ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 25કપડાં બદલી ને પલક અને પુલકીત ડી.જે ડાન્સ એકેડેમી માં જાય છે.અહીં ડી.જે મા ઝેન  ટેન્શન માં હોય છે.

" જીયા એ જે પણ કર્યું એના માટે કયાક હું પણ જવાબદાર છું .તેને ઇગ્નોર કરી ,તેની જગ્યા કોઇ ને આપી તો ગુસ્સો તો આવે જ ને પણ હવે ના જીયા છે મારી પાસે ના પલક છે "

તેટલાં માં કેબીન નો દરવાજો ખુલે છે.પલક અને પુલકીત અંદર આવે છે.પલક ના માથા માં સીંદુર અને ગળા માં મંગળસુત્ર જોઇ તેને આશ્ચર્ય થાય છે.

" હાય પલક આ બધું શું  છે?તારા ડાન્સ નો ભાગ છે?બાય ધ વે મે વિચાર્યું કે તારા ફોર્મ મા હું  તારા પતિ ની જગ્યા એ સહી કરી દઇશ કહી દઇશુ કે સગાઇ થઇ ગઇ છે "

" ના મારી લાઇફ નો ભાગ છે." પલક

" એટલે ?" ઝેન કઇ જ સમજી શક્તો નથી .

" મે લગ્ન કરી લીધા છે આજે જ અત્યારે જ તો આ બધું તો સ્વાભાવીક છે.અને નો થેંકસ પણ તારે મારા નકલી પતિ બનવા ની જરૂર નથી  મારા સાચા પતિ ને લઇને આવી છું " પલક 

" પતિ કયાં છે તારો પતિ ?" ઝેન ને ગુસ્સો આવે છે પોતાના અરમાનો પર પાણી ફરતા.

" આ રહ્યા પુલકીત મારા પતિ હમણાં જ લગ્ન થયા છે જો આ ફોટો રાખી લે પ્રુફ તરીકે અને લાવ ફોર્મ મારા પતિ સહી કરી દેશે.ફોર્મ લાવ ઝેન" પલક પણ ગુસ્સા અને જુસ્સા સાથે બોલે છે.

ઝેન પુલકીત ને ફોર્મ આપે છે જે પુલકીત સહી કરીનવ પાછું આપે છે.

" વાઉ સો ક્વિક પણ ખાલી કોમ્પીટીશન માટે લગ્ન કરી લીધા.આટલી નાની વાત માટે આટલો મોટો નિર્ણય ? મે બી તને બેટર ઓપ્શન મળી જાત " ઝેન પલક ને ટોન્ટ મારે છે.પુલકીત ગુસ્સે થઇ કઇંક બોલવા જાય છે પલક તેને રોકે છે.

" ઓહ ઝેન થેંકસ પણ નોટ યોર બિઝનેસ મારી પર્સનલ લાઇફ છે મારે જે કરવું હોય તે કરું "

" હા હા હવે તો એમ જ કઇશ ને પણ આ મુર્ખામી છે.કયાં સુધી આવો પરાણે વાળો સબંધ નીભાવીશ તારી લાઇફ તો એડજસ્ટમેન્ટ કરવા માં જ જશે."

આ વાત સાંભળી પલક સખત ગુસ્સે થાય છે.

" શટઅપ યોર નોનસેન્સ લાઇફ બરબાદ નહીં અાબાદ થઇછે .એડજસ્ટમેન્ટ નહીં આશિર્વાદ મળ્યો છે પુલકીત ના રૂપમાં મને." 

"હા મન ને મનાવવા માટે વિચાર સારો છે.ભ્રમ ની દુનિયા મા મીસીસ પલક મહેતા હા હા હા " ઝેન હસે છે.
" ભ્રમ નહીં પ્રેમ છે.હા હું પ્રેમ કરું છું  પુલકીતને " ઝેન અને પુલકીત ચોંકે છે.

" હા હું પુલકીત ને પ્રેમ કરું છું  એ પણ આજ થી નહીં જે દિવસે કોલેજ માં તેને મને સીડીઓ પરથી પડતાં બચાવી હતી પછી મારી ચિંતા કરી હતી.ત્યારથી બસ અહેસાસ મને થોડો મોડો થયો અને હવે તારી ફાલતુ ની બકવાસ પતી હોય તો હું  જઉ રીર્હસલ માટે બાકી ની ફોર્માલીટી પુલકીત પતાવી લેશે.પુલકીત પલક નો પ્રેમ નો એકરાર સાંભળી ને ખુશ થાય છે.ઝેન પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતો.

પલક જતી રહે છે.

