Sang rahe saajan no - 2 books and stories free download online pdf in Gujarati

સંગ રહે સાજન નો -2

નિવેશ ભણવા માટે  શહેર પહોંચી જાય છે ત્યાં તે હોસ્ટેલમાં રહીને એમબીએ સુધીનો અભ્યાસ પુર્ણ કરે છે અને સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે.

ભણી રહ્યા પછી તે થોડો સમય એક પ્રાઈવેટ કંપનીમા જોબ કરે છે અને ધીમે ધીમે તે પોતાનો નાના એવા પાયે બિઝનેસ ચાલુ કરે છે.અને ઘરે પણ હવે તે પૈસાની મદદ કરવા લાગે છે.અને તેના બે નાના ભાઈઓ ને પણ ભણાવે છે. હવે તેની લગ્ન કરવાની ઉમર થઈ હોવાથી શાંતિલાલ અમુક છોકરીઓ માટે તેને કહે છે. જગદીશભાઈને આ વાતની ખબર પડે છે.

તે પોતાની વ્હાલસોઈ દીકરી માટે  સારો, ભણેલો અને શુશીલ છોકરો શોધી રહ્યા છે.  તેમની પત્ની એક દિવસ કહે છે, આટલા છોકરાઓ જોયા પણ મારા મગજમાં કોઈ બેસતુ નથી. આપણી પ્રેમલતા માટે નિવેશ કેવો રહે ??

જગદીશભાઈને પણ આ વાત બરાબર લાગે છે અને કહે છે મને આવો વિચાર કેમ ના આવ્યો . તારી વાત સો ટકા સાચી છે. દોસ્તી અમારી સંબંધમા બદલાય આનાથી રૂડુ શુ કહેવાય.આવુ થાય તો તો સોનામાં સુગંધ ભળે !!

અને જગદીશભાઈ બીજા જ દિવસે શાંતિલાલને મળવા જાય છે નિવેશ સાથે સગાઈ માટે તેમની દીકરી પ્રેમલતાની વાત કરે છે. તેઓ હા પાડે છે પણ એક વાર નિવેશને પુછ્યા પછી. એ જમાનામાં પણ તેઓ એકબીજા સાથે મળીને વાતચીત કરીને તેમના જીવનનો નિર્ણય લે છે. પછી થોડા સમયમાં તેમની સગાઈ અને પછી બધાની સંમતિ સાથે લગ્ન થાય છે.

               *        *         *         *         *

" પ્રેમનિવેશ " બંગલો...શહેરના બરાબર મધ્યમાં પોશ વિસ્તારમાં આવેલો છે. અને શેઠનો ટેક્સટાઈલનો બહુ મોટો બિઝનેસ છે. ચારેકોર ફેલાયેલો છે. નિવેશશેઠનુ બહુ મોટું નામ છે. અને બિઝનેસ કરવાની તેમની કુનેહ આગળ તો સહુ પાણી ભરતા. મોટી મોટી હસ્તીઓ સાથે તેમના સારા એવા સંબંધો છે. તેમની ધર્મપત્ની એટલે પ્રેમલતા.

અને તેમના ત્રણ દિકરા છે.મોટો દીકરો નિર્વાણ જે તેના પિતાનો બિઝનેસ સંભાળે છે. બીજો દીકરો ઈશાન જે એક સીબીઆઈ ઓફીસર છે સારી પોસ્ટ પર. અને સૌથી નાનો વિરાટ. પ્રેમલતાનો સૌથી લાડકો દીકરો.

પ્રેમલતા એમ સ્વભાવ ની સારી અને હોશિયાર છે કદાચ તેના સપોર્ટ થી જ અત્યારે નિવેશ આ પોઝિશન પર હતો. પણ તે પહેલેથી જ પૈસાવાળા ઘરમાં ઉછરેલી હોવાથી તેને એવુ હતુ કે તેના સંબંધો પણ તેમના જેવા લોકો સાથે જ હોવા જોઈએ. અને તેના ત્રણેય દીકરાઓને પણ તેમ જ ઉછેરવા માગતી હતી . પણ જેમ બાળકોમાં માતા પિતા બંને ના સંસ્કાર આવે તેમ તેમનો મોટો દીકરો નિર્વાણ પ્રેમલતા જેવો જ થયો હતો. જ્યારે વિરાટ તેમનો નાનો દીકરો  તો સ્વભાવે અને દેખાવે તેના પપ્પાની કોપી.અને ઈશાન પણ આમ તો થોડો તેના પિતા જેવો જ છે.

