પલક ખુશ છે.તે બન્ને સોલો અને કપલ ડાન્સ માં ફાઇનલમાં પહોંચી ગઇ છે.તેને ખુબ જ ખુશી છે.પલક પોતાના રૂમમાં જઇને આરામ કરે છે તે સવારે પુલકીત ને સરપ્રાઇઝ આપવા માંગે છે.
સવારે વહેલી ઉઠી ને પલક સુંદર રીતે તૈયાર થાય છે.તે બેકરી માંથી કેક ખરીદે છે.ફલાવર્સ લે છે.અને પુલકીત ની હોટેલ માં જાય છે.તેના રૂમમાં જઇને તેને સરપ્રાઇઝ આપવા તે ધીમે પગલે તેના રૂમ તરફ આગળ વધે છે.તે ધીમે થી દરવાજો ખોલે છે અંદર નું દ્રશ્ય જોઇને તેને ઝટકો લાગે છે.
માત્ર ટુવાલ મા વીંટળાયેલો પુલકીત અને જીયા એકબીજા ને હગ કરે છે.પુલકીત નો હાથ જીયા ના માથા પર છે.પલક ના આવતા જીયા પોતાના વીખરાયેલા વાળ અને ડ્રેસ સરખો કરે છે.જીયા પલક સામે જોવે છે.
" ગેટ આઉટ ફ્રોમ હીયર ." પલક ની આંખ મા ગુસ્સો હોય છે.
જીયા બહાર આવે છે હસે છે અને પોતાના રૂમમાં જાય છે.અને ઝેન ને ફોન કરે છે.
" કામ થઇ ગયું છે.તે કીધું હતું.તે જ સમયે મે બરાબર વાર કર્યો ."
" હવે નજર રાખજે તેમની ઉપર પલ પલ ની ખબર આપ" ઝેન.
જીયા ફોન તો મુકે છે.પણ તેને આ કામ કર્યા બાદ તેને ગિલ્ટી ફીલ થાય છે.પણ ઝેન ની કહેલી વાત યાદ આવે છે.
" જીયા બેબી આપણા ભવિષ્ય માટે તારે આ કરવું જ પડશે નહીંતર આપણું ભવિષ્ય ધુંધળુ દેખાય છે મને."
"સોરી પલક મારી મજબૂરી હતી મારા પ્રેમ માટે મે તારા પ્રેમ અને વિશ્વાસ ને ખતમ કરી નાખ્યો."
અહીં રૂમમાં જીયા ના ગયા પછી
" પલક મારી વાત સાંભળ તું જે વીચારે છે.અને સમજે છે.તે ખોટું છે.પ્લીઝ મને સમજાવવા નો ચાન્સ આપ " પુલકીત ઘુંટણીયે પડી બે હાથ જોડી ને કહે છે.પલક તેને ઊભો કરે છે.અને બેસાડે છે.
" કોઇ ચાન્સ જ નથી અને કોઇ એક્સપલનેશન નહીં "
" પલક પ્લીઝ મારો વિશ્વાસ કર."
"પુલકીત શાંત મારી વાત તો સાંભળ વિશ્વાસ અને એ પણ તારી પર મને મારા શ્વાસ અને હદય ની ધડકન કરતા પણ વધારે છે.તારે કોઇ જ સફાઇ આપવા ની જરૂર નથી .મને વિશ્વાસ છે.તે કશું જ ખોટું નથી કર્યું .હું જીયા ને ઓળખુ છું .અને આ કામ હોય ના હોય એક જ વ્યક્તિ નું છે."
" હું નાહવા જતો હતો મે ટુવાલ વીંટાળ્યો હું નાહવા જ જતો હતો ત્યાં જીયા આવી અને રડવા લાગી કહેવા લાગી કે ઝેન તેને પ્રેમ નથી કરતો તેણે તેનો ગેરફાયદો ઉઠાવ્યો અને હવે તેને ટાળે છે તે રડતા રડતા કહેવા લાગી કે એ ઝેન વગર નહીં રહી શકે તે આત્મહત્યા કરી લેશે તો હું તેને સાંત્વના આપતો હતો."
