Dream story one life one dream - 23 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 23

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 23ગૌરીબેન કઇ બોલે તે પહેલા પુલકીત આગળ આવે છે અને તાલી પાડે છે.
" વાહ અંકલ ગ્રેટ શું વાત છે પોતાની દિકરી સાથે આવી રમત રમી ને શું મળ્યુ તમને અને એ પણ કોની વાત માં આવી ને આ જીયા તમે શું જાણો છો તેના વીશે હું જણાવુ આજે તમને?
તું પણ સાંભળ ઝેન

જીયા જે દિવસ થી આવી નેતે જ દિવસ થી પલક માટે મન માં નફરત ધરાવે છે.તેનું કારણ પહેલા દિવસે થયેલો ઝગડો અને પડેલી થપ્પડ.

પછી પલક નું અદભૂત ટેલેન્ટ ,ઝેન દ્રારા જીયા ને ઇજા પહોચવી પણ જીયા તેના માટે પણ પલક ને જ જવાબદાર માને છે.ઝેન નું પલક ને મેઇન ડાન્સર નું જીયા નું સ્થ‍ાન આપવુ જેના માટે જીયા એ બે વર્ષ મહેનત કરી તે તેને બે દિવસ માં મળી.

અંકલ તે તમારા દ્રારા પલક ને ડાન્સ અને ઝેન થી દુર કરવા માંગતી હતી.કેમકે તેને લાગતું હતું કે ઝેન પલક ના કારણે તેના થી દુર જાય છે.

આ તો કઇ જ નથી બાકી એણે જે કર્યું છે એજાણ્યા પછી તો તમે તેને માફ જ નહીં કરીશકો એક મિનિટ ."

પુલકીત થોડી વાર મા પેલા ડિઝાઇનર ને લઇને આવે છે .જેને જોઇ જીયા ડરી જાય છે.
" મે આને અહીં રાખ્યો હતો ઝેન ની સામે સત્ય હકીકત લાવવા.બોલ સાચું ."

" બોલુ છું .હું ડી.જે નો ઓફિસીયલ ડિઝાઇનર છું કોસ્ચયુમ અને ડ્રેસ હું જ વર્ષો થી ‍અાપું છું .જીયા મેડમે મને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા એક નાનકડા કામ માટે અને એ હતું પલક નો કોસ્ચયુમ બદલી નાખવા નો જે ઝેન એ નક્કી કર્યો હતો તેનાથી.પલક ટુંકા કપડા નથી પહેરતી એટલે ઝેન એ પ્રમાણે ડ્રેસ પસંદ કરી ને ગયો હતો.પણ જીયા ના કહવવા થી મે અત્યંત એટલે અતિશય ટુંકો ડ્રેસ આપ્યો પલક ને જેથી અગર તે ડ્રેસપલક પહેરે તો પણ અને નાપહેરે તો પણ તેની બેઇજ્જતી થાય બન્ને સ્થિતિ મા જીયા ની જીત.આ તો પુલકીત સાચા સમયે આવી ને પલક ને આ સ્થિતિ માંથી ઉગારી ગયો."

પુલકીત પ્રશ્નાર્થ ભરી નજરે મહાદેવભાઇ અને ઝેન સામે જોવે છે.

મહાદેવભાઇ આવી ને જીયા ને જોરથી એક થપ્પડ મારે છે.

" દિકરી ની જેમ તારા પર વિશ્વાસ કર્યો અને તું મદદ કરવા ના બહાને પોતાનો જ સ્વાર્થ પુરો કરતી હતી.છી એક સ્ત્રી થઇ ને બીજી સ્ત્રી ની બેઇજ્જતી.હવે કયારેય તારું મો મને ના દેખાડીશ અને હવે વધારે કઇ કર્યું તો અનુપમ ને જાણ કરીશ આ બધાં ની."

ઝેન પણ આગળ આવે છે.

" જીયા તું પ્લીઝ અહીં થી જતી રહે અને ફરી કયારેય મને ના મળતી મારી વધુ કઇ કહેવા ની સ્થિતિ નથી ખુબ જ આધાત લાગ્યો છે મને.આપણો સંબંધ પુરો ગુડ બાય."

જીયા રડતી રડતી ત્યાંથી જતી રહે છે.ઝેન દુખી થાય છે.

" ચાલો પલક અને ગૌરી ડાન્સ તો પલક હજુ પણ નહીં જ કરે"
" હા તમે જાઓ અમે થોડી વાર માં આવીએ છે પણ રહેવા માટે નહીં અમારો સામાન લઇને તમારું ઘર કાયમ માટે છોડવા તમારી સાથે અમારો સબંધ તોડવા તે જ કીધું હતું ને તમે કે અગર હું પલક નો સાથ આપીશ તો આપણો સબંધ પુરો કોઇ વાંધો નથી મને .

