Ek Sambandh Avo Pan Hoi che. books and stories free download online pdf in Gujarati

એક સંબંધ આવો પણ હોય છે.

શોપિંગ માં ગયેલા શીના અને વિજય રાખડી લેવા માટે એક દુકાને જાય છે.

“આ રાખડી જોવો તો! કેવી છે?

મારા ભાઈને ગમશે ને? શું લાગે છે?”

શીનાએ વિજયને પૂછ્યું.

વિજય બોલ્યો “શીના ગાંડી થઈ ગઈ છે કે શું? રૂપિયા 800 ની રાખડી? આટલી મોઘી?”

વિજય દુકાનવાળા જોડે વાત કરતાં બોલ્યો “ઓ ભાઈ થોડી સસ્તી હોય તો બતાવોને! અને સસ્તી ના હોય તો થોડું વ્યાજબી ભાવ કહો આટલી મોઘી તો હોતી હોય?”

ત્યાંજ દુકાનદારે “FIX RATE” ના બોર્ડ સામું આંગળી બતાવતા કહ્યું, “ભાઈ ભાવ નહીં થાઈ, અમારો ભાવ આખા માર્કેટમા વ્યાજબી જ હોય છે.

એટલામાં શીના ભડકીને બોલી “મારા થોડા 5,7 ભાઈઓ છે!, આ એકનો એક ભાઈ છે!, એને રાખડી બાધવાનો મારો હરખ પણ પૂરો નહીં કરો?”

અને શીનાનું મોઢું ઉતરી ગયું;

આ તો સાલું “emotional” અત્યાચાર કહેવાઈ તો પણ કહેવાઈ છે ને કે, “પુરુષ ભલે ને ગમે તેટલું તીખું મરચું હોય પણ સ્ત્રીઓ ગમે તેટલા તીખા મરચાં ને કેમના આથવા એ એમને બરાબર આવડતુજ હોય છે.”

વિજયના મનમાં આયુ “સાલો મારો સાળો કંજૂસિયો આવે તોઈ ટેક્સીનું ભાડું મારી જોડે થી અપાવે છે, ને રાખડી બંધાવીને શીનાને કહેછે, “બેન આલે તારી માટે ગિફ્ટ એમ કરીને 201 પકડાવે છે, અને એની માટે 800 ની રાખડી? બાપા ચાલો જે હોય એ શીનાને ગમી એટલે લઈલો.”

એટલામાં શીના બોલી, “ભાઈ બીજી રાખડી બતાવો!” વિજય મનમા વિચારતો હતો, “ઓહો! મારૂ બૈરું સમજી ગયું ચાલો હવે કઈક સસ્તી રાખડી લેસે જે બચ્યા એ ખરા!,”

ત્યાજ વિજય નું ધ્યાન ભાગ્યું, દુકાનદાર બોલ્યો “લો બેન આ રખડી જોવો અમારા ત્યાંની હૅન્ડમેડ રાખડી છે. આવી રાખડી તમને બીજે ક્યાય નહીં મળે, અને કિમ્મત શું? ખાલી 1100 રૂપિયા”

વિજય તો ગણતરીઓ મારવા માડયો કે “300 ના આંટા વધાર આઈગયા બાપા!”,

એટલામા શીના બોલી “ભાઈ આ બંને રાખડી પેક કરી દો!”.

અલ્યા! વિજયના મનમાં તો વિચારોના ગોટા ચડ્યા “બે રાખડી? કેમ આટલો બધો પ્રેમ કે બે રાખડી?” શીના ને પૂછ્યું, અને મન માં વિજય બબડ્યો, “આ તો સાલું 300 ની જગ્યા એ બીજી 1100 ની ચાકી આઈ બાપા, બે રાખડી 2000 માં પડી આતો”.

વિજય બોલ્યો “શીના એક રાખડી લે, તારો કયો બીજો ભાઈ છે?”

ત્યાંજ શીના બોલી, “આ તો ફોઇ ની છે, ફોઇ ચાર ધામ ની યાત્રા કરવા ગયા છે ને તો એમણે મને કહ્યું કે “મારા વતી ની રાખડી બાંધી દઈસ?”.

હવે આપડે મોટા લોકો ની વાત થોડી ના પડાઈ? તો મે લઈ લીધી!”. શીના એ રૂપિયા આપતા કહ્યું.

વિજય મનમાં બબડ્યો કે “લેડી ગબ્બર ખુશ એટલે બધુ સુખી”, અને વિચારતા વિચારતા ચાલતા થયા.

બીજા દિવસે સવારે વિજય શીનાને ઉતાવળથી બૂમ પાડીને......

“શીના? મારી પેલી ફાઇલ ક્યાં છે?” જોર થી વિજય બોલ્યો,

ત્યાજ શીના બોલી “તમે ગઇકાલ રાતે જ તો મૂકી હતી, કબાટ માં!”, શીના નાસ્તો બનાવતા બનાવતા રસોડા માંથી બોલી.

વિજય કબાટ ફેદ્તા બોલ્યો “શીના મને નથી મળતી, પ્લીઝ! મને એ ફાઇલ શોધીઆપને, હું બહુજ લેટ થાવ છું!”. શીના આવતા આવતા બોલી “ઓકે વેઈટ!”, અને ફાઇલ આપીને પાછી રસોડામાં જતી રહી.

