Dream story one life one dream - 31 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 31

ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 31મહાદેવભાઇ અને દીલીપભાઇ યુ.એસ ની ધરતી પર પગ મુકે છે.પલક ની મુશ્કેલી ઓ પણ સાથે જ આવી છે કોઇ અન્ય સ્વરૂપે .

મહાદેવભાઇ અને દીલીપભાઇ હોટેલ પર પહોંચે છે.તે ત્યા રહેલા તેમના એક મિત્ર ની આ કામ માં મદદ લે છે જે એક રીર્ટાયર પોલીસ ઓફિસર છે.

અહીં પુલકીત જીયા ના રૂમમાં આવે છે.

" હાય જીયા મને પેલી રેડ ફાઇલ જોઇએ છે." પુલકીત ગંભીર હોય છે.

" હાય પુલકીત .સોરી મારા કારણે જે કાલે થયું તેના માટે." પુલકીત તેને અટકાવે છે.

" મારે તે વીશે કોઇ ડીસ્કશન નથી કરવું મને ફાઇલ આપ એટલે હું જઉ."

પલક ફાઇલ લેવા અંદર જાય છે.તેના જતા જ પુલકીત ફટાફટ એક નાનકડું ડિવાઇસ કાઢે છે અને કોઇ ના ધ્યાન માં ના આવે એ રીતે જીયા ના પર્સ મા ફીટ કરે છે.

"જીયા આ ડિવાઇસ ની મદદ થી હવે હું તારી અને ઝેન ની વાત સાંભળી શકીશ અને પુરી સાચી વાત જાણી શકીશ."

તેટલાં મા જીયા ફાઇલ લઇને આવે છે. પુલકીત તે લઇને મન માં ખુશ થતો ત્યાંથી જતો રહે છે.

જીયા એ પર્સ લઇને ઝેન ને મળવા નીકળી જાય છે.ઝેન એક કોફી હાઉસ માં તેની રાહ જોઇ ને બેસેલો છેજીયા ને જોઇ ઝેન ખુશ થાય છે તેને હગ કરી ને કીસ કરે છે.

" વાઉ જીયા ડાર્લિંગ તે તો કમાલ કરી નાખ્યું .એક જ ઝટકા મા પ્રેમી પંખીડા અલગ થઇ ગયાં ."ઝેન

" હા કામ અઘરું હતું પણ મારા ઝેન માટે હું કઇ પણ કરી શકું પુલકીત પલક સાથે વાત પણ કરવા નથી માંગતો એટલો નારાજ છે.હવે તેમની વચ્ચે આ દરાર વધારવા નું કામ આપણું "જીયા

" હા એક અઠવાડિયા માં ફાઇનલ છે.પલક ને એટલા ઝટકા આપશુ કે તે પરફોર્મન્સ આપવા ની હાલત માં જ નહીં રહે અને તે હારી જશે અને પછી આપણે માલામાલ."ઝેન

" હા મહાદેવઅંકલ ની ક્રુપા આપણા પર ધન રૂપે વરસસે."જીયા અને ઝેન હસે છે.

અહીં પુલકીત જે આ રેકોર્ડિંગ સાંભળી રહ્યો છે તેને આધાત લાગે છે.પાછળ થી કોઇ બીજું પણ ઊભું રહી ને સાંભળે છે. તે ગૌરીબેન છે તેઓ અંદર આવે છે.તેમને આધાત લાગે છે.

" આ બધું શું છે પુલકીત ? મને પુરી વાત જાણવી છે.બોલ "ગૌરીબેન

પુલકીત શરૂઆત થી બધી વાત ગૌરીબેન ને જણાવે છે.
" શું દેવ આવું કરી શકે પોતાની દિકરી નું અહિત ના હા એ તેના ડાન્સ ના વીરોધ માં છે પણ તને તો ખુબ જ પસંદ કરે છે"

" હા ગૌરીમોમ કોઇ બાપ પોતાની દિકરી સાથે આવું ના કરી શકે વાત કઇંક બીજી જ છે." પુલકીત

તેટલાં મા ત્યાં પલક આવે છે રીર્હસલ પતાવી ને .
" હાય પુલકીત હાય મમ્મી શું વાત છે ? તમે બન્ને કેમ આટલા ગંભીર છો?"