માન્યું કે પલક નો રસ્તો ખોટો હતો પણ હવે સાચા રસ્તે થી હું તેને બેવ પરિક્ષા કોલેજ ની અને આ ડાન્સ ની અપાવીશ પણ અને એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે.જીવન નાપણ સાચા મુલ્યો તેને સમજાવીશ સાચા ખોટા ની પરખ કરતા પણ.જાઓ તમે."

મહાદેવભાઇ ને અહંમ પર ચોટ લાગ્યા જેવું લાગે છે.બધાં ની વચ્ચે પત્ની ના આવા કડવા શબ્દો સાંભળી ને તે ગુસ્સા માં ધુવાપુઆ થતાં ત્યાંથી જતા રહેછે.

" જોઇ લઇશ કેવી રીતે જીતશે બે દિવસ મા અક્કલ ઠેકાણે આવી જશે."

ઝેન આગળ આવે છે અને ગૌરી બેન ના હાથ પકડે છે

" થેંક યુ સો મચ આંટી.તમે ચિંતા ના કરો હું તમારા બન્ને ની પુરી મદદ કરીશ.અમારી એકેડેમી ના નિયમો થોડા અઘરા છે માત્ર પતિ કે પિતા જ સહી કરી શકે .પણ આપણે કાલે તેનો પણ રસ્તો કાઢી લઇશુ."

ઝેન પણ મન માં કઇંક વિચારે છે અને ગૌરીબેન પણ.

" હા બેટા કાલે બાર વાગ્યા સુધી માં દરેક પ્રશ્ન નો જવાબ મળી જશે.હા પલક પરફોર્મન્સ જરૂર આપશે અને જીતશે પણ.ચલ પલક આપણે આપણો સામાન લઇને આવીએ."

પલક અને ગૌરીબેન એકબીજા નો હાથ પકડી ને જાય છે.પાછળ થી પુલકીત આવે છે.
"હું આવું આંટી સાથે?"
ગૌરીબેન હકાર માં માથુ હલાવે છે.તે લોકો તેમના ઘરે પહોંચે છે.
મહાદેવભાઇ ગંભીર મુદ્રા મા બેસેલા છે તે તેમને ઇગ્નોર કરે છે.જે ગૌરીબેન ને તકલીફ પહોંચાડે છે.ગૌરીબેન અને પલક ભારે હૈયે અને ભીની આંખો સાથે સામાન પેક કરે છે.લગભગ અડધો કલાક પછી તે લોકો નિકળે છે.

મહાદેવભાઇ ને સંભળાય તે રીતે ગૌરીબેન તેમના જુનાં અને વિશ્વાસુ નોકર ને તેમની બધી દવા થી લઇને ખાવાની વિશે ધ્યાન રાખવા કહે છે.

" જાઉં છું મહાદેવ તમારું ધ્યાન રાખજો અને થઇ શકે તો મને માફ કરજો."

તે લોકો બહાર નિકળે છે.

" મમ્મી હવે કયા જઇશુ?" પલક

" અત્યારે તો કોઇ સારી હોટેલ માં જઇએ કાલે વ્યવસ્થા કરી લઇશુ."
" તમે બન્ને સીધા મારી સાથે મારા ઘરે આવો છો કઇજ અગર મગર નહીં .ચાલો આ રીક્ષા મા બેસી જાઓ મે તેમને એડ્રેસ સમજાવી દીધું છે."

રીક્ષા મા બેસી પલક અને ગૌરીબેન પુલકીત ના ઘરે જાય છે.લગભગ ગૌરીબેન એ આવું જ ધાર્યું હતું .તે વિચારે છે.
" બસ હવે બીજી વાત પણ મારા ધાર્યા પ્રમાણે થાય"

તેઓ પુલકીત ના ઘરે પહોંચે છે.અને પુલકીત બેલ વગાડે છે.તેની મમ્મી દરવાજો ખોલે છે.

" મમ્મી મારી સાથે ગેસ્ટ છે થોડા દિવસ રોકાશે આપણા ઘરે."

" હા બેટા અંદર આવ પહેલા."

આ અવાજ સાંભળી ને ગૌરીબેન પુલકીત ને બાજુમાં ખસેડી ને અંદર આવે છે.સામે ઉભેલી બે સ્ત્રીઓ એકબીજા ને જોઇને હતપ્રભ હોય છે.બન્ને ની આંખ માં આંસુ છે.

