grandmother story books and stories free download online pdf in Gujarati

વૃદ્ધ દાદી ની મજબૂરી

તનથી અશક્ત, મનની શક્તિશાળી હતી એ વૃદ્ધા,
પુરુષાર્થ હતો ઘણો એનો પણ અન્ય બન્યા બાધા.

પૌત્રના જીવન-ઘડતર, ભણતર માટે જીવતી,
એ વૃદ્ધાની કરૂણ ઝાંખી બતાવું, જુઓ બધા.

એક દિવસ એક દાદી બજાર માં કેળાં વેચતા હતા. હવે એમની સામેજ એક ફ્રૂટની મોટી દુકાન હતી. તો કોઈ પણ વ્યક્તિ દાદી પાછે ફ્રૂટ લેતા નહીં, અને એમની સામે વાળી દુકાને બધા ફ્રૂટ લેવા જતાં .આમ ને આમ દાદી ને કઈજ વેચાતું નહીં અને એ ખાલી હાથે ઘરે જતાં. એક દિવસ હું બજાર ગયો હતો ઘરનો થોડો સમાન લેવા , બજારમાં થોડુ ફર્યા પછી મને ભૂખ લાગી પણ, મારે ઉપવાસ હતો એટલે બીજું કઈ ખવાય એમ ન હતું અને ફ્રૂટ માં મને કેળાં સિવાય કઇ જ ભાવતું નહીં એટલે હું આસપાસ કેળાં શોધવા લાગ્યો અને સદનસીબે મને એક દુકાન દેખાઈ. હું દુકાનમાં જ જતો હતો ,પણ બાજુમાં બેસેલા દાદી બહુજ કંટાળેલા લાગ્યા તો હું એ શોપ માં જતાં પેલા એ દાદી પાસે ગયો અને દાદી ને કેળાનો ભાવ પૂછયો કે દાદી આ કેળાનો ભાવ શું છે? તો દાદી બોલ્યા કે બેટા 50 રૂપિયા કિલ્લો, મે કહ્યુ દાદી આટલો બધો ભાવ થોડો હોય! તો દાદી બોલ્યા કે બેટા હું તો દુકાનદાર કરતાં પણ નીચા ભાવે વેચું છું. મે કહ્યુ , " કેમ દાદી આવું?" તો દાદી બોલ્યા કે, "બેટા મારી આ નાનકડી લારી પર કોઈ જ કેળાં લેવા નથી આવતું. અને હું ખાલી હાથે ઘરે જાઉં છું મારા દીકરાનો દીકરો રોજે બાજુમાંથી માંગી ને ખાય છે અને હું એક - બે કેળાં ખાઈ લઉં છું. મારા આ બધા કેળાં બે દિવસની અંદર બગડી જાય છે અને મારે ફેકી દેવા પડે છે. હું રાત દિવસ મહેનત કરીને આમ પૈસા ભેગા કરીને આ કેળાની શોપ ચાલવું છું."


પૌત્રને સુખ આપવા ઘણા યત્નો કર્યા,
છતાં નિરાશા, દુઃખ એના જીવનને વર્યા.

આવ્યો એક દિન એવો, મળ્યો યુવાન પુત્ર સમો,
એ વૃદ્ધાના સંતાપ ગયા, પુરુષાર્થ એને ફર્યા.

દાદીની વાત સાંભળ્યા પછી મને એક વિચાર આવ્યો કે, ' આ દાદીની કેળાં વેચવામાં કઈ રીતે મદદ કરી શકું?' થોડુ વિચાર્યા પછી હું પોતે જ ત્યાં કેળાં વેચવા બેસી ગયો અને મોટી મોટી બૂમો પાડવા લાગયો કે ' કેળાં લઈ લો કેળાં'. બધા મારી બૂમો સાંભળી ને સામે જોવા લાગ્યા ,એમાંથી અમુક સામે આવીને ઊભા રહ્યા કે આ તો બીઝનેસમેન છે અને અહી કેમ બેઠો છે, પેલો દુકાનદાર પણ બાર નીકળી ને મારી પાસે આવ્યો કે સાહેબ, 'કેમ અમારો ધંધો બગાડો છો?' પણ એ બધાનું સાંભળ્યા વગર કેળા વેચવામાં જ ધ્યાન આપ્યું. એવામાં મારો એક મિત્ર મને જોઈ ગયો અને દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો કે , " ઓય રવિ આ શું કરે છે? " મે કહ્યુ કે, " કેળા જોઈતા હોય તો બોલ , બાકી અહી ભાઈબંધી નહીં ચાલે." પણ , "તારે એવી શું કમી આવી કે તું આવું કરવા બેઠો છે?" મારો મિત્ર બોલ્યો.
હું એક દમ ઊભો થયો અને બોલ્યો કે આજ કાલ દરેક માણસ ને સારું કામ અને સારી વસ્તુઓ જોવે છે, જો કે વસ્તુ એક જેવી જ હોય છે, તો પણ લોકો ભેદભાવ રાખે છે. મે એણે કહ્યું કે તમે નાના માણસ પાસે થી વસ્તુ લો કે મોટા માણસ પાસેથી વસ્તુ તો એક જ છે. એ મોટી શોપ વાળા જે આપણને લૂટે ,છે ત્યાથી જ આપણે સામાન લઈએ છીએ.
અરે મિત્રો..! આ ગરીબ માણસોને પણ પેટ હોય છે અને એ ઈમાનદારી થી કામ કરે છે. એની પાસેથી વસ્તુ લો તો તમારે પણ બચત થશે અને આ ગરીબ દાદી જેવા માણસો ને પણ પૈસા મળશે. બસ ત્યારથી આ દાદી ની વેચાણ ક્રિયા વધી ગઈ અને દાદી ને આવક ચાલુ થઈ ગઈ. પેલા શોપ વાળા ને ત્યાં બસ મચ્છર ઉડવા લાગ્યા બાકી ઘરાક તો દાદી પાસેથી જ સામાન લેતા . મિત્રો આપણે પૈસા વાળા હોય કે ના હોઈએ પણ હમેશા કોઈ પણ વસ્તુ લો તો લારી વાળી કે કોઈ ગરીબ માણસ પાસેથી જ લેજો કેમ કે એ ગરીબ માણસ ના ઘરે પણ આપના જેવા પરિવાર હોય છે.

આ આર્ટીકલ મે જાતે જ લખેલા છે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો
એંકર --રવિ ગોસ્વામિ
Instagram id..

https://instagram.com/mari_dayri_123

You tube link

https://youtu.be/vuv7NSX_q9Q