વિજય એટલો જલ્દીમાં હતો કે બેગ લઈને ઘરની બહાર નાસ્તો કર્યા વગર જ જતો હતો, શીના બોલી “અરે આ નાસ્તો તો કરી ને જાવ ને!”, ત્યાંજ વિજય પાછો જલ્દી થી ડાઇનિંગ ટેબલ પાસે આવ્યો અને એક સફરજન લીધું અને શીનાના ગાલ પર એક પ્યારી કિસ કરી, અને બોલ્યો ”શીના “Sorry” આજે બ્રેકફાસ્ટ નહીં થાઈ મારાથી!, હું બહુજ લેટથઈ ગયો છું!, હું ઓફિસ જઈને નાસ્તો કરી લઇશ!, અને સાજે આજે આવતા લેટ થઈ જસે પણ “Don’t worry” આપડે કાલનો લંચ સાથે કરીશું!”, શીના એ પણ પ્રેમથી એના ગાલ પર kiss કરતાં કહ્યું, “સારું પણ ટાઇમ ટુ ટાઇમ જમી લેજો Bye!”.

અને વિજય કાર ની “key” લઈને નિકળી ગયો.

રાતે આવતા આવતા થોડું વધારે જ લેટ થઈ ગયું હતું, શીનાને ચિંતા થવા લાગી, વિજયના ફોનમા કોલ આવ્યો, કોલ શીનાનો હતો, ડ્રાઇવિંગ કરતાં કરતાં બોલ્યો “હેલ્લો શીના બોલ!” ત્યાંજ શીનાએ સવાલોનો વરસાદ વરસાવ્યો, બોલવા લાગી,

“ક્યાં છો?, કેમ આટલું લેટ થઈ ગયું?, રોજ તો આટલું લેટ નથી કરતાં તમે, જોવો રાત કેટલી થઈ ગઈ છે? તમે ક્યારે અવશો? કેટલી વાર લાગશે?”.

વિજય શીનાનો સ્વભાવ જાણતો હતો, કે શીના એની બહુજ ચિંતા કરતી હતી, વિજય પ્રેમથી બોલ્યો, “શીનું આજે થોડું કામ વધાર આઈ ગયું હતું!, “Presentation” અને “Meeting” હતી!, તો આજે બહુજ કામ હતું!, એટલે લેટ થઈ ગયો!, “Anyways” હું કારમા છું! નિકળીગયો છું!, હું આવું છું!, તું મારી ચિંતાના કરતી, જમીને સૂઈ જજે!”, આટલું સાંભળીને શીના બોલી “ઓકે વેલા આવજો!”.

વિજય કાર લઈને જતો હતો, આ રસ્તો તેના ઘેર જવાનો શોર્ટકટ હતો તો પણ, આજે ખબર નહીં કેમ, એને રસ્તો લાંબો લાગતો હતો, સૂમસામ રસ્તામાં કોઈજ ચલપહલ નહતી, રોજ વહેલો જતો હતો એટલે થોડી ચલપહલ આ રસ્તા પર હતી. એને લાગ્યું “ટાઇમ એવો છે આટલી રાતે કોઈ ક્યાંથી આ રસ્તે આવે, અને ક્યાથી કોઈ હોય?”.

થોડીવારમાં આકાશમાં વીજળીઓ થવા લાગી!, વાદળ ગરજવા લાગ્યા!, જાણે એવું લાગતું હતું કે હમણાં જ ધમધોકાર વરસાદ પડશે.

અચાનક જ રસ્તે જતાં-જતાં એક છોકરી બાજુના ફૂટપાથ પર ચાલતી હતી.

લાલ કલરનું સલવાર,કમીઝ તેના પર શોભતું હતું, તેના વાળ ખુલ્લા હતા અને તેની પર્સનાલિટી ને બરાબર શુટ થતાં હતા. એના ફેસ વીશે તો શું કહો, જાણે રૂપ રૂપ ની અંબારા જ સમજી લો. ત્યાંથી જતાં-જતાં પેલા તો વિજય ને લાગ્યું કે, “કોઈ હશે હવે!” પણ પછી વિજયને વિચાર આવ્યો,

“આવી રાત માં કોઈ છોકરીને આવી એકલી પણ ના મૂકી શકાઈ જમાનો કેટલો ખરાબ છે, કોણ જાણે કઈક થઈ ગયું તો?” વિજયના મનમાં સવાલોનું પૂર આવવા લાગ્યું એણે નક્કી કર્યું કે હું આ છોકરીની હેલ્પ કરીશ.

વિજય એની કાર રિવર્સ કરીને પાછો આયો, પેલી છોકરી ચાલતી હતી ત્યાં, વિજયએ વિનમ્રતાથી પૂછ્યું, “બેન તમારે ક્યાં જવું છે?, હું આ જ રસ્તે જાવ છું!, તમારે આવું હોય તો હું તમને ડ્રોપ કરી દવ?”.

પેલી છોકરી એની મીઠા અવાજમા બોલી, “મને આગળની ચોકડીએ ઉતારી દેશો? પ્લીઝ?”

વિજયએ કહ્યું, “બેન ચિંતા ના કરો!, હું તમને છોડી દઈસ, બેસી જાવ!”, છોકરી કારમા બેસી ગઈ અને જેવી વિજયએ કાર ઉપાડવાનો ટ્રાય કર્યો, અચાનક કાર બંધ થઈગઈ. વિજયને લાગ્યું કે નોર્મલ ફોલ્ટ હશે હવે, અને કાર સ્ટાર્ટ કરવાનો ટ્રાય કર્યો; ઘણો ટ્રાય કરવા છતાં પણ કાર સ્ટાર્ટ ના થઈ. તો વિજય હવે કારમાથી ઉતરીને એંજિન ચેક કરવા ગયો, મનમાં વિચારતો હતો કે, “શું થયું છે એક દમ?”, જ્યારે વિજય એંજિન ચેક કરતો હતો ત્યારે, પેલી છોકરી ક્યારે ઉતરીને એની બાજુમાં આવીને ઊભી થઈ ગઈ, એ વિજયને સમજ ના પડી.

