલક ને બોલાવવા આવે છે.ઝેન અને પલક એકબીજા ને જોતા જ રહી જાય છે.ઝેન ના મસ્લસ અને સિક્સ પેક્સ ચમકી રહ્યા છે.પલક પણ ડિઝાઇનરે આપેલા બીજા ડ્રેસ માં અત્યંત સુંદર લાગે છે.તેઓ એન્સિયન્ટ  કીંગ અને ક્વીન ના ડ્રેસઅપ માં હોય છે.

પણ જીયા તે જલન થાય છે.તેને ગુસ્સો આવે છે ડિઝાઇનર પર પોતાના બન્ને પ્લાન ફ્લોપ થઇ ગયાં છે તેવું તેને લાગે છે.તે ત્યાંથી જતી રહે છે.

" વાઉ  યુ લુક સુપર્બ " લગભગ બન્ને  સાથે બોલે છે.અને હસી પડે છે.

" ચલ એ સમય આવી ગયો છે.જજીસ આવી ગયાં છે.આપણું નામ અેનાઉન્સ થશે .યાદ રાખજે તારું ,મારું  અને મારી મમ્મી નું  સપનુ.અને હા આ જે વિશ્વાસ મે તારા પર મુક્યો છે તે જલ્દી હું  કોઇ ના પર મુકતો નથી ."

" ડોન્ટ વરી ઝેન આ સપના માટે મે મારી જિંદગી દાવ પર મુકી છે.તે હું વેસ્ટ નહીં જવા દઉં લેટસ રોક ધ સ્ટેજ."

પલક અને ઝેન તૈયાર છે.જજીસ પણ અને હોસ્ટ પર .અને ડાયરેકટર ના એકશન બોલતા જ હોસ્ટ બધાં નું  સ્વ‍ાગત કરે છે સાથે ઝેન અને પલક નું  નામ એનાઉન્સ કરે છે.ઝેન અને પલક એન્સિયન્ટ કિંગ અને ક્વીન ના પ્રેમ પર આધારિત છે.પલક ની એન્ટ્રી ઉપર થી એટલે કે હવા માંથી છે.આ એક એરીયલ અને કંટેમ્પરી ડાન્સ  નું  કોમ્બીનેશન છે.

હોસ્ટ જજીસ અને ઓડીયન્સ નું સ્વાગત કરે છે.

" ઇન્ટરનેશનલ ડાન્સ ચેમ્પીયનશીપ માં આપનું સ્વાગત છે.અને આપણે ઓડીશન ની શરૂઆત કરીએ ડી.જે .ડાન્સ એકેડેમી ના સ્ટાર પરફોર્મર ઝેન અને ન્યુ ડાન્સ સેન્સેશન પલક ના પરફોર્મન્સ થી."

ઓડીટોરીયમ માં  લાઇટ બંધ થાય છે.ગૌરીબેન મહાદેવભાઇ નો હાથ પકડી લે છે.પુલકીત અને ફોરમ ભગવાન ને પ્રાર્થના કરે છે પલક ના સારા પરફોર્મન્સ માટે.બધાં તેમનું પરફોર્મન્સ જોવા આતુર હોય છે.

મ્યુઝિક શરૂ થાય છે.ઝેન પરફોર્મ કરવાનું ચાલુ કરે છે.તેના સેન્સીયસ મુવસ ,લુક્સ અને ડ્રેસિંગ  થી જજીસ ઇમ્પ્રેસ થાય છે.

તેટલાં માં પલક ઉપર થી એન્ટ્રી કરે છે એરીયલ્સ થી.તેના ચહેરા પર માસ્ક છે જે ઝેન હટાવે છે.ઝેન પણ પલક સાથે એરીયલ્સ થી લટકી ને થોડી વાર ડાન્સ કરે છે.

પલક ની અદા ,તેની સાદગી ભર્યો લુક અને ડાન્સ જજીસ ને ઇમ્પ્રેસ કરે છે.મહાદેવભાઇ અને ગૌરીબેન પણ તેમની દિકરી ને આ રીતે જોઇ આપોઆપ કઇંક અલગ લાગણી અનુભવે છે.જે ગુસ્સા ની,આધાત ની નથી .
તેમનો સેન્સીયસ ડાન્સ શરૂ થાય છે પણ આ શું  સામે બેસેલા માતાપિતા સાથે પલક ની નજરો મલે છે.આધાત ની માર્યી પલક એક મિનિટ અટકી જાય છે.

પણ ફોરમ ,પુલકીત અને ઝેન ની વાતો પોતે આપેલા ત્યાગ ની યાદ આવતા તે ડબલ જોશ અને જોર થી પરફોર્મન્સ આપે છે.અને તે બોલ્ડ બની ને ઝેન સાથે ડાન્સ કરે છે.ઝેન પણ અચાનક આવેલા આ બદલાવ સમજી નથી શકતો પણ તે ખુશ છે.

પરફોર્મન્સ ફીનીશ થાય છે.જજીસ અને ઓડીયન્સ ખુબ જ ખુશ હોય છે ખુબ જ સારા કમેન્ટસ અને રિસ્પોન્સ સાથે તેઓ સ્ટેજ પર થી વિદાય થાય છે.પલક ની નજર વારંવાર તેના માતાપિતા પર જ જાય છે.તે ખુબ જ ડરેલી હોય છે પણ તે મક્કમ છે.

મહાદેવભાઇ ચુપ હોય છે અને ગૌરી બેન પણ ચુપ છે પણ ગૌરીબેન અંદર થી પોતાની દિકરી ના ટેલેન્ટ પર ગર્વ અનુભવે છે.પલક પરફોર્મન્સ પતતા જ ચેન્જિંગ રૂમ માં  જતી રહે છે.તે જોરજોર થી રડવા લાગે છે.અચાનક તેને મમ્મી પપ્પા ની બાજુમાં  બેસેલી ફોરમ પણ યાદ ‍અાવે છે.પુલકીત તેને જોવા માટે આવે છે.

તે દરવાજો ખખડાવે છે.પલક આંસુ લુછી કપડા બદલી ને દરવાજો ખોલે છે.

" વાઉ પલક સુપર્બ પરફોર્મન્સ હતું પણ હવે નેક્સ્ટ પરફોર્મન્સ માટે તારે આ રૂમ ખાલી કરવો પડશે " 

પલક કશું જ બોલતી નથી  પુલકીત સમજી જાય છે કે પલક ડીસ્ટર્બ છે.

" ચાલ મારી સાથે આમ પણ હવે બધાં નું પરફોર્મન્સ પતશે પછી જ આપણે અહીં થી જઇ શકીશું " 

પુલકીત તેને પાછળ ના ભાગ માં  આવેલા એક ગાર્ડન માં લઇ જાય છે.

" બેસ પલક તે એક દિવસ કીધું હતું કે તું  મને એક દિવસ સત્ય જણાવીશ તો આજે મારે બધું જ જાણવું છે.તું આજે ખુબ જ અપસેટ છો બોલ શું  વાત છે?" પુલકીત
પલક કશું જ સમજી શકતી નથી  કે શું  કરવું ?

શું  પલક પુલકીત ને સત્ય જણાવી શકશે?  શું  ચાલી રહ્યું છે મહાદેવભાઇ ના દિમાગ માં ?
જાણવા વાંચતા રહો.

***