પણ નિર્વાણ બિઝનેસ માં તેના પપ્પા પર ગયો છે. અને સ્વભાવે તેની મમ્મી પર. જ્યારે વિરાટ ને તો આ બિઝનેસમાં કોઈ રસ જ નથી. તેને તો સંગીત માં બહુ રસ છે.તે મોટો સંગીતકાર બનવા માગે છે એ વાત તેની મમ્મી ને જરા પણ પસંદ નથી.

                *        *        *         *        *

નિર્વાણ મોટો થતાં તેના મેરેજ તેમની જ સાથે કામ કરતા એક બિઝનેસમેન ની દિકરી નંદિની સાથે થાય છે. અને ઈશાનના લગ્ન એક શ્રીમંત કુટુંબની શ્રુતિ સાથે થયા છે.

જ્યારે વિરાટ નુ ભણવાનુ પુરૂ થતા તેના માટે પણ સગાઈની વાત થાય છે. ઘણી છોકરીઓ જોવે છે પણ કોઈ તેને ગમતી નથી કારણ કે તે બધી પ્રેમલતા એ બતાવેલી હોય છે. એ બધી જ બહુ હાઈફાઈ હોય છે. જ્યારે વિરાટ સાદગીવાળો છે.

એવામાં એક દિવસ નિવેશ વિરાટ ને વિશાખાનો ફોટો બતાવે છે. તેને વિશાખા નો માસુમ અને નિખાલસ ચહેરો ગમી જાય છે. નિવેશ આ વાત પ્રેમલતા ને કરે છે પણ તે ચોક્ખી ના પાડી દે છે .

ભલે તે તમારા બાળપણનો દોસ્ત છે. પણ તે આપણા લેવલમાં ના આવે.તેમના ઘરની પરિસ્થિતિ સામાન્ય છે. એ લોકો અને એમની દીકરી આપણા ઘરમાં સેટ ના થાય. આપણા આ મોભા મુજબ મને તે જરા પણ બરાબર લાગતુ નથી.

નિવેશને પુરેપુરી ખાતરી હતી કે તે આ સંબંધ માટે રીતે રાજીખુશીથી ક્યારેય હા નહી પાડે. અને નિર્વાણની પત્ની નંદિની ને જોયા પછી તેમને વિરાટ માટે એક શુશીલ વહુની તલાશ હતી. જે વિરાટ જેવી હોય અને તેને સમજી શકે. કારણ કે નંદિની એક બહુ પૈસાદાર ઘરમાંથી આવતી હતી. તે હંમેશા તેની પાર્ટી ઓ હરવા ફરવા માં જ રસ હતો. તેને પરિવાર સાથે ખાસ કોઈ નિસ્બત જ નથી હોતી.

જ્યારે શ્રુતિ સ્વભાવે સારી હતી. પણ તે થોડી કાચા કાનની હતી. તે કોઈના પણ કહેવામાં ગમે ત્યારે આવી જતી. તેને કોઈ પણ ભોળવી જાય.

આખરે નિવેશ શેઠે નક્કી કરી દીધુ કે વિરાટ પરણશે તો વિશાખાને જ. અને એક દિવસ  તે બોમ્બેથી અમદાવાદ વિરાટ ને લઈને કોઈ કામને બહાને બે ત્રણ દિવસ નીકળી ગયો.

પ્રેમલતાને થોડી શંકા જાય છે. તે નિવેશ ને પુછે પણ છે કે વિરાટ ને શુ કામ લઈ જાવ છો સાથે પણ નિવેશ તેને એક સંગીત માટે એક જગ્યાએ મળવાનું છે કહી ને બહાનુ બનાવી નીકળી જાય છે અમદાવાદ....

પ્રેમલતાને આ ખબર પડી જશે કે તેને શુ કામ લઈ ગયા છે ?? તે અટકાવવા માટે પ્રયત્ન સફળ થશે કે નહીં ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો -3

next part........ come soon............................