નાયિકા, ખરેખર નાયિકા જ - 2

આપ સૌ એ મારી વાર્તા "નાયિકા, ખરેખર નાયિકા જ" વાંચી. એનો જ આગામી ભાગ રજુ કરું છું. જેમાં નાયિકા એની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને મૂંઝવણ માંથી ઉગારે છે. તો શુ હતી એ મૂંઝવણ અને શું હતો એનો ઉકેલ.

એક તરફ મેખલા તેનાં ઘર તરફ રવાના થઈ તો અહિ ઓફિસમાં નાયિકા ભૂતકાળમાં 10 વરસ પહેલાં સરી પડી. નાયિકા તેની ખાસ ફ્રેન્ડ મંદાકિનીને કહે છે, "why you are doing such a haste to get married?" મંદાકિની ચીડ સાથે પણ સ્વસ્થતાથી બોલી,"હું એક આધ્યાત્મિક વ્યક્તિ છું. મારે મારુ કર્મ કરવું છે. મારે હવે સામાજિક જવાબદારી નિભાવવા મેરેજ કરી લેવા જોઈએ." નાયિકાએ જવાબમાં શાંત પ્રત્યુત્તર આપ્યો, "મંદાકિની, તારા પપ્પા આ વર્ષે જ રીટાયર થવાના છે. મને ખબર છે કે તારે સતત ઘરમાં રૂપિયા આપવા પડે છે. એ જ દર્શાવે છે કિ કંઇક મોટો પ્રશ્ન છે." મંદાકિની વાત કાપતા બોલી,"કોઈ પ્રશ્ન હોય તો પપ્પાએ કહેવું જોઈએ." નાયિકાએ પણ સ્વસ્થતાથી કીધું, "કદાચ કોઈ કારણથી જણાવી શકતા ન હોય. ઉપરાંત, ઘરનાં બીજા સભ્યોની સ્થિતિ પણ નાજુક છે. જો મંદાકિની, જીવનનાં દરેક પ્રશ્નો ૧ ૧=૨ જેવા સીધા તર્કીક નથી હોતા. મને તારા કુટુંબની પણ એ જ પરિસ્થિતિ લાગે છે" મંદાકિની બોલી, "બની શકે પણ દરેક વ્યક્તિ પોતાના નસીબ સાથે જન્મ લેતો હોય છે, જેને આપણે બદલી શકતા નથી." નાયિકા એ જવાબ આપ્યો, "પણ એ આપણી નજર સામે હોય તો આંખ આડા કાન ન જ કરી શકાય". આવી બધી દલીલો ચાલુ રહી.
મંદાકિનીનાં હૃદયનાં અંતરપટ પર શરીરસુખ ભોગવવાની ઇચ્છા હતી. પણ ધાર્મિક વિચારોનાં કારણે એ વસ્તુને પાપ માનતી. એનાં વિશે વિચારતી પણ નહીં. સામાજિક નિયમોને આધ્યાત્મિક નિયમો સમજી એ મુજબ ન્યાય આપતી. જેનાં કારણે તે લગ્ન કરવા અચાનક ઉતાવળી થઈ ગઈ. આ વાત ન તો તેનાં પરિવારજનો સમજી શકતા હતા કે ન તો નાયિકા.
મંદાકિની જરા ઉગ્રતા સાથે બોલી,"તો તું શુ એમ માને છે કે હું માત્ર શરીરસુખ માટે લગ્ન કરુ છું". નાયિકા એ પ્રેમથી જવાબ આપ્યો,"ના જરાય નહીં. પણ તું સામાજિક નિયમોને અધ્યાત્મિક નિયમો સમજે છે. તું આધ્યાત્મિક જ નહીં પણ બુદ્ધિ જીવી વ્યક્તિ પણ છો. વિચાર કર આ સામાજિક નિયમો બન્યાં કેવી રીતે? કેવા સંજોગોમાં?" મંદાકિની થોડી વિચારમાં પડી. નાયિકા આગળ સમજાવતી બોલી, "વિચાર કર આદિમાનવનાં સમયમાં શું થયુ હશે. દરેક સ્ત્રીને થોડા સમયનાં શરીરસુખને બદલે ગર્ભાવસ્થા અને બાળઉછેરની કેવડી જવાબદારી આવી જતી હશે. એનાં નિવારણ માટે પુરુષ પર પણ આ સમયે સ્ત્રીની સંભાળ લેવાની જવાબદારી નાખવામાં આવી હશે. પણ પુરુષ આ જવાબદારી ત્યારે જ સ્વીકારશે કે જ્યારે તેનુ જ બાળક ઉછેરાય રહ્યુ હશે. અને એ બાળક તેનુ જ છે એ વિશ્વાસ ટકાવી રખાવવા કેટલા સામાજિક બંધનો સ્વીકારવા પડ્યા હશે. આવા થોડા બંધનો કે જે સ્ત્રી પરના બંધનોનાં કાઉન્ટર રિએક્શન જેવા હતા એ પુરુષે પણ સ્વીકારવા પડ્યા હશે. અને આ રીતે સામાજિક નિયમોનું માળખું ઉભુ થયુ હશે. અને હા, આ સાથે પાપ-પુણ્યને પણ જોડવામાં આવ્યાં છે." મંદાકિની ધ્યાનથી સાંભળતી હતી, વાતનો વિરોધ કરવાની હજુ પણ ઇચ્છા હતી માટે બોલી, "તો શુ મારે ક્રાંતિકારી થવું?" મંદાકિની એ જવાબ આપ્યો, "ના, હું ખાલી એટલું જ કહું છું કે આ સામાજિક નિયમોરૂપી ધારા છે અને તુ બરાબર સમજ, એ ધારામાં વહે નહીં, પણ એ ધારા સાથે ચાલ." નાયિકાની આંખોમાં પ્રેમ હતો હિતેચ્છુપણાની લાગણી હતી. જે મંદાકિનીને સ્પષ્ટ અનુભવાય. મંદાકિનીએ શાંતિથી વિચાર કર્યો. નવી દ્રષ્ટિથી દુનિયા જોવાનું શરુ કર્યું. મન ઘણું સ્વસ્થ થયુ. અને જીવનમાં જે નકારાત્મક વળાંક આવવાનો હતો તેનાથી તે બચી ગઇ.
આ તરફ નાયિકાને એક મોટો વિચાર આવ્યો. એ શું હતો એ જોશું આવતાં ભાગમાં.

***

Rate & Review

Be the first to write a Review!!

Share