" હું ઇચ્છુ છું કે ગૌરીમમ્મી તમે અને પલક અમારી કોલેજ ની એકઝામ પતે ત્યાં સુધી મારો એક મિત્ર છે તે બે મહીના માટે વીદેશ ગયો છે તેના ઘરે રહેશોતેના ઘર ની ચાવી મારી પાસે છે મારે વાત થઇ ગઇ છે. અહીં રહેશે તો તેનું કે મારું ધ્યાન ભણવા માં નહી લાગે અને મે તારા માટે એક ટયુશન ટીચર પણ રાખ્યા છે.જે તને પરીક્ષા ની તૈયારી કરાવશે.અને આજ થી પરીક્ષા ના પતે ત્યાં સુધી ડાન્સ કે બીજું કશું જ નહીં ." પુલકીત પલક ની સામે પ્રેમ થી જોવે છે.જેને આ વાત નથી ગમી.
" પણ કેમ હું અહીં કેમ ના રહી શકું તું મને તૈયારી કરાવજેને?" પલક પોતાનો અણગમો વ્યકત કરે છે.તે અહીં થી જવા નથી માંગતી.
" પલક બેટા પુલકીત સાચું કહે છે.તમારા બન્ને નું ભણતર પણ ખુબ જરૂરી છે." અનીતાબેન
" હા પલક અનીતા અને પુલકીત સાચું કહે છે.ગમે તેમ તોય તને એમ.બી.એ કરાવવુ તારા પપ્પા નું સપનુ છે.જે આપણે પુરું કરીશું એ ભલે તને સપોર્ટ ના કરે." ગૌરીબેન.
બીજા દીવસે પલક અને ગૌરીબેન પુલકીત ના મિત્ર ના ઘરે શિફ્ટ થઇ જાય છે.પલક ને ટીચર ભણાવવા નું અને પરીક્ષા માટે તૈયાર કરવા નું શરૂ કરે છે પુલકીત પણ તેના ફાઇનલ યર ની એકઝામ માટે તૈયારી શરૂ કરે છે.જોરશોર થી થોડા સમય માટે બન્ને જણા બધું ભુલી જાય છે.
અંતે પરીક્ષા ના દીવસો આવી જાય છે.બન્ને જણા ના પેપર ખુબ જ સારા ગયા છે.પુલકીત ને કેમ્પસ માં બહુ જોબ ઓફર મળે છે.પણ તે એક પણ સ્વીકારતો નથી .
" પુલકીત તે આટલી સારી જોબ ઓફર કેમ ના સ્વીકારી " પલક
" પલક તારી એક એકઝામ પતી ગઇ પણ હજું એક એકઝામ બાકી છે.એ છે ડાન્સ ચેમ્પીયનશીપ તે પતે પછી મારે મારા દમ પર મારો પોતાનો બીઝનેસ સ્ટાર્ટ કરવો છે." પુલકીત
પલક પુલકીત ને હગ કરે છે.
" એવું જ થશે હું પણ તને હેલ્પ કરીશ તારા બિઝનેસ માં હવે પેંકીગ કરીએ કાલે યુ.એસ જવાની ફલાઈટ છે."
" હા કાલ થી તારા ડ્રીમ ની રીયલ સ્ટોરી શરૂ થશે અને હું અને ગૌરીમોમ તારી સાથે જ હોઇશુ દરેક કદમ પર " પુલકીત પલક ના કપાળ પર ચુમે છે.
સવારે વહેલા અનીતાબેન , ફોરમ અને પુલકીત ના પપ્પા પુલકીત , ગૌરીબેન અને પલક ને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુકવા આવે છે.જયાં ઝેન , જીયા અને અન્ય સ્ટાફ મેમ્બર્સ તેમની રાહ જોઇ રહ્યા છે.
ફલાઈટ ટેક ઓફ કરે છે.પલક ના ડ્રીમ્સ ને લઇને પલક અને પુલકીત ને ફલાઈટ મા અલગ અલગ સીટ હોય છે.પલક ની બાજુમાં એક સુંદર જાજરમાન , દેખાવ થી પૈસાદાર લાગતી સ્ત્રી આવી ને બેસે છે.
