nafrat se bani ek kahani pyar ki - 6 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 6

આગળ ના પાર્ટ માં જોયું....પાંખી પહેલા ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઈ જાય છે...અને બીજા ઇન્ટરવ્યૂ માટે તેને બોલાવવામાં આવે છે...તે જાય છે અને ત્યાં સમર ને પાંખી એક બીજા ની સામે આવે છે..અને બને એક બીજા ને જોઈ ને ચોંકી જાય છે....હવે આગળ...
"પાંખી અને સમર એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે અને તે બંને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવી જાય છે....."
15 દિવસ પહેલા.......
"યાર પાંખી આ એકટીવા ને પણ આજે જ પંચર થવું હતું...એક તો આજે તારું પહેલું જ ઇન્ટરવ્યૂ છે..અને અંકલ પણ પરાણે રાજી થયા છે તારી જોબ માટે ને આજે જ આવું થયું.... સાંચી દુઃખી થતા બોલી...."
"હા યાર મારુ લક જ ખરાબ છે....પહેલાં જ ઇન્ટરવ્યૂ મા આવું થયું.. પણ હવે જલ્દી ચાલ આ રસ્તો શોર્ટ કટ છે અને આગળ પંચર ની દુકાન છે ત્યાં કરાવી લેશી... ચાલ જલ્દી...પાંખી સાંચી ને સમજાવતા બોલી....બીજી બાજુ સમર ને પાર્થ પણ તે જ રસ્તે આવતા હતા...."
"પાર્થ મેં તને કીધું તું ને કે આ રસ્તે કાર ન ચલાવ બવ ખરાબ રસ્તો છે અને આગળ પણ કેટલું પાણી ભરેલું છે નકામા આપણા લીધે કોઈ માણસ મુશ્કેલી માં મુકાઈ એવું ન કરાય....સમર એ પાર્થ પર થોડો ગુસ્સો કરતા કહયું.... "
"હા સમર મને ખબર છે પણ મિટિંગ માટે લેટ થતું તું એટલે....યાર હવે ગુસ્સે ન થા..... પાર્થ એ સમર ને શાંત કરતા કીધું...."
"ત્યાં જ અચાનક પાર્થ નું વાતો માં ધ્યાન હતું ને કાર સીધી પાણી ના ખાબોચિયામાં ચાલી...અને ત્યાં જ પાંખી ને સાંચી ચાલતી હતી અને બધું પાણી પાંખી ને ઉડયું....એના લીધે પાંખી બવ જ ગુસ્સે થઈ...."
"આ જોઈ ને સમર એ કાર ઉભી રાખવા માટે કીધું પણ પાર્થ ન માન્યો અને સમર ને કીધું કે વળી લેટ થઈ જશે ને નકામો ઝગડો થશે એમ કહી ને તે કાર ચલાવા લાગ્યો...પણ ત્યાં જ આગળ જતાં સિગ્નલ આવતા પાર્થ ને કાર રોકવી જ પડી..."
"આ જોઈ ને પાંખી તરત જ ગુસ્સા માં કાર તરફ ચાલવા લાગી...પાંખી ને જતા જોઈ સાંચી એ રોકી ને કીધું કે જવા દે પાંખી આપણે લેટ થાય છે પણ પાંખી ન માની તેને બવ જ ગુસ્સો આવતો તો એ ચાલવા લાગી..."
"પાર્થ એ કાચ માં જોયું કે જે ગર્લ પર તેને પાણી ઉડાડયું તે પાછળ જ આવે છે....."
"યાર સમર પેલી ગર્લ તો અહીં જ આવે છે કદાચ બવ જ ગુસ્સા માં લાગે છે મારો અત્યારે ઝગડવા નો બિલકુલ મૂડ નથી...હું જાવ છું મને આગળ થી pick up કરી લેજે હું તો જાવ છું.... એમ કહી ને પાર્થ કાર માં થી ઉતરી ગયો..."
"સમર હજી કાઈ બોલે ત્યાં જ પાર્થ નીકળી ગયો...ત્યાં જ પાંખી આવી....''
"O hello mr...શુ સમજો છો પોતાને..રસ્તા માં ચાલતા માણસો માટે કાંઈ ઈજ્જત છે કે નહી આ રીતે કાર ચલાવી ને તમે શું સાબિત કરવા માંગો છો.....તમારા મતે તો રાહદારીઓ મજાક જ હશે ને.....માં બાપ મહેનત કરી ને મોટા કરે ને નબીરાઓ આવી રીતે લોકો ને હેરાન કરે..."
"આમ,પાંખી 10 મિનિટ સુધી સતત બોલતી રહી..."
"સમર ને આ સાંભળીને બહુ જ ગુસ્સો આવ્યો કેમ કે આ પહેલા કોઇ એ આ રીતે એને કાંઈ કીધું નહતું...પણ તેમ છતાં તેને ખબર હતી કે વાંક પાર્થ નો જ હતો,પણ તે અહીં હાજર નહતો,એટલે એને જ બધુ સંભાળવાનું હતું....તેથી તે પાંખી ને શાંત કરવા ટ્રાય કરતો હતો પણ પાંખી કાંઈ સાંભળવા જ નહતી માંગતી...અને બસ બોલતી જ જતી હતી...આ કારણે ઘણા લોકો ભેગા થઈ ગયા...આ જોઈ ને સમર ને વધુ ગુસ્સો આવ્યો....."
"તેથી તેણે ત્યાં થી ચાલી જવાનું વિચાર્યું અને પોતાની કાર નો કાચ બંધ કરી દીધો અને કાર થોડી પાછળ લીધી જ્યાં થોડું પાણી ભર્યું તું જેથી તે પાણી ફરી પાંખી ને ઉડે અને પાંખી ને સબક મળે....એમ વિચારી ને તેને એવી રીતે કાર ચલાવી કે તે પાણી પાછું પાંખી પર ઉડયું ને પાંખી ના કપડાં ખરાબ થઈ ગયા..."
"પાંખી ખૂબ જ ગુસ્સે થઈ.. અને મન માં જ વિચારી લીધું કે હવે જો ક્યારેય સામે આવ્યો તો એ જરૂર બદલો લેશે કાં તો પછી આવા માણસ ને ક્યારેય બીજી વાર જોશે જ નહીં .."
"તો બીજી બાજુ પાર્થ પણ બવ ગુસ્સે થતો કાર હંકારવા લાગ્યો...અને તેણે પણ એ જ વિચાર્યું કે આવી મગજ વગર ની ગર્લ સાથે કયારેક વાત નહિ કરે....."
"બંને ભૂતકાળ યાદ કરી ને વર્તમાન માં આવ્યા...''
"અને પાંખી એ પાર્થ ને કહ્યું...i am sorry પાર્થ સર...પણ હું આ જોબ નહીં કરી શકું...પાર્થ કાંઈ બોલે કે સમજે એ પહેલાં જ પાંખી પોતાની બધીજ ચીજો લઈ ને ચાલવા લાગી...."
"ત્યાં જ સમર એ પાંખી ને રોકતા કહ્યું.excuse me miss પાંખી...."
"શુ સમર પાંખી ને રોકશે??"
"શું કહેવા માંગતો હશે સમર પાંખી ને??"
"શું સમર માફી માંગશે પાંખી પાસે???"
જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી..."