Dream story one life one dream - 29 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 29

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 29


પલક ના સોલો પરફોર્મન્સ નો સમય આવી જાય છે.અને ફાઇનલી એ પળ આવે છે.જયારે તે ઇન્ટરનેશનલ સ્ટેજ પર પરફોર્મન્સ આપશે એ પણ પહેલી વાર નાનપણ થી જે સપનુ જોયુ હતું તે સાચું પડશે ફાઇવ ફોર થ્રી ટુ વન એકશન અને સોંગ શરૂ થાય છે.જજીસ જે પલક નું પરફોર્મન્સ ઓડીશન માં જોઇ ચુકયા છે.તે તેના આ પરફોર્મન્સ માટે ખુબ જ એકસાઇટેડ છે.

પણ આ શું ગીત તો શરૂ થઇ ગયું પણ પલક એક પુતળા ની માફક જ ઉભી છે.બધાં ને ટેન્શન થાય છે.જીયા હસે છે.

" જે કામ ડરાવવા થી થતું હોય તેના માટે બીજું કઇ જ કરવા ની જરૂર નથી .હવે પલક સોલો શું કપલ ડાન્સ માં પણ ભાગ નહીં લે.કેમ કે જજીસ અને ઓડીયન્સ ના માટે જે મે ડર ભર્યો છે તેના મન માં તે વધી જશે અને તે કયારેય ડાન્સ નહીં કરે."
તેને યાદ અાવે છે.
જીયા એ જ રીર્હસલ કરી ને આવેલી પલક ને અેર્નજી ડ્રીંક આપ્યું .

" વાઉ પલક તને જીતતા કોઇ નહીં રોકી શકે તારો ડાન્સ સુપર્બ છે.ઓડીયન્સ ને જજીસ તો તારા ફેન થઇ જશે.નહીંતર કેટલાક તો એવો ડાન્સ કરે કે.."

" કે અટકી કેમ ગઇ?" પલક

" અરે ના ના કશું નહીં છોડને"જીયા

" ના બોલ ને પ્લીઝ."પલક

" પછી ઝેન મને બોલશે " જીયા

" હું કહું છું ને બોલ."

" સારું કહું છું " અને જીયા પલક ને ખોટા બનાવટી કિસ્સા કહી ને ડરાવવા ની કોશીશ કરે છે..

અત્યારે સ્ટેજ પર પલક એ બધી વાતો થી ડરી ને ઉભી રહી જાય છે.અને રડત‍ રડતા સ્ટેજ છોડી ને જતી રહે છે.એક સ્ત્રી તેની પાછળ જ‍ાય છે.અને એ છે આરધના જે પલક ને ફલાઈટ મા મળેલા હોય છે.

" પલક શું થયું કેમ રડે છે? કેમ ડાન્સ ના કર્યો?"

પલક તેમને વળગી ને રડે છે.અને બધી વાત જણાવે છે.

" ઓહ જેણે પણ તને આ કીધું છે તે ખોટું છે.હું દર વર્ષે અહીં આવું છું આવું કશું જ નથી થતું .તારા પર ભરોસો રાખ અને તારા ડાન્સ પર પણ."તે પલક ને શાંત કરે છે.અને સ્ટેજ પર લઇ જાય છે.અને અનાઉન્સ કરે છે કે પલક પરફોર્મન્સ આપશે.જજીસ આરાધનાજી ની વાત માની ને તેને પરફોર્મન્સ અાપવા ની પરમીશન આપે છે.અને આ વખતે પલક ડબલ જોશ સાથે પરફોર્મન્સ આપે છે.જીયા નો પડી ગયેલો ફેસ જોઇને ઝેન સમજી જાય છે કે આ જીયા નું જ કામ છે.તે જીયા ને બહાર હાથ પકડી ને લઇ જાય છે.અને તેના પર ખુબ જ ગુસ્સો આવે છે.

" જીયા હાઉ ડેર યુ તે પલક ને કેમ ડરાવી તું તારું દીમાગ ના લડાવીશ.નહીંતર પરીણામ સારું નહીં આવે" ઝેન નું આ સ્વરૂપ જોઇ તે હેબતાઇ જાય છે.

" પણ મને લાગ્યું કે પલક ને આ રીતે સરળતા થી હરાવી શકાય તો અાપણુ કામ ઇઝીલી પતી જાય અાપણે કઇ જ બીજું ના કરવું પડે."ઝેન તેને ચુપ કરાવે છે.