" હેલો. બેટા"
" હેલો આંટી." પલક
" ફર્સ્ટ ટાઇમ પ્લેન માં જર્ની કરે છેદિકરી."
" ના કેમ એવું લાગ્યું તમને આંટી." પલક
" તારા ચહેરા પરની એક્સાઇટમેન્ટ જોઇને મને એવું લાગે છે.હાય હું આરાધના "
" હું પલક મહેતા આ એક્સાઇટમેન્ટ મારા ડ્રીમ પુરાથવાની ખુશી માં છે.તમે નહીં સમજી શકો આંટી બહુ લાંબી સ્ટોરી છે મારા ડ્રીમ ની." પલક
" વાઉ ડ્રીમસ્ટોરી મારી પણ એક બહુ સુંદર ડ્રીમસ્ટોરી છે.કયારેક પછી મળવા નું થશે તો જણાવીશ હોપફુલી આપણે મળીએ ફરીથી ખબર નહીં પણ તું મને અજાણ્યા જેવી નથી લાગતી પોતાની લાગે છે."
" થેંક યુ આંટી તમે પણ બહુ સ્વીટ છો." તે આંટી પલક ના માથા પર પ્રેમ થી હાથ ફેરવે છે.પલક ને બહુ સારું લાગે છે.
ફલાઈટ લાંબી મુસાફરી બાદ યુ.એસ ના એરપોર્ટ પર લેન્ડ થાય છે.પલક ,પુલકીત ,જીયા ,ગૌરીબેન અને ઝેન બહાર આવે છે.
" પુલકીત સોરી પણ પલક ની સાથે તેના મમ્મી આવેલા છે.તારી ,જીયા અને આપણા બીજા સ્ટાફ ની રહેવા ની વ્યવસ્થા અમે બીજી હોટેલ માં કરી છે.અમારી હોટેલ ની નજીક જ છે કંટેસ્ટંટ બધાં ત્યાં જ રહેશે.હોપ યુ ડોન્ટ માઇન્ડ"
" યસ ઈટસ ઓ.કે લેટસ ગો." પુલકીત સમજે છે.ઝેન ની ચાલાકીઓ પણ તે અત્યારે કોઇ વિવાદ માં નથી પડવા માંગતો.
પલક ને ફોરમ ના એરપોર્ટ પર કહેલા શબ્દો યાદ આવેછે.
" બાય અને ઓલ ધ બેસ્ટ અને હા આ ઝેન થી સંભાળી ને રહેજે તે તને અને પુલકીત ને અલગ કરવા માંગે છે.તારી નજીક આવવા ની કોશીશ કરશે પણ તું તેનાથી બચીને રહેજે.અને હા મગજ શાંત રાખજે તારું ."
એ વાત તેને યાદ આવે છે.
" હમ્મ આ ફોરમ સાચું કહે છે.આ ઝેન બહુ ચાલાક છે .પણ નો વરી હું પણ તેનાથી વધારે ચાલાક છું "
ઝેન પલક ને અને પુલકીત ને અલગ કરવા માંગે છે.પલક દ્રારા થયેલા અપમાન નો બદલો લેવા માંગે છે .તે વીચારે છે.
" તારા પપ્પા એ મને ચાર ગણી રકમ ઓફર કરી છે.પણ મારી નજર તો તેમની તમામ મિલકત ઉપર છેજે હું તારી સાથે લગ્ન કરી ને જ પામી શકીશ.
અને તે કામ માં મને જીયા સાથ આપશે સીલી ગર્લ એને લાગે છે કે હું તેની સાથે લગ્ન કરીશ પણ તે નથી જાણતી કે આ માત્ર નાટક છે લગ્ન તો હું પલક સાથે જ કરીશ.પલક અને પુલકીત ને અલગ કરવા નું તે માત્ર એક કારણ છે બાકી કશું જ નહીં અને સોરી મહાદેવ અંકલ પણ કોમ્પીટીશન તો પલક જ જીતશે મારે તેની નજર માં હીરો સાબીત થવાનું છે.તેના મન માં મારા માટે પ્રેમ જગાડવા નો છે."