" ઝેન આજે કરી પણ આજ પછી કયારેય મારી પત્ની ની સાથે આ રીતે વાત કરી છે ને તો હું આપણા જુના સંબંધો ભુલી જઇશ.અને હા તારે તેની સાથે માત્ર પરફોર્મન્સ કરવા માટે ની જ વાત કરવી તે બહુ ગુસ્સા વાળી છે જીયા ની જેમ તને પણ એક મારી દેશે." પુલકીત ફોર્માલીટી પતાવી ને જતો રહે છે.ઝેન ગુસ્સા માં આવી પેપરવેઇટ ફેંકે છે.

" પ્રેમ માય ફુટ જોઇ લઇશ કયાં સુધી ટકે છે તમારો પ્રેમ.પલક તારે મારી પાસે આવવુ જ પડશે." ઝેન હવર ગમેતેમ કરી પલક ને પામવા ચાહે છે.

ફોરમ પલક ને મળવા આવે છે.તે પલક ને રીર્હસલ કરતા જોવે છે.રીર્હસલ પતતા તે અને ફોરમ બહાર જાય છે લંચ કરવા.

" યાર તારે તો આજે પુલકીત સાથે જમવું જોઇએ." ફોરમ

" તે બિઝી છે ફોરમ ચાલ ને હવે ભુખ લાગી છે."

તે બન્ને એક સરસ ગુજરાતી રેસ્ટોરન્ટ માં જાય છે.

" કોન્ગ્રેચ્યુલેશનસ પલક એક જ દિવસ માં તારી લાઇફ ચેન્જ થઇ ગઇ.અંકલ નો આશિર્વાદ પણ મળી ગયો અને પુલકીત જેવો સારો છોકરો તારો પતિ બની ગયો.અને આજ નું તારું રીર્હસલ જોઇને તો હવે મને વિશ્વાસ છે કે તું જ જીતીશ."

" થેંક યુ પણ મારેતેન કઇંક કહેવું છે." પલક ઝેન ની કેબીન માં બનેલી વાત કહે છે બધી જ.

" ઇડીયટ યુ નો વોટ મને પહેલા દિવસ થી જ આ ઝેન નથી ગમતો કઇંક ગડબડ માણસ છે.તેની નીયત સાફ નથી .તું સંભાળજે તેનાથી.તેની વાત માં  ના આવતી કયારેય ." ફોરમ ને ઝેન પર ગુસ્સો આવે છે.

" ડફોળ મે બીજું પણ કઇંક કીધું તેના પર તારું ધ્યાન ના ગયું ." પલક ની વાત સાંભળી ને ફોરમ ને લાઇટ થાય છે.

" ઓ માય ગોડ વાઉ તે તારા પ્રેમ નો એકરાર કરી દીધો એ પણ પેલા ઝેનડા ની સામે ગ્રેટ પણ તે મને કીધું નહીં કે તું પુલકીત ને પ્રેમ કરે છે." ફોરમ ખુશી ની મારી ઉછળી પડે છે.

" હા પણ મને આજે જ અહેસાસ થયો તો તને શું  કહું .સવારે જયારે મમ્મી એ કીધું ને લગ્ન કરવા ના છે ત્યારથી કઇંક ખુટતુ હોય એવું લાગતું હતું .પણ જયારે મંડપ માં પુલકીત ને જોયો ત્યારે હાશ થઇ અને ખુશી પણ ત્યારે અહેસાસ થયો મને મારા પ્રેમ નો."પલક

" હમ્મ તો તો આ લંચ તમારે સાથે કરવું જોઇતુ હતું ." ફોરમ

" હાપણ મને શરમ આવતી હતી તો મે તેને મેસેજ કરી દીધો કે હું ફોરમ સાથે જમીશ અને તે બિઝી પણ હતો."

" બાય ધ વે આજે તો બીજું પણ કઇંક છે.કશુંક ખાસ ખબર છે." ફોરમ 

" ના શું છે આજે ?" પલક 

" એજ જે લગ્ન પછી હોય સમજી " ફોરમ તેનો હાથ પકડી ને આંખ મારે છે.

પલક તેનો હાથ છોડાવે છે.

" શટ અપ અને જમવા નું પુરુ કર અને કોલેજ ચાલ મહિના પછી એકઝામ છે." પલક થોડી શરમાઇ જાય છે પણ બનાવટી ગુસ્સો બતાવે છે.તે વિચારે છે.

" સાચું તો કહે છે.આમ પણ ઝેન ની કેબીન માં મે જે બોલ્યુ પછી તેની સામે જવાની હિંમત નથી હવે તો શરમ પણ આવે છે ."