" આ પેલા ઝેન ના જ કહેવા થી તેણે કર્યું છે.ફોરમ સાચું જ કહેતી હતી.જા તું તૈયાર થઇ જા તારા માટે સરપ્રાઇઝ છે." પુલકીત નાહી ને તૈયાર થઇ ને આવે છે.પલક તેને કેક અને ફલાવર્સ આપે છે.
" થેંક યુ પુલકીત આ બધું તારા સપોર્ટ ને કારણે થયું છે.હું ફાઇનલ સુધી પહોંચી શકી." પુલકીત ગળગળો થઇ જાય છે.
"થેંક યુ પલક આજે તારી જગ્યા એ કોઇ બીજી હોત તો ઝગડી ને જતી રહી હોય મારો વિશ્વાસ કરવા માટે થેંક યુ.તારા પ્રેમ ને વર્ણવા મારી પાસે શબ્દ નથી ."
" ડોન્ટ બી સેન્ટી હવે વાતો થી જ પેટ ભરીશુ કે કેક પણ ખાઇશું?"
તે બન્ને કેક કટ કરી ને સેલિબ્રેટ કરે છે.પલક ફોરમ ને વીડીયો કોલ કરી ને અત્યાર સુધી ની બધી જ વાત કરે છે.
" મે કીધું હતું ને પલક આ ઝેન બરાબર માણસ નથી તે તને અને પુલકીત ને અલગ કરવા માંગે છે.જલે છે જલકુકડો."
" હમણા જઇને પકડુ તેને વાત છે આજે તો તેની."
" સ્ટોપ તમે બન્ને એવું કશું જ નથી કરવા નું .મારી પાસે પ્લાન છે.તેને અત્યારે તમે એવું જ દેખાડો કે તમારે બન્ને ની વચ્ચે બહુ જ ઝગડો થયો છે.અને પલક દુખી છે.પુલકીત ગુસ્સા માં જેથી એ કઇ નવું ના કારસ્તાન ના કરે.અને તમે જાણવા ની કોશિશ કરો કે આ બધું કેમ કરે છે."
" હા તું સાચું કહે છે ફોરમ થેંક યુ હવે આગળ મને ખબર છે શું કરવા નું છે.બાય "
જીયા તેમની વાતો સાંભળવા બહાર આવે છે.પુલકીત પલક ને આંખ મારી નાટક કરવા નું કહે છે.તે જોર જોર થી બુમો પાડે છે.
" જા જા તને મારા પર વિશ્વાસ જ નથી તો જતી રહે જા અને હવે જયારે મારા પર વિશ્વાસ આવે ત્યારે જ પાછી આવજે."
પલક ગુસ્સો કરવા નું નાટક કરી ને રડતા રડતા જતી રહે છે.જીયા ખુશ થાય છે.તેના ગયા પછી તે બિચારી બની ને પુલકીત પાસે આવે છે.
" સોરી પુલકીત આ તો બહુ ખોટું થયું આઇ એમ સોરી." પુલકીત માથું હલાવે છે અને જતો રહે છે.જીયા ઝેન ને ને ફોન કરે છે.અને સમાચાર આપે છે.
ઝેન વિચારે છે.
" વાહ પ્લાન સકસેસફુલ હવે પલક નું દીલ જીતી ને આ ચેમ્પીયનશીપ જીતાડવા નીછેઅને તે પુલકીત ને છોડી ને મારી સાથે લગ્ન કરશે અને હું મહાદેવ ઇન્ડસ્ટ્રી નો માલીક."
પલક પોતાના રૂમ તરફ જતી હોય છે તે ઝેન ને જોવે છે અને રડવા નું નાટક કરે છે.ઝેન તેની પાસે આવે છે.
" હાય પલક ઓહ શું થયું કેમ રડે છે? એક મિનિટ મારા રૂમમાં આવ અને બેસ " ઝેન તેને પાણી આપે છે.તે ખુશ છે પણ દુખી થવા નું નાટક કરે છે.