પુલકીત કઇંક બોલવા જાય છે ગૌરીબેન તેને ચુપ રહેવા નો ઇશારો કરે છે.

" ના કઇ ખાસ નહીં તું માત્ર તારા પરફોર્મન્સ પર ધ્યાન આપ અને હા આજે સાંજે તો તમારા બધાં કંટેસ્ટંટ માટે ખાસ પાર્ટી છે ને તો ચલો તૈયાર થઇ જાઓ ગૌરીમોમ અને પલક આપણે શોપિંગ પર જઇએ" પુલકીત

પુલકીત અને ગૌરીબેન પોતાનું દુખ અને ચિંતા છુપાવી ને પલક સાથે મોલ માં શોપિંગ કરવા જાય છે.અહીં મહાદેવભાઇ અને દીલીપભાઇ પણ તેજ મોલ માં અનાયાસે આવેલા છે.પલક અને પુલકીત એક શોપ મા ડ્રેસ જોઇ રહ્યા છે.ગૌરીબેન એક જગ્યાએ બેસેલા છે.અચાનક તેમનું ધ્યાન તેજ મોલ મા ફરી રહેલા મહાદેવભાઇ પર જાય છે.તે આશ્ચર્ય પામે છે.

" ઓહ તો હવે અહીં છુપાઇ ને આવેલા છે.આજે તો મારે મારા સવાલ નો જવાબ મેળવવો જ છે."

તે પલક અને પુલકીત ને ફોન કરે છે.

" બેટા હું મોલ માં ફરી ને થાકી ગઇ છું તો અહીં પાસે જ એક મંદિર છે તો હું ત્યાં જઉ છું હું મારી રીતે આવી જઇશ તમે નિકળી જજો."

ગૌરીબેન મહાદેવભાઇ ની દીશા માં તેમના પગ ઉપાડે છે.એક દ્રઢ નિશ્ચય સાથે કે પોતાના દરેક સવાલ નો જવાબ મેળવવ‍ા.

અહીં પલક અને પુલકીત છુટા પડે છે.પુલકીત પલક ને ડ્રોપ કરી ને તેના રૂમમાં જાય છે.પલક સાંજ ની પાર્ટી માટે તૈયાર થાય છે.તે એક્સાઇટેડ હોય છે પણ તે ઇચ્છતી હતી કે કાશ પુલકીત પણ આવી શકતો આ પાર્ટી માં .

પલક પાર્ટી માં જાય છે.ઝેન પણ ત્યાં આવેલો છે.પલક ની ઇચ્છા ના હોવા છતાં તેને ઝેન સાથે વાત કરવી પડે છે.તેની કંપની માં રહેવું પડે છે.

કોઇ વ્યક્તિ છે જે સતત પલક ની ઉપર નજર રાખી રહ્યું છે.અને તેને ફોલો કરે છે.પલક ને જીયા ની કહેલી વાત યાદ આવે છે.કે કોઇ પણ ના હાથે કે કોઇ પણ જગ્યાએથી કઇ ખાતા કે પીતા ધ્યાન રાખે.

" આ જીયા એકબાજુ એ ચિંતા કરે અને બીજી બાજુએ તકલીફ પહોંચાડે કેવુ બેવડું સ્વરૂપ ."

તેટલા મા એક વેઇટર આવે છે તેને જયુસ લેવા માટે આગ્રહ કરે છે.પણ પલક ના પાડે છે.પલક વોશરૂમ માં જાય છે.પેલો વ્યક્તિ પણ તેની પાછળ જાય છે.પલક ને એવું લાગે છે.કે કોઇ પાછળ આવે છે.

અચાનક તેને સોંય ભોંકાઇ હોય તેવું લાગે છે તેની આંખે અંધારા આવી જાય છે.તે વ્યક્તિ પલક ને પડતા બચાવે છે અને કોઇનું ધ્યાન ના જાય તે રીતે તેને એક રૂમમાં લઇ જાય છે.