" તારી હોશીયારી તારી પાસે જ રાખ અને હવે હું જેમ કહું તેમજ કરજે નહીંતર સારું નહીં થાય " ઝેન ત્યાંથી જતો રહે છે.પણ જીયા હજુ આધાત માં જ છે.તે રડે છે.ઝેન ના આ વર્તન ને કારણે.

ઝેન અંદર જતા જતા પોતાના વર્તન પર પસ્તાય છે.કે જીયા સાથે તેણે ખોટું વર્તન કર્યું અગર તે નારાજ થઇ ને જતી રહી તો પલક અને પુલકીત ને અલગ કરવા નો તેનો પ્લાન ફેઇલ થઇ જશે.તે તેને મનાવવા સાંજે કેન્ડલ લાઇટ ડીનર નો પ્લાન બનાવે છે તેને મેસેજ કરી ને તે સોરી કહે છે અને ડીનર માટે આમંત્રણ આપે છે.

અહીં પલક નું પરફોર્મન્સ પતી જાય છે.જે જજીસ અને ઓડીયન્સ ને ખુબ જ ગમે છે.તેને ખુબ જ સારા માર્કસ અને કમેન્ટસ મળે છે.પલક નેક્સ્ટ રાઉન્ડ માં આગળ વધે છે.પલક પુલકીત પાસે જાયછે.

" પલક શું થયું હતું તને અને એ આંટી કોણ હતા?"

પલક બધી જ વાત તેને જણાવે છે.

" મને લાગે છે કે જીયા તને ડરાવી ને આ કોમ્પીટીશન ની બહાર કરવા માંગે છે." પુલકીત

" ના તે મને આ વાત જણાવવા જ નહતી માંગતી મે તેને આગ્રહ કર્યો એટલે તેણે મને કીધું હવે તે બદલાઇ ગઇ છે.મને નથી લાગતું કે તે મને નુકસાન પહોંચાડવા માંગે ."

" પલક તું બહુ સારી છો પણ આપણે ઝેન અને જીય થી બચી ને રહેવા ની જરૂર તો છે જ પણ તું ચીંતા ના કર તારો લાઇફસેવર પુલકીત તારી પાસે જ છે." પલક અને પુલકીત હસે છે.

"ચાલ તારી હોટેલ પર જઇએ સાથે સમય વીતાવીશું મમ્મી ને અમારા રૂમમાં ડ્રોપ કરી દઇએ."પલક પુલકીત નો હાથ પકડે છે.

રાત્રે જીયા ઝેન ના રૂમમાં જાય છે.તે ઝેન થી હજુ નારાજ હોય છે.રૂમમાં સુંદર ડેકોરેશન છે કેન્ડલસ ,મોંધા ફલાવરસ ચોકલેટસ અને બલુન.સાથે એક રેડ વાઇન અને સોરી કાર્ડ.

ડીનર ટેબલ પર જીયા ની પસંદગી ની વાનગીઓ ગરમ ગરમ રાખેલી છે.આ બધું જોઇને જ પલક ની નારાજગી દુર થઇ જાય છે.

" સોરી ડાર્લિંગ મારે તારી સાથે આ રીતે વાત નહતી કરવી.આ કાર્ડ અને ચોકલેટ્સ તારા માટે અને આ સુંદર રીંગ હું તને પહેરાવવા માંગુ છું ."જીયા ખુશ છે.ઝેન તેને રીંગ પહેરાવે છે.જીયા રેડ શોર્ટ ગાઉનમાં એકદમ સેન્સીયસ લાગી રહી છે.ઝેન તેની નજીક જાય છે.

" અગર પલક અત્યારે આઉટ થઇ ગઇ તો પલક અને પુલકીત ને આપણા પર શંકા જાય અને બધું ઊંધુ થઇ જાય સોરી " ઝેન

"સોરી હવે હું જેમ તું કહીશ એમ જ કરીશ ચાલ ડિનર કરીએ." જીયા
ઝેન બે ગ્લાસ માં વાઇન કાઢે છે.તે લોકો ડિનર કરે છે.જીયા ઝેન ના પ્રેમ ના નશા મા ખોવાઇ જાયછે.

" જીયા લેટસ ડાન્સ ." ઝેન અને જીયા રોમેન્ટિક મ્યુઝિક પર ડાન્સ કરે છે.ઝેન જીયા ને નજીક ખેંચે છે.તેને કીસ કરે છે અને હગ કરે છે.જીયા ઝેન ના પ્રેમ મા ડુબી જાય છે.એકબીજાના પ્રેમ માં મશગુલ થઇ જાય છે.

