" જણાવું આજે તને બધું જ જણાવું છું અને મારા મન નો ભાર હળવો કરવા માંગુ છું .
મારા પપ્પા નું નામ મહાદેવભાઇ છે.અને મમ્મી નું ગૌરીબેન મારા પપ્પા ખુબ જ મોટા બીઝનેસમેન છે અને અમારા સમાજ ના મોભી છે.મને ખુબ જ પ્રેમ કરે છે.પણ થોડા જિદ્દી અને જુનવાણી વિચારો ના છે.તેમને મને ખુબ જ ભણાવવી છે પણ એક વસ્તુ થી તેમને નફરત છે.અને એનાથી મને ખુબ જ પ્રેમ એ છે ડાન્સ .
મારું નાનપણ થી એક જ સપનુ છે એ છે ડાન્સ કરવા નું રોજ સવારે મને એક જ સપનુ આવે છે એ છે કે હું વર્લ્ડ ચેમ્પીયન બનુ છું .મારા અને પપ્પા વચ્ચે ખુબ જ પ્રેમ હતો પણ આ એક એવી બાબત છે.જેના કારણે અમારી વચ્ચે મનભેદ થઇ ગયો.
પણ પપ્પા જે કે એ ફાઇનલ તેમની ના ની આગળ હું વધી ના શકી.મમ્મી મને ખુબ જ સપોર્ટ કર્યો પણ કશું જ ના થયું .
મારા પપ્પા ના આવા વર્તન ને કારણે મે પણ શરત મુકી કે હું અગર ડાન્સ નહી કરું તો ઘર નું પણ કોઇ જ કામ નહીં કરું અત્યારે પણ નહીં કે લગ્ન પછી પણ નહીં .પપ્પા એ શરત મંજુર પણ રાખી.
અને ગેસ વોટ એ એવો છોકરો શોધી ને પણ લાવ્યા નીવાન.અને તે મને જોવા આવ્યો તેેને જોઇ ને મને ઝટકો લાગ્યો કે મારા પપ્પા મારા માટે સાવ આવો છોકરો શોધી લાવ્યા કે જે રૂપ ,ભણતર કે સ્વભાવ માં કયાય મારી સાથે મેચ નથી .મને ખુબ જ ગુસ્સો આવ્યો .હું તેને ના જ પાડવા ની હતી .પણ એક એવી વાત મને જાણવા મળી કે જે મારા માટે આઘાતજનક હતી.
કે ખાલી મારું નહીં મારી મમ્મી નું પણ સપનુ તેનાથી દુર કરી દીધું હતું .ત્યારે મે નક્કી કર્યું કે ગમે તે થાય હું મારું સપનુ જરૂર પુરુ કરીશ.
તે પુલકીત ને ત્યારબાદ બનેલી તમામ ઘટનાઓ વિગતવાર જણાવે છે.જે સાંભળી ને પુલકીત ચોંકી જાય છે.તે થોડો સમય કશું જ બોલી શકતો નથી .તેને ચુપ જોઇ પલક બોલે છે.
" મને ખબર છે કે મારી આ વાત સાંભળી ને તને પણ મારાથી નફરત થઇ ગઇ છે.એમ લાગતું હશે કે કેવી જુઠી છોકરી છે.એક સપનુ પુરુ કરવા માટે ખોટું બોલે, સગાઇ કરે નહીં ?" પલક
" ના હું એવું નથી વીચારતો હું તારાથી નફરત કયારેય ના કરી શકું.કેમ કે હું તો તને..."તે પોતાના પ્રેમ નો ઇઝહાર કરતા અટકી જાય છે.
" શું તું મને શું ?"
" બેસ્ટ ફ્રેન્ડ માનું છું તો.તે જે પણ કર્યુ એ તારા સપના પુરા કરવા માટે .તું કે તારા પપ્પા બન્ને માથી કોઇ ખોટા નથી .પણ પોતાના માબાપ થી ખોટું બોલવું કે સત્ય છુપાવવુ તે ખોટું છે.નીવાન જેવા છોકરા સાથે સગાઇ કરવી એ પણ આ કારણ થી તે ખુબ જ ખોટું છે.ઝેન ની ગોળ ગોળ મીઠી વાતો માં આવવું એ ખોટું છે.પણ હવે હું તારી સાથે છું આપણે મળી ને બધું ઠીક કરી દઇશું." પુલકીત.
" પણ મમ્મી પપ્પા તો બહુ જ ગુસ્સા મા હશે.મને ડર લાગે છે."
" ચીંતા ના કર હું તારી સાથે આવીશ .હવે કઇ જ ખોટું નહી થાય ચાલ ઝેન નો મેસેજ આવ્યો છે.આપણે બધાં એ એકેડેમી જવા નું છે.એ પહેલા તારે અને ઝેન એ રીઝલ્ટ સાંભળવા સ્ટેજ પર જવાનું છે."
ઝેન અને પલક અન્ય કંટેસ્ટંટ સાથે સ્ટેજ પર રીઝલ્ટ જાણવા જાય છે.જેમાં ઝેન-પલક અને તેમની એકેડેમી ના અન્ય એક કપલ પણ સીલેક્ટ થાય છે.બધાં ખુશ હોય છે પલક ને છોડી ને.બધાં ડી.જે ડાન્સ એકેડેમી જાય છે.
" પુલકીત આ મમ્મી પપ્પા અને ફોરમ કયાય દેખાતા નથી .બિચારી ફોરમ મારા કારણે એ પણ ફસાઇ ગઇ અને પપ્પા ના ગુસ્સા નો ભોગ બનશે.બહુ ડર લાગે છે."
ડી.જે માં પહોંચી ને ઝેન પોતાની ખુશી વ્યકત કરે છે.