વિજય થોડું ચેક કરીને પાછો કારમાં ગયો અને કાર સ્ટાર્ટ કરવાનો ટ્રાય કર્યો, પણ કાર સ્ટાર્ટ ના થઈ, કારમાથી બહાર આવીને પેલી છોકરીને કહ્યું, “બેન આજુબાજુમા તો કોઈ છે પણ નહીં, જે હેલ્પ કરી શકતું હોય, અને મને કઈ સમજ પડતી નથી!”, આમ કહીને આમતેમ ડાફોરિયા મારવા લાગ્યો, ત્યાજ વિજયની નજર પડી એના પોતાના પડછાયા પર, એ એક વાર તો ગભરાઈ ગયો પણ પછી, બોલ્યો “સાલું હું જ મારા પડછાયાથી ડરી ગયો!” એમ કહીને હસવા લાગ્યો!, પણ પછી એની નજર પડછાયા પર પાછી ગઈ, વિજયનું હાસ્ય એના ચહેરા પરથી ગાયબ થઈ ગયું, આંખો એકવાર તો પોહોડી થઈગઈ!, કેમકે વિજય જેને આ પડછાયાની વાત કરી રહ્યો હતો!, એનોજ પડછાયો આ લાઇટમાં નહતો.

લાઇટમાં પડછાયો તો હોયજ ને! એણે વિચાર્યું પણ એ કઈજ સમજે એના પહેલા એ બહુજ ડરી ગયો હતો, એ છોકરી એને જ જોઈ રહી હતી. વિજયને ખબર પડી ગઈ હતી કે એ જરૂર એવી છોકરી જોડે વાત કરી રહ્યો છે જે શું છે એ નથી જાણતો, પણ એ એટલું જરૂર જાણે છે કે આ કોઈ માણસ નથી.

વિજય ગભરાઈ ને કારના દરવાજા તરફ ભાગવા જ જતો હતો!, એ જવા વળ્યો એના પેહલા જ પેલી છોકરી એની સામું આવી ગઈ, વિજય ખૂબજ ગભરાઈ ગયો, અને આમતેમ દોડાદોડ કરીને મદદ માટે બૂમો પાડવા લાગ્યો, પણ એ રસ્તા પર કોઈ એને સાંભળનારું હતું નહીં. વિજય પોતાના ઘર તરફ દોડવાનો પ્રયત્ન કર્યો પણ એની સામું પેલી છોકરી આઈ જતી એટલે એ રસ્તો બદલી નાખતો હતો, આટલામાં વિજયને એક કાર આવતા દેખાઈ, અને એ કાર સામું આઈ ગયો.

કારના ડ્રાઇવર એ જોરથી બ્રેક મારી એક જોરદાર અવાજ સાથે કાર ઊભી થઈ ગઈ, અને પેલો ડ્રાઇવ ગુસ્સામાં જલ્દી બહાર આવ્યો અને બોલ્યો, “અલ્યાઓ પાગલ થઈ ગયો છે કે શું?, મારીજ ગાડી મળી તને મારવા માટે?”, વિજય જલ્દીથી એ ભાઈની બાજુમાં આયો અને ગભરાયેલા અવાજમાં બોલ્યો, “ભાઈ મને બચાવો!,” એટલામા પેલો ડ્રાઇવર આજુબાજુમા જોવા લાગ્યો અને બોલ્યો, “કોણ છે ભાઈ કોનાથી બચાવું તમને?”, વિજય આશ્ચર્ય સાથે બોલ્યો, “ઓ ભાઈ તમને પેલી છોકરી ઊભી છે, એ દેખાઈ છે?” પેલા કારના ડ્રાઇવરે એ બાજુમાં જોયું, પણ ત્યાં કોઈજ નહતું. વિજય બોલ્યો, “ભાઈ જોવો ત્યાં એક છોકરી ઊભી તો છે!”, અને પેલો ભાઈ હસી પડ્યો અને બોલ્યો “ભાઈ મારા, પીવોતો થોડું માપમા પીવો આટલું બધુ સારું નહી કે બધુ નવુંનવું દેખાવા લાગે, જુવો કાર લઈને વેહેલા ઘરે જાવ રાત બહુ થઈગઈ છે, વિજય ગભરતા ગભરતા બોલ્યો, “ભાઈ તમે મારી કાર સ્ટાર્ટ કરી આપશો?” પેલો કાર ડ્રાઇવર વિજયની કારની બાજુમાં ગયો અને કાર સ્ટાર્ટ કરવાનો ટ્રાય કર્યો, કાર સ્ટાર્ટ થઈગઈ કારનું બોનેટ બંધકર્યું, અને વિજયને કહયુ ભાઈ કાર ચાલુ થઈગઈ છે જોવો, ઘેર જાવ અને આરામ કરો!” પણ વિજય તો હજુ પણ પેલી છોકરી ત્યાં ઊભી હતી એનેજ જોઈ રહ્યો હતો અને એ છોકરી એને જોઈ રહી હતી, ત્યાં પેલો કારનો ડ્રાઇવર વિજયને પીધેલો સમજી કારમા બેસી ગયો અને હસતાં હસતાં નિકળી ગયો વિજય ત્યાજ રસ્તાની વચમાં ઊભો રહ્યો હતો, જેવો પેલો કારવાળો ગયો કે તરત જ કાર પાછી બંધ થઈગઈ અને પેલી છોકરી વિજયની સામું જોઈને સ્માઇલ કરવા લાગી.