બીજા દિવસે સવારે જીયા ની આંખ ખુલે છે.તેનું માથું ભારે હોય છે.તે ઝેન સામે પ્રેમ થી જોવે છે.જીયા તેનો ડ્રેસ પહેરી ને ત્યાંથી જતી રહે છે.ઝેન પર તેનું ટીશર્ટ પહેરે છે.અને વીચારે છે.

" હમ્મ જીયા ડાર્લિંગ તું મારા પ્રેમ મા ગીરફતાર થઇ ગઇ છો.હું જેમ કહું તેમ જ તારે કરવું પડશે"

પલક રીર્હસલ માટે જવા નીકળતી હોયછે.ત્યાંથે અસ્તવ્યસ્ત વાળ અને ડ્રેસ વાળી જીયા ને ઝેન ના રૂમમાંથી નીકળતા જોવે છે.

ઝેન અને પલક તેમના કપલ ડાન્સ નું રીર્હસલ કરી રહ્યા છે.ઝેન નું પલક ને વારંવાર અડવુ પલક ને નથી ગમતું .

" ઝેન અડયા વગર ડાન્સ ના થઇ શકે મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે." પલક

" પલક પ્લીઝ મને કે મારા ઇરાદા ને ખોટા ના સમજીસ આપણી કેમેસ્ટ્રી બધાં ને પસંદ અાવે તે માટે આ જરૂરી છે.".

" ઠીક છે પણ તું વધારે પડતો ફ્રેન્ડલી ના થઇશ." પલક મન માં વીચારે છે.

" હું તને સારી રીતે ઓળખુ છું ઝેન અાજે જીયા ને અને તેની હાલત ને જોઇને મને એટલું તો સમજાયું કે તું શું છે.મારી મજબુરી ના હોત તો ડાન્સ તો શું ઊભી પણ ના રહુ તારી પાસે."

"પલક પ્લીઝ એક્સપ્રેશન રોમેન્ટિક રાખ." ઝેન

પલક મોઢું બગાડી ને એક્સપ્રેશન સુધારે છે.પલક અને ઝેન ના કપલ ડાન્સ ના પરફોર્મન્સ નો સમય આવી ગયો છે.પલક અને ઝેન ની કેમેસ્ટ્રી બધાં ને ખુબ જ પસંદ અવે છે.પણ એ કરતા પણ પલક નો ડાન્સ લોકો ને વધારે પસંદ આવે છે.

ઝેન અને પલક ને ખુબ જ સારા કમેન્ટસ મળે છે.અને માર્કસ પણ.ઝેન અકળાયેલો છે તે પુલકીત ને જલાવવા માંગે છે.પલક પર ગુસ્સો કરે તેવું ઇચ્છે છે પણ તે નિષ્ફળ રહે છે.

પલક નો ડાન્સ અદભુત હોય છે તેણે કોઇ તાલીમ નથી લીધી નાનપણ થી પણ ડાન્સ માટે ની સમજ ઊંડી હોય છે.દર વખતે કઇંક નવું અને અલગ પ્રસ્તુત કરવા ની તેની આવડત જજીસ અને ઓડીયન્સ ને તેની ફેન બનાવી દે છે તે એક સેલેબ્રીટી બની જાય છે.લોકો વેઇટ કરતા હોય છે તેના પરફોર્મન્સ માટે જેનું પરિણામ તેને બન્ને ફોર્મ મા તેને ટોપ ફાઇવ માં લઇ આવે છે.હવે ફીનાલે નજીક જ હોય છે.

ઝેન અને જીયા કોફી શોપ માં બેસેલા છે.
" જીયા અલગ અલગ આપણે ઘણા પ્રયત્ન કર્યા પણ નો રીઝલ્ટ હવે આપણી છેલ્લી ચાલ રમવા નો સમય આવી ગયો છે."

તે જીયા ને જણાવે છે કે તેણે શું કરવા નું છે જે સાંભળી જીયા દંગ રહી જાય છે.

શું મહાદેવ ભાઇ સમય રહેતા પોતાની ભુલ સમજી ને પલક અને પુલકીત ના સંબંધ ને અને પોતાની દિકરી ના ડ્રીમ ને બચાવી લેશે?

જાણવા વાંચતા રહેશો.

Rate & Review

Neepa

Neepa 8 months ago

Bijal Patel

Bijal Patel 1 year ago

Saryu Shah

Saryu Shah 2 years ago

MIHIR_Sathwara

MIHIR_Sathwara 2 years ago

Heena Suchak

Heena Suchak 3 years ago