પલક હોટેલ ના રૂમમાં પલંગ પર સુતેલી છે.બ્લેક ગાઉન માં સુતેલી પલક કોઇ સ્વર્ગ ની કોઇ અપ્સરા જેવી લાગે છે.તેના ખુલ્લા સ્ટાઇલ કરેલા વાળ વીખરાયેલા છે.તે વ્યક્તિ પલક ની પાસે આવે છે.તે પલંગ પર બેસે છે.તે પલક ના વાળ ની લટ ફેરવે છે.તેના ચહેરા પર ,તેના ગાલ,તેના હોઠ અને ગળા પર હાથ ફેરવે છે.પલક નો ચહેરો પોતાના હાથ માં લે છે અને તેને કીસ કરવા જાય છે તેનો હાથ પલક ના ડ્રેસ ને દુર કરવા જાય છે.ત્યાં અચાનક દરવાજો ખુલે છે એક સ્ત્રી અંદર આવે છે તે આરાધના છે.

" હેય યુ સ્ટોપ તું શું કરવા જઇ રહ્યો છે પલક સાથે કોણ છે તું ? " આરાધના તેનો કોલર પકડે છે.તે વ્યક્તિ તેમને ધક્કો મારી ને ભાગી જાય છે.

" સ્ટોપ " તે વ્યક્તિ ભાગી જાય છે.આરાધના પોતાની જાત ને સંભાળે છે અને પલક પાસે આવે છે.

બીજા દિવસે સવારે પલક પોતાના રૂમમાં સુતેલી છે તેની અાંખો ખુલે છે.તે સામે આરધનાજી ને જોવે છે તેને કઇ જ સમજાતુ નથી .

" હાય પલક કેવુ લાગે છે તને .તું ફ્રેશ થઇ જા મે ચા નાસ્તો મંગાવ્યો છે."
આરાધના પલક ને બધું જણાવે છે.પલક ચોંકી જાય છે.પલક ફ્રેશ થઇ ને આવે છે.તે લોકો ચા નાસ્તો કરે છે.
" લે બેટા આ દવા લઇલે માથું હળવું થશે ચાલ હું જાઉં તું તારા પતિ અને મમ્મી ને જણાવી દે મારે એક મીટીંગ છે.કાલે તને આ હાલત મા એકલી મુકવી યોગ્ય ના જણાઇ એટલે રોકાઇ ગઇ."

તે આરાધના અાંટી ને ગળે મલે છે.
" થેંક યુ આંટી તમે જે કર્યું એનો ઉપકાર કદી નહીં ભુલુ" આરધના પલક ના માથે હાથ મુકી ને ચુમે છે.

" ખબર નહીં કેમ તું મને મારી પોાતની લાગે છે .એક ખેચાંણ અનુભવાય છે તારી સાથે.તારી હેલ્પ કરવી તો ફરજ હતી મારી એ તો એજ સમયે હું વોશરૂમ માથી નિકળી અનેે મે જોઇ લીધી."

તે જાય છે તે ફોન કરી ને પુલકીત ને બોલાવે છે અને બધું જ જણાવે છે.તે પુલકીત ના ગળે વળગી ને રડે છે.પુલકીત હેબતાઇ જાય છે

" હે ભગવાન આભાર તારો અને આરધના જી નો પણ આવું કોણ કરી શકે? "

" ઝેન ?" પલક

" ખબર નથી પડતી કોઇ પણ હોય શકે?" પુલકીત

" પણ મમ્મી કયાં છે? મંદીર ગઇ હતી ને પુરી રાત કયાં હતી? પુલકીત મમ્મી ને કઇ થઇ તો નથી ગયું ને? તેનો ફોન પણ સ્વિચ ઓફ બતાવે છે." પલક નો પ્રશ્ન પુલકીત ના ચહેરા પર ચિંતા લાવી દે છે.


કોણ છે તે વ્યક્તિ અને શું તે પલક ની ડ્રીમ સ્ટોરી ને પુરી થતાં અટકાવશે? ગૌરીબેન મહાદેવભાઇ સુધી પહોંચ્યાં છે કે મુસીબત તેમના સુધી ?

જાણવા વાંચતા રહો.
Rate & Review

Neepa

Neepa 8 months ago

Bindu Patel

Bindu Patel 1 year ago

Hardas

Hardas 1 year ago

Saryu Shah

Saryu Shah 2 years ago

abhay

abhay 2 years ago