હવે ક્યાં જવું વિજયને વિચાર આયો કે “હવે કોઈ રસ્તો નથી” એ સમજી ગયો હતો, એને તો સાક્ષાત યમરાજ દેખાવા લાગ્યા હતા, અને વિચારવા લાગ્યો કે, “હવે હું નહીં બચી શકું!”.

વિજય ગભરતા ગભરતા, હાથ જોડીને પેલી છોકરીની સામું આવ્યો, અને કેહવા લાગ્યો કે, “બેન મને પ્લીઝ જવાદો, મે તમારું શું બગડયું છે? મને પ્લીઝ કશું ના કરશો!”.

પણ પછી પેલી છોકરી જે બોલી એ સાંભળીને વિજયના હોશ ઊડી ગયા, છોકરી બોલી “ભાઈ તમે મારાથી ડરશો નહીં, તમે મને બેન કીધી છે, અને એક બેન પોતાના ભાઈને કઈ રીતે નુકસાન પહોચાળી શકે?”;

કોણ છે આ છોકરી? કેમ એ એક ભૂતબની ને વિજયની સામું આવી ને ઊભી છે?

ચાલો આ છોકરી વીશે થોડું જાણી લઈએ;

આ છોકરી જે વિજયની સામું ઊભી છે એનું નામ છે અંજલી. અંજલી એક સિમ્પલ છોકરી હતી. અંજલીના મમ્મી, પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી, એટલે એકલીજ રહેતી હતી અને એક પ્રાઇવેટ કંપનીમા જોબ કરતી હતી. અંજલી સમજીલો કે સુંદર, સુશિલ અને સંસ્કારી છોકરીની કોઈ વ્યાખ્યા માંગે તો એ અંજલી કહી શકાઈ. અંજલીનું કોઈ નહતું, એટલે એના જ કંપનીમા જોબ કરતાં, એના જૂનિયર, જે નવો જોઇન થયો હતો, એ એને ભાઈ માનતી હતી, જૂનિયરતો બધા બહુ આયા અને ગયા કંપનીમા, પણ કોણ જાણે અંજલીને આ છોકરામાં પોતાનો ભાઈ દેખાયો, કે જો મારો ભાઈ હોત તો બિલકુલ આના જેવો જ હોત્ત. આ છોકરાને પણ કોણ જાણે સઉથી વધાર અંજલી જોડે જ ફાવતું, કોઈ પણ પ્રોબ્લોમ થાઈ એટલે પોહોચી જાઈ અંજલી જોડે, “અંજલી મેડમ આ આમાં શું આવશે?; આમાં શું કરવાનું?, ખબર નથી પડતી!”, અને અંજલી પણ પોતાનું કામ મૂકી ને પેલા છોકરા ને એનું કામ શિખવાડે.

કોણ જાણે ભગવાન એ એક ભૂલ કરી હતી, એમેને એક “માં”ના ત્યાં જન્મ આપવાનું ભૂલી ગયા હતા. પણ કહેવાઈ છે ને કે “જાનકી નો નાથ પણ જાણી શકયો નહીં કાલે સવારે શું થવાનું?”, આ વર્ષ રક્ષાબંધનની વહેલી સવાર પોતાના આ ભાઈને પહેલી વાર રાખડી બાધવા જવાનો પ્લાન બનયો હતો. વેલી સવાર રેડ કલર નું સલવાર-કમિઝ પહેરીને પોતાના આ ભાઈને સરપ્રાઇજ આપવા, રાખડી બાધવા નિકળી, બધા બહુ સપના લઈને જતી હતી!, પણ રસ્તામાં એની કારનો એક્સિડેંટ થઈ ગયો, થોડી વાર પછી એને ભાન આવ્યું, એણે જોયું કે આ એક્સિડેંટમા એને કાઇજ વાગ્યું નહતું, અંજલી કારની બહાર આવી એણે જોયું, કે કારમાથી કોઈને બહાર કાઢતા હતા, અને એમ્બ્યુલન્સમા મુક્તા હતા. અંજલી વિચારમાં પડી ગઈ, એણે વિચાર્યુંકે એની સાથે કારમા તો કોઈ હતું નહી, તો આ કોણ હતું?, અંજલીની નજર એ બોડીના હાથ પર ગઈ અને એણે એક “tattoo” જોયું. અંજલી ની આખોં એક વખત તો ફાટીપડી, અને તે માથું પકડીને નીચે બેસી ગઈ, અંજલી વિચારોના દરિયામા ડૂબવા માડી, કેમકે એને ખબર નહોતી પડી કે આશું થઈરહ્યું છે, કેમ કે આ “tattoo” જે પેલી બોડીના હાથ પર હતું એ બીજા કોઈનો નઇ અંજલીનો જ હતો. અંજલી સમજી ગઈ કે આ એનીજ ડેડબોડી છે, એ અત્યાર અહિયાં એક આત્મા બની ને ઊભી છે પણ હવે શું? અને કેમ એ હજી અહિયાં છે?

હવે ચાલો અપણે પાછા જ્યાં અંજલી અને વિજય હતા ત્યાં આવી જઇએ.