"શાંત થા અને મને કહે શું થયું ?" ઝેન
પલક તેને બધી વાત કહે છે .અને તેના ચહેરા ના હાવભાવ નોટિસ કરે છે.
"ઓહ બહુ ખોટું થયું જીયા પહેલા મારી પાછળ પડી હતી મે ભાવ ના આપ્યો એટલે હવે પુલકીત ને ફસાવવા માંગે છે તેની જાળ માં .પણ પુલકીત તેમા ફસાઇ જશે તે નહતી ખબર મને." ઝેન જુઠો અફસોસ વ્યક્ત કરે છે.
" હું મારા રૂમમાં અારામ કરવા માંગુ છું ." પલક તેના રૂમમાં જતી રહે છે.
તેના ગયા પછી ઝેન પોતાનો ફોન ઉઠાવી ને મહાદેવભાઇ ને ફોન લગાવે છે.તે તેમને બધી જ વાત જણાવે છે.મહાદેવભાઇ ચોંકી જાય છે.
" હવે મહાદેવભાઇ ના મન માં તેમના વહાલા જમાઇ ની ઇમેજ ખરાબ થશે."
મહાદેવભાઇ ને ઝેન ની વાત સાંભળી ને ધક્કો લાગ્યો હોય છે.મહાદેવભાઇ ની જોડે તેમના વિશ્વાસુ મિત્ર અને પાર્ટનર દીલીપભાઇ બેસેલા છે.મહાદેવભાઇ ના દીલ ના ,ઘર ના અને બિઝનેસ ના બધાં સીક્રેટ તે જાણે છે.મહાદેવભાઇ ની ડાન્સ માટેની નફરત નું કારણ પણ તે જાણે છે.
મહાદેવભાઇ તેમને ઝેન એ કીધેલી વાત જણાવે છે.
" મહાદેવ ભુતકાળ ના ખરાબ અનુભવ ની અસર વર્તમાન માં ના થવા દેવાય અને આપણા બાળક ના ભવિષ્ય ની સાથે ના રમાય"
" દીલીપ અત્યારે એ બધું છોડ પલક અને પુલકીત ના સંબંધ નું શું ?"મહાદેવભાઇ
" હું ઝેન ની વાત ને નથી માનતો મારી નજરે જોવું તોપણ વિશ્વાસ ના કરું મને પુલકીત અને ઝેન બન્ને ની બધી જ હિસ્ટ્રી ખબર છે .પુલકીત અસલ હીરો છે તારી દિકરી નસીબદાર છે.અને ઝેન પૈસા નો લાલચુ મહાકપટી છે."
"તો હવે શું કરીશું દિકરી નું ભવિષ્ય તો બચાવવુ પડશે ને અને સંબંધ પણ."
" તારી અને મારી બન્ને પાસે યુએસ ના વીઝા છે ચાલ પહેલી જે ફલાઇટ મલે તેમા નિકળી જઇએ અને પેલા ઝેન અને પરિસ્થિતિ ને સંભાળીએ."
" હા ચલ કાલે જ પહેલી ફલાઇટ માં આપણે જઇએ છે."
અહીં પલક પુલકીત સાથે ફોન પર વાત કરે છે.
" આગળ શું કરીશું ?" પલક
" મને લાગે છે આ બધાં ની પાછળ કોઇ અન્ય વ્યક્તિ નું દિમાગ છે જે તને હરાવવા માંગે છે કે મારા જીવન માંથી દુર કરવા માંગે છે.ઝેન પૈસા ની પાછળ અને જીયા ઝેન ની પાછળ પાગલ છે.
તું ઝેન પર અને હું જીયા પર નજર રાખુ છું અને એક સુપર્બ પ્લાન છે.સત્ય હકીકત ખબર પડી જશે.કાલે જ અમલ કરી દઇશુ તું ચીંતા ના કર અને તું માત્ર રીર્હસલ પર ધ્યાન આપ."
પુલકીત માસ્ટર માઇન્ડ મહાદેવભાઇ સુધી પહોંચી શકશે કે કોઇ નવું જ તોફાન આવશે તેમના જીવન માં ?
જાણવા વાંચતા રહો.