adhura prem ni vaato - 3 books and stories free download online pdf in Gujarati

અધુરા પ્રેમ ની વાતો... - 3

આગળ ના ભાગ માં જોયું કે અંતાક્શરી રમવાની મજા લઈ રહેલા બધાં અચાનક ચુપ થાઈ છે.

******

જૂહી જોરથી ચીસ પાડી ઊભી થઈ જાય છે એક બાઈક અને ટ્રક નુ એક્સીડન્ટ જોઇ જૂહી ચીસ પાડે છે. બધાં એ તરફ જોઇ રહ્યા હતા. અને બસ ત્યાજ થોભી જાય છે સૌવ ગભરાઇ જાય છે બાઈક પર સવાર બે માણસો ટ્રક માં આવી જાય છે અને ટ્રક ડ્રાયવર બાઈક વારા ને બચાવા જોરથી બ્રેક લગાવે છે પણ બાઈક ટ્રકની અડફટમાં આવી જાય છે. આ દ્રશ્યો જોઇ સૌવના ચેહરા નિરાશ થઈ જાય છે. ત્યાં જ લોહીની રેલમ છેલ જોઇ સૌવ લોકો આશ્ચર્યતાથી જોઈ રહ્યા હતા. સૌવ અંદર જ બેસી રહે છે કોઈ ને નીચે ઉતરી જોવાંની હિમત નથી થતી. અન્ય લોકો ના તોરા થયા હતાં ટ્રક પાસે હવે કશું દેખાય તેમ ન હતુ ટ્રકની ફરતે તોરું હતું સૌવ ભેગા થઈ ટ્રક ચલાવ નાર ને મારવા લાગે છે અને હુહાપો કરી મુકે છે કોઇ ઍમ્બ્યુલન્સ બોલવા કહી રહયા હતા તો કોઇ પોલિશ ને બોલવા કહી રહયા હતા તો થોરા લોક ત્યાં જ ઉભા રહી આ બનેલ ઘટના ને જોઈ રહયા હતા. પ્રવાસ ની બસ સમય સર પોહચ વાનુ હોવાથી જગ્યા જોઈ એટલે ડ્રાયવર બસ ઉપાડી મૂકે છે પરતું હજી સુધી બધાં ચુપ છે બસમાં સન્નાટો છવાઇ ગયો હતો.

આજોઇ જૂહી હજુ કાપી રહી હતી વિવેક ફરી એની પાસે જઈને બેસે છે. વિવેક સમજી નથી શકતો શું કરવુ. જૂહીની હાલત વધારે ખરાબ થતી જોઈ એટલે વિવેકે કોઇ પણ વિચાર કર્યા વિના જૂહીને પોતાની બાહોમા સમેટી લીધી. જૂહી હજું પણ નોર્મલ ન હતી તેણે જોયેલું દ્રશ્ય તેની આંખો આગળ આવી રહ્યું હતુ. જૂહી ખુબ ગભરાઇ ગઇ હતી. વિવેક તેને શાંત પાડી રહ્યો હતો. નયન અને માયા પણ આગળ આવી જૂહી ને શાંત કરવાનો પ્રયત્ન કરે છે અને આગળની સીટ પર બેસે છે. માયા જૂહી ને કહે છે એ ધટના ખુબ દુંખદ હતી પણ તૂ ભૂલી જા હવે જે થવાનુ હતુ એ થઈ ગયું હા અમારા કરતા પહેલાં તારી નજર પડી અને તું આખી ઘટના કેવી રીતે ઘટી તે જોઈ એટલે તું ગભરાઇ ગઇ છે પણ હવે આપણે પ્રવાસમાં જઈએ છીએ તો આવા વિચારો ન કર જૂહી.

આમ ધણી વાર પછી જૂહી શાંત થઈ વિવેક ને થોડી હાસ થઈ બન્ને જણા પાણી પીધુ અને સ્વસ્થ થયા. દેવ પાછળથી બુમ પાડી વિવેક ને બોલાવે છે પરતું વિવેક જૂહીને આવી હાલત માં મૂકી જવા નથી માગતો તેથી તે ત્યાં જ બેસે છે. માયા અને નયન પણ ત્યાંજ બેસી રહ્યા દેવ અને સુરભી પાછળની સીટ પર એકબીજા સાથે વાતો કરવા લાગે છે.

સૌવ આ જોયેલી ધટના બાદ કઈક વિચાર માં પડી જાય છે. કોઈ પણ વ્યક્તિ હોઇ આવું દ્રશ્ય જોઇને ગભરાઇ જાય પણ સુરભીનું એક અલગ સ્વરૂપ જોવા મળે છે. દેવ સુરભી ને કહે છે શું તને દર ન લાગ્યો??. સુરભી કહે છે આવી કેટલી ઘટનાઓ મારા જીવનમાં બની ચુકી છે એટલે હું નથી ગભરાતી. દેવ એની સામુ જોઈ રહ્યો હતો એને નવાઈ લાગી સુરભી ની વાતો ની કારણ કે સુરભી ને જે રીતે એ સમજી રહયો હતો તેનાથી તે અલગ હતી દેવ કહે છે ખરેખર મને તો આજે પરીચય થયો તારો સુરભી મે તો તને વાટ વાટ માં રડતા જ જોઈ છે. આજે મને ખબર પડી કે તુ આટલી સ્ટ્રોંગ છે. સુરભી થોડુ હસી ને બારીની બહાર જોઇ છે. દેવ વિચારો માં ખોવાઈ ગયો હતો અચાનક તેને લાગી રહ્યું હતું કે આ પાચ વર્ષ ની મિત્રતા પછી પણ સુરભીને તે ઓરખી ન શકયો સુરભી સાથે એવું તો શું બન્યું હતુ આમ તો સુરભી કાયમ શાંત હોઇ છે અને તે પોતના કામમાં વ્યસ્ત રહે છે તે વધારે કોઇ સાથે બોલતી નથી અને મોટા અવાજોથી ધણી વાર ચકિત થઈ જાય છે દેવ ને સુરભી ની વાટ ની ખુબ નવાઈ લાગી. આ પાચ વર્ષ થયા પણ સુરભી નાં મુખે સભરાંતા આ શબ્દો ખુબ નવાં હતા દરેલી અને ગભરાઇ રહતી સુરભી આજે ક્યાંક નવી લાગી રહિ હતી.

આ તરફ જૂહી હવે વિવેકનાં ખોરામાં માથું નાખી આરામ થી સુઈ જાય છે. વિવેક પ્રેમ થી એના વારોમાં હાથ ફેરવી એને શાંત કરી રહ્યો હતો. આમ હવે થોડી વાર માં જોધપુર આવાની ત્યારી હતી. માયા અને નયન પણ ચૂપ હતા બન્ને સેલ ફોન પર મેસેજ વાચે છે અને એક બીજાની તરફ જોઇ છે એમનાં ચેહરા પર એક આશ્ચર્યની રેખવો દેખાઈ રહિ હતી શું હજુ કાંઈક નવું થયુ હતુ???
શું કારણે બને એક બીજાના ને જોઇ રહ્યા હતા???
શું બન્ને નો મેસેજ એકજ હતો???
શું કોઇ અનહોની આગળ પણ થવાની હતી....

હવે આવતા ભાગ માં જોઈ શું.....