અંજલી એ કહ્યુ કે, “તમે ગભરાશો નહીં!, હું તમને નુકસાન નહીં પહોચાડું!; મને કોઈ જોઈ શકતું નથી!, પણ આજે તમે મને જોઈ શકયા છો!”. વિજય હજુ ગભરાયેલો જ હતો એને કહ્યું “બેન તમે મને જવાદો, પ્લીઝ!”. અંજલી બોલી “ભાઈ તમે મને બેન કહ્યું છે તો મારી એક વાત માનસો? મારી જોડે રાખડી બંધવશો?”. ત્યાંજ વિજયનું તો બ્લડપ્રેશર હાઇ થઈ ગયું, ચક્કર આવી ગયા, પોતાની જાતને સંભાળતા વિચારવા લાગ્યો, “કોઈ ભૂત આવું હોય? રાખડી બાંધે? બધા બહું ભૂતો વિષે સાભડ્યું છે, કે શીરો માગે, ભજીયા માગે, દારૂ માગે, કઈક ને કઈક ખાવાનું કે પીવાનું માંગે; આ કેવી ભૂતડી છે રાખડી બાંધવા માંગે છે? બાપા ભૂતડી રાખડી બાધસે તો!, શું થશે!?”, વિજય વધાર ગભરાઈ ગયો, અને પોતાની જાતને બોલવા મંડયો. “આતો આફત માથે પડી બાપા, ક્યાં સીધાં ઘરે જતાં હતા, ને હેલ્પ કરવાના ચક્કરમા ફસાઈ ગયા!”, પણ હવે કરે, શું? ક્યાં જાઈ? જ્યાં જાઈ ત્યાં પેલી ભૂતડી પાછળ આવે.

વિજય હાથ જોડી ને ઘૂટણીયે પડીને બસ બોલતો રહ્યો કે, ”પ્લીઝ મને જવાદો!”. હવે અંજલીના હાવભાવ બદલવા લાગ્યા હતા, તે બોલી ”ભાઈ જો તું મારી વાત માની જઇશ તો, હું તને પ્રોમિસ કરું છું, તને કઇ જ નહીં થવા દવ, અને તને છોડી દઈશ, અને જોતું ના માન્યો તો હું તને હેરાન કરીનાખીશ અને તને જવા નહી દવ!”. અંજલીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને વિજયને માનવુંજ પડ્યું, અને એ બિચારા જોડે કઈ બીજો કોઈ ઓપ્શન હતો?. જ્યાં-ત્યાં બે પગપર હિમ્મત ભેગી કરીને ઊભો થયો અને બોલ્યો, “સારું હું રાખડી બંધાવીસ; લે બાધીદે ચલ તારી ઈચ્છા પૂરીકર!”, એમ કેહતા વિજયે હાથ આગળ કર્યો.

અંજલી ખુશ થતાં બોલી, “થેન્કયૂ ભાઈ આટલું કરું છું, તો એક કામ બીજું કરશો માંરૂ?;

વિજય મનમાં બબડ્યો, “મારી માં, આ તારા એક કામ માંજ મને હાર્ટઅટેક આવાનો છે, હવે તું મને બીજું કયું કામ સોપવાની છું?”

અંજલીએ બોલવાનું ચાલુ રાખ્યું અને બોલી, “મને રાખડી લઈ આપીશ? તું મને લઈ આપ, હું તને બાંધી દવ!”.

વિજયે કહ્યું કે, “હું કયાથી લાવું અત્યારે?”.

તો અંજલી એ ગુસ્સામાં કહ્યું, ”તું ક્યાયથી પણ લઈ આપ, પણ લઈ આપ બાકી તો હું તને હેરાન પરેશાન કરી નાખીશ!”. તરતજ વિજયને યાદ આવ્યું કે, “શીનાએ બે રાખડી લીધી હતી!; એમાંની એક લાવીને આ ભૂતડીને આપી દવ, એટલે મારો પીછો છોડે!”.

હવે માણસ ડૂબતો હોય તો હાથપગ તો મારેજ, વિજય એ વિચાર્યું કે “રાખડી આપું પણ, શું કામ?! હું અહીયાંથી છૂટું એટલે નાસી જ! જવ, પાછો જ! ના આવું અહીયાં થી છૂટું એટલે, જીવતો બચી જઈશ!”, અને મનમા હસતાં હસતાં બોલ્યો, “રાખડી છે પણ બેન મારા ઘેર છે, હું લઈ આવું?”, અને મનમાં વિચાર્યું કે, “જો ના પાડી તો! લોચા પડી જશે!”; પણ કોણ જાણે અંજલી બોલી, “સારું તું ઘેર જા.. અને રાખડી લઈઆવ પણ જો તું ના આયો તો હું તને નહીં છોડું તને હેરાન કરી નાખીશ”. અંજલી આટલું બોલી, એમાં તો વિજયની હાલત પાછી બગડી ગઈ; પણ હવે થાઈ શું?

વિજયએ વિચાર્યું કે, “આ તો વિચાર્યું જ નહતું, ફસાઈ ગયા હવે તો પાક્કા! ભગવાન બચાવી લો હવે, અને આ જો ઘેર આઈગઈ તો? ભૂતડી છે ભાઈ કઈ પણ કરી શકે કશું કહેવાઈ નઇ, અને પાછી મને જ દેખાઈ છે, બીજાને દેખાતી નથી, ઘરે શીનાએ જોયું તો બાપા મારા તો રામ રમી જશે, પાછુંતો આવુંજ પડશે”.

અંજલી બોલી “જલ્દી જા અને પાછો આઈ!.”

વિજય બોલ્યો “હું ઘરે કેમનો જવ! કાર સ્ટાર્ટ થતી નથી.”

અંજલી બોલી “તું કાર સ્ટાર્ટ તો કરીજો”.