" અની ... અનીતા ." અે સાથે જ ગૌરીબેન રડતા રડતા પુલકીત ની મમ્મી એટલે કે તેમની અનીતા ને ગળે મલે છે.કયાય સુધી એમ જ રહ્યા પછી બન્ને છુટા પડે છે અને બેસે છે.

"ગૌરી તું કયા હતી મે તને કેટલી શોધી પણ તું ના મળી મને. પુલકીત તારો ખુબ ખુબ આભાર બેટા મારી ગૌરી ને લઇ આવ્યો." અનીતા બેન

" તો શું મે ના શોધી તને મારા લગ્ન પછી જયારે હું ગામ રોકાવા આવી પહેલા તારા ઘરે આવી જાણવા મળ્યુ કે કાકા કાકી સ્વર્ગ સીધાવી ગયા અને તુ લગ્ન કરી ને કયાક ચાલી ગઇ.કયા ગઇ કશું જ ખબર નહતી ." ગૌરીબેન.

"મારા લગ્ન ખુબ જ અચાનક નક્કી થયા તેમની નોકરી બીજા શહેર મા હતી તો અમે ત્યાં જતા રહ્યા આમ પણ ગામ મા કોઇ હતું નહી .પણ તને શોધવા એમણે તેમની વર્ષો જુની નોકરી છોડી અમે આ શહેર મા આવી વસ્યા."

પલક અને પુલકીત આશ્ચર્યચકિત થઇ ને જોયા કરે છે.તેમનો ચહેરો જોઇ ને પુલકીત ના પપ્પા સમજી જાય છે.

" બેટા આ ગૌરી અને આ અનીતા એકબીજા ના નાનપણ ની પાકી સહેલીઓ સમય ના વહેણ ના કારણે વીખુટી પડી ગઇ હતી અાજે તે અજાણતા મળાવ્યા બન્ને ને." પુલકીત ના પપ્પા

" હા પલક આ એ જ સહેલી છે જેણે મને તે કુકીંગ બુક ગીફ્ટ આપી હતી."

" ઓહ " પલક તેમને પગે લાગે છે.

" વાહ ગૌરી આ દિકરી ને કેટલી સુંદર છે.અને સંસ્કારી પણ .અચાનક આ રીતે શું થયું ."

ગૌરીબેન તેમને પહેલે થી લઇને બધું જ જણાવે છે.

" ઓહ હોય ગૌરી બાળક જ ભુલ કરે પણ તે ભુલ સુધરી ગઇ મતલબ કે પેલા છોકરા થી તેનો સબંધ તુટ્યો સારુ જ થયુ.અને તેણે ખોટુ બોલ્યુ પણ તેની કળા તો સાચી છે ને અને સારુ છે તું તેને સાથ આપે છે." અનીતા બેન

" સાચી વાત અનીતા બહેનપણી ને જમાડશો નહીં ?" પુલકીત ના પપ્પા

પુલકીત ખુબ જ ખુશ છે.જાણી ને કે પલક તેની મમ્મી ના બેસ્ટ ફ્રેન્ડ ની દિકરી છે.પલક ને પોતાના ઘરે જોઇ ને તે ખુબ જ ખુશ છે.

બધાં જમે છે.પલક સુવા જાય છે ગૌરીબેન પણ તેની પાછળ જાય છે.

" પલક બેસ આજ સુધી તે તારી મનમરજી ના પ્રમાણે કર્યું સાચુ ખોટું પણ હવે તારા જીવન ના નિર્ણય હું લઇશ.તારા સપના ની મંજીલ તને મળી જશે પણ મારા રસ્તે ચાલી ને તારે તારું ભણવા નું ફર્સ્ટ ક્લાસ સાથે પુરુ કરવુ પડશે .અને બીજું હું જે પણ કહું સવાલ કર્યા વગર કરવુ પડશે.નહીંતર ચાલ ઘરે જઇએ પાછા બોલ."

" હા મમ્મી તું જેમ કહીશ એમ જ કરીશ." પલક

" સારું સુઇ જા." ગૌરીબેન રૂમનો દરવાજો બંધ કરી બહાર જાય છે.

" સુઇ ગઇ પલક " અનીતા બેન

" હા મારે કઇંક વાત કરવી હતી પહેલા અઘરું લાગતું હતું પણ હવે સરળ લાગે છે." ગૌરીબેન

શું પલક અને ગૌરીબેન થી દુર રહી મહાદેવભાઇ નું હદય પરીવર્તન થશે કે પોત‍ના અહંકાર ના વશ દિકરી ના સપના મા અવરોધ નાખશે? શું છે તેમના આ નફરત નું કારણ?

જાણવા વાંચતા રહો