" કોન્ગ્રેચ્યુલેશનસ ટુ ઓલ ઓફ અસ.સ્પેશિયલી પલક તું એક મિનિટ માટે પરફોર્મન્સ માં અટકી ગઇ ત્યારે એવું લાગ્યું કે હવે તો ગયાં .પણ પછી યુ રોક ધ સ્ટેજ ફાયરી પરફોર્મન્સ ."
તેટલાં માં જ ત્યાં કોઇ દાખલ થાય છે.સિક્યુરિટી તેમની પાછળ દોડી ને આવે છે.
" હેલો સર તમે આમ અંદર ના જઇ શકો."
સામે વાળી વ્યક્તિ તેને ચુપ થઇ જવા કહે છે.
" હેલો હું છું મહાદેવ અને આ મારી પત્ની ગૌરી .હું મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નો માલીક."
પલક તેમને જોઇ ને ડર ના માર્યા કાંપી રહી હોય છે.પુલકીત તેમને ઓળખી જાય છે.
" હેલો સર કેમ છો તમે ? ઓળખ્યો મને હું પુલકીત."
ઝેન આગળ આવે છે.
" મહાદેવ સર માય પ્લેઝર તમે અહીંયા આવ્યા .સર કોઇ કામ હતુ તો મને બોલાવી લેવો તો " આટલા મોટા માણસ ને જોઇ ને તે ખુશ થઇ જાય છે.
" કામ જ એવું હતું કે મારે જાતે આવવું પડ્યું "
" તમે બધાં જાઓ કાલે રીહર્સલ મા સમય સર આવી જજો અને સર તમે ચલો અંદર કેબીન માં બેસી ને વાત કરીએ." ઝેન
" હા પણ પલક ને કહો રોકાય.
પલક , પુલકીત ,ઝેન ,ફોરમ અને જીયા ત્યાં જ રોકાય છે.બધાં ઓફિસ મા બેસે છે.
" સર પલક નું કઇ ખાસ કામ હતું ?" ઝેન ને ઉત્સુકતા થાય છે.
" હા આજે હું મહાદેવ ઇન્ડસ્ટ્રી નો માલીક તરીકે નહીં પણ એક બાપ તરીકે આવ્યો છું .મારી દિકરી પલક ને કાયમ માટે લેવા આવ્યો છું ."
" સર પલક તમારી દિકરી છે.મને તો ખબર જ નહતી." ઝેન ને આશ્ચર્ય થાય છે.
તેટલાં માં ત્યાં નીવાન આવે છે.નીવાન ને જોઇ પલક ને વધારે ડર લાગે છે.
" આવ નીવાન બેસ " મહાદેવભાઇ ના તુકારા વાળું સંબોધન નીવાન ને સહેજ ખટક્યુ પણ તે ચુપચાપ ત્યાં બેસે છે.
અહીં ઝેન કઇ જ સમજી શકતો નથી કે શું ચાલી રહ્યું છે.જીયા પણ ચુપ છે.અને પુલકીત પલક ને ઇશારા થી હિંમત આપે છે.ફોરમ તો પલક થી નજર જ નથી મિલાવી શકતી.
" સર જાણી શકું છું કે કોઇ પ્રોબ્લેમ થયો છે?" ઝેન
" ના તારાથી કે તારી એકેડેમી થી મને કોઇ પ્રોબ્લેમ નથી .પ્રોબ્લેમ છે તો ડાન્સ થી "
"મતલબ" ઝેન
મહાદેવભાઇ પલક ના ડાન્સ ચેમ્પીયન બનવા નાં તેના સપના અને પોતાનો ડાન્સ પ્રત્યે નો અણગમો અને અન્ય વાત ટુંક માં જણાવે છે
ઝેન પલક સામે જોવે છે.જીયા ખુશ થાય છે.પલક નીચું જોવે છે.તે કશું જ બોલી શકતી નથી .
" તો ઝેન પલક હવે આગળ ડાન્સ નહીં કરે .એ વાત તને જણાવવા અને તેને લઇ જવા માટે આવ્યો છું ."
આ વાત સાંભળી ને ઝેન ને આધાત લાગે છે જાણે પગ નીચે થી જમીન જતી રહેશે કેમ કે તેને ખબર છે કે એક પલક જ છે જે તેને જીતાડી શકે છે.તેને ડાન્સ ચેમ્પિયનશિપ ની ટ્રોફી , તેનું સપનુ અને પ્રાઇઝ મની તેના હાથ માથી જતા દેખાય છે.પણ મહાદેવભાઇ જેવા મોટા માણસ ને નારાજ કરવા નું તેને પોસાય એમ પણ નથી કેમ કે તે ઇચ્છે તો એક મિનિટ માં તેની એકેડેમી બંધ કરાવી શકે છે.
" સર પ્લીઝ આ અમારી ડાન્સ એકેડેમી ની આબરૂ નો સવાલ છેઅને લાસ્ટ મોમેન્ટ પર હું પલક નું રિપ્લેસમેન્ટ કયાં શોધુ? સર તમે લઇ જજો તેને પણ પ્લીઝ આ ચેમ્પીયનશીપ પતી જવા દો સર હું હાથ જોડુ છું તમારી આગળ." ઝેન નો સ્વાર્થી સ્વભાવ હવે કદાચ પલક થોડો થોડો સમજી શકે છે.તેને ઝેન પર અને પોતાના પપ્પા પર ગુસ્સો આવે છે.
બધાં મહાદેવભાઇ સામે જોવે છે.તે જાણવા કે શું થશે?
તમે પણ ??
તો જાણવા વાંચતા રહેજો આગલો ઇન્ટ્રેસ્ટીંગ ભાગ.