વિજય ગબરાયેલો કાર સ્ટાર્ટ કરવા ગયો, કાર ચાલુ થઈગઈ, અને વિજય ત્યાંથી નિકળ્યો, વિજયને અંજલીની છેલ્લી વાત યાદ રહી ગઈ હતી. અંજલીનો અવાજ એના કાનોમાં હજુ આવતો હતો, “જો તું નહીં આવું તો!, હું તને હેરાન કરી નાખીશ!”.

વિજય વિચારોના વાવજોડા સાથે ક્યારે ઘેર પહોચી ગયો, એને પણ ખબર ના પડી.

ઘરની ડોરબેલ વગાડી વિજય ઘરની બહાર ઊભો હતો, હજુ પણ એ વિચારોના ચગડોળ માજ ફરતો હતો; એટલામા એક ખુબજ ડરાવના ચહેરાએ દરવાજો ખોલ્યો, અને વિજયએ જોતાની સાથે પાછો ખૂબજ ડરી ગયો અને એને લાગ્યું કે “આ ભૂતડી અહિયાં પણ આઈગઈ બાપા!, આ મને નહીંજ છોડે... અને એ એના અસલી રૂપમાં આઈ છે, આ કેવી લાગે છે?”, વિચારો માને વિચારોમા વિજય પાછો બેસી ગયો ગુટણિયે, અને હાથ જોડીને માથું નમાવ્યું અને બોલ્યો, “ભૂતડીબેન મને જવાદો, હું આવું છું, તમે કહ્યું એમ હું ઘરે આવી ગયો છું; રાખડીતો લેવાદો મને!.” આ એટલું જલ્દીથી થઈ ગયું, અને ત્યાજ શીના બોલી, “ભૂતડીબેન!? કોને કહો છો?, હું ભૂતડી દેખવું છું તમને? તમે આટલા ગભરાયેલા કેમછો?” શીના ગુટણિયે પડેલા વિજયને ઊભો કરવા નમતા બોલી, “હું છું તમારી વાઇફ જોવો!?, કેમ મારા પગે પડો છો?”, વિજયએ શીનાનો અવાજ સાંભળી ને ડરતા-ડરતા ધીમેથી થોડું ઊચું જોયું ત્યાંતો શીના ઊભી હતી એની સામું અને આશ્ચર્ય સાથે એને જોઈ રહી હતી, અને ઊભો કરવાનો પ્રયાસ કરતી હતી.

વિજય ગુસ્સામાં બોલ્યો, “તું મને કોઈ દિવસ હાર્ટઅટેક લાવિદાઈશ!, આવું મોઢું લઈને દરવાજો આટલી રાતે ખોલું તો માણસ ડરીના જાય?, તો શું થાય?”, ગભરતા ગભરતા અને હાફ ખાતાખાતા, એકજ શ્વાસમાં વિજય આટલું જ બોલી શકયો.

“પેહલા અંદર તો આવો!”, શીના થોડું શાંતીથી બોલી અને વિજય ઘરની અંદર આયો સોફામા બેઠો, અને એકજ દમ શું થયું? ખબર નહીં, ને ગુસ્સામા પાછો બોલ્યો, “આ શું લગાયું છે?, મોંઢા પર આ બધુ?”, શીના બોલી “આટલા ગુસ્સામા કેમછો?, શું થયું છે તમને?, શાંત થાવ થોડા!”, અને પછી જલ્દી શીના રસોડામાં જઈને પાણી લઈ આવી, અને વિજયને આપ્યું અને, એની જોડે બેસીને કહ્યું”, આ આયુર્વેદિક ફેસપેક તમેજ તો લઈને આવ્યા હતા મારી માટે!, કાલે રક્ષાબંધન છે, તો મે વિચાર્યું લગાવી દવ, સવાર સુધી મારો ફેસ એકદમ મસ્ત થઈ જસે!, તમે પણ જોઈ ને ખુશ થઈ જશો!”, શીના શરમતા બોલી.

વિજય પાણી પીને થોડો શાંત થઈ ને બોલ્યો, “કાલ હું જોવા વારો હઈશ તો તું મને મોડુ બતાવીશને?”. શીના ગભરાઈ ગઈ એને ખબર પડી ગઈ કે જરૂર આમની જોડે કઈક થયું છે, બાકી એ આવું કોઈ દિવસ ના કરે, ગભરામણમા એ બોલી, “હાય! હાય! આવું કેમ બોલો છો?, તમે શાંત થાવ!, તમને મારી કસમ શું થયું છે? મને કહો પ્લીઝ!, હું આ મોઢું ધોઈ આવું ઊભારો!“, જલ્દીથી શીના મોઢું ધોઈને આઈ.

વિજયએ કહ્યું “પ્લીઝ તું ડરી ના જતી, મારી જોડે આજે એવું થયું છે જે સમજવું થોડું મુશ્કેલી ભર્યું છે.” શીના એ કહ્યું, “સારું તમે મને કહો શું થયું?”, વિજયએ બધી વાત કરી, થોડા સમય માટે ઘર એકદમ શૂન્યઅવકાશમા જતું રહ્યું, શીનાને પેહલાતો વિશ્વાસ ના થયો, પણ એના પતિપર્મેસ્વરની આ હાલત જોઈને એણે સાચું માંનીજ લીધું, એને સમજમા નહોતું આવતું કે આવું કઈ રીતે બની શકે?, પણ પછી એ પણ ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે, “હવે શું થશે?”, અને ગભરતા બોલી, “તમને હું પાછા ત્યાં નહીં જ જવાદવ ! જે થવું હોય તે થાઈ!”.