જીયા ખુશ છે.તેને ઝેન મળી ગયો છે.તેને લાગે છે કે આ રકમ મળશે પછી તેને અને ઝેન ને લગ્ન કરતા કોઇ રોકી નહીં શકે તે વીચારે છે.
" સોરી પલક મે તને ખોટી સમજી તું તો પુલકીત ને પ્રેમ કરે છે.હું નથી ઇચ્છતી કે તું હારે હું દીલ થી ઇચ્છું છું કે તું જીતે આ બન્ને ચેમ્પીયનશીપ સોરી પણ ઝેન માટે મારે તને હરાવવી પડશે.પણ પહેલા તારો વિશ્વાસ મને જીતવો પડશે."
આ બધાં વાતો અને વિચારો વચ્ચે બધાં હોટેલ પહોંચે છે.જીયા,પુલકીત અને સ્ટાફ ના બીજા સભ્યો તેમની હોટેલ પર આવે છે.
જીયા વિચારે છે.
" ઝેેને મને આ હોટેલ મા કેમ રાખી પુછવુ પડશે."
તેટલાં માં ઝેન ત્યાં આવે છે.
" હાય બેબી તું એ જ વીચારે છે ને કે તને અહીં કેમ રાખી"
" મારે પલક ની નજીક રહેવું જોઇએ તેનો વિશ્વાસ જીતવા માટે."
" હા પણ તારે એક બીજું મોટું કામ કરવાનું છે.અહીં રહીને એ હું તને પછી જણાવીસ."
પલક બીજા દિવસે રીર્હસલ હોલ પર આવે છે.તે આ જગ્યા અહીં ના કંટેસ્ટંટ જોઇને દંગ રહી જાયછે. અહીં અલગ અલગ દેશના કંટેસ્ટંટ આવેલા છે.
જીયા અને ઝેન પણ આવેલા છે.તે પલક ને હરાવવા માંગે છે.
" પલક ને હરાવવી અઘરી છે.તે જેમ મને પાડી હતી તેમ તેને પણ પાડી ને તેનો પગ ફ્રેકચર કરી નાખીએ."
" ના સ્ટુપીડ શંકા જાય બધાં ને આવું ના કરાય પલક ને તોડશુ પણ બહાર થી નહીં અંદર થી તેના દીલ એટલે કે પુલકીત અને તેના સંબંધ ને."
" કેમ તને શું પ્રોબ્લેમ છે બે પ્રેમ કરવા વાળા ને કેમ અલગ કરવા છે તારે? "
" ઓહ ડીયર પલક ના ઇરાદા મજબુત છે જે હાથ કે પગ તુટવા થી નહીં તુટે હા વિશ્વાસ તુટવા થી તુટી શકે છે.હવે તું સમજી મે તને ત્યાં કેમ રાખી જયાં પુલકીત છે.આપણે લગ્ન કરવા ના છીએ તે માત્ર આપણે જાણીએ છીએ પણ બીજા બધાં નહીં આ વાત નો ફાયદો ઉઠાવી આપણે તેમની વચ્ચે મીસઅન્ડરસ્ટેડીંગ ઉભી કરીશું .પણ ધીમેધીમે ફાઇનલ સુધી જરૂર પહોંચીશુ પણ તે પહેલા તેના વિશ્વાસ ને તોડી કાઢીશુ જેથી તે અંદર થી તુટી જાય."
" હે ભગવાન " જીયાને ઝેન નો પ્લાન બરાબર નથી લાગતો.તેનો અંતરઆત્મા તેને આ કરવા માટે પરમીશન નથી આપતો.
શું થશે જયારે પલક ઇન્ટરનેશનલ સ્ટેજ પર પરફોર્મન્સ આપશે ? ઝેન ના ઇરાદા નાકામ કરવા કોણ મદદ કરશે પલક અને પુલકીત ની?
જાણવા વાંચતા રહો.