તે કોલેજ જાય છે લેકચર એટેન્ડ કરે છે. અને ફોરમ તેને પુલકીત ના ઘરે ઉતારી દે છે.

પુલકીત ની મમ્મી દરવાજો ખોલે છે.

" આવ દિકરી." 

પલક ને આશ્ચર્ય થાય છે તેને હતું કે આજે તેનિ ગ્રુહપ્રવેશ થશે તેનો પણ તેવું  કશું જ ના થયું 

" તું એમ વિચારે છે ને કે તારો ગ્રુહ પ્રવેશ કેમ ના કર્યો મે પણ આજે તું  મારી ગૌરી ની દિકરી તરીકે અવી છો મારી વહુ તરીકે તારું સવાગત જયારેઆમે તારું ડ્રીમ પુરુ કરીશું પછી જ હું  તારા પર આ ગ્રુહસ્થી નો ભાર નાખીશ."

પલક ખુશ થાય છે.અને તેમના ગળે મલે છે.અંદર આવે છે.તે પુલકીત નાં રૂમમાં જાય છે.કપડાં ચેન્જ કરવા માટે.પુલકીત ને ત્યાં જોઇ ને તે ગભરાઇ જાય છે.
" હાય પલક"

" હાય પુલકીત મારે કપડા બદલવા છે." પલક

" હા તો " પુલકીત ની વાત થી પલક આશ્ચર્ય પામે છે.

" ઓહ સોરી યુ મીન ટુ સે હું બહાર જઉ શ્યોર." પુલકીત પોતાના માથે ટપલી મારે છે અને બહાર જાય છે.પલક ને હસવું આવે છે.

પલક કપડા બદલી અને ફ્રેશ થઇને બહાર આવે છે.બધાં જમવા માટે તેની રાહ જોવે છે.

 પુલકીત ના પપ્પા તેને કહે છે.

" દિકરી અાજે ભલે તારો ગ્રુહ પ્રવેશ ના થયો પણ તું  મારા પુલકીત ની પત્ની તો છે જ અમારી ઇચ્છા છે કે આજે તમવ બન્ને એક જ થાળી માં જમો.આમ પણ આ બન્ને સહેલીઓ એ આજે ૩૬ પકવાન બનાવેલા છે."
પલક થોડું શરમાય છે પણ માથુ હલાવી હા પાડે છે અને તે બન્ને સાથે એક જ થાળી માં  જમવા બેસે છે.બન્ને મા પ્રેમ થી પોતે બનાવેલા પકવાન પીરસે છે.બધાં જમવા નું શરૂ કરે છે.પલક અને પુલકીત ને એક અલગ જ અહેસાસ થાય છે.રોટલી નો ટુકડો તોડવા જતાં તેમનો હાથ એકબીજા ને અડે છે.બન્ને ના શરીર માંથી લખલખુ પસાર થઇ જાય છે.

જમવાનું પતી જાય છે અાજ પહેલા પલક ને જમવા માં આવી ખુશી અને સંતોષ નથી થયો હોતો.

" ચાલો પુલકીત ના પપ્પા અમારે બન્ને સહેલી ને લોંગ ડ્રાઇવ પર જવું છે પેલો આપણા વાળો આઇસક્રીમ પણ ખાવો છે તો લઇ જાઓ અમને બન્ને ને આ છોકરાઓ બીચારા થાકી ગયા હશે તેમને આરામ કરવા દો ચલો." અનીતાબેન 

" હા ચલો તમારા બન્ને સહેલીઓ ના જુના દિવસો યાદ કરજો મને પણ તમારા સીક્રેટ જાણવા છે અનીતા." 
ગૌરીબેન અને પુલકીત ના પપ્પા વાતો કરતા કરતા બહાર નિકળે છે.અને પુલકીત તેના રૂમમાં જાય છે.અનીતા બેન પલક પાસે આવે છે.

" પલક તું  પુલકીત ની પત્ની છો અને ફ્રેન્ડ પણ હું ઇચ્છું છું કે તમે બન્ને સાથે થોડો સમય વિતાવો અને એકબીજાને સમજો બાય ધ વે અમને બે કલાક તો આરમ થી થશે હો બાય ." પલક હસે છે.હવે તે લોકો નિકળી જાય છે પલક દરવાજો બંધ કરે છે તે પુલકીત ના રૂમની સામે જુવે છે.તેટલાં માં તેના ફોન માં  રીંગવાગે છે.

શું  ઝેન પલક અને પુલકીત ના સંબંધ ને તોડશે કે  વધારે મજબુત કરશે? શું  મહાદેવભાઇ નો ગુસ્સો શાંત થશે? 

જાણવા વાંચતા રહેજો. 

 

***