વિજય થોડું શાંતીથી બોલ્યો કે, “પાછો તો હું પણ જવા નથી માગતો!, પણ શું કરું?, જવું જ પડશે બાકી તો પેલી આપણને હેરાન કરી નાખશે!” વિજયએ બોલવાનું ચાલુ જ રાખ્યું “જલ્દીથી એક કામકર, તારા ભાઈ માટે તે જે રાખડી લીધી હતી એ લઈ આવ!”. શીના તરત બોલી, “જો તમે રાખડી લઈ જશો, તો કાલ સવાર મારા ભાઈને હું શું બાંધીશ?, તમે પ્લીઝ ના જશોને તમને મારા સ....!”

વિજય વાત કાપતા બોલ્યો, “મારી, માં તારા ઘરવાળાની અહિયાં આ હાલતતો જો, અને તને તારા ભાઈની પડી છે?, એકતો હું ઓલરેડી બહુજ હેરાન થઈ ગયો છું, અને તું સમ આપીને મને વધાર ધરમસંકટમા ના નાખીસ! પ્લીઝ”. શીના થોડું ગુસ્સા સાથે બોલી પડી, “તો શું જરૂર હતી મદદ કરવાની પેલી ભૂતડીને? હું નહીં આપું જાવ! અને તમને પણ નહીજ જવાદવ.” કહીને એક મીઠા ઝઘડામા શીના મોઢું ફેરવીને રૂઠીગઈ.

વિજય એક સમજદાર વ્યક્તિ તરીકે એને સમજાવતા બોલ્યો, “કે આજ વસ્તુ તારી જોડે થઈ હોત્ત તો?”, નમ્રતાથી વિજયએ શીનાને પોતાના બાજુમા ફેરવીને આંખોમા આંખો નાખી ને પૂછ્યું. શીના બોલી, “મતલબ?”, વિજયે આગળ કહ્યું, “જો તું એક ઇંડિપેંડેંટ વુમેન છે કાલ સવાર તું ક્યાક એકલી નિકળી રાતબહુજ થઈગઈ છે, ફોનમા બેટરી નથી, ટૅક્સી પણ એ રસ્તાપર મળી શકે તેમ નથી, અને હું તારી સુધી પહોચી શકું એમ નાહોવ, પણ કોઈ એજ ટાઇમે તને લિફ્ટ આપે, કે તારી હેલ્પ કરે અને તને સેફ મારી સુધી મૂકી જઈ તો?, તને કેવું થાય?, અને દુનિયામા બધા માણસો ખોટા નથી હોતા.” વિજય એ પોતાની વાત આગળ કરતાં કહ્યું કે, “મને લાગ્યું કે કોઈની “બેન” કોઈની “માં” કોઇની “વાઇફ”, આટલી રાતે આમ એકલી જતી હોય અને એની હેલ્પ હું ના કરીશકું, અને કાલ સવાર મને જાણવા મળે કે એમને કઈક થઈ ગયું તો? શું હું એક સારો માણસ કહેવાના લાયક છું ખરો?” આટલુ જ કેહતા શીના વિજયને હગ કરીને રડવા લાગી અને બોલી, “સોરી હું શું કરું? મને કાઇજ સુજતું નથી જેમ આવે એમ હું તમને બોલી છું પણ મને બહુજ બીક લાગે છે!, તમે જશો અને ભગવન ના કરે અને કઈક થઈ ગયું તો?”. શીના એ એના હાથ વધાર ટાઇટ કર્યા; એ વિજયને જવા દેવા નહોતી માગતી પણ વિજયનું જવું જરૂરી છે, એમ વિચારીને તે ઊભી થઈને રૂમમાં ચાલી ગઈ, અને રાખડી લઈને આવી અને બોલી “ભાઈ કરતાં પણ વધારે મહત્વ પતિનું હોય છે, અને એક સ્ત્રીનો ધર્મ છે કે એના સુહાગની રક્ષા કરે, હું પણ આવું છું, તમારી સાથે ચાલો”. વિજય ઊભો થઈને એની નજીક આયો ને એને જોરથી હગ કરીને બોલ્યો, “તું ચિંતાના કરીશ હું તને કાઇજ નહીં થવા દવ, અને મને પણ! હું એકલોજ જઇસ; હું તને આ બધામાં લાવા માગતો નથી તો, પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેંડ”.

શીના ખૂબજ રડવા લાગી એને લાગ્યું કે આ એની છેલ્લી રાત છે એના હસબંડ જોડે, એ એને જવા દેવા નહતી માગતી પણ વિજયએ જેમ કહ્યું હતું એમ એનું જવું પડે એવું હતું, વિજયને શું સુજયું કે ઘેરથી રાખડી સાથે થોડી મીઠાઇ અને કંકુ પણલઈ ને નિકળ્યો. અને શીના ને રાહજોવાનું કહીને વિજય ત્યાંથી નિકળી ગયો.

કાર લઈને ત્યાજ પાછો આયો જ્યાં અંજલીને મળવાનું કહીને ગયો હતો. “હવે આ ભૂતડીનું નામ શું છે? કેમનો બોલવું?” આટલુજ વિચારતા વિજયએ બૂમ પાડી “બેન!”, એમ કહેતાજ અંજલી “ભાઈ!” બોલીને અંધારામાથી ચાલતી ચાલતી આયી અને આતુરતાથી પૂછ્યું, “ભાઈ મારી માટે રાખડી લાયો?”;

શું આ એજ અંજલી હતી?, કે જેણે થોડા ટાઇમ પહેલા આજ વિજય એટલો બધો બીવડાવી દીધો હતો. કોણ જાણે આ સમય પર વિજયને અંજલીમા એક આત્મા કે ભૂતડી નહીં પણ, એને પોતાની બેન દેખાઈ કે, “જો મારી બેન હોત્ત તો બિલકુલ આવી જ હોત્ત.”

અંજલી આવી ને બોલી “ભાઈ મને લાગતું હતું તું નહીં આવું!”. વિજય હવે થોડો ગભરાઈને બોલ્યો, “તે, મને બીવડાવી એટલો દીધો હતો કે “જો તું ના આવ્યો તો, હું તને હેરાન કરીશ!”, એમ કરી ને, તો આવું તો પડે જ ને!

અંજલી જોર થી ખિલખિલાતા હસી પડી અને બોલી, “હાતો, એક બેન નો, તો હક્ક હોય છે, પોતાના ભાઈ ને હેરાન કરવાનો!”, આટલું જ કહેતા એ પાછી હસી પડી.

વિજયએ રાખડી આપી અંજલીએ રાખડી લીધી અને વિજયને બાંધી અને અંજલીએ મીઠાઇ ખવડાવી. અને બોલી, “ભાઈ મારી ગિફ્ટ?”, જાણે કોઈ ભૂત નહીં પણ પોતાની જ બેન હક્ક કરીને રાખડી નું ગિફ્ટ માગતી હોય, એવું વિજયને લાગ્યું વિજય બોલ્યો, “મારી જોડે તમને આપવા માટે તો કઇજ નથી, હું શું આપી શકું?”, પણ કોણ જાણે વિજયના દિલ માથી એકવાત આપોઆપ નીકળી, વિજય બોલ્યો, “હું ભગવાનને દિલથી પ્રાથના કરું છું, કે જો તારો હરખ પૂરો થઈ ગયો હોય તો તને મુક્તિ આપીદે.” હાથ જોડીને આકાશ બાજુમાં જોઈને વિજય બોલ્યો. આટલી ઘણગોર રાતમા જાણે અંજલીને અને વિજયને એક પ્રકાશ દેખાયો અને અંજલી પર એ પ્રકાશ પડ્યો અને અંજલી બોલી, “ભાઈ તે મારી ઈચ્છા પૂરી કરી, તારો ખૂબખૂબ આભાર!, હે ભગવાન મારા ભાઈને કોઈ દિવસ દુખીના થવા દેતા!, હું અહિયાં ભટકતી હતી, મારી આ ઈચ્છા બાકી હતી એટલે, પણ તે મને મારી ઈચ્છા પૂરી કરીને મને મુક્તિ અપાવી છે!, એ માટે તારો ખૂબખૂબ આભાર!, અને ભાઈ તને બહુજ હેરાન કર્યો હોય અને બીવડાવી દીધો હોય, તો એની માટે મે કહ્યું એમ, “એક બેનનો હક્ક હોય છે પોતાના ભાઈ ને હેરાન કરવાનો, અને ભાઈ હું તારી જોડે મજાક નહીં કરુ તો કોની જોડે કરીશ હું?, મારૂ તો તારા સીવાઈ કોણ છે?, અને મારો હવે સમય આવી ગયો છે!”, આટલું જ કહીને અંજલીએ પ્રકાશમાં અદ્રશ્ય થઈગઈ, અને વિજયની આંખોમાં આસું અને એની કલાઈમા રાખડી બાંધીને અંજલી જતી રહી, અને વિજય કઈક બોલવા માગતો હતો, એ પહેલાજ આ પ્રકાશમાથી પાછી પેલી એજ, અંધારી રાત બની ગઈ.

વિજયને યાદ આવ્યું કે જ્યારેએ ફર્સ્ટ ટાઇમ નવો-નવો કંપનીમા જોઇન થયો હતો, ત્યારે એ એક છોકરી ના પરિચયમા આવ્યો હતો, એ એના કરતાં સીનિયર હતી, અને નામ હતું અંજલી જેનો એક્સિડેંટ થઈ ગયો હતો, અને એ એના જે ભાઈને રાખડી બાંધવા નિકળી હતી એ હતો આ વિજય, એક્સિડેંટ વાળી વાતને વર્ષો વિતીગયા હતા, એટલે વિજય અંજલીને એકદમ ઓળખી ના શકયો, પણ અંજલી પોતાના આ ભાઈને ભૂલી ના શકી.

વિજય થોડીવાર ત્યાંજ ઊભો રહ્યો, વિચારો કરતો એને એની બેન યાદ આવી ગઈ હતી, થોડીવાર માટે અંજલી સાથે વિતાવેલા એ પળો વિજયને યાદ આવી ગયા, થોડીવાર પછી વિજયએ વિચાર્યું કે, “આ બધુ શું હતું?”, એની બીક પણ જાણે પેલા પ્રકાશને લીધે ગાયબ થઈગઈ હતી, અને એ આ બધી વાતો માથી થોડો બહાર આવ્યો, અને એણે શીનાને કોલ કર્યો કહ્યું, “શીના હું આવું છું અને જલ્દી થી ઘરે પહોચી ગયો જેવો શીનાએ દરવાજો ખોલ્યો એ શીનાને જોર થી હગ કરીને રડવા લાગ્યો, શીના તેના માથામાં હાથ ફેરવતી રહી અને કેહતી રહી “બધુ સારું થઈ જશે!”.

“એક સંબંધ આવો પણ હોય છે.”

-Brijesh S Shukla